________________
: ૨૦ : *
જૈન દષ્ટિએ યોગ મુદ્દગલપરાવર્તમાં તેની આ સ્થિતિ થાય છે. અનંતાં વરસોનું એક પુદ્ગલપરાવર્ત થાય છે. અનંતાં પુદ્ગલપરાવર્ત કરી આ
ચેતન ચેરાશી લક્ષ છવાયોનિમાં રખડ્યા પ્રથમ એગદષ્ટિ- કરે છે–એ પ્રમાણે રખડતાં રખડતાં જ્યારે પ્રાપિને કાળ તેને છેલ્લું પુદ્ગલપરાવર્ત પ્રાપ્ત થાય છે
ત્યારે તે આ ગદષ્ટિની પ્રાપ્તિ કરે છે. આ પ્રમાણે હકીકત હોવાથી જે કે પ્રથમની ચાર દૃષ્ટિમાં મિથ્યાત્વભાવ વર્તતે હોય છે છતાં ઓઘદષ્ટિની અપેક્ષાએ આ દૃષ્ટિવંત છને ઉન્નતિક્રમ ઘણું આગળ વધી ગયેલ હેય છે અને દૃષ્ટિ શબ્દની વ્યાખ્યામાં આપણે જોયું છે કે સશ્રદ્ધાસંગી બોધને દૃષ્ટિ કહેવામાં આવે છે એવા સત્સંગને યેગ અહીં પ્રથમની ચારે દૃષ્ટિમાં સારી રીતે થઈ શકે છે તેથી મિથ્યાભાવમાં વર્તતા છને પણ યોગદષ્ટિવાળા કહેવામાં આવ્યા છે અને તેથી તે ચાર દષ્ટિને સમાવેશ વેગદષ્ટિમાં કર્યો છે. એ ચાર દૃષ્ટિમાં વર્તતા જીની પ્રગતિ એવદષ્ટિમાં વર્તતા છ કરતાં ઘણું વધારે હોય છે અને ક્રમે
* પુદગલપરાવર્તનું સ્વરૂપ જાણવા માટે પ્રવચનસારહાર ગ્રંથ જે. તેનું સ્વરૂપ અહીં લખવાથી ગ્રંથને વિસ્તાર વધી જાય. સાધારણ રીતે અનંતાં વરસે એક પુદગલપરાવર્ત થાય છે. એના સૂક્ષ્મ બાર અને પ્રત્યેકના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી ભેદ થાય છે. એવાં અનેક પુગલપરાવર્ત સુધી આ પ્રાણી સંસારમાં રખડ્યો છે. મોક્ષની સન્મુખ થાય એવા છેલ્લા પરાવર્ત સંબંધી અહીં વાત ચાલે છે. આ પરાવત સંબંધી કાંઈક હકીકત અધ્યાત્મકપદુમના દસમા પ્રસ્તાવની સાતમી ગાથાના વિવેચનમાં પણ લખી છે તે જુઓ.