________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન ૧૨૯ રાષ્ટ્રકૂટ રાજા ધ્રુવ ૩ જાનું ભરૂચનું દાનપત્ર
શક સંવત ૭૮૯ જેષ્ઠ અમાવાસ્યા. નીચે આપેલું દાનપત્ર ગાયકવાડની હદમાં બગુમા( જી લા લેસર )માં કેટલાંક બીજા જૂના અને નવા લેખ સાથે એક ખેદકામમાંથી મળી આવ્યું હતું. મારા જાના મિત્ર રાવસાહેબ મેહનલાલ આર. ઝવેરી જે સુરતના ડેપ્યુટી એજયુકેશનલ ઈન્સ્પેકટર હતા, તેમણે આ તરફ મારું ધ્યાન ખેંચ્યું હતું અને મારા માટે કેટલાંક પતરાં ખરીદ્યા હતાં.
આ દાનપત્ર ત્રણ મજબૂત પતરાં ઉપર લખેલું છે. તેનું માપ ૧૨”x૧૦” ઈંચ નું છે. તે રાઠોડનાં શાસનના રિવાજ મુજબ પતરાંની ડાબી બાજુએ પાડેલાં કાણુમાંથી પસાર કરેલી એક મજબૂત કડી વડે જોડેલાં છે. ત્રીજું અને પહેલું પતરું અંદરની બાજુએ જ કેતરેલું છે. કડી ઉપર રાઠોડની હંમેશની મુદ્રા-કમળ ઉપર બેઠેલી હાથમાં સર્ષ રાખેલી શિવની મૂર્તિ છે. પતરાં એકંદરે સુરક્ષિત છે, જો કે કાટને અંગે ક્યાંક ક્યાંક થેડા અક્ષરો નાશ પામ્યા છે. પહેલા પતરાના નીચેના જમણા ખૂણામાંથી એક ત્રિકોણ કડકો ભાંગી ગયો છે, પરંતુ તે પણ સાચવામાં આવ્યું છે.
અક્ષરે કુશળતાથી કતરેલા છે. એકંદરે તે દક્તિદુર્ગનાં સામનગઢનાં શક સંવત ૬૭પ નાં પતરાંને બહુ મળતા આવે છે, પણ કેટલીક રીતે વધારે આધુનિક આકારના જણ્ય છે.
લેખવાંચન વિદ્યાની દૃષ્ટિએ જોતાં આ શાસન બહ કૅ પયોગી છે, કારણ કે સાહિત્યની અગર કાયસ્થ-નાગરી લિપિ બતાવતું ગુજરાત રાઠેડોનું આ જૂનામાં જાનું દાનપત્ર છે. કર્ક ૨ જાનાં વડોદરાનાં પતરાંમાં અને ગોવિંદ ૪ થાનાં કાવીનાં શક સં. ૭૪૯ નાં પતરાંમાં હજી જૂની ગુજરાતની લિપિનું અનુકરણ કરેલ છે. વળી ગેવિંદ ૭ જાનાં રાધનપુર અને વન હિંડોરિ દાનપત્રોમાં ખરા કાયસ્થ અયર સાથે જોવામાં આવે છે તેવાં પ્રાચીન રૂપે આમાં જ્યાંત્યાં જોવામાં આવતાં નથી. દાનપત્રની શબ્દરચના બીજા રાષ્ટ્રકટ શાસનને બહુ મળતી આવે છે. અને વંશાવળીના જે ભાગો પહેલાંના રાજાઓ વિષે છે. તે કાવ વડોદરા અને સામનગડનાં પતરાંને અક્ષરશઃ મળતા આવે છે. આપણુ દાનપત્ર પ્રમાણે રાષ્ટ્રકૂટ વંશાવળી નીચે પ્રમાણે છેઃ
એ. દક્ષિણ વંશ. ૧ ગોવિંદ ૧.
પ કુણુ શુભતંગ.
૪ દક્તિદુર્ગ વલભ.
૬ ગોવિંદ ૨,
વલભ.
૭ પ્રવ ૧.
૧ ઈ, એ, , ૧૨ પાનું. ૧૭૯ ડે, પુલહર અને ડે, ઈ. ૯૯શ. ૨ અહિં નોંધ કરેલા દાનનાં અસલ પતરાં વિનાના એરી એન્ટલ મ્યુઝીયમને ભેટ કરવામાં આવશે, અને ત્યાં જોવા માટે ખુલ્લાં રખાશે.
For Private And Personal Use Only