________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નં ૧૫૪ જૂનાગઢમાં ભૂતનાથના મંદિરમાં રાજા કુમારપાલના સમયનો શિલાલેખ.
વલ્લભી સંવત ૮૫૦
(વિ. સં ૧રપ ઈ. સ. ૧૧૬૯) આ લેખ કઠણ કાળા પત્થર ઉપર કાતરે છે. તેની સપાટીનું માપ ૨૦ કુx૧૨ ફુટ છે. જૂનાગઢના પ્રતિષ્ઠિત નાગર બ્રાહ્મણ મી. નૃસિંહપ્રસાદ હરિપ્રસાદે બંધાવેલા ભૂતનાથના શિવમંદિરમાં તે હાલ રાખે છે. પરંતુ તેમાં લખ્યું છે કે, ધવલની પત્નિએ બે શિવમંદિરે બંધાવ્યાં હતાં અને તેના પિષણુ માટે એક ગામ દાનમાં આપ્યું હતું. આ ધવલ, કદાચ આગળના લેખમાં જણાવેલો, કુમારપાલ રાજાને મંત્રિ યશોધવલ હશે. લેખને મધ્ય ભાગ ઘણેખરે નાશ પામે છે અને તે ભાગના અક્ષરો તદ્દન ભૂંસાઈ ગયા છે. તેમાં એકંદરે હાલની દેવ નાગરી લિપિમાં લખેલી સંસ્કૃતની ૩૪ પંક્તિઓ છે. તેમાં આપેલી તારીખ જાણવા જેવી છે કારણકે તેમાં બે જૂદા સંવતે આપ્યા છે એક, વલ્લભી અને બીજી સિંહ. પહલા સંવતનું વર્ષ ૮૫૦ બીજાના વર્ષ ૬૦ ને મળતું આવે છે, અને બને ઈ. સ. ૧૧૬૯ ને મળતાં આવે છે.
૧
પ્રા. સં. ઈ. પા. ૧૮૪
For Private And Personal Use Only