________________
પિતાના હૃદયમાં અમૃત ભરેલું હોય પણ પુત્રને શિખામણ માટે કડવા શબ્દો કહેવા પણ પડે. (૩) અધમ - હૃદયમાં ઝેર ભરેલું હોય અને વાણીમાં અમૃત. આવા માણસો ઘણા હોય છે. અને આવા માણસોથી જ ચેતવા જેવું છે. માણસ ક્રોધી હોય,લોભી હોય કે માની હોયતો ખબર પડે પણ માયાવી માણસની ખબર જ ન પડે. (૪) અધમાધમ – હૃદયમાં પણ ઝેર અને વાણીમાં પણ ઝેર. દુર્જન માણસો હળાહળ ઝેરથી ભરેલા હોય છે.
સાચો ધર્મી હોય તે જ લોકપ્રિય બને છે જગતને વશ કરવું હોય તો દાનથી થઈ શકે છે. શ્રુત અને શીલની મૂળ કસોટી એ વિનય છે. વિનય...'
કાશીમાં એક વિદ્વાન પંડિત હતાં. એકવાર શાસ્ત્રનું પરાવર્તન કરતાં તેમને એક શંકા ઉભી થઈ. ઘણી મહેનત કરી પણ શંકાનું સમાધાન થયું નહીં. તેમને ખબર પડી કે એક બ્રાહ્મણ છે તે પણ ખૂબ અભ્યાસી છે, કદાચ તે આ શંકાનું સમાધાન કરે ? આવા મહાવિદ્વાનને એક સામાન્ય બ્રાહ્મણ પાસે પૂછવા જવું એટલે કેટલી હિંમત ભેગી કરવી પડે છતાં પૂછવા માટે નીકળે છે. મનમાં વિચારણા ચાલુ જ છે. તે બ્રાહ્મણના ઘર પાસે પહોંચે છે, બ્રાહ્મણ પોતાના કામમાં વ્યસ્ત હતો. બહાર ડેલીએથી અંદર નજર કરી અને બ્રાહ્મણ પર નજર પડતાં જ આ વિદ્વાનને પોતાની શંકાનું સમાધાન મળી ગયું તેથી બ્રાહ્મણને મળ્યા વિના જ પાછા ફરે છે. હવે ગુરૂપૂર્ણિમાનો દિવસ આવે છે. શિષ્યોના ટોળા સાથે જાતે હાથમાં આરતી લઈને બ્રાહ્મણને ઘેર પહોંચે છે. પેલો બ્રાહ્મણ તો આભો જ બની જાય છે. કાશીના આવા મહાન પંડિત પોતાને
ત્યાં પધારે એટલે એ તો ગાંડો-ઘેલો બની ગયો છે. વિદ્વાન કહે છે કે તમે બેસો... આરતી ઉતાર છે. પેલો બ્રાહ્મણ આશ્ચર્યચક્તિ બનીને પૂછે છે – પણ છે શું? મારા જેવા એક સામાન્ય બ્રાહ્મણની આપ આરતી ઉતારો છો. પેલા પંડિત બધી વાત કરે છે કહે છે કે તમારા દર્શન માત્રથી જ મારી શંકાનું સમાધાન થઈ ગયું. તેથી તમે મારા ગુરૂ છો. આવો પ્રચંડ વિનય જીવનમાં હોય તો વિદ્વાન-મહાન બનાય છે. વિનય એ સામાન્ય ગુણ નથી. શાસ્ત્રનું મૂળ જ વિનય છે. વિનયથી-નમ્રતાથી જ માણસ લોકપ્રિય બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org