________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
गुजगतना ऐतिहासिक लेख
ભાષાન્તર સંવત ૧૨૦૯ મહાવદિ ૧૪ શનિવારે આજે .. ... ... રાજાધિરાજ શ્રીમાન કુમારપાલદેવના વિજયશાલી રાજ્યમાં જે સર્વ નૃપોને પરાજય કર્યો છે ... ... ... પાર્વતિના સ્વામી શંકરના પ્રસાદથી પ્રાપ્ત કરેલા પિતાના મહાન પ્રભાવથી ... જ્યારે શ્રીમહાદેવ શ્રીશ્રીકરણ આદિ કાર્યો કરે છે. ... શ્રી કીરાન, લાટ, હદ, પ્રભુના પ્રસાદથી પ્રાપ્ત કરેલાં ... ... મહારાજશ્રી આલનદેવ શિવરાત્રિ ચતુર્દશિના પવિત્ર દિને (શિવની મન માનીતી રાત્રિએ) ... ... (તેના) યશની મહા વૃદ્ધિ અર્થે પ્રાણીઓનાં જીવિતનું અભયદાન આપ્યું . . . સર્વ કારભારીઓને તેને મહિમા સમજાવી . બન્ને પક્ષની (પખવાડી ન.) અષ્ટમી, એકાદશી, ચતુર્દશીને દિને ... ... અને આ તિથિઓએ ત્રણ શહેરોમાં પણ ... ... જે કોઈ પશુને વધ કરી અથવા વધ કરાવી આજ્ઞાનું ઉલ્લંઘન કરે તેને મારી નાંખવે જઈએ .. ... સૂર્ય અને ચંદ્રના અસ્તિત્વકાળ સુધી કેઈએ આ આજ્ઞાને લેપ કર નહીં ... પછી બીજા હિતાર્થે ... ... અન્ય સર્વ પ્રાણીઓના પ્રાણને માન આપવાની આ રૂઢિ અનુસરવી જોઈએ ... ... ફળ સમય જતાં નાશ પામે છે. (પણ) આ અભયદાન કદિ પણ નાશ પામશે નહીં ... ... આ સહસ્ત્ર બ્રાહ્મણને પણ નહીં તેવા આ પિતાનાથી થયેલા અભય દાન ... ... જે કઈ મહા પાપી કેઈ પશુને વધ કરે તે તેનો ૫ (પાંચ) દ્રમ્મ દંડ કર ... .. કહે છે. રાજવંશને પુરુષ એક દ્રમ્મ આપશે. આ (ખંજરની નિશાની) મહારાજ શ્રી આલણદેવના સ્વહસ્ત છે. .. . (તેને) પુત્ર મહારાજશ્રી કેહણુદેવ પણ તે જ મતને છે. તેને પુત્ર મહારાજ .. ... મહાસાંધિવિગ્રહિત ઠકર ખેલાદિત્યથી આ લખાયું છે. શ્રીનાલપુરનિવાસી, પ્રાગ્વાટ વંશમાં જન્મેલા શ્રાવક શુભંકરના અખિલ જગમાં ધાર્મિકતા માટે વિખ્યાત અને દયાળુ પુત્ર પુતિગ અને શાલિગથી આ પ્રાણીઓનું અભયદાન જાહેર થયું છે. ગજાઈલથી આ શાસન કરાયું હતું.
For Private And Personal Use Only