________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१२४
गुजरातना ऐतिहासिक लेख ચાલુ રૂપી ભોગ આપી યમરાનને તૃપ્ત કર્યાનું લખ્યું છે, લેક ૧૩ માં જણાવેલ છે કે ચાલુકયાએ સ્તમ્બપુર ઉજજડ કર્યું હતું. આ સ્તખપુર તે તામ્રલિત અને મદનાપુર પ્રાણાના તમલુક તાલુકાનું મુખ્ય શહેર છે.
ઑક. ૧૪-૧૫-ચાલકય વંશના ઘાતક ધૂમકેતુ સમાન શ્રીવલભ( અમેઘવર્ષ ૧)થી કૃષ્ણરાજ (બીજો ) ઉત્પન્ન થયે. તેની ગુર્જર સાથેની લડાઈએ વૃદ્ધ પુરૂને હજુ તાજી યાદ છે. મેં બતાવ્યું છે કે ગુર્જર કે જેની સાથે રાષ્ટ્રકૂટો હમેશાં લડયાં કરતા તે ઉત્તર હિંદુસ્તાનમાં રાજ્ય કરતા હતા અને તેની રાજધાની મહાદય અગર કનોજમાં હતી. જે ગુર્જર રાજાને કૃષ્ણ રાજ બીજાએ (ઈ. સ. ૮૮૮–૨૯૧૧ ) હરાવે તે મહેન્દ્રપાલ (ઇ. સ. ૮૯૯-૯૦ ) કવિ રાજશેખરનો આશ્રય દાતા હવે જોઈએ.
શ્લોક ૧૬–કૃણ રાજ બીજાને જગતુંગ નામે પુત્ર હતું, જે (લોક ૧૭–૧૯) હૈહય એટલે કે કલચુરી વંશના કોકકલ્લના દીકરા રણવિગ્રહની દીકરી લઉમીને પરણ્યો હતો. રવિગ્રહને આંહી ચેટ્ટીશ્વર કહ્યો છે અને તેજ ધ્વનિ જલણની સૂક્તિમુક્તાવલિમાં જોવામાં આવે છે. ડો. ભાંડારકરે કૃષ્ણ ૩ જાનાં કરહાડનાં તામ્રપત્રો ઉપરના પિતાના નિબંધમાં આનું સૂચન કર્યું છે. તેમાં લખ્યું છે કે નદીઓમાં નર્મદા, રાજાઓમાં રવિગ્રહ અને કવિઓમાં સૂરાનંદ ચેદીનાં આભૂષણ રૂપ હતાં. ચેદીના કલચૂરી રાજાઓના નામમાં રવિગ્રહનું નામ જોવામાં આવતું નથી. રતનપુરના લેખમાં આપેલ છે કે કક્કલને આઠ દીકરા હતા. જેમાંને માટે ત્રિપુરીને રાજા હતા અને બીજાઓ મડલના રાજા હતા. આમાં જો શ્રદ્ધા રાખીએ તે રવિગ્રહ ત્રિપુરીને એટલે કે ચેદીને રાજા હતો તેથી કેકલિને મોટો દીકરો હો જોઈએ. પણ બનારસના તામ્રપત્રમાં આપેલ છે કે કેકલ પછી તેને દીકરો મુગ્ધતુંગ પ્રસિદ્ધ વલભ ગાદીએ આવ્યું. તેથી એમ અનુમાન થાય કે રણવિગ્રહ અને મુગ્ધતુંગ પ્રસિદ્ધવવભ એ બે એક જ રાજા હતા.
જગતુંગના લક્ષમી સાથેના લગ્નથી ઈન્દ્રરાજ ત્રીજો ઉત્પન્ન થયો. તેનાં બિરૂદ રક્તકંદદેવ અને શ્રી કીર્તિનારાયણ લેક ૨૦ અને ૨' માં આપેલ છે. કલેક ર૨ માં દ્વિઅર્થી રચના છે તેની એતિહાસિક સંકલના જરા મુશ્કેલ છે. તેમાં ઉપેન્દ્રને ઇન્દ્રરાજે હરાવ્યું તે ભાવ છે, પણ તે ઉપેન્દ્ર કોણ હતા અને તે બનને રાજાઓને લગાડેલા કૃતગોવર્ધદ્વાર અને હેલલિત મેરૂને કેમ ઘટાવવાં તે સમજાતું નથી. પ્રથમ મારી એવી સમજ હતી કે ઉપેન્દ્ર તે મહદયના પ્રતિહાર વંશને મહીપાલ હતો અને તેને જ પાલવંશનાં ભાગલપુરનાં તામ્રપત્રોમાં ચકયુધ કહ્યો છે. પણ મેં ઉપર બતાવ્યું છે કે ધર્મપાલ અને ચકાયુદ્ધ રાષ્ટ્રકૂટ ગોવિંદ ૩ જાના સમકાલીન હતા. તેથી ચકાયુધ અને મહીપાલ એક એમ કહી શકાય નહીં. કારણું મહીપાલ ગોવિદ ૬ જાના દીકરાને પ્રપોત્ર ઈન્દ્ર ત્રીજાને શ્રમકાલીન હતું. પડિત ભગવાનલાલ ઉપરનાં બિરૂદમાંના મેરૂને અર્થ મેર અથવા મેહર કરે છે અને કાઠિયાવાડના કઈ મેહુર રાજાની જિતનું સૂચન છે, એમ માને છે. . કલહન મેરૂ તે કદાચ મહદય હોય અને સાંગલીના તામ્રપત્રોમાં લખેલી ઈબીજાની કનેજની જિતને સચન માને છે. બીજાં બિરૂદને અર્થ હજુ સમજાય નથી, કદાચ બીજાં કઈ તામ્રપત્રો હવે પછી મળે તેનાથી ભવિષ્યમાં ખુલાસો થાય.
શ્રીમાન નિયવર્ષ નરેન્દ્રદેવ અટલે કે ઈન્દ્રરાજ ત્રીજાને શ્રીમદ્ અકાલવર્ષ દેવ એટલે કે તેના દાદા કૃષ્ણ બીજા ચરણનું ધ્યાન કરતે એમ લખ્યું છે, તેથી એમ સમજાય છે કે રાજ
૧ એ. ઈ
. ૪ ૫, ૨૮૬
:
એ, ઈ, વ
૧ પા. ૩૩
&
એ. ઈ. . ૨ ૫, ૩ ૪
For Private And Personal Use Only