________________
જેન દષ્ટિએ યોગ ગુરુતત્વ શોધતાં તેઓ ખાસ નિગૃહ હોવા જોઈએ, સામ્ય અવસ્થામાં સ્થિત થયેલ જોઈએ, શુદ્ધ ધર્મને બેધ કરનાર હોવા જોઈએ અને મહાવ્રતને ધારણ કરનાર હોઈ ભિક્ષા ઉપર આજીવિકા ચલાવનાર હોવા જોઈએ. આવા ગુરુ હોય તે જ શરમ કે સ્પૃહા રાખ્યા વગર સત્ય માર્ગને ઉપદેશ આપી શકે ક્ષમા, માર્દવ, આર્જવ વિગેરે ઉપરોક્ત દશ પ્રકારને ધર્મ એ સદ્ધર્મતત્વ છે. આ સુદેવ, સુગુરુ, સુધર્મ તત્વની બરાબર શોધ કરી તેને આદરવાં તેનું નામ સમ્યકત્વ કહેવામાં આવે છે. એ સમ્યકત્વ અમુક પ્રાણીમાં છે કે નહિ તેને બતાવનાર પાંચ લિંગ વેગાચાર્યોએ બતાવ્યાં છે તે વિચારવા ગ્ય છે. એ પાંચ
લિંગ આ પ્રમાણે છે. તીવ્ર કષાયના પાંચ લિંગ ઉદયન ત્યાગથી શમ, મોક્ષના તીવ્રતમ
અભિલાષરૂપ સવેગ; સંસારથી વૈરાગ્ય, તેના ઉપર ખેદ, તેના ઉપર અનાદરવૃત્તિ એ નિર્વેદ કેઈ પણ પ્રકારના સ્વાર્થ વગર દુઃખી પ્રાણીને દુખમાંથી છોડાવવાની ઈછા તે અનુકંપા (દુખ અનેક પ્રકારનાં છે, સાંસારિક, માનસિક, આત્મિક વિગેરે.) શુદ્ધ તત્વ ઉપર શંકારહિતપણું તે આસ્તિક્ય. આ પાંચ લિંગ ઉપર સમ્યક્ત્વના અસ્તિત્વની ખબર પડે છે. ગ્રંથિભેદ થઈ સમ્યક્ત્વ થયા પછી પ્રાણી દેશવિરતિપણું પ્રાપ્ત કરે છે એટલે પાંચ યમને અમુક અંશે પ્રાપ્ત કરે છે, એટલે હિંસા વિગેરે પાંચને મન, વચન અને કાયાથી કરવા કરાવવા નહિ વિગેરે રૂપે ત્યાગ કરે છે. અહિં જે ત્યાગ થાય છે તે સ્થળથી થાય છે એટલે સર્વવિરતિની પેઠે સર્વથા ત્યાગ બની શક્તા નથી.