________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નં. ૧૪૦ ભીમદેવનાં તામ્રપત્રો
વિ. સં. ૧૦૮૬ વૈ. સુ. ૧૫ માહિમને જિવનાર અને રાજા ભીમદેવ પિતાનાં આ અપ્રસિદ્ધ તામ્રપ છે. પતરાં બે છે, અને બને અંદરની બાજુએ કતરેલાં છે. પહેલામાં છે અને બીજામાં પાંચ પંક્તિઓ છે. તેનું માપ ૪૪૩” છે. પહેલા પતરાના નીચેના ભાગમાં અને બીજા પતરાની ઉપરના ભાગમાં વચ્ચે વચ એકેક કાચું છે અને તેમાં ત્યાસની નાની કડી છે. પતરાં સુરક્ષિત છે અને કોતરકામ ઘણું સુંદર અને સ્પષ્ટ છે.
अक्षरान्तर
पतरुं पहेलं १ ओं विक्रमसम्बत् १०८६ वैशाख शुदि १५ अद्ये२ ह श्रीमदणहिलपाटके समस्तराजावलीवि३ राजितमहाराजाधिराजश्रीभीमदेवः स्वभु४ ज्यमानवर्द्धिविषयांतःपातिमुंडकग्रामे स. ५ मस्तजनपदान्बोधयत्यस्तू वः संविदितं यथा ६ अद्य वैशाखी पर्वणि उदीचब्राह्मणबलभद्र
पतरूं बीजें ७ सुताय वासुदेवाय ग्रामस्योत्तरस्यां दि८ शि मुंडकग्रामेऽत्रैव भुमेहलवाहाएका १ ९. शासनेनोदेकपूर्वमस्माभिः प्रदत्ता इउ [ति ] १० लिखितमिदं कायस्थकांचनसुतवटेश्वरेण ११ दूतकोऽत्र महासांधिविग्रहिकश्रीचंडशर्मा ૩ [તિ ] શ્રીમમવસ્ય |
ભાષાન્તર વિ. સં. ૧૦૮૬ (ઈ. સ. ૧૦૩ )ના વૈશાખ સુદિ ૧૫ ને દિવસે અહી અણહિલપાટકમાં બધા રાજાઓને શોભા આપનાર મહારાજાધિરાજ શ્રીભીમદેવ પોતાના ભેગવટાના પ્રદેશમાં આવેલા મુંડક ગામમાં બધા રહેવાશીઓને જાહેર કરે છે કે--તમને માલુમ થાય કે આજે વૈશાખી પર્વણીને દિવસે ઉદીચ (ઔદિચ્ય) બ્રાહ્મણ બલભદ્રના દીકરા વાસુદેવને મુંડકગામમાં ગામની ઉત્તર દિશામાં હલવાહ એક ભૂમિ શાસનના પાણી પૂર્વક અમે દાનમાં આપેલ છે. કાયસ્થ કાંચનના દીકરા વટેશ્વરે આ દાન લખ્યું; દતક તરીકે સંધિ વિગ્રહ ખાતાને અધિકારી શ્રી ચંડશ હતો.
શ્રી ભીમદેવની (સહી)
જ. બ. છે. રા. એ. સે. વધારાને અંક– “મુંબઈની ઉત્પત્તિ ” પા. ૪૯ જે, જી, ડાકલા ૨ અસલ પતરાં પરથી એક હળથી ખેડાય તેટલી જમીન
For Private And Personal Use Only