________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નં૦ ૧૫૬
ગ્વાલિયરમાં ઉદયપૂરના ત્રણ લેખા સી-અજયપાલદેવના શિલાલેખ
( વિક્રમ ) સંવત્ ૧૨૨૯
આ લેખ ડા. એક્. ઈ. ડાલને ઉદયાદિત્યના ભવ્ય શિવમંદિરમાં મળ્યા હતા. તેણે જ. બેં, એ. સે. વા. ૩૧ પા. ૧૨૫ માં તે પ્રથમ પ્રસિદ્ધ કર્યાં હતા. ડૉ. હાલના કહેવા મુજબ તે એક મૂળ સ્થાનમાંથી ઉખેડેલા જાડા પત્થરના ટુકડા ઉપર લખેલે છે. તે પત્થરના નીચેના ભાગ ભાંગેલે અગર નુકશાન પામેલા છે. તેથી લેખની ૨૨ મી પંક્તિ, જે છેવટની જણાય છે, તે લગભગ આખી જ નાશ પામી છે, અને ૨૧ મી પંક્તિના ઘેાડાક છેવટના અક્ષરા પણ નાશ પામ્યા છે. તે સિવાય બાકીના લેખ સુરક્ષિત છે. ફક્ત આઠમી પંક્તિના બે અક્ષરા અને ૧૨ મી અને ૨૧ મી પંક્તિમાં દરેકમાં એક એક અક્ષર સિવાય લેખમાં કાઇ પણ સ્થળે વાસ્તવિક પાઠ વિષે શંકા રહેતી નથી.
જેટલું લખાણુ અસ્તિત્વમાં છે તેટલું ૧’૬” પહેાળી અને ૧૧૧” ઉંચી જગ્યાનું રાકાણુ કરે છે. અક્ષરાનું કદ છુ” અને ” વચ્ચે છે, લિપિ નાગરી અને ભાષા સંસ્કૃત છે, અને ૧૪–૧૯ પંક્તિમાં આશીર્વાદ તથા શાપના ત્રણ શ્લોકેા સિવાય લેખ ગદ્યમાં છે, શુદ્ધ જોડણી વિષે કંઈ કહેવાનું રહેતું નથી. અને વ્યાકરણ વિષે એટલું જ કહેવું ખસ છે કે, ' મ શબ્દ અંધે નાન્યતર જાતિમાં વાપર્યા છે.
'
લેખમાં, ૮ ૩, ૩ નમઃ શિવાય ' શબ્દો તથા નીચે ચર્ચેલી તારીખ, પછી અણહિલ પાટકના (ચૌલુકય) રાજા અજયપાલ દેવના રાજ્યનું તથા તેના તે સમયના મુખ્ય મંત્રિ સામેશ્વરનું નિવેદન છે. તે સમયે, રાજાએ પેાતાના બળ વડે' મેળવેલા ભલ્લસ્વામી મહાદ્વાદશક મંડલ એટલે ભૈજ્ઞ સ્વામિ નામના બારના મોટા જુથમાં આવેલા ઉયપૂરમાં સત્તા ચલાવવા રાજાએ નિમેલાપ શ્રી ભ્રૂણપસામે, ‘યુગાÇિ’ જે અક્ષય-તૃતીયાને દિવસે આવે છે, તે પ્રસંગે ઉમરથા નામનું ગામ આપ્યું હતું. આ ગામ ભંગારિકા-ચતુઃષ્ઠિ નામના પથક, એટલે “ શ્રૃંગારિકા નામના ચાસઠ ગામના સમૂહમાં આવ્યું હતું. તે ઉદયપૂરમાં ભગવાન વૈદ્યનાથ( શિવ )ને આપ્યું હતું. મુદ્ધિલાષ (?) વંશના રાજપુત્ર શ્રી વીહ્ણુદેવના પુત્ર સદગત શ્રી સેાલણુદેવરાજનાં શ્રેયાભિવૃદ્ધિ માટે તે આપ્યું હતું. ઉમરથાની સીમાઃ-~~પૂર્વે નાહુગામ, દક્ષિણે હુિઠાઉ ( મ્યા ) ગામ, પશ્ચિમે દેઉલી ગામ; અને ઉત્તરે લખણાપડા ગામ. ૧૪–૧૯ મી પંક્તિમાં ત્રણ આશીર્વાદના અને શાપના શ્લેાકેા તથા ઉપરનું દાન ચાલુ રાખવાની સૂચના આપેલાં છે. ૨૦–૨૧ મી પંક્તિઓમાં કહ્યું છે કે, આ દાન પરમ નૈષ્ઠિક, પૂજ્ય અને પવિત્ર નીલકંઠ સ્વામિએ (નિતમ્ ; “ ભગવાનને બદલે; ” હું અર્થ કરૂં છું) લીધું હતું. છેલ્લી પક્તિમાં આ દાનમાં દુખલિગિર કરનાર ને કંઈ શાપ દીધા હાય એમ જણાય છે.
૧ ઈ. એ. વેા. ૧૮ ૫ા. ૩૪૪ પ્રા. કિંૠહાર્ન, ર્ ‘સી' લેખની ચર્ચા માટે જુઓ પે' હૅખ સાથે જોડેલુ ચર્ચાપત્ર ગ્વાલિયરમાં હૃદયપૂરના ત્રણ કે મેં, એ. વે. ૧૮ પા. ૩૪૧ ૐ શાંતિ વાપરેલા પારિભાષિક શબ્દ નવુ છે. જે પ્રા. ભાંડારકરના ૧૮૮૨-૮૩ ના રીપોર્ટ યા. ૨૨૩ ૫, ૨૧ માં ફરી વાર આવે છે અને જેને બદલે પ્રે. પીટ સનના ૧૮૮૪-૮૬ ના રીપોર્ટમાં નિરૂપિત્ત” આપણે વાંચીએ છીએ. સરખાવે ત્રિપુરમ સાયનિ—લેખ 'એ' પ્રક્સિન્ટ મી અજયપાલના પૂર્વન્નેને કબજે ૪ ઉદયપુર પહેલેથી જ હતુ. એમ ધારીએ તે ઉપરના લખાણ અક્ષરતઃ ભાગ્યે જ લઈ શકાય. ૫ જી આગળ પાનું.
For Private And Personal Use Only