________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નં૦ ૧૬૧ ભીમદેવ ૨ જાના રાજ્યસમયને આબુનો લેખ
વિ. સં. ૧૨૬૫ વૈશાખ સુ. ૧૫ મંગળવાર
પ્રોફેસર એચ. એચ. વિલ્સને નીચે આપેલા લેખનું એક અધુરું ભાષાંતર એ. સી. વ. ૧૨ ૫, ૨૯-૩૦૧ માં આપ્યું છે. હવે પ્રસિદ્ધ થયેલા પ્રતિલેખ, હૈ. જી. બુહુરની મદદથી ડૉ. બજૈસે લીધેલી પ્રતિકૃતિ પ્રમાણે તૈયાર કર્યો છે.
લેખ સંભાળપૂર્વક રાખેલો છે. પહેલી અને બીજી પંક્તિને અંતે શેડો ઘસારે લાગે છે, અને લેખના છેલ્લા અક્ષરે નાશ પામ્યા છે. લિપિ ૧૨ અને ૧૩ મી સદીની સાધારણ જૈનદેવનાગરી છે.
આ લેખ ઉજ્જૈનના શિવમઠના મહંત કેદારરાશિએ કેતરાવ્યો હતે. તે ચપલ અથવા ચપલીય જાતિને હતે. લેખને હેતુ, તેણે અચલગઢમાં કનખલના તીર્થમાં કરેલાં બાંધકામોનું સમારક રાખવાનું છે. પવિત્ર આબુ પર્વતના ઇશ્વર શિવની સ્તુતિથી તે શરૂ થાય છે, અને ઉજ્જૈનનાં વખાણ પછી, જેમ રાજાઓ પોતાનાં દાનમાં વંશાવલિ આપે છે તેમ, કેદારરાશિના આધ્યાત્મિક પૂર્વનાં નામો આપ્યાં છે. પહેલું સાધુ તાપસ છે. તે નૂતન-મઠમાંથી આવ્યું હતું અને ચણ્ડિકાશ્રમને મહંત હતો. તેના પછી વાકલરાશિ, જ્યેષ્ઠજરાશિ, એગેશ્વરરાશિ, મૌનિરાશિ અને યોગેશ્વરી-એક સાધ્વી, દુર્વાસરાશિ, અને છેવટે કેદારરાશિ આવે છે.
કનખલના દેવા માટે કેદારરાશિએ ઘણું બાંધકામ કરાવ્યાં હશે એમ લેખ ઉપરથી જણાય છે. પહેલું, તેણે કનખલમાં કોટેશ્વરના મંદિરનું પુનરૂદ્ધાર કરાવ્યું, બીજું, તીર્થની અંદર બધે ભાગ પથરની મોટી લાદીઓથી જડાવ્યો, અને આસપાસ ઉંચી ભીંત ચાવી હતી; ત્રીજું, અતુલ નાથનાં મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો; ચોથું, શૂલપાણિનાં બે નવાં મંદિરો બંધાવ્યાં, અને કનખલ શંભુના મડલમાં કાળા પત્થરના સ્થાની હાર ઉભી કરીને તે મંદિરની શોભા વધારી હતી. તેની બેન મોક્ષેશ્વરીએ પણ એક શિવમંદિર બંધાવ્યું હતું.
આ બાબતે પ્રાચીન વસ્તુઓના અભ્યાસીને રસ પડે એવી છે, પરંતુ ઐતિહાસિક દષ્ટિએ આ લેખનું મહત્વ તેની તાજાલમમાં છે. તેમાં કહ્યું છે કે, અણહિલવાડને ભીમદેવ ૨ એ આબુને મહારાજાધિરાજ હતું, અને ચંદ્રાવતીના મડલિક ધારાવે તેનું સપરિપણું સ્વીકાર્યું હતું, સંવત્ એટલે વિક્રમ સંવત્ ૧૨૫૫, અથવા ઈ. સ. ૧૨૦૮–૯.
૨ ઈ. એ. જે. ૧૨ ૫. ૨૨૦ ડબલયુ કાર્ટેલીવી વિએના.
For Private And Personal Use Only