________________
ક ૧૬ ?
જિન દષ્ટિએ યોગ સંસારમાં ખેંચીને લઈ જશે. આવી રીતે અનેક પ્રકારે વિચિત્ર જીવન પૂર્ણ કરી છવ સંસારને વળગતે જાય છે, ચાટતે જાય છે, તેની વિશેષ નજીક જતો જાય છે અને મનુષ્યજીવન, એક શબ્દમાં કહીએ તે, હારી જાય છે. જીવન અતરંગી છે તે આટલા ઉપરથી જણાયું હશે. હવે આવા પ્રકારની મનુષ્યજીવનની મુખ્યત્વે કરીને સ્થિતિ છે એટલું જાણ્યા પછી સાથે એટલું પણ જણાવી દેવું જોઈએ કે આવા માની લીધેલા વ્યવહારથી વિરક્ત થઈ કેટલાક શ્રેષ્ઠ છે સંસારથી ઊંચા
આવતા જાય છે, મનુષ્યભવની દુર્લભતા ઉચ્ચશાહી મહાત્માએ વિચારે છે, ચેતન અને પુગળને સંગ
ક્ષણિક છે એમ જાણે છે, તે સંબંધનાં કારણે અને તે કારણેને પ્રેરનાર શકિતને સંબંધ મનમાં લાવે છે, શુદ્ધ ચેતનજીનું સ્વરૂપ સમજવા યત્ન કરે છે અને તે સમજી તેને પ્રાપ્ત કરવા-તે પ્રકટ કરવા નિર્ણય કરે છે, વિચાર કરે છે અને તેને એગ્ય સામગ્રી અથવા સાધને બનતા પ્રયાસે એકઠાં કરવા નિર્ણય કરે છે. આસન્નસિદ્ધ જીવની આવી દશા હોય છે. ભવસ્થિતિ પરિપકવ થઈ હોય અને ચેતનજી ઊંચા આવવાની સામગ્રીની જ અપેક્ષા રાખતો હોય તે પ્રસંગે આવી મહા સુંદર સ્થિતિ પ્રાપ્ત થાય છે અને તેવી સુંદર સ્થિતિને લાભ લઈ આવા મહાત્માએ પિતાની ઉન્નતિના ક્રમમાં ઘણે વધારો કરે છે. આવા જવેની જે અતિ ઉદાર સ્થિતિ ધીમે ધીમે ક્રમ પ્રમાણે થતી જાય છે તેને વિચાર હવે કરવાને છે. તેનાં સાધને સંબંધી વિચાર કરશું ત્યારે જણાશે કે આવા ઇવેનું સાધન બહુધા યોગમાર્ગ પર હોય છે અને