________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નં. ૧૨૫ ગુજરાતના રાષ્ટ્રકૂટ રાજા કર્ક ૨ જાનાં
નવસારીનાં તામ્રપત્રો
શક સંવત ૭૩૮ માઘ સુદ ૧૫ આ તામ્રપત્ર મૂળ ડો. ભગવાનલાલ ઈન્દ્રજી પાસે હતાં. પરંતુ મને તે બૉ. . . એ. સે. ના સેક્રેટરીએ પ્રસિદ્ધ કરવા માટે આપ્યાં હતાં. પતરાં મૂળ નવસારીમાંથી મળ્યાં હતાં.
આ ત્રણ પતરાં છે. તે દરેકનું માપ ૧૦” x ૬” છે. કાંઠા સહેજ જાડા છે. મને તે મળ્યાં ત્યારે તેમાં કડી ન હતી, પરંતુ તેની ડાબી બાજુએ કાણું હોવાથી જણાય છે કે તે એક કડી વડે સાથે જોડેલાં હશે. એકંદરે લેખ સુરક્ષિત અને સહેલાઈથી વાંચી શકાય તેવે છે. કેતરકામ સુંદર છે. ભાષા છેવટ સુધી સંસ્કૃત છે. દાનપત્ર હંમેશના ઓ ના ચિહથી શરૂ થાય છે. પણ તે પછી નિયમ પ્રમાણે “ત્તિ” લખેલું નથી. પહેલી ૫૪ પંક્તિઓ તથા છેવટના આશીવચન તથા શાપના કે પદ્યમાં છે. આ દાનપત્રના શ્લોકે અત્યાર સુધીમાં પ્રસિદ્ધ કરેલા રાષ્ટ્રના જુદા જુદા લેખમાં આવી ગયા છે. પણ કેટલાક ગુજરાત રાષ્ટ્રકૂટ રાજ શેવિંદનાં કાવીનાં પતરાંમાં જ માલુમ પડે છે.
નીચે આપેલું દાનપત્ર રાષ્ટ્રકટ વંશની ગુજરાત શાખાના ઇન્દ્રને પુત્ર કર્ક, જેને “સવફર્ણ વર્ષ' કહ્યો છે, તેનું છે. તે ખેટક” એટલે હાલના ખેડામાં રહેતું હતું ત્યારે તેણે આ શાસન જાહેર કર્યું હતું. તારીખ શબ્દમાં આપી છે. તે, શક સંવતનાં ગત વર્ષ ૭૩૮ ના માઘ શદ ૧૫ ની છે. આ દિવસે થયેલા ચંદ્રગ્રહણ સમયે આ દાન અપાયું હતું. તેને હેતુ “બલિ. આદિ પાંચ યજ્ઞક્રિયાઓ કરવાનું હતું. દાન લેનાર બાદડ્ડિને પુત્ર, ભારદ્વાજ ગોત્રને અને
તત્તરીય ” શાખાને શિષ્ય ગેમ્બલ્ફિ નામનો બ્રાહ્મણ હતું. ગુજરાતની અંદર “તૈતરીય શાખા લગભગ છે જ નહીં, પરંતુ ઘણાખરા તૈલંગી બ્રાહ્મણે આ શાખાના અનુયાયી હોય છે. વળી, દાન લેનારનું નામ તેલગુ લાગે છે. એટલે તે દક્ષિણમાં વસનારે હવે જોઈએ. તે મૂળ
જ્યાં રહેતો હતો તે બાદાવી બિજાપુર ડિસ્ટ્રિક્ટના બાદામી તાલુકાનું હાલનું બાદામી શહેર હેવું જોઈએ. ગેમ્બર્ફિ બહુ વિદ્વાન હોવો જોઈએ, કારણ કે ચૌદ વિદ્યામાં નિપુણ હોવાને લીધે તેને “પંડિત વલભરાજ” નો ઈલ્કાબ આપે છે.
આ દાનપત્ર ગુજરાત શાખાના કકર્ક ૨ જાનાં દાનપત્રોમાં અનુક્રમે બીજું છે. પહેલું સાધારણુ રીતે વડેદરાના દાનપત્ર તરીકે ઓળખાય છે અને તેની તારીખ શક સંવત ૭૩૪ ગત એટલે ચાર વર્ષ વહેલી છે. વડોદરાના દાનપત્રના શ્લેકે અત્યાર સુધી પ્રસિદ્ધ થયેલું બીજાં કઈ રાષ્ટ્રકુટ દાનપત્રોમાં આપેલા નથી જેડે તે ઘણી ઉપયોગી માહિતી આપે છે. પરંતુ આપણું દાનપત્રના કલેકે બીજા રાષ્ટ્રકૂટ લેખમાં આપેલા હોવાથી કંઈ નવીન જ્ઞાન આપતા નથી. તેમ છતાં આ દાનપત્રમાં આપેલી તારીખ તથા રાષ્ટ્રના મુખ્ય વંશના અમેઘવર્ષ ૧ લાના નામ ઉપરથી એક ઉપયોગી અનુમાન થઈ શકે છે. વડોદરાનું દાનપત્ર, જે શક સંવત ૭૩૪ ગતમાં લખાયું હતું તેમાં વંશાવલી ગેવિંદ ૩ જા સુધી જ આપેલી છે. તે ઉપરથી સ્પષ્ટ થાય છે કે તે રાજા તે સમય સુધી રાજ્ય કરતો હતે. પણ આ દાનપત્ર, જેની તારીખ શક સંવત ૭૩૮ ગતની છે, તેમાં ગોવિંદ ૩જા પછી અમેઘવર્ષનું નામ આપ્યું છે. તે ઉપરથી જણાય છે કે તે
૧ જ, . બ્રા. જે. એ. . વ. ૨૦ પા. ૧૩૧ દેવદત્ત-આર-ભાંડારકર બી, એ, (આર, છબાંડારકરની દેખરેખ તળે )
છે. ૨૬
For Private And Personal Use Only