________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નં. ૧૬૪
ભીમદેવ ૨ જાને જામનગરતાબે ભરાણુનો શિલાલેખ
વિક્રમસંવત ૧૨૭૫ ભાદરવા સુદિ.
કાઠિવાડમાં જામનગર તાબે ખંભાળીઆ નજીક ભરાણુ એ એક નાનું ગામ છે. આ ગામની પશ્ચિમે ભાવને મઠ છે, જેમાં એક ખુલે ઓટલો છેજેની બાજુએ ગણપતિની છબી કતરેલી છે. આ બાજુ ઉપર આ શિલાલેખ ચણી લીધેલો છે, અને તેના ઉપર ગાયનું ચિત્ર છે.
શિલાલેખનું માપ ૧૫”x૪” છે. નવ પંક્તિઓ કોતરેલી છે, જેમાંથી છેલ્લી બે અને પહેલી અને જેથી પંક્તિઓના થડા અક્ષરે બિલકુલ અસ્પષ્ટ છે. અણહિલપુરના રાજા ભીમદેવે નીમેલા સૌરાષ્ટ્રના સુબા શ્રીસામંતસિંહનું નામ તેમાં વર્ણવ્યું છે. આ સુબાના આદેશથી એક વાવ બંધાવવામાં આવી હતી, અને તેની ચાલુ સ્થિતિ માટે ભરાણ ગામની માંડવીની ઉપજમાંથી ખર્ચની ગોઠવણ કરી હતી.
આ લેખ દેવનાગરી લિપિમાં લખેલે છે, અને સંસ્કૃત ગદ્યમાં છે. તેનું વર્ષ વિક્રમ સંવત ૧૨૭૬ એટલે ઈ. સ. ૧૨૧૯ છે.
૧ ભા. પ્રા. સં. ઈ. ૫. ૨૦-૨૫
For Private And Personal Use Only