________________
૮૯ એક માણસ દાન આપતો હતો. તે હમેશાં તેનું મોં નીચે રાખીને દાન આપતો.. તેથી એક વખત એક જણાએ પૂછયું કે ભાઈ તમેં નીચું મોં રાખીને કેમ દાન આપો છો ? કારણ...શરમાવું જોઈએ તો પણ લેનારને, દેનારને શા માટે ? ત્યારે પેલા ભાઈએ કહ્યું કે અરે ભાઈ હું દાન આપું છું તે કાંઈ મારૂ ધન નથી... ભગવાને આપેલું છે. છતાં લોકો મારા ગુણ ગાય છે. ભગવાનને કોઈ યાદ કરતું નથી. તેથી મને શરમ આવે છે. હું જે દાન આપું છું તે ભગવાને મને આપ્યું ત્યારે હું આપી શક્યો ને...? માટે... પ્રભુ જ બર છે...
એક મહાન્ સદ્દગુરૂ હતા... હમેશાં બસ પોતાનામાં મસ્ત... કોઈ દિવસ માન-સન્માનનો પણ વિચાર નહીં... અને પરમાત્મા જે એને મન મહાન હતા. અહંકારે એના જીવનનો સ્પર્શ કર્યો જ નહોતો. બસ પરમાત્માની ભક્તિ એજ એનું કામ હતું. છેવટે ભક્તિથી તેનામાં એવી લબ્ધિઓ પ્રગટ થઈ કે તે અવનવાં કાર્યો કરવા લાગ્યા. દેવોમાં તેની પ્રસિદ્ધિ ફેલાઈ. દેવો તેનાં દર્શન કરવા માટે આવ્યા.. દેવો ખુશ-ખુશ થઈ ગયા. દેવ તેને વરદાન માંગવા કહે છે કે માંગો જે જોઈએ તે માંગો કારણ દેવનું દર્શન ક્યારેય નિષ્ફળ જતુ નથી. આ સંત કહે છે કે મારે તો મારા પરમાત્મા મળ્યા એટલે બસ, મારે બીજું કાંઈ નથી જોઈતું. વિપત્તિ ન સસ્તુ થતું.... આ પાંચ પાંડવની માતા કુંતિએ શું માગેલું ખબર છે? તેણે દેવની પાસે માગેલું કે મને હમેશાં વિપત્તિ આપજો. કારણ વિપત્તિ હશે તો જ હું ભગવાનને યાદ કરીશ તમે દેવ મળે ત્યારે સંપત્તિ માગો કે વિપત્તિ...? પવિત્ર છાયા...
આ બાજુ દેવે કહ્યું કે તમારામાં હું એવી ચમત્કાર-શક્તિ મૂકીશ કે જેથી લોકોમાં તમારી ખૂબ જ પ્રસિદ્ધિ થશે. આ સાંભળી સંત કહે છે કે નહીં મારે એવી પ્રસિદ્ધિ નથી જોઈતી કારણ કે તેથી લોકો મારી પાછળ પડશે... ભગવાનને ભૂલી જશે... માટે મારે એવી શક્તિ નથી જોઈતી. મારે તો મારા હાથે જગતનું ખૂબ જ કલ્યાણ થાય છતાં મને ખબર પણ ન પડે એવી કોઈ ચમત્કારીક શક્તિ આપો. કારણ કે મને એમ થાય કે હું ચમત્કાર કરી જાણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org