________________
તારષ્ટિ પ્રસંગે થયેલા વિચારોને કાયમ ટકાવી રાખવા માટે ખાસ જરૂરનું છે કે એવા વખતે થયેલા વિચારોને અંગે કરેલા નિર્ણને નિયમના આકારમાં ફેરવી નાખવા. જેને નવીન લેકે અમુક “પ્રીન્સીપલ” કર્યા કહે છે તે આ નિયમ છે, માત્ર તે કરેલા નિયમથી અવિશ્રુતિ થાય-યવન ન થાય, તે માટે તેના ઉપર દેવગુરુનું સીલ મારવામાં આવે છે. પ્રથમ દષ્ટિવાળા જીવને પણ નિયમ હોઈ શકે છે, પણ તેના કરતાં અહીં સુસ્પષ્ટ રીતે નિયમ હોય છે. વળી પાંચમી દષ્ટિએ જે ત્યાગપૂર્વક વિરતિભાવના સમ્યજ્ઞાનપૂર્વક નિયમ કરવામાં આવે છે તેવા અહીં દેતા નથી, પરંતુ દ્રવ્ય નિયમ બહુ સારી રીતે અહીં પણ કરવામાં આવે છે અને તેથી વેગનું
એક અતિ સુંદર અંગ અહીં પ્રાપ્ત થાય ગથા પ્રેમ છે. આ દષ્ટિમાં વર્તતા પ્રાણીને વેગકથા
ઉપર બહુ પ્રેમ આવે છે. એને રાજ્યદ્વારી કે સંસારી વાત ઉપર આનંદ આવતું નથી, પણ કઈ મનવચનકાયાના પેગેને કેવી રીતે વશ કરવા, કણે વશ કર્યા, શા ઉપાયથી વશ કર્યા એવી એવી વાત કરે છે ત્યારે તે સાંભળ વાની આ પ્રાણુને બહુ રુચિ થાય છે. જેવી રીતે પ્રાકૃત
ને સંકીર્ણ કથામાં અથવા બહુધા તે તદ્દન વિષયાનંદની કથામાં આનંદ આવે છે તેવી જ રીતે એવી કથાઓ ઉપર વિરાગ આવવા સાથે સમતાની, વૈરાગ્યની, રાગદ્વેષના જયની, મહિના નાશની અને એવી એવી વેગકથાઓ ઉપર આ પ્રાણીને બહુ આનંદ આવે છે અને એવી કથા કરનાર જે ખરેખરા ગીઓ હોય છે તેના તરફ તેને બહુમાન પેદા થાય છે. પ્રથમ