________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
૪૦
गुजरातना ऐतिहासिक लेख
ગુજરાતના બ્રાહ્મણેામાં સૌથી અગત્યની નાગર જ્ઞાતિનું આ અસલ નિવાસસ્થાન છે, એ જાણીતું છે. આ જ્ઞાતિ ગુજરાતના રાજા સાથે બહુ મેટી વગ ધરાવતી હતી એ હકીકત ૧૦ મા સૈકાથી સિદ્ધ થતી આવી છે. આ સ્થળનું પ્રાચીન મહત્ત્વ જોતાં, પ્રશસ્તિમાં કહ્યું છે તેમ જો તેની આસપાસ કુમારપાલના રાજ્ય પહેલાં કિલ્લે ન હેાય તે। એ આશ્ચર્યકારક છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Àાક ૩૦ માં કર્તાનું નામ આપ્યું છે. તેમાં કહ્યું છે કે, શ્રીપાલને જયસિદ્ધ-સિદ્ધરાજે બંધુ તરીકે સ્વીકાર્યા હતા, અને તેણે ‘ ઋષિષતિનું ’’ ‘ કવિએમાં સોંપિર રાજા ’ ના ઈલ્કામ ધારણ કર્યો હતા. જયસિંહના રાજકવિ તરીકે “પ્રબંધા” માં શ્રીપાલનું ઘણી વાર નામ આવે છે. ‘ પ્રભાવક ચરિત્ર’માં તેની મુખ્ય કૃતિ તરીકે ‘વૈરાચનપરાજય' આપી છે, અને કહ્યું છે કે, શ્રોસ્થલસિદ્ધપુરના રૂદ્રમહાલય તથા દુર્લભરાજ મેરૂ માટે તેણે પ્રશસ્તિએ લખી હતી. પ્રબંધચિન્તામણિ ’ માં મેરૂતુંગે, અણહિલવાડ-પાટણ પાસે જયસિંહે ખાદાવેલા પ્રખ્યાત સહસ્રલિંગ તળાવની તેણે કરેલી પ્રશંસા વિષે લખ્યું છે. તેના એક બ્લેક સારડુધરે “ પદ્ધતિ ' ૧૩૩, ૭ ( નં૦ ૩૭૮૯, પીટર્સન )માં લીધેલે છે. આપણી પ્રશસ્તિમાંથી જણાય છે કે તેના રાજકવિ તરીકેના અધિકાર કુમારપાલ પાસે પણ ચાલુ રહ્યો હતા. રાજશેખરના ‘ પ્રબંધકોશ પ્રમાણે, તેના પછી તેના પુત્ર રત્નપાલ આવ્યેા હતા.
"
..
આ પ્રશસ્તિના લેખક નાગર બ્રાહ્મણ પંડિત વાલણુ હુતા, અને તારીખ વિ. સં. ૧૨૦૮ ના આશ્વિન સુદિ ૫ (?) ગુરૂવાર ઇ. સ. ૧૧૫૦ અને ૧૧૫૨ વચ્ચે આવવી જોઈએ. તે કદાચ ઇ. સ. ૧૧૫૧ ના સપ્ટેંબરની ૨૮ ને ગુરૂવાર હશે.
વેણી, એટલે વેણીલાલ અથવા વેણીદાસના પુત્ર નાગર જોશી વિષ્ણુજીએ ઉમેરેલા બે શ્લોક. માંના પહેલા શ્લેાકમાં કિલ્લાના છÍદ્વાર તથા કેટલાક ભાગાનું સમારકામ અમુક રાજાએ કે જેનું નામી વાંચી શકાતું નથી, તેણે કર્યા વિષેનું વર્ણન છે; તથા જે સ્થળેથી આ શિલા મળી આવેલ છે તે અર્જુનમારિકા, એટલે અર્જુન ખારી પણ તેમાં આપેલી છે. બીજામાં તિથિ વિ. સ. ૧૬૮૯ ચૈત્ર સુદિ ૬, ગુરૂવાર આપેલી છે.
For Private And Personal Use Only