________________
ભાવનાગ
: ૧૯ : દુર્લભ છે. અકામ નિર્જરા થઈ જતાં નદીગળપાષાણુન્યાયથી
વ્યવહારરાશિમાં આવી અનેક રીતે અથ ૧૧ બેધિ ભાવના ડા-પછડાતે પ્રાણી બાદર એકેદ્રિયમાં
આવી, વિલેંદ્રિયમાં થઈ, તિર્યંચ ગતિમાં ભમ ભમતે મનુષ્યગતિમાં આવે છે. અહીં સુધી પહોંચવું જ પ્રથમ દરજે ઘણું મુશ્કેલ છે. આવી મુશ્કેલીથી પ્રાપ્ત થયેલ મનુષ્યભવ પણ ઘણા પ્રાણીઓ કેવી રીતે ગુમાવી નાખે છે અથવા નકામે બનાવી મૂકે છે તે વિચારવા લાગ્યા છે. જે અનાર્ય કુળમાં જન્મ થાય તે નકામી રીતે ભવ પૂર્ણ થાય છે, સુંદર દેશ કે ઉરચ કુળ પ્રાપ્ત થાય તે પણ ત્યાં સદ્દગુરુને એગ થ, ધર્મ ઉપર શ્રદ્ધા થવી, શરીરનું વાક્ય. રહેવું, યોગ્ય સામગ્રી મળવી એ સર્વ દુર્લભ છે. ખાવાપીવાની મજે ઉડાવવામાં, નકામી કુથળી કરવામાં, રાજદ્વારી વાતેના ગપ્પા મારવામાં, પારકી નિંદા કરવામાં, ખાવા-પીવાનાં સાધને જવામાં, તેવાં સાધનેને લાભ લેવામાં અને એવી અનેક બાબતમાં ભાવ પૂર્ણ થાય છે, સંસારના કલહ, નકામી ખટપટ વિગેરેમાં આયુષ્ય ચાલ્યું જાય છે, ધર્મની વાત ચાલે ત્યાં કાં આવે છે, ધમ કરવાના પ્રસંગ આવે ત્યાં મન સંસારમાં ચાલ્યું જાય છે–આવી રીતે ઘણાખરા પ્રાણીઓ પિતાનું કર્તવ્ય શું છે તે વિચારી શકતા નથી, મનુષ્યભવની કિંમત સમજતા નથી અને પ્રાપ્ત થયેલા ધર્મનું દુર્લભપણું જાણી શકતા નથી. આ બોધિરત્નનું સ્વરૂપ વિચારવું અને ખાસ કરીને એનું મુશ્કેલીથી પ્રાપ્ત થવાપણું વિચારવું એ આ ભાવનાનું ખાસ વરૂપ છે. ખાસ કરીને વર્તમાન યુગ એ વતે છે કે એમાં