Book Title: Historical Inscriptions Of Gujarat Part 02
Author(s): Girjashankar Vallabhji Acharya
Publisher: Farbas Gujarati Sabha

Previous | Next

Page 357
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir आबुपर्वतना जैन लेखो नं. २ ૨૩૬ ઉપર કહ્યા મુજબ, તારીખ રવિવાર, ૩ જી માર્ચ ઈ. સ. ૧૨૩૦ ને મળતી આવે છે. લેખમાં બતાવેલાં દેવકુલિકા તથા હસ્તિશાલા, અને નં. ૧ ના લેખમાં શ્લોક ૬૧–૬૪ માં લખેલાં બાવન મંદિર તથા તેજપાલનાં કુટુંબીઓનાં પૂતળાં માટે ઓરડે, એ એક જ છે. મંદિરના બાંધકામના વર્ણન પછી વિજયસેનસૂરીએ સમર્પણ કર્યાની હકીકત આવે છે. તેની વંશાવલી પ્રથમના લેખ પ્રમાણે જ છે. હરિભદ્રસૂરિને “શ્રી આણંદસૂરિ તથા શ્રીઅમરચંદ્ર સૂરીએ પદાર્ણમાળામુ” કહ્યા છે. આથી એમ જણ્ય છે કે તેને પટ્ટાભિષેક આ બે સૂરિઓના હરતે થયે હશે. ત્યાર પછીના ભાગ( ૫. ૬-૯)ને આશય “અને આ મંદિર માટે નિમેલા શ્રાવક ટ્રસ્ટીઓનાં નામ નીચે પ્રમાણે છે ” એ મથાળા ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે. અહી કહ્યું છે કે, આ મંદિરમાં નાન, પૂજા, વિગેરે હંમેશને માટે મન્નુદેવ, વસ્તુપાલ, અને તેજપાલ, એ ભાઈઓએ, તથા તેઓના વંશજોએ, તથા લૂણસિંહની માતા અનુપમદેવીના સર્વ પુરૂષ વંશ તથા તેઓના વંશજોએ કરવાં. આ સ્થળે અનુપમદેવીનું કુટુમ્બ જે ચદ્રાવતીમાં રહેતી હતું અને પ્રાગ્રાટ જ્ઞાતિનું હતું, તેની વંશાવલી દાખલ કરી છે. તે પછીના ભાગ( પં. ૯-૨૫)માં મંદિરના સમર્પણને સાંવત્સરિક ઉત્સવ ઉજવનાના નિયમ આપ્યા છે. તે ઉત્સવ દેવેને પવિત્ર ચૈત્ર માસના કૃષ્ણ પક્ષ તૃતીયાને દિને શરૂ થઈને આઠ દિવસ સુધી ચાલો જોઈએ. આ ઉત્સવમાં નાન, પૂજા વિગેરે ક્રિયાઓ ચન્દ્રાવતી પ્રદેશના શ્રાવકોએ કરવાની હતી. દરેક દિવસ તે સ્થળની અમુક જ્ઞાતિ માટે મુકરર કરેલ હતું. લેખમાં આવા ઘણા શ્રાવકોનાં નામ તેઓના પિતા અને જ્ઞાતિના નામ સાથે આપેલાં છે. તેમાંના આશરે અધ પ્રાગ્વાટે હતા, બાકીના ઊએસવાલ, અથવા એઈસવાલ, શ્રીમાલ અને થોડા ઘણા ધર્કટ હતા. તેઓનાં નિવાસસ્થાને ઉમ્મરણીકી, સરઉલી અને કાસદ, બ્રહ્માણ, ધઉલી, મહાન તીર્થ મુસ્થલ, ફીલિણિ, હક્કાઉદ્રા, ડવાણી, ગડાહડા, સાહિલવાડા નામનાં ગામડાં હતાં. તે પછીના ભાગમાં (પૃ. ૨૫-૨૬) ઠરાવ્યું છે કે, નેમિનાથદેવનાં પાંચ કલ્યાણિકા,૨ દર વર્ષ મુકરર કરેલ દિવસે ઉલવાડામાં વસતા સર્વ શ્રાવકોએ પવિત્ર અબ્દ્ર પર્વત ઉપર ઉજવવાં. જેઓને મંદિરની સંભાળ રાખવાનું સેંપવામાં આવ્યું હતું તેઓનાં નામ, તે પછીના ભાગમાં (૫. ૨૬-૩૦) આપ્યાં છે – આ પ્રમાણે ઠરાવ્યું છેઃ ચદ્રાવતીને સ્વામિ શ્રીરાજફલ સેમેશ્વરદેવઃ તેને પુત્ર શ્રીરાજ (કુલ ) કાઠંડદેવ, અને બીજા રાજાઓ, ચદ્રાવતીના સ્થાનપતિ ભટ્ટારકે કવિલાસ ગુગલી બ્રાહ્મણ, બધા વેપારી ટ્રસ્ટીઓ; સર્વ મનુષે જેવા કે, સ્થાનપતિઓ, સાધુઓ ગુગલી બ્રાહ્મણે રાઠિો અને બીજાઓ જેઓ અબુંદ પર્વત ઉપરનાં અચલેશ્વર અને વસિષ્ઠનાં પવિત્ર મંદિરોમાં તથા પાડોશનાં ગામડાં જેવાંકે ઉલવાડા. શ્રીમાતામહુબુ, આબુય, રાસા,ઊતરછ, સિહર, સાલ, હેઠાઉંજી, આખી અને કેટલી જે સાધુ ધાંધલેશ્વરદેવનું છે, તે અને બીજાં-બધાં મળી બાર ગામડાંઓમાં નિવાસ કરી રહ્યા છે તેઓ-વળી ભાલિભાડામાં વસતા સર્વ પ્રતીહારના વંશજ રાજપુત્ર વિગેરેએ નેમિનાથદેવનાં પવિત્ર મંદિરના ઓરડામાં એક પછી એક બેસીને દરેકે પોતાની ઇચ્છા અને આનંદ સહિત, મહં( ત ) શ્રી તેજપાલ પાસેથી, આ પવિત્ર લુણસીહવસહિકા નામના મંદિરની સંભાળનો ભાર ઉપાડી લીધે છે, તેથી તેઓના આ વચનને અનુસરીને તે સેવે તેમ જ તેઓના વંશજો એ યાવત ચંદ્ર દિવાકર આ મંદિરની સંભાળ રાખવાની છે. કારણ ૧ ફેબસની રાસમાળા ૫. ૬૪ પ્રમાણે કાસદ હાલનું “કાસિદ્ર–પાલડી’ અમદાવાદ પાસે આવેલું ગામ છે. જુઓ બ્યુલહર, એ. ઈ. વો, ૧ ૫. ૨૨૯ ૨ પાંચ કલ્યાણિકનેમિનાથ દેવનું ગર્ભ માં આવવું, જન્મ, દીક્ષા ધારણ કાવી, બાન પ્રાપ્ત થવું અને મુદિત થવાની સંવત્સરીઓના દિવસે, ૩ કવિલાસ કદાચ વિશેષ નામ હોવાનો સંભવ હોય. છે. ૮૭ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397