________________
ધ્યાનયોગ
: ૧૧૧ : ઉન્નતિ થાય છે અને એને ઉત્કૃષ્ટ સવરૂપમાં વિચારવામાં આવે તે વિચારમાં ને વિચારમાં કૈવલ્ય જ્ઞાનદર્શન પ્રાપ્તિ કરાવી છેવટે સિદ્ધદશા સુધી લઈ જાય એવું તેમાં સામર્થ્ય છે. મન ઉપર કર્મબંધને આધાર લેવાથી અને ભાવના મનને અને તે દ્વારા આત્માને સીધી અસર કરનાર હોવાથી એ યુગમાં બહુ અગત્યનું સ્થાન ભોગવે છે અને તેટલા માટે ભાવના ભેગ એક જુદો ગ ગણવામાં આવ્યું છે તે યથાયોગ્ય હેય, એમ આપણને સાધારણ બુદ્ધિથી પણ જણાય છે. આ ભાવનાઓના સંબંધમાં અનેક દષ્ટાન્ત શાસ્ત્રમાં આપવામાં આવ્યાં છે, પ્રત્યેક ભાવનાથી પ્રાણીઓ સાથે પામી ગયાં છે તે ખાસ વિચારવા ચોગ્ય છે. વિચાર કરતાં તેમાંથી બહ રહસ્ય પ્રાપ્ત થાય તેમ છે.
૩. ધ્યાનગ. યાન નામને ગ ભાવનાથી પણ આગળ પ્રગતિ બતાવે છે. સ્થિર પ્રદીપ સદશ જ્ઞાનમાં પિતાથી વિપરીત બાબતને ટાળી
દઈને લય બાબતને જ ઉદેશીને જે થાનગ. પ્રશસ્ત અર્થ એ થાય અને સૂક્ષમ બેધથી
સહિત હોય તેને ધ્યાનાગ કહેવામાં આવે છે. એનું તાત્પર્ય એ છે કે-ધ્યાનયોગમાં એક બાબતમાં એકાગ્રતા એટલી બધી થાય છે કે પછી તેને અન્ય બાબત પર વિચાર થતું નથી અને બંધ ઘણે ઊંડે થઈ જાય છે. ચિત્તના આઠ દેને અહીં અનુક્રમે નાશ થત જાય છે તેથી ધ્યાનાગ ક્રમે ક્રમે બહુ વૃદ્ધિ પામતે જાય છે. એ આઠ દેષ નીચે પ્રમાણે છેઃ ૧. ખેદ-પ્રવૃત્તિ કરવાથી થાક લાગે તે ખેદ. આ ખેદ જેને થયા કરે છે તેને પ્રણિધાનમાં