________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
इंद्रराज ३ जानां बे दानपत्रा
१२३
ગોત્રના વાજી માધ્યન્દિન શાખાના બ્રાહ્મણ શ્રી વેન્નપ ભટ્ટના દીકરા સિદ્ધપ ભટ્ટને કર્યું. અને પહલા તામ્રપત્રમાં લખ્યા મુજબ તેજ ગોત્રના અને શાખાના બ્રાહ્મણું રાણુપ ભટ્ટના દીકરા પ્રભાકર ભટ્ટને ઉશ્વરા અથવા ઉમ્બરા ગામ દાનમાં આપ્યું હતું.
દાન શ. સ. ૮૩૬ યુવા સંવત્સરના ફાગુન સુદ સાતમ, તા. ૨૪ મી ફેબ્રુઆરી ૧૫ ઈ. સ. ના રોજ અપાયાં હતાં.
બીજાં બધાં રાષ્ટ્ર કુટ તામ્રપત્રોની માફક આમાં પણ શરૂવાતમાં વિણ તથા શિવની સ્તુતિ છે અને પછી બીજી સ્લેકમાં કણની સ્તુતિ છે. ત્યાર પછીના કલેકમાં દાન દેનાર ઈન્દ્રરાજ દેવ ત્રીજાને વિષ્ણુની સાથે સરખાવ્યા છે. શ્લેક ૪ થામાં વિશગુના નાભિકમળમાંથી બ્રહ્માની ઉત્પત્તિ, તેનાથી અત્રિ, અત્રિથી ચંદ્ર અને ચંદ્રમાંથી યદુવંશની ઉત્પત્તિ બતાવી છે. યદુવંશની સાત્યકિ શાખામાં દક્તિદુર્ગ જન્મ્યા હતા અને તેને ચાલુકય વંશની રાજ્ય લક્ષમી આપોઆપ જઈને વરી હતી. આ ઉપરથી સમજાય છે કે ચાલુક્ય વંશને હરાવીને નિર્ગ રાષ્ટ્રકૂટ વંશની ઉન્નતિ કરી. શ્લેક છઠામાં લખેલ છે તે મુજબ દન્તિદુર્ગે પ્રથમ દક્ષિણ દેશ સર કર્યોપછી મધ્ય દેશમાં આવ્યો અને છેવટે કાંચી જિતી લીધું. ઇલોરાની દશાવતાર ગુફામાંના લેખમાં આપેલ છે કે દક્તિદુર્ગ કાંચી, કાલિંગ, કેશલ, શ્રીશૈલ, માલવ, લાટ ટૂંક વિગેરે પ્રદેશ જિત્યા. આ લેખમાં આપેલ છે તે મુજબ પ્રથમ દન્તિદુર્ગ દક્ષિણમાં શ્રીશૈલ કલગ વિગેરે જિત્યાં, પછી મધ્ય ભાગમાં કોશલ, માલવા, લાટ વિગેરે જિત્યાં અને છેવટે પાછો દક્ષિણમાં આવ્યું અને કાંચીપતિને હરાવ્યું.
ક. ૮- દક્તિ પછી તેનો કાકે કૃષ્ણરાજ ૧ લો ગાદીએ આવ્યો. બ્લેક ૯-તેના દીકરા નિરૂપમ(પ્રવ)નું વર્ણન છે, પણ તેના મોટા ભાઈ ગોવિંદ બીજાનું વર્ણન નથી. કદાચ દાન દેનાર રાનની સીધી વંશાવળી જ આપવાનો આશય હોય અને ગેવિંદ બીજાનું વર્ણન નથી, જ્યારે દન્તિદુર્ગ વંશને સ્થાપક હતો તેથી તેનું વર્ણન આપેલ છે. પરંતુ તેનો અર્થ એમ ન કરાય કે ગેવિંદ બીજે ગાદીએ આવ્યું જ નહોતે.
ગોવિંદ ૨ જાના ભત્રીજા અને ભાયાત સુવર્ણવર્ષ ના ધુળી આના તામ્રપત્રમાં શ. હ૦૧માં ગોવિંદ રાજ્ય કરતે હતો એમ પણ ઉલ્લેખ છે. શ્લોક ૧૦- કેશલના રાજા પાસેથી તેમ જ બીજા ઉત્તરના રાજા તરફથી સફેદ છત્ર નિરૂપમ ધ્રુવને મળ્યાનું લખેલ છે. ઉત્તર તરફને રાજા કાં તો જૈન હરિવંશમાં આપેલ ઈન્દ્રાયુધ હોય અગર પાલના ધર્મપાલન અને રકુટ ગાવિંદ ૩ જા ને સમકાલીન કનેજને રાજા ચકાયુઘ હોય એમ સંભવે છે. શ્લોક ૧૧–નિરૂપમ ધ્રુવથી જગતુંગ (ગોવિંદ ૩ જો ) અને તેનાથી શ્રીવલ્લભ (અમોઘવર્ષ ૧ લે) ઉત્પન્ન થયાનું વર્ણન છે.
શ્લોક ૧૨–અમોઘવર્ષે ચાલકો રૂપી ઉદધિમાં ડૂબી ગયેલી રનની કીતિને ઉદ્ધારી અને વીરનારાયણનું બિરૂદ ગ્રહણ કર્યું. આ ઉપરથી એમ સમજાય છે કે અમોઘવર્ષના રાજ્યની શરૂવાતમાં વેગીના ચાલુક્યાએ રકૂટની સત્તાને હચમચાવી નાંખી હશે. અમોઘવર્ષને સમકાલીન ચાલુક્ય રાજા નરેન્દ્રમૃગરાજ વિજ્યાદિત્ય ૨ જે હતો અને તેણે ગાંગ અને ૨ત્તનાં લશ્કર સાથે બાર વર્ષ સુધી રાત અને દિવસ યુદ્ધ કર્યાનું પૂર્વ તરફના ચાલુક્યના લેખમાં આપેલ છે. લેક ૧૩ માં આનું વેર અમેઘવર્ષ લીધાનું અને ચાલુકોને જડમૂળથી ઉખેડી નાંખ્યાનું લખેલ છે. આ હકીક્ત ખંભાત અને સાંગલીનાં તામ્રપત્રથીર પૂરવાર થાય છે કારણ કે તેમાં
૧ ઇ. એ. પો. ૨૦ પા. ૧૦૦
૨
એ. ઈ. વ. ૭ પા. ૪૩; ઈ.
.
. ૧૨ ૫.૨૫૨
For Private And Personal Use Only