________________
: ૫૪ :
જૈન દષ્ટિએ યોગ છે અને ગ્રંથભેટ કર્યા પછી તે અર્ધપુદ્ગલપરાવર્તન કાળની અંદર જરૂર મુકિત થાય છે, સર્વ મહાયાતનાથી નિવૃત્તિ થાય છે અને પરમ આત્માનંદમાં વિકાસ થાય છે. આ ગ્રંથભેદ કર્યા પછી કેટલાક ઉન્નત આત્માઓની ઉન્નતિ તે એટલી જલ્દી થાય છે કે અન્તર્મુહૂર્ત જેટલા વખતમાં તેઓ સાધ્ય પ્રાપ્ત કરે છે અને કેટલાકની મંદ પ્રગતિ થાય છે, પરંતુ એટલું તે ચેકકસ છે કે એક વાર ગ્રંથભેદ થયો એટલે વહેલું મોડું છેવટ અર્ધપુદ્ગલપરાવર્તની અંદર તે સાધ્યસ્થાન પ્રાપ્ત થવાનું ખરું જ. આ પ્રમાણે હોવાથી ગ્રંથીભેદ એ અતિ અગત્યની બાબત ગણવામાં આવી છે. ગ્રંથભેદ થયા પછી સમ્યફ થાય તેને કેટલાક જ વમી પણ નાખે છે અને પાછા અપક્રાતિ પામી સંસારમાં ઉતરી જાય છે, પરંતુ આટલી દશા પ્રાપ્ત કરી પાછો પડી ગયેલે ચેતન. કેટલીક મુદતે વળી પાછો ઉન્નત થઈ પૂર્વ સ્થિતિ પર જરૂર આવી જાય છે અને પ્રગતિ કરે છે. જૈનના ઉત્કાન્તિમાર્ગ Theory of Evolutionમાં એક ખાસ બેંધી લેવા જેવી બાબત એ છે કે ઉત્ક્રાન્તિ પામેલે જીવ તે જ દશામાં રહે છે અથવા તેથી આગળ વધે જાય છે એટલું જ નહિ પણ અધમ આચરણ કરે છે તે પાછે નીચે પણ ઉતરી જાય છે. દ્રકામાં એને ઉકાન્તિ અપકાતિવાદ અથવા Theory of Evolution and Involution of Soul કહી શકાય.
આ અતિ અગત્યની પ્રસ્તુત બાબત ઉપર વિચાર કરી હવે આપણે પાંચમી દષ્ટિ પર વિચાર કરીએ. અહીં એટલું જણાવવું અગત્યનું થઈ પડશે કે-આ દષ્ટિ પ્રાપ્ત કરનાર જીવન