________________
વિક્રમ સંવત ૨૦૪૧ના ચાર્તુમાસમાં સમી (તા. મહેસાણા) ગામમાં થયેલાં પૂ. તારકગુરૂદેવશ્રી જંબૂવિજયજી મ. સાહેબનાં
વ્યાખ્યાનો
| ધર્મ-જીવનશુદ્ધિ...] અષાડ સુદ - ૧૪ આ રે ! સંસારે સુખ મેળવવા :
સમગ્ર જગતના જીવો નિરંતર સુખની અભિલાષા સેવી રહ્યા છે. નિરંતર બધાને એકજ અભિલાષા છે કે અમે કેમ સુખી થઈએ. અમારું જીવન કેવી રીતે આનંદમય બને. આ ઈચ્છાને સિદ્ધ કરવા માટે માણસે પુરૂષાર્થ કરવો જ પડે માણસે સુખેથી ચાલવું હોય તો કાંટાળો માર્ગ છોડી દેવો જ જોઈએ ભગવાનનું ધ્યેય એક જ છે કે જગતને કેવી રીતે સુખી કરૂં ? નંદી સૂત્રમાં કહ્યું છે કે નડું ન નીવનો અર્થાતુ... ભગવાન સર્વ જીવોની યોનિને જાણનારા છે. આ જગતમાં જીવો જુદી-જુદી યોનિમાં કેમ ભટકે છે, કે દુઃખી થાય છે ? કારણ કે માણસ સુખને માટે આંખો મીંચીને ગમે તેવા પાપો કરવા તૈયાર થાય છે, તેથી તેના ફળ સ્વરૂપે તેને જ્યાં ત્યાં ભટકવું પડે છે. માણસ ગામડામાંથી જ્યારે શહેરમાં જાય છે ત્યારે શહેરી એ ગામડિયાને કહે છે કે ભાઈ આગળ-પાછળ જોઈને ચાલજે. ભગવાન પણ આપણને એમ કહે છે કે આગળ પાછળ જોઈને ચાલજો. આગળ એટલે કે કઈ ગતિમાં જવું છે. પાછળ એટલે જગતમાં રહેલી વિષમતાનું કા. ને શું છે? આ બધા સુખ-દુઃખનું મૂળભૂત કારણ જાણવા મળે છે ત્યારે જ ધર્મ હાથમાં આવે છે. ધર્મ એટલે જીવનની શુદ્ધિ, જીવનનું ઘડતર. *વર્ષ” નામ કેમ ?
આ લોકના ઘડતર માટે પણ ધર્મ ખૂબ જ જરૂરી છે. જીવનમાં શાંતિ અને શક્તિ માટે ધર્મ કેટલો ઉપયોગી છે તેનો વિચાર કરીએ ત્યારે સમજાય કે બાર મહિનાનું નામ વર્ષ શા માટે ? કેમ બીજી કોઈ ઋતુના નામ પરથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org