________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
गुजरातना ऐतिहासिक लेख
(૩) ઈ. એ. . ૬ પા. ૧૯૪ અને ત્યાર પછીના પાનામાં પ્રસિદ્ધ થએલાં ચાલુકય તામ્રપત્રોની માફક “ બી’ વંશાવલિ વિભાગથી શરૂ થાય છે, જ્યારે “એ” માં મંગલાચરણના àકો તથા વરાહ અવતારની સ્તુતિ છે જે દક્ષિણનાં તામ્રપત્રમાં જોવામાં આવે છે.
(૪) શાપ દર્શાવનારા લૈંક “બી” માં છે, પણ “એ ” માં નથી. (૫) “બી” માં દાન લેનારાના દાદાનું નામ છે, જે “એ” માં નથી. (૬) “બી” માં ચામુંડરાજનું નામ છે, જે “એ ' માં જોવામાં આવતું નથી.
(૭) સીમા વિગેરે દાનની વિગત “બી” માં પુરેપુરી આપેલી છે, જ્યારે “એ”માં તે ભૂલાઈ જવાઈ છે તે પાછળથી ઉમેરવાને પ્રયત્ન કરે છે.
(૮) ખંડિયા રાજા દુલભરાજનું સ્તુતિ રૂપ વર્ણન “એ” માં બહુ વિસ્તારથી છે, જ્યારે “બી” માં નથી.
હ “બી” માં લેખક તેમ જ દૂતકનાં નામ આપેલ છે, જયારે એ ” નામંજુર થયું હશે તેથી તે બધી વિગતે તેમાં પૂરી કરેલ નથી.
આ બધી વિગતે ઉપરથી એવું અનુમાન થઈ શકે છે કે “બી” દાનપત્ર મૂલ ચાલુકય રાજાઓની રાજધાનીમાં લખાયું હશે અને નવસારી જીલ્લાના સુબા દુર્લભરાજને તે દાન લેનારને સંપવા માટે મોકલ્યું હશે. પણ તેણે તે જ દાનપત્ર સોંપવાને બદલે તે દાન દક્ષિણ તામ્રપત્રની પદ્ધતિસર નવું કોતરાવ્યું અને તે વખ્ત પિતાનું તેમ જ પોતાના પૂર્વજોનું પ્રશંસાભક વર્ણન તેમાં દાખલ કરાવ્યું. આ નવી નકલ મંજુરી માટે રજુ થઈ હશે ત્યારે તેમાંના રાજે સીમા વિગેરે ન લખવારૂપી માલુમ પડ્યા હશે અને તે પાછળથી છેલ્લી બે લીટીમાં ઉમેર્યા છતાં સંતોષકારક ન જણાયું તેથી અપૂર્ણ જ રહ્યું અને લેખક તેમ જ દૂતક વિગેરેનાં નામ તેમાં લખાયાં નહીં. બન્નેની તિથિ તપાસવાથી પણ ઉપરના અનુમાનને ટેકો મળે છે. “બી” દાનમાં રવિવાર તા. ૨ જી નવંબર ૧૦૭૪ આપેલ છે, જ્યારે “એ” માં મંગળવાર તા. ૨ જી ડીસેમ્બર ૧૦૭૪ આપેલ છે. એટલે કે “બી” દાન બરોબર એક મહીના પહેલાં લખાયું હતું.
For Private And Personal Use Only