Book Title: Guruvani 1
Author(s): Jambuvijay
Publisher: Jinendraprabhashreeji
Catalog link: https://jainqq.org/explore/004818/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ગુરુ પાણી ભાગ - ૧, પૂજ્યપાદ ગુરૂદેવ મુનિરાજશ્રી ભુવન વિજયાન્તવાસી નિ જેબવિજય Page #2 -------------------------------------------------------------------------- ________________ ગુરુવાણી ભાગ-૧ વ્યાખ્યાતા ફુ પૂજયપાદ ગુરૂદેવ મુનિરાજશ્રી ભુવનવિજયાન્તવાસી મુનિ જંબૂવિજયજી મહારાજ સંપાદક * સાધ્વી શ્રી જિનેન્દ્રપ્રભાશ્રીજી * મુદ્રક શ્રી પાર્શ્વ કોમ્પ્યુટર્સ, ૩૩, જનપથ સોસા., કાંસ ઉપર, ઘોડાસર, અમદાવદા-૫૦. ફોન :- ૩૯૬૨૪૬. Page #3 -------------------------------------------------------------------------- ________________ જ મૂવિ છે સદુપયોગ ܀ 465 ܀ ટા પા કોમપ્યુટર્સ ૩૩, જનપથ સોસ, માંસ ઉપર, ઈસનપુર રોડ, ઘોડાસર, અમદાવાદ-૫૦. ફોન - ૫૩૨૦૮૪૯ Page #4 -------------------------------------------------------------------------- ________________ “સિદ્ભાચલ શિખરે દીવો રે, આદીશ્વર અલબેલો છે.’’ Page #5 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય સંસ્થવિર શ્રી ૧OO૮ આચાર્ય દેવ શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજના પટ્ટાલંકાર પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રી વિજયમેવસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પૂજ્યપાદ ગુરુદેવ, મુનિરાજ શ્રી ભુવનવિજયજી મહારાજ | (જેમૂવિજયજી મે ના પિતાશ્રી તથા ગુરુદેવ) જન્મ : વિ. સં. ૧૯૫૧, શ્રાવણ વદ ૫, શનિવાર તા. ૧૦-૮-૧૮૯૫, માંડલ. દીક્ષા : વિ. સં. ૧૯૮૮, જેઠ વદ ૬, શુક્રવાર તા. ૨૪-૬-૧૯૩૨, અમદાવાદ. સ્વર્ગવાસ : વિ. સં. ૨૦૧૫, મહા સુદ ૮, સોમવાર, તા. ૧૬-૨-૧૯૫૯, શંખેશ્વર તીર્થ. Page #6 -------------------------------------------------------------------------- ________________ પૂ. સાધ્વીજી લાભશ્રીજી મહારાજ (સરકારી ઉપાશ્રયવાળાના શિષ્યા તથા બહેન) સંઘમાતા શતવર્ષાધિકાયુ પૂજ્યપાદ સાધ્વીજીશ્રી મનોહરશ્રીજી મહારાજ દીક્ષા જન્મ ': વિક્રમસંવત ૧૯૫૧, માગશર વદ ૨, શુક્રવાર, તા. ૧૪-૧૨-૧૮૯૪, ઝીઝુવાડL. : વિક્રમસંવત ૧૯૯૫, મહાવદ ૧૨, બુધવાર, | તા. ૧૫-૨-૧૯૩૯, અમદાવાદ, સ્વર્ગવાસ : વિક્રમસંવત ૨૦૫૧, પોષ સુદ ૧૦, બુધવાર, | તા. ૧૧-૧-૧૯૯૫, રાત્રે ૮-૫૪ વીશાનીમાભવન જૈન ઉપાશ્રય, સિદ્ધક્ષેત્ર પાલિતાણા. Jain Education Interational Page #7 -------------------------------------------------------------------------- ________________ સંઘમાતા શતવર્ષાધિકાયુ પૂજ્યપાદ સાધ્વીજીશ્રી મનોહરશ્રીજી મ.સા.ના શિષ્યા પૂ. સા. શ્રી સૂર્યપ્રભાશ્રીજી મહારાજ જન્મ : વિક્રમસંવત ૧૯૭૭, ફાગણવદિ ૬, સોમવાર આદરિયાણ. દીક્ષા : વિક્રમસંવત ૨00૫, મહાસુદ ૧, રવિવાર ૩૦-૧-૧૯૪૯ દસાડા સ્વર્ગવાસ : વિક્રમસંવત ૨૦૫૧, આસોવદ ૧૨, શનિવાર તા. ૨૧-૧૦-૯૫, માંડલ, Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ । તારક ગુરૂદેવાય નમઃ । કુદરતી વાતાવરણના ખૂબ પ્રેમી, પ્રસિદ્ધિથી દૂર ભાગનારા અને નાના-નાના ગામડાઓમાં જ વિચરનારા પૂજ્ય ગુરૂદેવનું ચોમાસું સંવત ૨૦૪૧માં સમી ગામમાં થયેલું. ચોમાસું એટલે ‘ધર્મઋતુ’. ચોમાસામાં વર્ષાની હેલીની જેમ ગુરૂવાણીની પણ હેલી જામતી હોય છે. ચોમાસામાં પૂ. ગુરૂદેવે ‘ધર્મરત્નપ્રકરણ’ પર વ્યાખ્યાન આપેલું. આ ગ્રંથમ શ્રાવકના ૨૧ ગુણોનું વર્ણન રહેલું છે. અલંકારો અને અતિશયોક્તિથી રહિત છતાં તાત્ત્વિક અને માર્મિક તથા સીધી, સરળ શૈલીમાં વરસતી ગુરૂજીની વાણીધારા શ્રોતાઓના હૃદયને ભીંજાવી દેતી હતી. મને વ્યાખ્યાન લખવાનો ખૂબ શોખ. તેથી મેં વ્યાખ્યાનની નોટો બનાવી. કારણ કે સાંભળેલું તો જલ્દી વિસરાઈ જાય પરંતુ લખેલું હોય તો વર્ષો સુધી ટકી શકે. એક વખત હું વ્યાખ્યાનની નોટ વાંચતી હતી. ત્યાં એક ભાઈ વંદનાર્થે આવ્યા. તેમણે નોટ વાંચવા માંગી. લખાણમાં રહેલી સાદાઈ છતાં આજે ધર્મીજનોનું મહોરૂં પહેરીને ફરી રહેલા લોકો માટે વેધક એવી વાતો તેમના દિલને સ્પર્શી ગઈ. તેમણે મને કહ્યું કે આ બધી વાતો આ નોટોમાં પૂરાઈ રહે તેના કરતાં લોકોના દિલ સુધી પહોંચાડો. વળી, ગુરૂદેવ ગામડામાં જ વિચરતા હોવાથી બહુજન વર્ગ તેમના મુક્ત Page #9 -------------------------------------------------------------------------- ________________ વિચારોથી વંચિત રહી જાય છે. આમાં રહેલી ગુરૂવાણી દ્વારા અનેક ધર્મીજનોને સાચો ધર્મ જાણવા મળશે અને શ્રાવકનું બિરૂદ ધારણ કરીને ફરી રહેલા આજના શ્રાવકો “સાચા શ્રાવક' બનશે. તેમણે મને લખાણને વ્યવસ્થિત કરવા કહ્યું. હું હા કે ના કહું તે પહેલાં તો તે ભાઈ થોડા જ દિવસમાં મુફ લઈને હાજર થયા. મેં પૂ. ગુરૂદેવને મુફ બતાવ્યું. તેમણે તો તરત જ ના પાડી દીધી છતાંય મહાપુરૂષ છે ને ! તેમના દિલમાં તો કરૂણા જ વહેતી હોય ! છેવટે અમારી વિનંતીથી હા પાડી. આ રીતે પૂ. ગુરૂદેવના આશીર્વાદથી આ કામ શરૂ કર્યું. આ નાનકડી પુસ્તિકામાં વિરાટ સાગર છુપાયેલો છે. તેમાં ધર્મ કરનાર વ્યક્તિ કેવો હોવો જોઈએ તેના ગુણોનું