Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
આવે છે. પ્રથમ લિખિત વિ.સં. ૧૮૩૨ (1776 A.D.) માં અને અંતિમ લિખિત મહાસુદ સાતમ વિ.સં. ૧૮૫૯ (1803 A.D.) માં લખવામાં આવેલ. આ પવિત્ર દિવસનું મહત્ત્વ આંકી ચતુર્થ આચાર્યશ્રી જયાચાર્યે આ દિવસથી મર્યાદા મહોત્સવ'ની વિ.સં. ૧૯૨૦ (1864 A.D.) માં શુભ શરૂઆત કરી ત્યારથી આજ સુધી અવિરતપણે પ્રત્યેક વર્ષે મહાસુદ સાતમના ‘મર્યાદા મહોત્સવ’ મનાવવામાં આવે છે.
આજે જૈન સમાજના અનેક સંપ્રદાયોમાં એક માત્ર તેરાપંથ જૈનસંઘ જ એવો સંઘ છે જેમાં એક જ આચાર્યની ધર્માજ્ઞા નિર્દેશન હેઠળ લગભગ ૭૦૦/૭૫૦ સાધુ સાધ્વીઓ તથા ૧૦૦ ઉપરાંત સમણ સમણીઓ અને લાખો શ્રાવકો સંઘબદ્ધ સાધના કરે છે. તેરાપંથ સંઘના આ બે ધુરંધર ધર્માચાર્યોએ કરેલી વ્યવસ્થા અને મર્યાદાઓને લીધે જ આજે તેરાપંથ એક સુસંગઠિત અને સુઅનુશાસિત ધર્મસંઘ છે જે બીજા કોઈપણ ધર્મસંઘ માટે અનુકરણીય છે.
સાધનાને ઉચ્ચતમ સ્થાન
સાધુજીવનની સફળતાનું માપદંડ છે એની સાધના. સંઘમાં રહીને સાધુ અનુપમ વ્યવસ્થા પામે છે. સામૂહિક જીવન સાથે પોતાની વ્યક્તિગત સાધના નિશ્ચિંત પણે કરે છે. પ્રસ્પર સહયોગ અને સ્વાનુભવ (વ્યક્તિગત સાધના)નો અદ્ભુત સુમેળ છે. આ સંઘમાં આચાર્ય ભિક્ષુએ બહુ ભાર દઈને કહ્યું છે કે ‘ગણમાં' રહીને પણ સાધુએ એકલા રહેતા શીખવું જોઇએ. એકત્વ ભાવનાનું આ અદ્ભુત દૃષ્ટાંત છે.
પદલીપ્સાનો લોપ
આચાર્ય ભિક્ષુએ જોયું કે જૈન સંપ્રદાયો અનેક ગચ્છોમાં વિભક્ત થતા જાય છે. પદલોલુપતા વધવાથી સાધુઓણાં પણ પદ મેળવવાની હોડ લાગી છે. આચાર્ય ભિક્ષુએ મૌલિક ચિંતન કરી નિયમ બનાવ્યો કે કોઇ સાધુ પદ. માટે ઉમેદવાર ન બને. નિષ્કામ અને નિષ્કર્મ બંને માટે આ જરુરી છે. કર્મ અને નિષ્કર્ષનું સંતુલન જ ધર્મનો મર્મ છે. એમાં ખોટી સ્પર્ધા, સંઘર્ષ કે
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨
જ્ઞાનધારા
Jain Education International
VM
૨
.
For Private & Personal Use Only
www.jainelibrary.org