________________
કમશુભાશયા
૭૯ : આવી હોય છે તેની અપેક્ષાએ તે તદન નિષ્ફળ નીવડે છે. તદ્દન મૂર્ણ પ્રાણી સંમૂરિષ્ઠમની પેઠે અનાગથી ક્રિયા કરે તેના કરતા આ ક્રિયા કાંઈક સારી ગણાય, પણ તત્વદૃષ્ટિએ તેમાં કર્મશુભાશયની પ્રાપ્તિ ન હોવાથી એ દિયા તદ્દન નકામી છે.
કર્મશુભાશ કર્મશુભાશયે જે ક્રિયાશુદ્ધિના હેતુ છે તે પાંચ છે. ગને અંગે કેટલી પ્રગતિ થઈ છે તેના દર્શક તરીકે તેની ઘણી અગત્યતા હોવાથી તે પર ખાસ વિચાર કરવાની જરૂર છે. એનાથી ક્રિયાશુદ્ધિ કેટલી થઈ છે એ બહુ સારી રીતે જણાય છે અને તેને અંગે યુગમાં પ્રગતિ કેટલી થઈ તે પર ખાસ ધ્યાન રહે છે. એ પાંચ કર્મ શુભાશયે આ પ્રમાણે છે. પ્રણિધાન, પ્રવૃત્તિ, વિધ્વજય, સિદ્ધિ અને વિનિયોગ. પ્રણિધાન એટલે ક્રિયાનિકપણું. તે એટલું સુંદર હોય છે કે વિહિત રીતે જે જે ક્રિયાઓ બતાવવામાં આવેલી હોય છે તે કરવામાં આવે છે અને ધર્મસ્થાનથી અવિચલિત વાવ પ્રાપ્ત થાય છે, તેની સાથે આ પ્રણિધાન આશયમાં પોતાના ધર્મસ્થાનથી નીચેના સ્થાનમાં વર્તતા પ્રાણ ઉપર તેને દ્વેષ આવતો નથી, પણ કરુણ આવે છે. તેને સંસારભાવ અથવા ગુણહાનિ જોઈને તેઓ ઉપર દયા આવે છે, પણ તેના ઉપર વૈરબુદ્ધિ થતી નથી, પરેપકારનાં કાર્યને તે બહુ સુંદર માને છે અને તેનું મન સાવદ્ય વસ્તુના ત્યાગપૂર્વક નિરવઘને આચરનાર હોવાથી પાપથી રહિત થાય છે. આવી રીતે પ્રથમ “પ્રણિધાન ” આશયને અંગે આવા સુંદર આશય પ્રાપ્ત થાય છે. બીજા પ્રવૃત્તિ આશયમાં અધિ