________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
भीमदेव २ जानुं दानपत्र પ્રસ્તાવનામાં કહ્યું છે તે મુજબ આ સ્થળે, હાલના કાઆિવાડમાં સુરાણ મડલ(હાલને સેરઠ પ્રાન્ત)ની તથા વામનસ્થલી જે કાઠિવાડમાં જુનાગઢ સ્ટેટમાં હાલનું વંથળી છે, તેની નજીકમાં છે. પરંતુ ધર્મવહિકા એ કદાચ અણહિલવાડનું જ બીજું નામ હશે. વંશાવળીમાં આપેલાં સ્થળોમાં અવની એ માળવામાં ઉજજયિનીનું બીજું નામ છે. શાકંભરી એ રાજપૂતાનામાં જયપુર ટેટનું સંભર અથવા સાંભર માનવામાં આવે છે. ( ઈ. એ. જે. ૮ પા. પ૯ નોટ ૬; અને વો. ૧૦ પા. ૧૬૧ ). સપાદલક્ષ પ્રદેશ એ ડૉ. ભગવાનલાલ ઇંદ્રજીએ પંજાબમાં શિવાલિક પર્વતની હારને પ્રદેશ કહ્યો છે. ઈ. એ. . ૧૦, પા. ૩૪૫૯ અને કાવી એ ભરૂચ ડિસ્ટિકટનું હાલનું કાવી જણાય છે.
આ લેખની તારીખ ૧ થી ૪ પંક્તિમાં શબ્દ અને દશાંશ સંખ્યામાં આપી છે, તેની વિગતઃ-વિકમ-સંવત ૧૨૬૬,-ચાલુ અથવા પૂરું થયેલું તે ચેકખું બતાવ્યું નથી –અને સિંહસંવત ૯૬ માસ માર્ગ એટલે માર્ગશીર્ષ શુકલ પક્ષ; તિથિ ૧૪ તથા ગુરુવાર. તેની બરોબર અંગ્રેજી તારીખ ઈ. સ. ૧૨૦૮ અથવા ૧૨૦૯ માં, આપેલું વિક્રમ સંવત ઉત્તરનું અથવા દક્ષિણનું લઈ ચાલુ અથવા ગત જે પ્રમાણે લઈએ તે ઉપર આધાર રાખી, આવે છે. ફેસર કે. એલ. છનાં ટેબલ ઉપરથી નીચે પ્રમાણે આવે છે.
દક્ષિણ અને ઉત્તર )નાં વિક્રમ સંવત ૧૨૬૬, ચાલુમાં માર્ગશીર્ષ સુદ ૧૪, ૨૩ મી નવેમ્બર ઈ. સ. ૧૨૧૮ રવિવારે અણહિલવાડ માટે સૂર્યોદય પછી પ ઘડી અને પ૮ પળે પૂરી થઈ. અને દક્ષિણનાં (અને ઉત્તરનાં) ચાલુ વિક્રમ સંવત ૧૨૬૭( ૧૨૬૬ ગત)માં માર્ગશીર્ષ શદ ૧૪-જે તિથિ નેઈએ છે તે મુજબ, ઈ. સ. ૧૨૦૯ ના નવંબર તા. ૧૨ તે ગુરૂવારે આશરે ૨૨ ઘડી અને ૩૧ પળે પૂરી થઈ એટલે લેખમાં આપેલી તારીખની બરોબર આ ચગ્ય અંગ્રેજી તારીખ છે.
For Private And Personal Use Only