વર્ણન સચોટ શૈલીમાં કરવામાં આવ્યું છે. જેમ અગાધ અને અખૂટ એવા સાગરમાં પડેલું બિંદુ અક્ષય બની જાય છે. તથા અમૃતનું એક બિંદુ મરણ શય્યાએ પડેલા માણસને પણ બેઠો કરી દે છે તેમ ધર્મનું એક બિંદુ પણ જીવનમાં વણાઈ જાય તો જીવનને તારી દે છે. આ પુસ્તિકામાં શરૂઆતમાં તો ધર્મની વ્યાખ્યા કરવામાં આવેલી છે પછી શ્રાવકના ગુણો લીધા છે. આમ તો શ્રાવકના ૨૧ ગુણો છે પણ તેમાંથી પ્રથમ ચાર ગુણો અશુદ્ર, રૂપવાન, પ્રકૃતિથી સૌમ્ય અને લોકપ્રિયનું વર્ણન લેવામાં આવ્યું છે. બીજા ગુણો અવસરે જોઈશું, મારા માટે સંપાદન કરવાનો આ પ્રથમ જ અવસર છે. સંપાદનનું કામ કઠિન હોવા છતાં પણ મને મારા સ્વર્ગસ્થ તારક ગુરૂવર્યા Page #10 -------------------------------------------------------------------------- ________________ પૂ. શતવર્ષાધિકાયુ, સંઘમાતા, બા મહારાજના હુલામણા નામથી જગપ્રસિદ્ધ બનેલા વાત્સલ્યમયી ગુરૂમાતા પૂ. મનોહરશ્રીજી મ.સા. (પૂ. જંબૂવિજયજી મ.સા.ના માતૃશ્રી) તથા પૂ. સેવાભાવી ગુરૂદેવશ્રી સૂર્યપ્રભાશ્રીજી મ.સા.ના આશીર્વાદનો સાથ મળ્યો છે. વળી હાલ સંયમજીવનની આરાધના કરતાં મારા પૂ. પિતાશ્રી ધર્મઘોષવિજયજી મ.સા. તથા માતુશ્રી આત્મ-દર્શનાશ્રીજી મ.સા.ના સ્નેહાશિષો મારું બળ બની રહ્યા છે. પૂજ્ય ગુરૂદેવે છેલ્લા મુફ ઉપર નજર નાખીને રહેલી ક્ષતિઓને દૂર કરી તે બદલ તેમની હું ઋણી છું. તથા શિષ્ય પરિવારે મુફ વાંચનમાં મદદ કરી છે તે બદલ તેમનો હું આભાર માનું છું અને પોતાનો અમૂલ્ય સમય ફાળવીને સમયનો ભોગ આપનાર શ્રી અજભાઈનો હું ખૂબ-ખૂબ આભાર માનું છું. અંતમાં આ પુસ્તક અનેકોને સાચા માર્ગે દોરનારૂં બને એજ મન:કામના. વીતરાગની આજ્ઞા વિરૂદ્ધ લખાયું હોય તો વાચકગણ ક્ષમા કરે. આ પુસ્તક પૂ. વાત્સલ્યમયી ગુરૂમાતાના ચરણોમાં સમર્પિત કરીને હું યત્કિંચિત ઋણ મુક્ત બનવા ઈચ્છું છું. સંવત ૨૦૫ર જેઠ વદ ૬ ગાંધીનગર , મનોહરશિશુ Page #11 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા هم هم هم اه اه اه اه اه اه اه ه ه ه ધર્મ-જીવનશુદ્ધિ ૧ | સિદ્ધિ યોગ્યતા વિકાસે... આ રે! સંસારે સુખ મેળવવા ૧ શુદ્ધિ પાડે પ્રતિબિંબ વર્ષ નામ કેમ ધર્મ-જીવનની પવિત્રતા મૃત્યુ એક અતિથિ બિંદુની શક્તિ શ્રી વસ્તુપાળની જાગૃતિ તેને કહેવાય ધર્મ માતૃભક્ત કપિલ ભાવનો પ્રભાવ નથી થઉં એવા ચક્રવર્તી પ્રવાસી પણ મારે અંતિમ સંદેશ - સિંકદરનો ક્ષેમકારી ધર્મ સોય સાથે લાવજો... આચરણની તક અહીં જ પરલોક.. કપિલનું ચિંતન રૂઢીને રઢયાળી રે ! આપણે ક્યાં ? આયામ એક કરૂણાનો બોરડીના વૃક્ષની છાયા જેવા થાવસ્યા પુત્ર એકથી ડૂબે છે... દેશન.. માનવના પ્રકાર છે ત્રણ બિંદુઓ દેશનાના સમજણનું અંજન વાણી સુણી વૈરાગ્ય ઉપજ્યો ! પરિવર્તન જરૂરી ક્યાં ? ગુરૂ તત્ત્વનું મહત્ત્વ સત્સંગની ગંગા... ૧૨ ધર્મ-મંગલ સમજીને સુધારો કરે તે માનવ ૧૩ મંગલની વ્યાખ્યા... શાસન-મહાસદ્ભાગ્ય પારસમણિ... જીવ છે શિવ શ્રેષ્ઠ દવા... કેટલું તો દુર્લભ આ જીવન ! ૧૫ ઉપાસના શેની? માનવજાતનો ઈતિહાસ તપ એજ દવા પૈસા. નહીં શાસન પ્રાપ્તિ અઠ્ઠમ એટલે શું? મહાસભાગ્ય ૧૭ | ફી અઠ્ઠમની.. ધર્મ-ભાવશુદ્ધિ ૧૮ | જોડને તોડ ه ه ه ل له له له ૧૫ ૧૫ له له - ૧૬ له ) له به Page #12 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર પ્રણામ હૃદયથી શુશ્રષા.. નમસ્કારમાં બાધક. કેવું જમો છો ?.. તો શ્રવણ, કરે પરિવર્તન જાવું જરૂર માત્ર શ્રવણ પાણી ૩૯ ૩૯ ચિંતન ૫૪ ૪૧ ૫૫ ૫૬ ૩૫ ! સ્વામિ વાત્સલ્યની પ્રથા ૩૫ | ગંભીરતાનું ફળ સંપત્તિનું પ્રદર્શન નાની વહૂનો જવાબ ઈચ્છા આકાશ જેટલી સૂક્ષ્મ બુદ્ધિથી ધર્મ ધર્મ-ગુણાત્મક ગગન મંડન મેં આ વીઆણી પ૩ ૩૯ | વર્ણવ્યવસ્થા દુઃખ ભીરૂ નહીં, પાપભીરૂ હક્કનો ઉપયોગ અનીતિના ધન્યવાદ નહીં. ધર્મને સમજો ગુરૂ - અપરિમાવી પરખ ઝવેરીની ભૂલનો સ્વીકાર = સમાધિ ચંડકૌશિક ૫૬ આલોચના - સૂક્ષ્મ બુદ્ધિથી આવી પ્રામાણિકતા નકામી પાયાનાં તત્વો દયા અહિંસા સત્ય નરો વા કુંજરો વા ૪૬ | વ્રતોની શક્તિ ૪૮ | વસુરાજા ૪૮ | સંપૂર્ણ શરીર-ધર્મ યોગ્ય ૪૮ | યૌવનવય ધર્મ માટે.... ૫ ૬ ૫ ૬ ચિંતન-દૂધ નિદિધ્યાસન- અમૃત ગાંડાની વચ્ચે ડાહ્યો અમૂલ્ય વાણી મૂલ્ય કેટલું? જીવન કિંમતી દૂર્લભની પ્રાપ્તિ શ્રવણ રૂચિ સૂચક-સ્વપ્ન પ્રદર્શન નહિં પણ દર્શન દેવો અસંખ્યાત કેમ ? મૂર્તિમાં સાક્ષાત્ દર્શન ધર્મની યોગ્યતા સંસારે સહુ દુઃખી ગુણી ધર્મને લાયક.. ૨૧ ગુણો અસુદ્રતા પિત્ત જેવો પ્રથમ અક્ષુદ્ર ગુણનું વર્ણન ૫૭ ૪૪ ४४ ૪૬ ૫ ૯ ' ૫૯ ૦ ૦ o. ૬૩ ૬ ૩ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૭૯ ૦ છે ૦ એ ૮૦ ૮૧ છે ઇ છે ८४ VV કે ૮૬ અનાથિયુનિ. સંભારવામાં છેલ્લા, ભૂલવામાં પહેલા અનાથિમુનિનો સંકલ્પ શ્રાવકની વ્યાખ્યા નોરવેલ- જિનવાણી શ્રાવકની બીજી વ્યાખ્યા : રસે જીતે જીત સર્વમ્ સંયમ પાર પર એક પર ચારનો આધાર આર્ય મંગુ બે કામ જીભને પરિશીલનથી પ્રાપ્તિ ઘાસ દૂધ બને ગિૌતમસ્વામિ અષ્ટાપદે કંડરીક-પુંડરીક પ્રકૃતિથી સૌમ્ય અર્દીઠ કલ્યાણકરા નવ પ્રકારના કાઉસગ્ન સરળતા પડછાયો નહીં વસ્તુને પકડો સમતાની સાધના જરૂરી સ્વભાવ પરિવર્તન તું દાક્યો નથી ને? મહાત્મા અંગર્ષિ સમદષ્ટિથી સાચી શાંતિ ભામંડલ- આભામંડલ ઈર્ષ્યાળુ સદા દુઃખી ૬૩ |G.O.K. સચ્ચાઈ સર્વત્ર પ્રિયવાણી સત્ય પણ અસત્ય નીતિનું ધન આતંર દર્શન આંતરવૈભવ અખૂટ અનુકંપા દેહની નહિ દેવની પૂજા બે રોગ લોકપ્રિયતા | ઈહલોક વિરૂદ્ધ નિંદા નિંદાના બોલ્યા મહાપાપ રે સરળ હૃદયની પ્રાર્થના પરમની યાત્રા બહિરાત્મા અંતરાત્મા મારૂં ક્યાં આપું છું? પ્રભુ જ બસ છે વિપતિઃ ન સસ્તુ અશ્વત્ પવિત્ર છાયા પરમાત્મા વો હિ આશ કરો સિંઘપ્રવૃત્તિનો ત્યાગ ૭૭ લોકપ્રિય ધર્મના અર્થી શ્રાવકો ૭૮ ચોથો ગુણ છે લોકપ્રિય ૭૯ ] વડા ચાર પ્રકારના ૭૯ | વિનય ૮૮ ૭૧ ૮૮ ૭૪ ७४ ૭૪ Page #14 -------------------------------------------------------------------------- ________________ વિક્રમ સંવત ૨૦૪૧ના ચાર્તુમાસમાં સમી (તા. મહેસાણા) ગામમાં થયેલાં પૂ. તારકગુરૂદેવશ્રી જંબૂવિજયજી મ. સાહેબનાં વ્યાખ્યાનો | ધર્મ-જીવનશુદ્ધિ...] અષાડ સુદ - ૧૪ આ રે ! સંસારે સુખ મેળવવા : સમગ્ર જગતના જીવો નિરંતર સુખની અભિલાષા સેવી રહ્યા છે. નિરંતર બધાને એકજ અભિલાષા છે કે અમે કેમ સુખી થઈએ. અમારું જીવન કેવી રીતે આનંદમય બને. આ ઈચ્છાને સિદ્ધ કરવા માટે માણસે પુરૂષાર્થ કરવો જ પડે માણસે સુખેથી ચાલવું હોય તો કાંટાળો માર્ગ છોડી દેવો જ જોઈએ ભગવાનનું ધ્યેય એક જ છે કે જગતને કેવી રીતે સુખી કરૂં ? નંદી સૂત્રમાં કહ્યું છે કે નડું ન નીવનો અર્થાતુ... ભગવાન સર્વ જીવોની યોનિને જાણનારા છે. આ જગતમાં જીવો જુદી-જુદી યોનિમાં કેમ ભટકે છે, કે દુઃખી થાય છે ? કારણ કે માણસ સુખને માટે આંખો મીંચીને ગમે તેવા પાપો કરવા તૈયાર થાય છે, તેથી તેના ફળ સ્વરૂપે તેને જ્યાં ત્યાં ભટકવું પડે છે. માણસ ગામડામાંથી જ્યારે શહેરમાં જાય છે ત્યારે શહેરી એ ગામડિયાને કહે છે કે ભાઈ આગળ-પાછળ જોઈને ચાલજે. ભગવાન પણ આપણને એમ કહે છે કે આગળ પાછળ જોઈને ચાલજો. આગળ એટલે કે કઈ ગતિમાં જવું છે. પાછળ એટલે જગતમાં રહેલી વિષમતાનું કા. ને શું છે? આ બધા સુખ-દુઃખનું મૂળભૂત કારણ જાણવા મળે છે ત્યારે જ ધર્મ હાથમાં આવે છે. ધર્મ એટલે જીવનની શુદ્ધિ, જીવનનું ઘડતર. *વર્ષ” નામ કેમ ? આ લોકના ઘડતર માટે પણ ધર્મ ખૂબ જ જરૂરી છે. જીવનમાં શાંતિ અને શક્તિ માટે ધર્મ કેટલો ઉપયોગી છે તેનો વિચાર કરીએ ત્યારે સમજાય કે બાર મહિનાનું નામ વર્ષ શા માટે ? કેમ બીજી કોઈ ઋતુના નામ પરથી Page #15 -------------------------------------------------------------------------- ________________ ન પડયું. છ ઋતુ પૈકી એકલી વધતું જતુ પરથી બાર મહિનાનું નામ વર્ષ પડયું એનું કારણ શું? કારણ જો વરસાદ સારો થાય તો બારે મહિના સારા, એ ઓછા વત્તે અંશે થાય તો વર્ષ બગડી જાય છે - તેમ ચોમાસાનું મહત્ત્વ એટલા માટે છે કે ચોમાસા દરમ્યાન વીતરાગ પ્રભુની વાણીનું શ્રવણ સતત રહે છે અને સતત વાણીના શ્રવણથી જીવનમાં કાંઈક ફેરફાર થાય છે. ઉપરાંત ચોમાસામાં ધંધા-પાણી પી મંદ હોય છે. તેથી ચોમાસા દરમ્યાન માણસ આ રીતે ધર્મધ્યાન કરી શકે છે. જેમ વર્ષાની હેલી જામતી હોય છે તેમ ચોમાસામાં ધર્મની હેલી જામે છે. ચોમાસું આવે એટલે ડોક્ટરની મોસમ શરૂ થાય કારણ કે જો ચોમાસામાં તપ-જપ ન કરીએ તો રોગ આવે જ. એક ચોમાસું સારું જાય તો જીંદગી આખી સુધરી જાય. અરે ! જીંદગી જ નહીં પણ દૃઢ સંસ્કાર પડે તો જનમોજનમ સુધરી જાય. પણ વીતરાગની વાણીને બરાબર પચાવે તો. આ માટે ચોમાસામાં સાધુ-સાધ્વીઓને આગ્રહપૂર્વક વિનંતિ કરીને લાવવામાં આવે છે. મૃત્યુ એક અતિથિ.... આ મનુષ્યજન્મ શાસ્ત્રકારો કહે છે કે મહાદુર્લભ છે. જગતના સર્વ યોનિના જીવો ઈચ્છે છે કે મારે માણસ બનવું છે, શું એ બની શકે ખરા? જે જીવો ભયંકર યાતનાથી પીડાઈ રહ્યા છે તે જીવો શું માણસ હોત તો યાતના ભોગવત ખરા ? આજે કાયદા માનવોના રક્ષણ માટે છે પણ પ્રાણીઓના રક્ષણ માટે કોઈ કાયદા છે ખરા ? એમની ક્તલ થાય તો પણ તે કાંઈ બોલી શકે ખરા? જો એની જગ્યાએ આપણે હોઈએ તો ક્યારના પોકાર પાડી ઉઠયા હોત. આ મનુષ્ય જન્મ દુર્લભ છે એ શબ્દો સાંભળીને આપણે રીઢા થઈ ગયા છીએ. કાન પણ ઘસાઈ ગયા. આપણને કોઈ દિવસ વિચાર પણ આવતો નથી કે આપણે કેવી દુલ કયોનિમાં આવી ગયા છીએ. આપણને તેની દુર્લભતાનો ખ્યાલ પણ આવતો જ નથી. આપણને તો એમ જ છે કે આપણે અહીં જ અનંતા કાળ સુધી રહેવાનું છે. મૃત્યુએ આપણા વાળ પકડેલા છે. તે આપણને ઘસડીને લઈ જઈ રહ્યું. છે. એ દ્રશ્ય જો આપણી સામે ખડું થાય તો આપણને જરૂર ધર્મ કરવાનું મન થાય , Page #16 -------------------------------------------------------------------------- ________________ ૩ શ્રી વસ્તુપાળની જાગૃતિ... ગુજરાતના મહામંત્રી વસ્તુપાળ-તેજપાળ કેવા ખમીરવાળા હતા ! એક વખત મહારાષ્ટ્રના રાજા સાથે લડાઈ થઈ. રાજાએ કહેવડાવ્યું કે વસ્તુપાળ તું વાણીઓ છે. અમે તને ખતમ કરી નાખીશું. વસ્તુપાળ જવાબમાં કહેવડાવે છે કે હા હું વાણીઓ છું પણ સાંભળો : હું જ્યારે દુકાને બેસુ છું ત્યારે ત્રાજવામાં કરીયાણાં જોખું છું. પરંતુ જ્યારે યુદ્ધમાં જાઉ છું ત્યારે શત્રુઓનાં માથાંને તોલું છું. એવા તો એ પરાક્રમી હતાં. દાનપ્રેમી પણ તેવા હતા. દાન આપતા એમણે કોઈ પણ ભેદભાવ રાખ્યો નહોતો. કરોડોનું દાન આપતા હતા. આવા સમર્થ વ્યક્તિ વિદ્વાન પણ હતા. સંસ્કૃતમાં નિષ્ણાત ગણાતા. સંસ્કૃતમાં સુંદર સુભાષિતો બનાવતા. બધી રીતે સમર્થ. ધર્માભ્યુદય’ કાવ્યની કોપી વસ્તુપાળે પોતાના હસ્તાક્ષરથી કરી હતી. આટલા કામકાજમાં પણ તે આવું કામ કરતા. આવા મહાન સમર્થ વ્યક્તિ જ્યારે બહાર નીકળે ત્યારે કેટલાક લોકો તેમને કુશળતા પૂછતા હોય. આ વસ્તુપાળ એક વખત અરીસામાં જુએ છે અને પોતાના પ્રતિબિંબને પૂછે છે કે વસ્તુપાળ તને બધા કુશળતા પૂછે છે, પણ તને ક્યાંથી કુશળતા હોય ? મૃત્યુનો કોઈ ભરોસો જ નથી. તું કુશળ નથી પણ મૃત્યુથી જકડાયેલો છે. આવી એમના જીવનમાં જાગૃતિ હતી. આવી જાગૃતિ આપણા જીવનમાં આવી જાય તો આપણો જન્મારો સફળ થઈ જાય. આપણી પાસે કોઈ ગેરંટી છે કે આપણે મૃત્યુ પછી સુખી જ થઈશું. આપણી ચોવીસે કલાકની પ્રવૃત્તિ શું છે ? ખાવું-પીવું, પહેરવું, હરવું, ફરવું, બસ આ જ વિચારણા આપણા મગજમાં ઘૂમી રહી છે. બીજી કોઈ વિચારણા છે ખરી? અહીં લહેરથી ખાઈએ છીએ. પણ જો કૂતરાની યોનિમાં જઈશુ તો એક રોટલાનો ટૂકડો ખાવા માટે પણ પથરા ખાવા પડશે. કવિ કાલિદાસ કહે છે તેમ થોડા ટુકડા માટે આપણે ઘણું ગુમાવી રહ્યા છીએ. માતૃભક્ત કપિલ..... કપિલ નામનો એક બ્રાહ્મણ હતો. એ કપિલના પિતા રાજ્યની અંદર મંત્રી હતા. અચાનક કપિલના પિતા ગુજરી ગયા. કપિલ નાનો હતો તેથી Page #17 -------------------------------------------------------------------------- ________________ મત્રીપદ બીજાને આપ્યું અને રાજ્ય તરફથી જ સામગ્રી મળી તે કપિલ પાસેથી લઈને મંત્રીને આપવામાં આવી. એક દિવસ આ કપિલના ઘર પાસેથી નવો મંત્રી ઠાઠ-માઠથી નીકળે છે, આ જોઈને કપિલની માને જૂની સંપત્તિ યાદ આવી તેથી તે ધ્રુસકે ધ્રુસકે રડે છે. તેથી છોકરો પૂછે છે : માં તું કેમ રડે છે ? એટલે મા કહે છે કે આ વૈભવ એક દિવસ આપણે ત્યાં હતો તું નાનો હતો માટે આ વૈભવ બીજાને સોંપ્યો. તને હવે કાંઈ મંત્રીપદ મળે નહીં. કારણ તું કાંઈ ભણેલો-ગણેલો નથી. માટે હવે તને મંત્રી થવા નહીં મળે. તો એ કહે કે હું ભણીશ. પણ બેટા તને અહીં કોઈ ભણાવશે નહીં. નવો મંત્રી તને ભણવા દેશે જ નહીં. શું કરવું ? તો મા કહે છે કે અહીંથી થોડે દૂર એક શહેરમાં તારા પિતાના મિત્ર રહે છે તેમની પાસે જઈને ભણ તો કામ થાય. છોકરાને એક જ લગની કે માને કેમ સુખી કરવી? જો એનું મન પ્રસન્ન બનતું હોય તો ગમે ત્યાં જઈને ભણવા હું તૈયાર છું. બધી માહિતી મેળવીને પોતે એકલો નીકળી પડે છે. તેના હૃદયમાં એકજ માતૃભક્તિ ભરેલી હતી. આપણે તો ધર્મ એટલે એકલી ક્રિયા જ સમજીએ છીએ. પણ ધર્મમાં સર્વ સદ્દગુણો આવી જાય છે. માતૃભક્તિ-પિતૃભક્તિ બધું આવી જાય. શ્રી હરિભદ્રસૂરિ મ. કહે છે કે ત્રિફારું વાક્ય પૂનનમ્ અર્થાત્ મા-બાપની ત્રિકાલ પૂજા કરવી જોઈએ. કેશરની વાટકી લઈને પૂજા નથી કરવાની, પરંતુ ત્રિકાલ માબાપને વંદન કરવું તેમને પ્રેમથી જમાડવા, આરોગ્યની ખબર રાખવી. વગેરે. પરંતુ આપણે તો ધર્મ દહેરાસર અને ઉપાશ્રય પૂરતો સીમિત કરી દીધો છે. બસ પૂજા કરી, પ્રતિક્રમણ કર્યું. એક-બે નવકારવાળી ગણી. એટલે બધું આવી ગયું. પછી ભલેને ઘેર આવીને મા-બાપને તિરસ્કારતા હોઈએ. દુકાને બેસીને અનેકોને ઠગતા હોઈએ. આને ધર્મ માનવો કેમ? કપિલ પાસે બીજો ધર્મ નથી પણ માતૃભક્તિ છે, માટે માના આશીર્વાદ લઈને નીકળ્યો છે. અને પિતાના મિત્રના ગામમાં આવી પહોંચે છે. પંડિતના ઘેર જાય છે. પોતાની સર્વ હકીકત જણાવે છે. પંડિત કહે છે કે ભાઈ હું નિધન છું, તારી જમવાની સગવડ થાય તો હું ભણાવી શકું. તેથી ક્યાંક ખાવાનો બંદોબસ્ત કરવો પડશે. એ ત્યાંથી કોઈ શ્રીમંતના ઘેર પહોંચે છે અને શેઠને Page #18 -------------------------------------------------------------------------- ________________ કહે છે : શેઠ એક છોકરો મારી પાસે ભણવા આવ્યો છે તેને તમે જો દરરોજ ખવડાવો તો હું ભણાવી શકું. શેઠે હા પાડી. છોકરો જમવા જાય છે અને મજા કરે છે. દરરોજ જ્યારે એ જમવા જાય છે ત્યારે દરરોજ એક છોકરી તેને જમાડે છે. નિરંતર બન્ને વચ્ચે પરિચય થવાથી કામ-રાગ પેદા થાય છે. બન્ને છેક પતિ-પત્નીના રાગ સુધી પહોંચી જાય છે. એક વખત જ્યારે એ જમવા જાય છે ત્યારે પેલી છોકરી ઉદાસ હોય છે. તેથી છોકરો હઠ પકડીને પૂછે છે કે આજે તું ઉદાસ કેમ છે? ત્યારે છોકરી કહે છે કે અમારે દાસીઓને એક તહેવાર આવે છે. તેમાં બધા સારા કપડાં પહેરશે. સારું ખાશે-પીશે અને મજા કરશે. જ્યારે મારી પાસે તો ફૂટી કોડીએ નથી. હું શું કરું? ત્યારે છોકરો કહે છે કે મારી પાસે પણ એક કોડીએ નથી. જો તું કાંઈ રસ્તો બતાવે તો હું મદદ કરું. એટલે છોકરી કહે છે કે અહીંયા એક શ્રીમંત રાજા છે એને ત્યાં સવારમાં જે કોઈ પહેલો આવે અને આશીર્વાદ આપે તેને બે માસા સોનું આપે છે. આ તો ઘેર પહોંચીને સૂઈ જાય છે પરંતુ ઉંઘ આવતી નથી. મધ્યરાત્રિના સમયે ઉઠે છે અને દોડવા માંડે છે. કારણ? કોઈ બીજો પહોંચી જાય તો? એ બીકથી. હવે મધ્યરાત્રિએ તેને આમ ભાગતો જોઈને ચોકીદાર પડકાર ફેકે છે. પણ આ ઉભો રહેતો નથી. છેવટે ચોકીદાર તેને પકડીને જેલમાં પૂરે છે. સવારે રાજસભામાં તેને ખડો કરવામાં આવે છે. રાજા પોતે ન્યાય કરે છે. તેને સર્વ હકીકત પૂછે છે અને તે પોતાની સર્વ હકીકત પ્રગટ કરે છે. સત્યથી હંમેશાં જય