________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मूलराजनुं दानपत्र જ્યારે ગુ. ચૌલુક્ય શૈવ છે (૩) દ, ચૌ. નું લાંછન વરાહ છે જ્યારે ગુ. ચી. નું નંદી છે. (૪) ભુપતિથી રાજી સુધીના રાજાઓનાં નામ દક્ષિણ વંશના લેખમાંની વંશાવલી સાથે મળતાં નથી. (૫) મૂલરાજને દ. ચૌ. સાથે મિત્રભાવે ન હતું. તે ગાદીએ આવ્યા બાદ તેલિગનના તૈલપ ૨.જાએ બારપને હમલો કરવા મોકલ્યો હતે. (૬ ) મૂળરાજે તથા તેની પછીના રાજાઓ એ ગુજરાતમાં ઘણું બ્રાહ્મણને વસાવ્યા જે ઔદિચ્ય (ઉત્તરતરફના) નામે મશહુર છે અને તે એને સિહોર (સિંહપુર), ખંભાત (સ્તંભતીર્થ) તેમ જ બનાસ અને સાબરમતી વચ્ચે અનેક ગામે દાનમાં આપ્યાનું પુરવાર થાય છે. મૂલરાજ જે દક્ષિણમાંથી આવ્ય હેત તે ગુજરાત તેલિગણુ અને કર્ણાટકી બ્રાહ્મણોથી ભરપૂર હેત. આ છેલી હકીકત બહુજ સબળ છે, કે બીજી હકીકતેનું કદાચ સમાધાન થઈ શકે; જેમ કે મૂલરાજે પોતાનું લાંછન તથા ધર્મ ગુજરાતમાં આવીને બદલ્યાં હોય. વળી કનેજમાં બીજું કલ્યાણ હોવું અસંભવિત નથી. કનેજના ઇતિહાસમાં આઠમી સદીના યશોવર્માથી માંડી દશમી સદી સુધી કોઈ પણ પ્રકાશ પડેલ નથી. આ ખાડે ભૂપતિ અને તેના અનુયાયીઓથી પૂરાઈ શકે તેમ છે. ભૂપતિ ઈ. સ. ૬૫-૬ માં રાજ કરતું હતું અને મૂલરાજ ૯૪૧-૪ર માં ગાદીએ આવ્યું. વિશેષમાં દક્ષિણુના ચૌલુકયે માને છે કે તેના પૂર્વ ઉત્તરમાંથી આવેલા અને અધ્યામાં રાજ્ય કરતા હતા. નોર્થવેટ પ્રવીન્સીઝના ગેઝેટીયરમાં લખેલ છે કે ચૌલુકય રજપૂત કને જ પ્રદેશમાં અત્યારે પણ હયાત છે. કલ્યાણ નામે ઘણાં ગામે હતાં, જેવાં કે મુંબઈ પાસેનું ક૯યાણ અને દક્ષિણનું કલ્યાણ; તેથી કને જમાં કલ્યાણ હોવાનું અસંભવિત નથી. આ બધી હકીકત ઉપરથી હું એમ નિશ્ચય ઉપર આવું છું કે મૂલરાજ કાન્યકુબ્ધમાં રાજકર્તા રાજાને વંશજ હા જોઈએ અને ગુજરાત જિત્યું હોવું જોઈએ, તેમજ તેની મા ચાવડા વંશની હોઈ શકે. ભાટોને રાજવંશાવલી બાબતમાં બહુ જ ચોક્કસ માનવા જોઈએ, કારણું તે સાચવી રાખવી તે તેને ધંધે કહેવાય.
આ લેખથી બીજી બે બાબતોને પુષ્ટિ મળે છે. લેખ નં. ૧ ૫. ૨ માં મૂળરાજને ચંs વ વિદિતાવાથઃ વર્ણવ્યું છે. અણહિલવાડ પાટણની આસપાસ પચાશ માઈલ સુધીમાં ટેકરી પણ નથી, તે હકીકત ધ્યાનમાં લેતાં ઉપરનું વર્ણન ઐતિહાસિક વૃત્તાન્તને ઉદ્દેશીને છે એમ સમજવું જોઈએ. મેરૂતુંગ લખે છે કે ગાદીએ બેઠા પછી તરત મૂલરાજ ઉપર બે લશ્કરે ચઢી આવ્યાં હતાં. એક તે શાકભરી(સાભર )ના રાજા સપાદલક્ષીયનું અને બીજું કલ્યાણના તૈલપના સુબા બારપનું. જેને પરિણામે તે કચ્છના વાગડ પરગણુમાંના કંથકોટ( કંથાદુર્ગ)માં ભાગી ગયો હતો તેને શિવજીની કલાસની રિથતિ સાથે કવિએ સરખાવી લાગે છે. બીજી બાબત વળી વિશેષ સ્પષ્ટ છે. મફતંગ પ્રબન્ધચિંતામણિમાં લખે છે કે મૂલરાજ સેમનાથને અનન્ય ભક્ત હતા અને દર સોમવારે સોમનાથ પાટણ (૨૫૦ માઈલની મુસાફરી કરીને ) દર્શન માટે જ. આ ભક્તિથી તુષ્ટ થઈ સોમનાથ પ્રથમ મડલી ( વિરમગામ તાલુકાનું માંડલ) અને પછી અણહિલવાડ પધાર્યા. ભડલીમાં મૂલરાજે મૂલેશ્વરનું મંદિર બંધાવ્યું. મલનાથ દેવને કઈક ગામ દાનમાં આપવામાં આવ્યું તે આ મલેશ્વરનું મંદિર હોવું જોઈએ. લેખને ઐતિહાસિક વિભાગ બહુજ ટૂંકો છે અને તેમાં મૂળરાજની વામનસ્થલી(વંથળી )ના આભીર અગર યાદવે ઉપરની તેમજ લાટના રાજા ઉપરની ચઢાઈનું વર્ણન નથી. સંવત ૧૦૪૩ વિકમ આપે છે તે મૂલરાજના રાજ્ય સમય વિ. સં. ૯૯૮-૧૦૫૩ સાથે બંધ બેસતો આવે છે.
મેરૂતુંગના વૃત્તાંત અનુસાર મૂલરાજ પછી તેને દીકરો ચામુંડ ગાદીએ આવ્ય; જેણે તેર વર્ષ એટલે કે ૧૦૬૬ (ઈ. સ. ૧૦૦૯-૧૦) સુધી રાજ્ય કર્યું. તેના પછી તેના બે દીકરા વલ્લભરાજ અને દુર્લભરાજ ગાદીએ આવ્યા. જેમાં પહેલો ૬ માસ બાદ શીળીમાં મરણ પામ્ય
જ્યારે બીજાએ સં. ૧૦૭૮ (ઈ. સ. ૧૦૨૧-૨૨) સુધી રાજ્ય કર્યું. તે વરસમાં તેણે પિતાની ગાદી છેાડી અને પિતાને નાનાભાઈ નાગરાજના દીકરા ભીમદેવ ! લા ને ગાદી આપી. આ
For Private And Personal Use Only