________________
૪ ૧૦૬
જેમ દષ્ટિએ યોગ રવા યોગ્ય છે. જેમ કપડા ઉપર મેલ લાગે છેય તે ઝાપટવાથી ખરી પડે છે તેમ તપના પ્રભાવથી આત્મા સાથે લાગેલાં કર્મો ખરી પડે છે અને તેથી તપ બહુ અગત્યને વિષય છે. એકઠાં કરેલાં કમેને દૂર કરવાને તપ સિવાય અન્ય માર્ગ નથી અને ભારે થયેલ આત્માને હલકે કરવાને તે સિવાય અન્ય ઉપાય નથી. આ તપના વિષયના બે મુખ્ય વિભાગ છે. બાહ્યા અને અત્યંતર. ઉપવાસાદિ તપ કર તે અનશન, ઓછું ખાવું તે ઊદરિકા, દ્રવ્યને સંક્ષેપ કરે તે વૃત્તિક્ષેપ, રસવાળી વસ્તુઓને ત્યાગ તે રસત્યાગ, ચાદિ કષ્ટ સહન કરવાં તે કાયકલેશ અને શરીરનાં અંગે પાંગ સંકોચી રાખવાં તે સંસીનતા-આ છ બાહા તપ છે. એ શરીરને સીધી અને આડકતરી અસર કરે છે અને રજોગુણ, તમોગુણ અલપ કરી સત્વગુણ વધારે છે તેટલા માટે મનેયેગમાં પણ અગત્યનો ભાગ ભજવે છે. ખાસ કરીને એથી ઇતિ પર સંયમ સારી રીતે આવી જાય છે. અત્યંતર તપ એથી વધારે અગત્યને વિષય છે. કરેલ પાપ માટે પશ્ચાત્તાપપૂર્વક પ્રાયશ્ચિત્ત અધિકારી વડીલ પાસે લેવું એ પ્રાયશ્ચિત્ત, વડીલને ગ્ય માન આપવું તે વિનય, બાલ વૃદ્ધ ગ્લાનની સેવા કરવી તે વૈયાવચ્ચ, પુસ્તક અધ્યયન, પુનરાવર્તન, ચર્ચા, કથા આદિ કરવા તે સ્વાધ્યાય, ધર્મ શુકલ દયાન થાવવાં તે ધ્યાન અને કર્મક્ષય માટે કાયત્સર્ગ કરવો તે ઉત્સર્ગ. આવી રીતે બાહ્ય અને અત્યંતર તપથી અનેક કી બળી જાય છે, ખરી જાય છે, ચાલ્યાં જાય છે. એ બાર પ્રકારનાં તપના સંબંધમાં બહુ વિસ્તારથી વિચાર કર એ આ ભાવનામાં આવે છે. દઢપ્રહારી જેવા મહાપાપી