________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
गुजरातना ऐतिहासिक लेख
ભાષાન્તર–સાર રૂપે. પૂર્વ પ્રમાણે રાજાવલી” એમ પૂર્ણ વંશાવલી ભીમદેવ ૨ જાના વિક્રમ સંવત ૧૨૬૬ ના દાનપત્રમાં આપી છે તેને ઉલ્લેખ કરીને લેખ આગળ જણાવે છે કે --
-૯૩ માં વર્ષના (પંક્તિ ૧) ચૈત્ર, શુકલપક્ષ ૧૧ ને રવિવારે આજે અહીં પ્રસિદ્ધ અને હિલ્લ પાટક શહેરમાં મહારાજાધિરાજ, શ્રીમાન્ ભીમદેવ બીજે ( ૧,૩) કચ્છ મડલ, જેને તે ઉપભોગ કરે છે ત્યાંના સમસ્ત રાજપુરૂષ અને બ્રાહ્મણોત્તર સમસ્ત પ્રજાને જાહેર કરે છે કે –
તમને જાહેર થાઓ કે આજે સંક્રાતિના ઉત્સવમાં (૧૫) ભગવાન ભવાનીપતિ શિવની, જડ અને ચેતનના એ પિતાની પૂજા કરીને સહસચાણ (૧,૭) ગામમાં વાપીપુટકમાં પિલાણવાળી ભૂમિમાંથી એક હલવાહા ભૂમિ આ દાનપત્રથી પ્રસન્નપુર સ્થાનથી આવેલા વત્સત્રના દાદરના પુત્ર ગોવિંદને આપી છે.
“ આ ભૂમિની સીમા (૧,૮):– પૂર્વમાં બ્રાહ્મણ દામેરના કબજાને વાપી પુર; દક્ષિણે વિકરિયા ગામનાં ખેતરો, પશ્ચિમે મહત્તર કે મહત્તમ કેશવની માલિકીને વાપી અને ઉત્તરે એક માર્ગ છે.
[ ૧૧ થી ૧૪ પંકિતમાં દેનાર ભાવિરાજાઓને દાન ચાલુ રાખવા આજ્ઞા કરે છે. અને ભગજાનુ વ્યાસની કૃતિના ચાલુ આશીર્વાદાત્મક અને શાપ આપનારા પ્લેકમાંથી એક શ્લોક ટાંકે છે. જેની સમાપ્તિ ૧૪ પંકિતમાં ઈતિ” શબ્દથી થાય છે. ”
૧૪થી૧૬ પંક્તિઓ આપે છે કે દાનપત્ર કાંચનના પુત્ર કાયસ્થ વટેશ્વરથી લખાયું હતું. અને વક મહાસાંધિવિગ્રહિક ઘટશર્મા હતે.
લેખ “શ્રીમાન ભીમ દેવના” એવા તે રાજાના સ્વહરતને લગતા શબ્દોથી સમાપ્ત થાય છે.
For Private And Personal Use Only