________________
-
-
-
- -
: ૧૧૬ :
જૈન દષ્ટિએ પણ અનિષ્ટ થઈ પડે છે તેવી કલ્પના પર વિવેકપૂર્વક તત્વનિર્ણય બુદ્ધિથી રાગદ્વેષપરિહારકું નામ સમાગ કહેવામાં આવે છે. આ જીવને અનાદિ કાળથી અમુક વસ્તુને ઈષ્ટ માનવાની અને અમુકને અનિષ્ટ માનવાની ટેવ પડી ગઈ છે. એને લઈને એ કેટલીક વસ્તુ ઉપર રાગ કરે છે, કેટલીક પર દ્વેષ કરે છે. તેને એમ શા માટે થાય છે તે તે પિતે પણ સમજ નથી. માન્યતાનાં સુખની ખાતર, સ્થળ ઈચ્છાઓની તૃપ્તિ ખાતર અને કપાયેના પિષણ માટે તે મનમાં ઈષ્ટ અનિષ્ટને નિર્ણય કરવા તત્પર થઈ જાય છે. આવા અનાદિ સંસ્કારને “અવિદ્યા” નામ આપવામાં આવે છે. જ્યાં સુધી નયાપેક્ષિત પ્રમાણે પત જ્ઞાન થયું ન હોય ત્યાંસુધી આવી કુટેવને સાધ્ય તરીકે માનવાનું રહે છે. આવા તેના મનમાં માની લીધેલા અમેદને આપનાર અને ન આપનાર વસ્તુ પરના ભાવને તજી દઈને જ્યારે તેના મનમાં નિશ્ચય થાય છે કે જે પદાર્થોને પોતે એક વખતે તિરસ્કારે છે તે જ પદાર્થોને વળી પાછે અન્ય વખતે રાગથી ચાહે છે, તેથી ખરેખરી રીતે તે કઈ પદાર્થ ઈષ્ટ અનિષ્ટ નથી-આવા પ્રકારની સમબુદ્ધિ થવી, વસ્તુને વસ્તુ તરીકે ઓળખવાને વિવેક પ્રાપ્ત થ અને તેના સંબંધી તવચિંતવન કરવું, વિશાળ બુદ્ધિથી તે પર વિચાર કરે, અવલોકન કરવું અને બરાબર વિચારને પરિણામે તેનું સત્ય સ્વરૂપ સમજી તેના પર તુલ્ય દષ્ટિ રાખવી, સમભાવ રાખવે અથવા ઉપેક્ષા ભાવ રાખવે અને પિતાના ઈષ્ટ અનિષ્ટના બેટા ખ્યાલને અથવા કલ્પનાજાળને દૂર કરવા તેનું નામ સમતાગ કહેવામાં આવે છે. આ સમાગમાં અવ્યાનુગના ફળરૂપ