________________
: ૨૪ :
જૈન દષ્ટિએ યોગ સંધ્યાના રંગનાં દષ્ટાંતે બહુ વિચાર કરીને સમજવા ગ્ય છે.
એ જેટલો વખત ઝબકારે કરે છે કે રંગ આપે છે તેટલું વખત ઉપર ઉપરથી આનંદ આપે છે પણ તે ટક્તા નથી. આમ સાંસારિક સર્વ વસ્તુઓમાં, વિષયમાં અને તેની પ્રવૃત્તિમાં જણાય છે એ બહુ સૂક્ષ્મ રીતે સમજવું. મિત્ર, સ્ત્રી, વજન વિગેરે સર્વને સંબંધ આવે અનિત્ય છે, અંતે જરૂર વિયેગા થનાર છે અને આલંકારિક ભાષામાં કહીએ તે તે સ્વમ અથવા ઇજાળ જેવું છે. સ્વધામાં ગમે તેટલું સુખ ભગવાય, ઇજાળમાં ગમે તેટલી દ્ધિ ખડી થઈ જાય પણ તે સર્વ બેટાં છે, તેવી રીતે સ્વજનસંબંધ અંતે ઊડી જનાર છે અને ઊડી જાય ત્યારે મનમાં અનેક પ્રકારનાં દુઃખ આપનાર થઈ પડે છે. સનસ્કુમાર ચક્રવતીને શરીરપ્રેમ વિચારતાં આ વાત દૃઢ થાય છે અને કઈ પણ સુંદર સ્ત્રીની વૃદ્ધાવસ્થામાં શારીરિક સ્થિતિ જોતાં એ વાતનું રહસ્ય સમજાય છે. આયુષ્ય અસ્થિર છે, જળના પરપોટા જેવું છે અને મોટા માંધાતા જેવા રાજ પણ અંતે સર્વ છોડીને ચાલ્યા ગયા છે એ વાત વારંવાર વિચારવા ગ્ય છે, વિચારીને એના અંતરમાં રહેલ સંબંધનું અનિત્યત્વ સમજવા છે અને એવી રીતે વારંવાર વિચારવાથી ચેતનના પરવસ્તુ સાથેના સંબંધનું અનિત્યત્વ હૃદયમાં ઉતરી જાય તેમ છે. ચિદાનંદઘન સ્વરૂપ આત્મા માત્ર નિત્ય છે અને તેમાંથી જે સુખ મળે, જેને માટે અન્ય પર આધાર રાખ ન પડે, તે જ માત્ર નિત્ય છે અને તેની પ્રાપ્તિને લગતે ઉદ્યમ કર્તવ્ય છે.
બીજી અશરણ ભાવનામાં પ્રાણી વિચાર કરે છે કે આ સંસામ્રાં ચેતતને ક્રેઇનું શરણ નથી. તે ગમે તેની ગમે તેટલી