________________
: ૫૮ :
જૈન દષ્ટિએ એ મૃગતૃષ્ણ અથવા ગંધર્વ નગર જેવા અસ્થિર ઍક્રાલિક છે એમ સમજીને તેના ઉપર જરા પણ આસક્તિ વગર તે નિજ સવભાવના ગુણે શેધે છે અને તેમાં શાંતિ પામે છે, તેમાં મણ કરે છે અને તેમાં રંજિત થાય છે. તે સમજે છે કેઆંતર જોતિ જે અમૂર્ત હોવાથી બાધા કરનાર નથી અને પીડા વગરની છે તે જ લેકમાં પરમ તરવ છે અને બાકી સર્વ હેરાન કરનાર દુઃખમય છે અને વસ્તુતઃ ત્યાજ્ય છે. આવી રીતે વિજ્ઞાન પ્રાપ્ત થવાથી સુજ્ઞ થયેલ ચેતન પ્રત્યાહારમાં ચિત્તને પરોવીને ધર્મમાં બાધા કરનાર બાબતેને પરિત્યાગ કરવા માટે પ્રયત્ન કરે છે. તે સમજે છે કે ધનલક્ષ્મી એ વસ્તુતઃ લક્ષમી નથી અને બુદ્ધિમાનને તેમાં આનંદ આવતો પણ નથી અને ભેગને વિસ્તાર તે પાપી મિત્ર છે, સુજ્ઞ મિત્ર તરીકે સાચી સલાહ આપી સુખ અપાવનાર નથી. તેનામાં ઉન્નત દશા એટલી વધી ગયેલી હોય છે કે તે સમજે છે કે ધર્મથી જે ભેગપ્રાપ્તિ થાય છે તેને ભેગ ભેગાવતાં તે પણ સંસારવૃદ્ધિ માટે જ થાય છે. તે સમજે છે કે પુણ્ય સુવર્ણ શંખલા છે અને તેથી ચંદન જેવા શીતળ પદાર્થથી ઉત્પન્ન થયેલ અગ્નિ જેમ આખા વનને બાળી નાખે છે તેમ ધર્મજનિત સુખ પણ જો તેમાં આસકત થવાય તે સંસાર વધારી કર્મક્ષેત્રને વિસ્તારી મૂકે છે. આ પ્રમાણે તે સમજતા હોવાથી ધર્મજનિત ભેગની પણ તે ઈચ્છા રાખતા નથી અને આવા વિશુદ્ધ વિચારોને લીધે તે ધાર્મિક કાર્ય કરે છે તેમાં પણ બીલકુલ ફળની ઈચ્છા રાખતા નથી. આવી તે નિસશી ભાવે કરેલ શુભ કાર્યો કર્મની મહાનિર્જસનું કારણ થાય છે. આવી