________________
प्रवेशिका ।
ध्यातारश्चेन्न सन्त्यद्य श्रुतसागरपारगाः । तत्किमल्पश्रुतैरन्यैर्न ध्यातव्यं स्वशक्तितः ॥
શ્રુતસાગરના પારગામી એવા ધ્યાની મહાત્માએ આજે નથી, તેથી શું અલ્પશ્રુતવાળા અન્ય પુરુષાએ પેાતાની શક્તિ મુજખ ધ્યાન ન કરવું ?
-तत्त्वानुशासन
૧. જ્ઞાના વ અત્યંત અગાધ અને ગહન છે. તેને પાર પામવા તો શું પણ એ વિષયમાં જરા જેટલા ચંચુપાત પણ સામાન્યજન માટે અતિ કઠિન અને દુ:સાધ્ય કાર્યાં છે. તેમાં તત્ત્વજ્ઞાન અને અધ્યાત્મશાસ્ત્રને અભ્યાસ એ તેા વળી વધારે કઠિન અને દુર્ગામ્ય છે. એવા કઠિન વિષયના દુર્ભેદ્ય દુર્ગને સ્વાયત્ત કરી તેને લાભ બીજાને આપવાને સદ્ભાવ એજ આ અતિ ગંભીર અને સદ્ગાનપ્રદ લેખાના આયોજન, સંગ્રહ અને પ્રકાશનના મૂળમાં રહેલું તત્ત્વ છે એ સદ્ભાવનાધારક મુ. શ્રી ફતેચંદભાઇને એ માટે હું સહૃદયતાથી અભિનદન આપું છું અને આવા સ્વ પર કલ્યાણુકારક શુભ લેખા જનતા સમક્ષ આ રીતે ફરી મૂકવા માટે એમને ધન્યવાદ આપું છું.
૨. આ પુસ્તકમાં મુખ્ય લેખ જૈન ધર્મની મીમાંસા છ એ નામને છે. આ લેખ શ્રી ફતેહુચંદ્રભાઇએ વિક્રમ સંવત્ ૧૯૬૭ માં એટલે આજથી લગભગ અર્ધી સદી પૂર્વે લખ્યા હતા. તે વખતે શ્રી ફતેહચંદભાઇની ઉંમર ફક્ત સત્તાવીશ વર્ષ જેટલી જ હતી. છતાં એ લેખની લેખનશૈલી, એમાં કરેલા અનેક તાત્ત્વિક વિષયાના સગ્રહમાં રહેલી એમની નિપુણતા, દનશાસ્ત્રના અનેક વિભાગાને એમના તલસ્પશી, સગ્રાહી અને તુલનાત્મક અભ્યાસ અને એમાંથી તરી આવતી એમની પ્રાદ્યશક્તિ તેમ જ સુવાચ્ય અને રોચક શબ્દોમાં દરેક વિષયાનું કરેલુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org