________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१३६
गुजरातना ऐतिहासिक लेख
અને સ્વર્ગીય સૌંદર્યના નિધિ કન્દર્યં ધ્રુવ પ્રકટયા, તેમ આ બન્નેમાંથી ચાર સાગરના કિનારા સુધી વિખ્યાત પ્રતાપવાળા, શત્રુઓને ઘંટી સમાન, સુંદરીઓનાં મનમાં વસનાર, સર્વ જનાને આશ્રય સ્થાન સમાન, ગુણુ અને રુપનેા નિધિ હતેા તે રટ્ટ કન્વર્પ જન્મ્યા હતા.
( શ્ર્લોક. ૨૧ ) વિષ્ણુ ભગવાને પદથી ચાર સાગરથી આવૃત થઈ ઉજ્જવળ થએલી પૃથ્વી ભરી દઈને શ્રી કીર્તિનારાયણ નામે એકળખાયા તેમ આ નૃપ તેના શૌર્યથી ચાર સાગરથી આવૃત બની પ્રકાશિત થએલી પૃથ્વીનું ગમન કરીને શ્રી કીર્તિનારાયણ તરીકે ઓળખાયા. તેના જન્મ વિષે સાંભળી, મુંઝાઈ ગએલી મતિવાળા શત્રુઓના મુખનું તેજ દૈન્ય, ચિત્ત ભય અને શિર સેવા અંજલિનેા અનુભવ કરવા લાગ્યાં.
( બ્લેક. ૨૨ ) જેમ ઇન્દ્રદેવ મેરૂપર્યંત લીલાથી( સુખેથી ) ઉખેડી નાંખી, અને ગોવર્ધન(ગિરિ )ના ઉદ્ધાર કરનાર ઉપેન્દ્ર( કૃષ્ણ )દેવને પરાજય કરીને મદથી ફૂલી ગયા નહતા તેમ આ ઇન્દ્રરાજ ત્રીજે મેરૂ( મહેાય) સુખેથી ઉખાડી નાંખી ગાવર્ધનને શરણ આપનાર ઉપેન્દ્ર નૃપના પરાજય કરીને મંદથી ફુલાઈ ગયા ન હતેા.
( ક્ષેાક. ૨૩ ) આ નૃપ જે સર્વ જનેથી નમન પાત્ર છે તેણે મંદિશ અને અહાર( બ્રાહ્મણ્ણાને )ને સર્વથી માન દેવા યાગ્ય અનેક દાન કરી, દાન માટે યશમાં, એક નજીવા ગામના જ્ઞાનથી વિરાજતા પુણ્યના મહિમાવાળા પરશુરામથી અધિક થયે.
( પંક્તિ. ૪૩. ૫૬ ) અને તે, પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ, પરñધરથી અકાલવર્ષ દેવને પાદાનુધ્યાત, પરમ ભટ્ટારક મહારાજાધિરાજ પરમેશ્વર શ્રી નિત્યપ નરેન્દ્રદેવ કુશળ સ્થિતિમાં હતા ત્યારે સમસ્ત રાષ્ટ્રપતિ, વિષયપતિ, ગ્રામકૂટ, મુક્તક, નિયુક્તક, આધિકારિક, મહુત્તર આદિને તેમના સંબંધ અનુસાર શાસન કરે છેઃ—
“ તમને જાહેર થાએ કે રાજનગર શ્રી માન્યખેટમાં વસનાર અને શ્રી પટ્ટમન્ધ ઉત્સવ માટે કુરૂન્દકમાં આવેલા મારાથી મારાં માતાપિતાના, અને મારા, આ લેાક તેમ જ પરલેાકમાં પુણ્ય યશની વૃદ્ધિ માટે, શકન્રુપના કાળ પછી, સંવત્ ૮૩૬ ફાગુણ શુદિ છ, યુવસંવત્સરમાં, શ્રી પટ્ટબન્ધ ઉત્સવની સમાપ્તિ પછી, તુલા પુરૂષમાં આરહણ કરીને, અને તુલામાંથી નીચે અવતરણ કર્યાં વગર,સાડી વીસ લાખ દ્રષ્મ સહિત, પૂર્વેના નૃપાથી જપ્ત થએલાં કુરૂન્દ અને અન્ય ગામેા, અને તે ઉપર ૪૦૦ ગામા, બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહેાત્ર અને અતિથિ સન્તર્પણુ અર્થે, લક્ષ્મણ ગાત્રના, વાજિ મધ્યન્તિ સહ્મચારી, પાટલીપુત્રથી આવેલા શ્રી વેન્નપભટ્ટના પુત્રને લાટ દેશમાં કણિજ્જ સમીપમાં તેન્દ્ર નામનું ગામ, પૂર્વે—વારડપલ્લિકા દક્ષિણ નામ્ભીતટકઃ પશ્ચિમે—વલીશા અને ઉત્તરે વિશ્વયણગામ, આ ચાર સીમાવાળું ગામ ઉદૂંગ સહિત, ઉપરિકર સહિત, દશ અપરાધના દંડ સહિત, ઉદ્દભવતિ વેઠના હુક સહિત, અન્ન અને સુવર્ણની આવક સહિત, પાણીના અર્થથી ભક્તિથી અપાયું છે.
( પંક્તિ. ૫૬-૫૯ ) આ ગામને જ્યારે તે બ્રહ્મદાયના નિયમ અનુસાર ઉપભાગ કરે, અન્ય પાસે ઉપભોગ કરાવે, ખેતી કરે અથવા ખેતી કરાવે, અથવા અન્યને સાંપે, ત્યારે કેઈએ, તેને લેશ માત્ર પણ પ્રતિબંધ કરવા નહીં. વળી, આ અમારા બ્રાહ્મણને આપેલા દાનને અમારા વંશના કે અન્ય ભાવિ ભદ્રાએ પેાતેજ તે દાન કર્યું હાય તેમ અને ભૂમિદાનનું ફળ (દાન દેનાર અને રક્ષણ કરનારને) સામાન્ય છે તેમ માની અનુમતિ આપવી.
( પંક્તિ પ અને બ્લેક ૨૪-૨૬ માં ભાવિ નૃપેને ચાલુ ઉપદેશ અને ધમકીને સમાવેશ થાય છે. )
( બ્લેક. ર૭ ) આ સ્તુતિપાત્ર પશસ્તિ નેમાદિત્યના પુત્ર અને ઇન્દ્રરાજના પટ્ટનું સેવન કરતા શ્રી ત્રિવિક્રમભટ્ટથી રચાએલી છે.
For Private And Personal Use Only