________________
: ૬૮:
જેને દષ્ટિએ યોગ બહુ સૂક્ષ્મ રીતે થાય છે. અગાઉ જે વિચારણા થઈ હોય છે
તે આ દૃષ્ટિમાં આદરણારૂપે વૃદ્ધિ પામે પ્રતિપત્તિ ગુણાતિ છે. કાર્યક્રમ કે છે તે આ ઉપરથી વિચારણા જ સમજાશે. પ્રથમ કઈ પણ બાબત
વિચારક્ષેત્રમાં આવે છે અને પછી કાર્ય ક્ષેત્રમાં આવે છે. છઠ્ઠી દૃષ્ટિમાં મીમાંસા એટલે વિચારણા તત્વની થઈ તે અહીં પ્રતિપત્તિ એટલે આદરણુરૂપે થાય છે. વળી યેગમાં વૃદ્ધિ થવા ઉપરાંત સર્વ વ્યાધિઓને અહીં બહુધા ઉચછેદ થાય છે એટલે બાહ્ય અને અન્યત્ર આધિ, વ્યાધિ કે ઉપાધિ અહીં થતી નથી. અહીં શમસુખ-ચિત્તની અપૂર્વ સ્થિરતા પ્રાપ્ત થાય છે તેનું ફળ એટલું વિશિષ્ટ થાય છે કેતેનું વર્ણન કરવું મુશ્કેલ છે. અહીં શમસુખ પ્રાપ્ત થાય છે તેનું મુખ્ય કારણ ધ્યાન-ચિત્તની એકાગ્રતા છે, કારણ કે એ ધ્યાનથી થતાં સુખમાં વિષયસાધન પર જીત થાય છે અને તેમાં વિવેકનું બળ એટલું બધું હોય છે કે સ્વાભાવિક રીતે એ
દયાનને પરિણામે શમભાવ પ્રગટી નીકળે. શમસુખ-સુખસ્વરૂપ એક બાજુએ ધ્યાનની એકાગ્રતા, બીજી
બાજુએ તત્વબેધની પ્રતિપત્તિ અને વળી તેની સાથે વિવેકજ્ઞાન-એને લઈને જે સુખ થાય તે અપરિમિત અને પૂર્વ અનનુભૂત થાય એમાં જરા પણ આશ્ચર્ય જેવું નથી. સુખને અત્યાર સુધી પ્રાણીને જે ખ્યાલ થયે હોય છે તે અહીં બરાબર સ્પષ્ટ વ્યક્ત થાય છે. સમ્યગ બોધ થયા પછી સ્થળ સુખમાં કાંઈ સાર નથી એમ તે તે જાતે જ હોય છે, પરંતુ એને અહીં અનુભવ થતાં સમજાય છે કે સુખદુઃખનું લક્ષણ