________________
શ્રાવણ વદ -૬
| લોકપ્રિય ધર્મના અર્થી શ્રાવકો ચોથો ગુણ છે લોક પ્રિય
આખા વિશ્વના લોકોમાં એક ઝંખના પડી છે કે હું લોકોને પ્રિય કેમ બનું? જેને લોકપ્રિય બનવું હોય એણે લોક વિરૂદ્ધ ક્રિયા કરવી જોઈએ નહીં. લોકપ્રિય બનવા માટે વાણી પરનો સંયમ ખૂબજ જરૂરી છે. વાણીનો વ્યય કરવો નહીં તે પ્રથમ સાધના છે. આજે તો મોટે ભાગે વાણીનો અપવ્યય જ થઈ રહ્યો છે. એક કહેવત છે કે “બહુ બોલે તે જૂઠું અને બહુ ખાય તે લખું.” જે માણસ બહુ બોલતો હોય તેમાં સત્યનો અંશ ઓછો હોય તેમ જે ઘણું ખાતો હોય તેમાં કાંઈ રસ રહે નહીં. લિમીટ પુરતું ખાય તો જ ખાવાની મજા આવે. વાણીરૂપી મૂડીનો જેમ તેમ વ્યય કરવાથી તે અહીં જ સમાપ્ત થઈ જશે. તીર્થંકર પરમાત્મા પણ પહેલાં વાણી રૂપી મૂડી એકઠી કરે છે. અને પછી દેશના આપે છે. જો કેવળજ્ઞાન પહેલાં દેશના આપે તો એમની વાણી રૂપી મૂડીની શક્તિ છે તે બધી ખર્ચાઈ જાય. મૌન શબ્દ પણ મુનિ પરથી જ પડેલો છે મુનિની સઘળી પ્રવૃત્તિ મૌનથી જ ચાલતી હોય. વચન ગુપ્તિ અને ભાષાસમિતિ આ બન્નેનું નિર્માણ શા માટે ? વચનગુપ્તિ એટલે કે બને ત્યાં સુધી બોલશો જ નહીં અને કદાચ બોલવું જ પડે તેમ હોય તો ભાષાસમિતિ અર્થાત્ ઉપયોગ પૂર્વક બોલજો. સંસારમાં સઘળા કલેશોનું મૂળ વાણીનો અપવ્યય જ છે ને ! ઘડા ચાર પ્રકારના...
ચાર જાતના ઘડા છે. પહેલો ઘડો એવો છે કે જે અમૃતથી ભરેલો છે: અને ઢાંકણ પણ અમૃતનું છે. બીજો એવો છે કે અમૃતથી ભરેલો છે અને ઢાંકણ ઝેરનું છે. ત્રીજો પ્રકારનો ઘડો ઝેરથી ભરેલો છે અને ઢાંકણ અમૃતનું છે. જ્યારે ચોથો ઘડો ઝેરથી ભરેલો છે અને ઝેર યુક્ત ઢાંકણવાળો છે. આ ઘડા પ્રમાણે માણસો પણ ચાર જાતના છે. (૧) ઉતમોત્તમ- જેમના દયમાં સદાય અમૃત ભરેલું છે અને વાણીમાં પણ અમૃત વરસે છે. આમાં સંત પરૂપોનો નંબર આવે. (૨) ઉત્તમ - હૃદય અમૃતમય અને વાણી કડવી. પિતા અને પુત્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org