________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નં૦ ૧૫૯ ચૌલુક્ય રાજા ભીમદેવ ૨ જાનું તામ્રપત્ર ઉપરનું દાનપત્ર
સિંહ સંવત ૯૩ પહેલાં પ્રસિદ્ધ ના એલે જ લેબ , . રા. . સ. ના લાયબ્રેરીમાંથી ઈ. સ. ૧૮૭૯: માં મને તપાસવા મળેલાં અસલ પતરાં (પરથી હું પ્રસિદ્ધ કરું છું. કયાંથી આ પતરાં મળી આવ્યાં હતાં એ વિષે મને ખબર નથી. આ લેખનો લિગ્રાફ હવે પછી ઇન્ડિયન ઈન્ડિકપશન્સ, નં. ૧૭ માં પ્રસિદ્ધ થશે.
પતરાં બે છે. તે દરેકનું માપ કx” નું છે, અને તે બંને એક જ બાજુએ કોતરેલાં છે. લખાણના રક્ષણ માટે કાંઠા સહજ વાળેલા છે, અને જે કે પતરાંની સપાટી કાટને લીધે બહ ખરાબ થઈ ગઈ છે તે પણ આખો લેખ કોઈ પણ સ્થળે શંકા થયા સિવાય વાંચી શકાય તે છે. પહેલા પતરાની નીચેના અને બીજાના ઉપરના ભાગમાં બે કડીઓ માટે કાણાં છે. કડીઓ સાદી ત્રાંબાની છે. અને તે દરેક યુ” જાડી તથા ૨ વ્યાસની છે. મને પતરાં મળ્યાં ત્યારે તે બને કાપેલાં હતાં. એક પણ ઉપર મુદ્રા હોવાનું અથવા કાઢી લીધેલી હોવાનું નિશાન નથી. અને આ દાનપત્રની જે મુદ્રા હોય તો તે ઉપલબ્ધ નથી. લેખમાં જણાવેલા સમય અને સ્થળને યોગ્ય બની નાગરી લિપિ છે; કોતરકામ બહાર પડતું અને સારું છે. ભાષા સંસ્કૃત છે. અને એક આશીર્વાદ તથા શાપના પં. ૧૩-૧૪ માં આપેલા લોકે સિવાય આ લેખ ગદ્યમાં છે.
આ લેખ અણહિલવાડના ચૌલુકય રાજા ભીમદેવ ર જાના લેખે પૈકીનું એક છે. તે સાંપ્રદાયિક નથી; તેને હેતુ અમુક ભૂમિનું દાન એક બ્રાહ્મણને આપ્યું હતું તેની નોંધ લેવાને છે.
લેખમાં નીચેનાં સ્થળેની નોંધ છે : અણહિલપાટક શહેર, જ્યાં આ દાન જાહેર કરતી વેળા ભીમદેવ ર જે હત; સહસચાણા-આ ગામમાં દાનમાં આપેલી જમીન હતી; વેકરિયા દાનની જમીનની સીમામાં બતાવેલું ગામ; અને પ્રસન્નપુર દાન લેનારનું કુટુંબ જ્યાથી આવ્યું હતું તે શહેરમાં પ્રસ્તાવનામાં કહ્યું છે તે પ્રમાણે, સહસાણ અને વેકરિયા માટે કચ્છ મડલ અથવા કચ્છપ્રાંત જે કંઈક અંશે હાલના કરછ સ્ટેટને મળતા હોવા જોઈએ, તેમાં જેવું જોઈએ. અને જે પ્રાંતને લેખમાં જણાવ્યા મુજબ ભીમદેવ પિતે જ પિતાની ખાનગી મિલકત હોય તેવી રીર્ય રાજ્યની સામાન્ય ઉપજમાંથી તેની ઉપજ જૂદી રાખી ઉપભોગ કરતા હતા.
લેખની તારીખ વિષે, ૧ લી પંક્તિમાં દશાંશ સંખ્યામાં આપેલું વર્ષ ૯૩, (સંવત્ આ નથી) માસ ચૈત્ર, શુકલ પક્ષ, ૧૧ મી તિથિ અને રવિવાર–એ પ્રમાણે આપ્યું છે. અને ૫ મી પંક્તિમાંથી જણાય છે કે, આ દાન, સંક્રાતિના પર્વને દિવસે, એટલે કે મેષ સંક્રાન્તિ અથવા જે દિવસે, સૂર્ય મિશ રાશિમાં દાખલ થાય છે, તે દિવસે અપાયું હતું, સંવત સિંહને છે. જે અણુહિલવાડના અર્જુનદેવના વલભી સંવત ૯૪૫ ના વેરાવળના લેખમાં તથા ભીમદેવ ૨ જાના વિક્રમ સંવત ૧૨૬૬ અને સિંહ સંવત ૯૬ ના લેખમાં પણ આપ્યો છે. આ સંવતને ચક્કસ સમય,
ઈ. એ. વ. ૧૮ ૫, ૧૦૦-૧૦૦ જે, એક કુલીક
For Private And Personal Use Only