થાય છે, એની સાચી હકીકત સાંભળીને રાજા પ્રસન્ન થઈને માંગવાનું કહે છે. એ વિચાર કરે છે કે શું માગવું? વિચારવા માટે સમય માંગે છે અને વિચાર કરવા માટે કોઈ બગીચામાં જાય છે. હવે એ શું વિચારે છે અને પછી શું સર્જાય છે તે અવસરે જોઈશું.. Page #19 -------------------------------------------------------------------------- ________________ અષાડ સુદ - ૧૫ નથી થાઉં એવા ચક્રવર્તી પણ મારે ક્ષેમકારી ધર્મ... ધર્મ શું ચીજ છે? એ જીવનમાં ખાસ સમજવાની જરૂર છે. જીવોની ત્રણ ભૂમિકા છે. બાલ્યાવસ્થા, મધ્યમાવસ્થા અને પ્રાજ્ઞાવસ્થા, બાલ્યાવસ્થામાં બાળકોને રમકડાં વગેરે પ્રિય છે. મધ્યભાવસ્થાના માણસોને રમકડાંમાં કાંઈ પ્રિય ન હોય. ક્રિયાકાંડો વગેરે ચીજો એ ધર્મના સ્વરૂપ રૂપે ભાસે છે. માણસની જે પ્રમાણેની ભૂમિકા હોય તે પ્રમાણે તેની સાથે વાતો કરવી જોઈએ. ધર્મ એક એવી વિશાળ ચીજ છે જેમાં સર્વ ચીજોનો સમાવેશ થઈ જાય છે. ધર્મની પ્રાપ્તિ એટલે સગુણોની પ્રાપ્તિ. ધર્મનું સ્વરૂપ એ દિવ્યસ્વરૂપ છે. ધર્મનું દિવ્યસ્વરૂપ જ્યારે જીવનમાં આવે ત્યારે જીવન મંગલમય બની જાય છે. જ્યારે ધર્મની અદ્દભુતતાનો ખ્યાલ આવે ત્યારે માણસને ખબર પડે છે કે આ ધર્મ વગર ક્ષણ પણ જીવી શકાય તેમ નથી. જીવનમાં માન, સન્માન, મોભો એ બધું મળી જાય એટલે માણસ માને કે મને સર્વસ્વ મળી ગયું છે. આ બધું તકલાદી છે. કયારે તક કતરાઈ જશેને માણસ ઊભો ને ઊભો વેતરાઈ જશે તેની તેને પોતાને ખબર નહીં પડે... ને એની સામે ધર્મ પોલાદી છે નહીં કે તકલાદી... વૈશાખ મહિનાના ભર તડકામાં જંગલમાં કયાંક થોડો છાંયડો હોય તો મનને કેટલી બધી વિશ્રાંતિ લાગે તેમ ધર્મ મળવાથી માણસને ઘણી બધી વિશ્રાંતિ મળે છે. આચરણની તક અહીં જ.... આ જન્મમાં જ ધર્મનું આચરવાની તક છે. બાકી બીજી કોઈ યોનીમાં શું આચરવાની તક મળવાની છે? કુમારપાળ મહારાજ દરરોજ સવારમાં ઉઠતા ત્યારે ભગવાનને પ્રાર્થના કરતા કે હે પ્રભુ! તારા ધર્મ વિનાનું ચક્રવર્તીપણું મળે તો પણ મારે જોઈતું નથી. ચક્રવર્તીની સાહ્યબી કેવી છે તે જાણો છો? ૮૪ લાખ ઘોડા, ૮૪ લાખ હાથી, ૯૬ કરોડ પાયદળ અને ૧૬000 દેવો તેની સેવામાં હોય છે. તેના શરીરમાં પણ ખૂબ જ બળ હોય છે. એક Page #20 -------------------------------------------------------------------------- ________________ અવસર્પિણીથી ઉત્સર્પિણી સુધીના કાળમાં ૧૨ ચક્રવર્તી થાય. ચક્રવર્તીની તાકાત કેટલી ! એક ખાડો હોય તેની એક બાજુ ૧૬૦૦૦ રાજાઓ અને બીજા બાજુ ૧૬૦૦૦ રાજાઓ હોય વચમાં ચક્રવર્તી ઉભો હોય એના બન્ને હાથમાં સાંકળ હોય હવે રાજા કહે કે મને ખેંચો. ૩૨૦૦૦ રાજાઓ ખેંચે તોપણ તેને એક મિલિમીટર પણ ખસેડી ન શકે. ચકવર્તીની સ્ત્રીમાં પણ એટલી જ તાકાત હોય છે. તે જ્યારે કપાળમાં ચાંલ્લો કરે ત્યારે તેના પર હાથની ચપટીમાં હીરાને મસળીને તેનો ભૂક્કો ચોંટાડે. આવું ચક્રવર્તિ પણું પણ કુમારપાળ મહારાજા આ ધર્મના બદલામાં ત્યજી દે છે. તેવી તેમને તૈયારી છે. મોટાં મોટાં રાજ્યો અને રાજાઓ થઈ ગયા તેની કોઈ હયાત અત્યારે નથી. તો શું આપણી કે સંપત્તિની હયાતી કાયમ રહેવાની છે ? ધર્મનો ઉપદેશ સાંભળીએ ખરા, પણ તેનું મહત્ત્વ જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી ઉપદેશ નકામો છે. જ્યારે ભગવાનનો ઉપદેશ સમજાય ત્યારે આ સંપત્તિ તુચ્છ લાગશે. આપણા જીવન પર અત્યારે પુણ્યરૂપી વાદળાની છાયા છે ત્યાં સુધી વાંધો નથી, પણ જ્યારે એ વાદળ ખસી જશે ત્યારે તડકાના તાપને ખમી નહીં શકીએ. માટે તાપને પણ સહન કરતા શીખો. ખાપણો રૂપિયો શું અમેરિકામાં કામ લાગશે.... ?' ના, આ નાણું આપણું લોકમાં પણ કામ નથી લાગતું તો પછી પરલોકમાં કયાંથી કામ લાગશે ? કપિલનું ચિંતન... કપિલ વિચાર કરે છે. બે માસા સોનું શા માટે માંગું ? લાવને વધારે માંગું. કારણ કે એને પેલી છોકરી સાથે સંસાર માંડવો છે. માટે હવે આપનાર બેઠો છે તો શા માટે ઓછું માગવું? તેથી વિચારમાં ને વિચારમાં બે માસા પરથી ક્રોડ માસા સુધી પહોંચી ગયો. હજી પણ વિચાર કરે છે કે ક્રોડ માસાથી મારી તૃપ્તિ નહીં થાય. લાવને આખું રાજ્ય માંગી લઉં જેથી જીંદગી શાંતિથી વીતે પણ ત્યાં તો વિચારધારા પલટાય છે. તેની પાસે એક ગુણ હતો માતૃભક્તિને બીજો મહત્ત્વનો ગુણ હતો ચિંતનશીલતા. તે વિચારે છે, જે રાજાએ મને જેલમાં પૂરી દેવાને બદલે માંગવાનું કહ્યું તેનું શું હું બધું લૂંટી લઉં? અહો ! માએ મને શા માટે મોકલ્યો હતો. અહીં મેં આ શું નાટક Page #21 -------------------------------------------------------------------------- ________________ ઉભુ કર્યું. ત્યાં એકદમ પલટો આવે છે. સંસારનું સ્વરૂપ સમજાઈ જાય છે. અને સાધુ થવાનો વિચાર કરે છે. માણસ બધાનો વિચાર કરે છે પણ કોઈ દિવસ પોતાનો વિચાર કરે છે? વિચાર કરીને કપિલ રાજા પાસે આવે છે અને પોતાના સર્વ વિચાર જણાવે છે. અને સાધુ વેશ પહેરીને ત્યાંથી નીકળે છે. રસ્તામાં તેને પાંચસો ચોરો મળે છે. ચોરો તેમને કોઈ ભજન સંભળાવવાનું કહે છે. તે ગાય છે અને સાથે ચોરો પાસે પણ ગવડાવે છે. તેનો અર્થ આ છે કે આ સંસાર અસ્થિર છે. તેમાં કાંઈ જ સ્થિર નથી. આ આંખ મીંચાયા પછી સામે કૂતરા, બિલાડા, ઉંદર વગેરેની યોનિઓ ઉભી છે. આપણે કયાં સારાં કામો કર્યા છે કે આપણે એ યોનિમાં જઈશું જ નહીં એવો વિશ્વાસ રહે. કપિલ મુનિ ભજન ગવરાવતા – ગવરાવતા જાય છે અને પાંચસો ચોરો 9 તા-ગાતા-વિચારતા વિચારતા પ્રતિબોધ પામે છે અને દીક્ષા ગ્રહણ કરવા માટે તૈયાર થાય છે. જીવનમાં આ ચાર વસ્તુ ગોખી લો. ચાલશે, ફાવશે, ભાવશે, ગમશે. કોઈપણ વસ્તુ ગમે તેવી હોય તો તેને યોગ્ય બનતાં શીખો. આ નહીં ચાલે એ મગજમાંથી કાઢી નાખો. ed Page #22 -------------------------------------------------------------------------- ________________ અષાડ વદ ૧ આપણે કયાં? બોરડીના વૃક્ષની છાયા જેવા.. મોજશોખમાં ડૂબેલા યુવાનો મદોન્મત્ત બની જાય છે. બંગલા, ગાડી, મોજશોખ આ બધું મળવાથી તેઓ ધર્મને ભૂલી જાય છે. તેમના મગજમાં ભોગસુખોની જ વિચારણા ચાલતી હોય છે. જીવ હંમેશા આ લોકના સુખમાં જ ડૂબેલા રહે છે. ધોમધખતા તાપમાં રણમાં એક બોરડીના ઝાડની છાયા હોય અને માણસ તેની છાયામાં બેઠેલો હોય પરંતુ તે છાયા ક્યાં સુધી ? તેમ જ કેવી ? તેવી રીતે આ ભોગસુખોની છાયા પણ તેવી જ ક્ષણિક છે. આ વૈભવ બોરડીના વૃક્ષની નીચે પથરાયેલા કાંટા જેવો છે. જ્યારે માણસની દ્રષ્ટિ પરલોક સુધી પહોંચે ત્યારે જ તેને ખ્યાલ આવે કે મારે શું મેળવવાનું છે. એકથી ડૂબે છે.... ભોજરાજાના વખતની વાત છે. તેના રાજ્યમાં એક તળાવ હતું. તે પાણીથી ભરપૂર ભરેલું હતું. ત્યાં કોઈક માણસે કહ્યું કે આ તળાવ જે તરી જશે તેને એક લાખ સોનામહોર આપીશ. કોઈ માણસે બીડું ઝડપ્યું. પરંતુ તે તળાવને તરી ન શક્યો અધવચમાં જ ડૂબી ગયો. અને વ્યંતર રૂપે ઉત્પન્ન થયો. પોતાનો પૂર્વભવ જોયો એણે તળાવમાં આશ્ચર્ય ઉત્પન્ન કર્યું. તળાવની મધ્યમાં પોતાનો એકલો હાથ જ ઉંચે કરે છે અને અવાજ કરે છે કે એકથી ડૂબે છે... એકથી ડૂબે છે. માણસો ડરી જાય છે કે કોઈ ભૂત-પ્રેત લાગે છે. ભોજરાજા સુધી વાત પહોંચે છે. ભોજ પોતાના વિદ્વાનોને કહે છે કે આ તળાવમાંથી હાથ નીકળે છે. અને અવાજ કરે છે. તેની પાછળ કારણ શું? પરંતુ કોઈ જવાબ આપી શકતા નથી. એક વખત એક ભરવાડના કાને આ વાત પહોંચે છે. એ કહે છે કે મને ત્યાં લઈ જાઓ હું તેનું કારણ શોધી આપીશ. તે ત્યાં જઈને લોકોને પૂછે છે કે આ પહેલાં કાંઈ બનાવ બનેલો ? માણસો પેલાની વાત કરે છે. એ કહે છે - ઓહો! આ તો એકથી ડૂબે છે એટલે એમ કે લોભથી માણસ ડૂબે છે. કારણ પેલા વ્યંતરનો જીવ લોભમાં Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ડૂળ્યો હતો. લોભ નામની ચીજ એવી છે કે તે સર્વનું સત્યાનાશ વાળી દે છે. કેવળ પરલોક માટે જ નહીં પણ આપણા આત્માને અને દેશને બચાવવા માટે પણ ધર્મ જોઈશે. ધર્મના સિધ્ધાંતો આખા દેશને સમજવા માટે છે કેવળ ચાર દિવાલો વચ્ચે પૂરાયેલા માણસો માટે નથી. આપણો સર્વ વ્યવહાર કેવળ પૈસાની પાછળ જ રહેલો છે. માનવના પ્રકાર છે...... માણસો છ પ્રકારના છે ૧.અધમાધમ. ૨. અધમ. ૩. વિમધ્યમ. ૪. મધ્યમ. ૫. ઉત્તમ ૬. ઉત્તમોત્તમ. એમાં પહેલા નંબરના માણસો આલોક અને પરલોક બંને બગાડે છે. ભગવાને આપણને સમજાવવા માટે નારકીની વચ્ચે કે દેવલોકની વચ્ચે ન રાખ્યા પરંતુ પશુઓની વચ્ચે રાખ્યા. શા માટે ? કારણ આપણને સમજાય કે પાપ અને પુણ્ય નામની કોઈ ચીજ છે. આપણી આંખ સામે એની યાતના જોઈને આપણું દિલ કાંઈક પીગળે. ધર્મ કરવા પ્રેરાય આ યોનિમાં જ સુધરવાની તક છે. પાપીમાં પાપી દ્રઢપ્રહારી જેવો માણસ પણ તરી ગયો. જો એ બીજી યોનિમાં હોત તો એને ક્યાં તરવાની તક મળત. માટે જ ભગવાને આપણને બધાની વચ્ચે રાખ્યા છે. છતાં આપણે ભોગસુખો પાછળ એવા અંધ બન્યા છીએ કે આપણને કોઈ દિવસ વિચાર જ આવતો નથી કે આ મૃત્યુ પછી થશે શું ? બીજો નંબર અધમ માણસોનો આવે છે. તે માણસો એવી જાતના હોય છે કે એ આલોકને બગાડતા નથી. તેમની પ્રવૃત્તિ આલોકના સુખ માટે હોય છે. તેમની સામે પરલોકના સુખની કોઈ જ વિચારણા હોતી નથી. તેવા માણસને કહેવામાં આવે કે પરમાત્માની કાંઈક ઉપાસના કર તો પરલોકમાં સુખી થઈશ. તો જવાબ મળશે કે બસ આલોકની વાત આલોકમાં, પરલોકની વાત પરલોકમાં. ત્રીજા નંબરના માણસો વિમધ્યમ કહેવાય, જે બને લોકનો વિચાર કરે છે. આલોકમાં પણ સારી કીર્તિ મેળવે છે. અને પરલોક માટે પણ ધર્મની આરાધના કરે છે. ચોથા નંબરના જીવો મધ્યમ કોટિ કહેવાય છે. એ તો કેવળ પરલોકના Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૧ સુખની જ ઈચ્છા રાખતા હોય છે. પાંચમા નંબરના જીવો ઉત્તમ કોટિના હોય છે. એમને આ લોક કે પરલોકનાં સુખોની કોઈ ચિંતા હોતી નથી. એને સંસારી જીવન જ બંધનરૂપ લાગે છે. એમની પ્રવૃત્તિ હંમેશા આ ભોગ સુખોમાંથી જલ્દી મુક્ત થવા માટેની જ હોય છે. ઉત્તમ માણસ હંમેશા પોતાનામાં રહેલા દુર્ગુણોને જ જુએ છે. એને પોતાની પ્રશંસા વીંછીના ડંખ જેવી લાગે છે. મોક્ષ એટલે જીવનમાં રહેલા બધા દુર્ગુણોનો નાશ કરવો. તેઓ દોષનાશ કરવા સતત પ્રયત્નશીલ હોય છે. - છઠ્ઠા નંબરના જીવો ઉત્તમોઉત્તમ હોય છે. જેમાં અરિહંત પરમાત્મા આવે છે. તેમની વિચારણા જગતના સમગ્ર જીવોના કલ્યાણ માટેની જ હોય છે. જેઓ છેક નિર્વાણની છેલ્લી મિનીટ સુધી પણ જગતના જીવોના કલ્યાણ માટે ઉપદેશ આપે છે. આપણે આપણો સંબંધ આવા ઉત્તમ તથા ઉત્તમોત્તમ કોટિના માણસોની સાથે જોડવાનો છે, નહિં કે અધમાધમ સાથે. ભગવાને આપણ ને આવા ઉચ્ચકુળમાં શા માટે મોકલ્યા છે તે જાણો છો ? પરમાત્મા સાથે સંબંધ જોડવા, નહિ કે પૈસા કમાવા ? આપણા હૃદયમાં અરિહંત પરમાત્માનું જ સ્થાન હોવું જોઈએ, નહીં કે બાહ્ય પદાર્થોનું. જીવનના કેન્દ્ર સ્થાને અરિહંત પરમાત્માને રાખો. જીવનમાં સુદ્રગુણો હશે તો જ ધર્મ ટકી શકશે આ છમાંથી આપણે કઈ કેટેગરીમાં આવીએ છીએ ? જરા વિચારજો . Page #25 -------------------------------------------------------------------------- ________________ અષાડ વદ ૨ સમજણનું અંજન પરિવર્તન જરૂરી કયાં? માનવે પોતાની રહણી - કરણીમાં લાખો વર્ષ દરમ્યાન કેટલા કેટલા ફેરફારો કર્યા. જ્યારે પંખીઓમાં આવું જોવા મળે છે ખરું? પંખીઓ લાખો વર્ષ પહેલાં જેવી રીતે માળો બાંધતા હતા તે પ્રમાણે આજે પણ બાંધે છે. જ્યારે માનવો વર્ષો પહેલાં કેવી રીતે ઘર બાંધતા હતાં અને આજે કેવી રીતે બાંધે છે. તે જાણો છો ને ? માણસે પોતાના બાહ્ય વૈભવમાં ફેરફાર કર્યા છે. પણ અંતરની અંદરના વૈભવમાં કોઈ ફેરફાર કર્યો છે ખરો ? સત્સંગની ગંગા... એક ઘડી આધી ઘડી આધી સે પુની આધ,તુલસી સંગત સાધુ કી, કટે કોટી અપરાધ. સજ્જન પુરૂષોનો એક ઘડી કે અડધી ઘડી જેટલો સંગ પણ જીવનમાં મોટો ફેરફાર લાવી દે છે. એક શેઠ હતાં. બહુ સંપત્તિવાળા હતા. શેઠ કરતાં શેઠાણીનો મિજાજ ઓર જાતનો હતો. એને પોતાના પતિનો એવો ગર્વ હતો કે બસ મારા પતિ પર જ આ આખું જગત ચાલે છે હવે એક દિવસ એના ગામમાં કોઈ સંતપુરૂષ પધાર્યા. સંતપુરૂષની વાણી સાંભળવા આખું ગામ ઉમટયું છે. એટલે શેઠ શેઠાણીને કહે છે કે સંતપુરૂષની વાણી સાંભળવા જઈએ. શેઠાણી કહે કે ઓહ એવા બ્રાહ્મણની વાણીમાં શું સાંભળવા જવું હતું? એમ કહીને તેને ધુત્કારી કાઢે છે. થોડા દિવસ જાય છે અને ફરી શેઠ કહે છે અને ફરીથી શેઠાણી ધુત્કારી કાઢે છે. આખરે છેલ્લે શેઠ કહે છે. કાંઈ નહીં વાણી ન સાંભળવી હોય તો પણ ત્યાં જાઓ તો ખરા. લોકોનો મેળાપ થશે. શેઠને એમ કે એમ કરતાં કાંઈક શેઠાણી સુધરે તો છેવટે શેઠાણી જવાનું નક્કી કરે છે અને જાય છે. અને વાણી સાંભળે છે. તેને વાણી સોંસરી ઉતરી જાય છે. અહંકાર એટલે અંધકાર આ બધો વૈભવ શા માટે? કેવળ અંહકારને પોષવા માટે જ ને? આ અહમ્ ઉપર જ આખો સંસાર ચાલે છે. અહંકારને શાસ્ત્રમાં તો પહાડ કહે છે. આવો Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧ 3 અહંકારરૂપી પર્વત જ્યાં સુધી આડો હશે ત્યાં સુધી ભગવાનના વાણીરૂપી કિરણો જીવનમાં પ્રવેશી શકશે નહીં. માટે પહેલાં અહંકારરૂપી અંધકારનો નાશ કરો. શેઠાણીનો અહંકાર ઓગળી જતાં જ તેને પોતાના સઘળા દુર્ગુણો આંખ સામે દેખાય છે. જીવનમાં બહુ મોટું પરિવર્તન થઈ ગયું અને નિયમિત રીતે શેઠાણી વાણી સાંભળવા જાય છે. શેઠ કહે છે અરે ઓ શેઠાણીજી ! તમારી અંદર તો ઘણો મોટો ફેરફાર થઈ ગયો. શેઠાણી તો હવે ગર્વ ઓગળી ગયો હતો માટે કહે છે કે - હું તો સુધરી નથી પણ બગડી ગઈ છું. મને હવે મારા દોષો સઘળા દેખાય છે. આ રીતે વાણીના સંગથી શેઠાણીનું જીવન નિર્મળ બની ગયું. આપણું જીવન પત્તાના મહેલ જીવું છે. મૃત્યુરૂપી પવનના એક ઝપાટે જીવનરૂપી પત્તાનો મહેલ પડી જતાં વાર નહીં લાગે. સમજીને સુધારો કરે તે માનવ.... માનવજન્મની વિશેષતાઅને મહત્તા એ છે કે તે પોતે સર્વ સમજી શકે છે એ ફેરફાર કરી શકે છે. સાચી સમજણ આવ્યા પછી દૃઢપ્રહારી જેવો પાપીમાં પાપી માણસ કેવળજ્ઞાન સુધી પહોંચી શકે છે. દૃઢપ્રહારીનું નામ એટલા માટે લેવું પડયું કે તે ખૂબ જ હિંસા કરતો બધાને લૂંટી લેતો. આ દૃઢપ્રહારી કોઈ એક નગરમાં ફરતો હશે. ત્યાં એક ગલીમાં એક ગરીબ બ્રાહ્મણનું ઘર હતું. એ બ્રાહ્મણના ઘેર ખીર રંધાતી હતી. છોકરાં રાહ જોઈને બેઠા હતાં. એવામાં ત્યાંથી આ દૃઢપ્રહારી નીકળે છે. અને ખીર જુએ છે. તે ખીર લેવા માટે દોડે છે. બ્રાહ્મણથી આ જોયું નથી જતું, કારણ કે પોતાનાં છોકરાં ભૂખથી ટળવળે છે માટે તે સામે જાય છે અને તેની સામે ઉભો રહે છે. દૃઢપ્રહારી આવી નજીવી ચીજ માટે તલવાર ખેંચે છે. કારણ ભૂખથી અને ક્રોધથી તેનું મગજ બહેર મારી ગયું હતું. ત્યાં રસ્તામાં ગાય આડી આવે છે. સીધી ગાય પર તલવાર ચલાવે છે. ત્યાં તેની સામે બ્રાહ્મણી આવે છે. બ્રાહ્મણી પર પણ તલવાર ચલાવે છે. બ્રાહ્મણી ગર્ભવતી હતી. બ્રાહ્મણી અને ગર્ભ બન્ને તરફડીને મરી જાય છે. સામે બ્રાહ્મણ આવે છે. બ્રાહ્મણને મારી નાખે છે. શાસ્ત્રમાં આવતી મહા ચાર હત્યાઓ - બ્રહ્મહત્યા, ગૌહત્યા, ભૂણ(ગર્ભ) હત્યા અને સ્ત્રી હત્યા આ ચાર-ચાર હત્યાઓ કર્યા પછી જ્યાં Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૪ એ ખીરના તપેલા પાસે પહોંચે છે ત્યાં બાળકોની રોકકળ સાંભળીને તેને ખૂબ આઘાત લાગે છે. તેની સામે લોહીથી તરબોળ ચાર શબો પડયાં છે. આ નજરે જોતાં તેનું હૃદય દ્રવી ઉઠે છે. ત્યાંથી ભાગે છે. લોકો તેના પર ખૂબ ફીટકાર વર્ષાવે છે. એના જીવનમાં અશાંતિ અશાંતિ થાય છે. ત્યાં ફરતાં ફરતાં તેને એક સાધુ મહાત્મા મળે છે. સાધુ મહાત્મા કાઉસગ્નમાં છે તેની શાંતિ જોઈને દૃઢપ્રહારી કહે છે. મહારાજ મને શાંતિ આપો. હું મહાપાપી છું. મને બચાવો મુનિ જ્ઞાનથી જુએ છે કે કોઈ માન્ આત્મા છે. મુનિ તેને ધર્મની દેશના આપે છે. આ સાંભળીને તેને શાંતિ થાય છે. સાધુ બને છે. અને પ્રતિજ્ઞા કરે છે કે જે દિવસે મને મારું પાપ યાદ આવશે તે દિવસે આશર પાણી ત્યાગ હવે ગોચરી વહોરવા ગામમાં જાય છે. ત્યાં લોકો તેને ગાળો આપે છે અને કહે છે કે આ પાપી જાય, પાપી જાય આમ એને પાપ યાદ ન આવે તો પણ લોકો તેને પાપ યાદ કરાવે છે. છ મહિના સુધી આહાર પાણીનો ત્યાગ થાય છે. અને છેવટે કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. આ દાખલો નજર સામે રાખીએ તો ખ્યાલ આવે કે આ માનવ જીવનનું કેવું મૂલ્ય છે? આ જીવનમાં આપણે શું ન કરી શકીએ ? કેવો પાપીમાં પાપી પાણસ પણ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. આપણે તો એના જેવા પાપી નથી, તો ભગવાનને પ્રના કરો કે ભગવાન આવા પાપીને તે કેવળજ્ઞાન આપ્યું તો હું તો એવું કોઈ પાપ નથી કરતો. મને ક્યારે કેવળજ્ઞાન મળશે ? પણ ખરા દિલની પ્રાર્થના હોય તો સફળ થાય. ખરા દિલથી પાપનો પશ્ચાત્તાપ હોય તો પાપીમાં પાપી માણસ પણ પવિત્ર બની જતો હોય છે. ભગવાન મહાવીર એટલે કરુણાની મૂર્તિ. ચંડશિક જેવા તિર્યંચ પ્રાણીને પણ તે સામે ચાલીને બૂઝવવા ગયા હોય તો ભગવાનની સામે જતા આપણને એ કેમ ન તારે ? Page #28 -------------------------------------------------------------------------- ________________ અષાડ વદ ૩ શાસન-મહાસદભાગ્ય ! જીવ છે શિવ.. પ્રભુ સાથે સંબંધ જોડાવાથી આત્મામાં સર્વગુણો પ્રગટવા જ જોઈએ. શાસ્ત્રકારો કહે છે કે દરેક જીવાત્મા પરમાત્મા છે. દરેક જીવો પરમાત્મા હોવા છતાં પણ આ જીવ એકદમ નીચ કોટીનો બની ગયો છે. કારણ આત્માની અંદર રહેલા પરમાત્માની ઉપર અજ્ઞાનરૂપી પડળો બંધાઈ ગયા છે જો એ પડળો દૂર થાય તો પરમાત્માનું અવશ્ય દર્શન થાય. કેટલું તો દુર્લભ આ જીવન ! સોનાની ખાણમાં કેવળ પથરાઓ જ હોય છે. આપણને ખબર ન પડે કે આ સોનું છે કે પથ્થર ! હવે આ પથ્થરની આજુબાજુ લોખંડની શિલાઓ ગોઠવવામાં આવે, એ લોખંડની શીલાઓને મશીન દ્વારા પથ્થર પર એ રીતે પ્રહાર કરવામાં આવે છે કે તેની રેત-રેત કરી નાંખે. પછી એ જોને પાણીમાં નાખવામાં આવે છે. પાણીમાં ભારે સોનાની રજ બેસી જાય અને માટી પાણી સાથે વહી જાય પછી એ કણોને ભેગા કરી ને સોનાની લગડીઓ બનાવવામાં આવે આ રીતે સોનું તૈયાર થાય. આ સોનું પણ પૃથ્વીકાયનો જીવ છે. આપણે પણ એ યોનિમાં હતા. પૃથ્વીકાય વગેરે યોનિમાં ભમતાં ભમતાં આપણો અનંત કાળ વ્યર્થ ગયો. આજે મહાપુણ્યનો ઉદય થયો અને આપણે આ ભૂમિકાએ પહોંચ્યા છીએ. અત્યારે માણસની સંખ્યા કેટલી ? અને બેકટેરિયા વગેરે જીવોની સંખ્યા કેટલી ? અબજોની અને કરોડોની. આપણે પણ આ એ ક્રેરિયા-ની યોનિમાં ફર્યા કે ઈશું. આવી તો અસંખ્ય યોનિમાં આ જીવ ભમી ભમીને આવ્યો છે. તેથી મહામુશ્કેલીથી મળેલો આ જન્મ તેને વેડફી કેમ દેવાય ? આ જન્મ જ એક એવો છે કે જો તેમાં મનુષ્ય પોતાનું હિત સાધે તો અજર અમર બની જાય. બીજા કોઈ જન્મમાં છે. આવી સગવડ? કબૂતર એકદમ નીકર પંખ કહેવાય છે. તે જરા અવાજથી ભડકીને દૂર ભાગી જાય ત્યારે કંસારને ત્યાં રહેલું કબૂતર દરરોજ થતા હથોડાના Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૬ અવાજથી ટેવાઈ ગયેલું છે તે હથોડાના અવાજથી પણ ડરશે નહીં. આપણે પણ સંસારના રંગીલા વાતાવરણથી એવા જ ટેવાઈ ગયેલા છીએ. તેથી કોઈ ઉપદેશ આપણને અસર કરતો નથી. માનવજાતનો ઈતિહાસ.... એક સમ્રાટ બાદશાહ બહુ શોખીન હતો. તે વિદ્યા તથા કળાનો પ્રેમી હતો. તેને એક દિવસ મનમાં વિચાર આવ્યો કે માનવજાતનો ઈતિહાસ લખાવવો. તેણે પોતાના રાજ્યમાં રહેલા વિદ્વાનોને કહ્યું કે મારે માનવજાતનો ઈતિહાસ લખાવવો છે તમે ઈતિહાસ લખો. તમને સર્વ સામગ્રી પૂરી પાડવામાં આવશે. આ સાંભળી બધા વિદ્વાનો ખુશ થઈ ગયા. તેમાં એક કમિટિ નિમવામાં આવી. અને જુદા જુદા દેશોની માનવજાતનો ઈતિહાસ લખવા માટે જુદા જુદા પંડિતોની સભા નીમાઈ. તેમાં ગામ-ગામનો અને એમાં ય વળી નાતજાત કુટુંબોનો, આવી રીતે કેટલા ઈતિહાસ લખવાના આવે. છેવટે ઈતિહાસ લખાયો. ઈતિહાસના લખેલા પુસ્તકો નગરની બહાર લાવવામાં આવ્યાં. રાજા કહે લાવો. તો વિદ્વાનો કહે છે - રાજાજી ! લખેલા પુસ્તકો એમ નહિં આવે એને લાવવા માટે તો ઉંટોના ઉંટો મંગાવવા પડશે રાજા કહે ઓહ ! એટલા બધાં પુસ્તકો વાચંતાં તો મારી જિંદગી પણ નાની પડશે. મને આટલો બધો ઈતિહાસ વાંચવાની ફુરસદ નથી. માટે એ ઈતિહાસનો સંક્ષેપ કરીને લાવો. મહામહેનતે તેનો સંક્ષેપ કર્યો. રાજા કહે લાવો સંક્ષેપ. તો વિદ્વાનો કહે તેનો ઘણો સંક્ષેપ કર્યો. પરંતુ તેને લાવવા મોટરો મોકલવી પડશે. રાજા કહે મને અટલા બધાં પુસ્તકો વાંચવાની ફુરસદ નથી એનો પણ સં'' કરો કે વિદ્વાનો તો કંટાળી ગયાં. હવે એ અરસામાં રાજા માંદો પડયો. બચવાની કોઈ આશા નથી. વિદ્વાનોને આ સમાચાર મળે છે. વિદ્વાનો વિચાર કરે છે કે આપણી પર કલંક રહી જશે કે આ લોકોએ રાજ્યની તિજોરી ખાલી કરી પરંતુ ઈતિહાસ લખ્યો નહીં. માટે વિદ્વાનો પહોંચ્યા બાદશાહ પાસે. અને કહે - બાદશાહ અમે ઈતિહાસનો સંક્ષેપ કર્યો છે. બાદશાહ કહે મારી છેલ્લી ઘડી છે, જે હોય તે કહી દો. વિદ્વાનો કહે બાદશાહ ! સાંભળો, માણસ જન્મે છે, મોટો થાય છે, ઘર માંડે છે, ઘરડો Page #30 -------------------------------------------------------------------------- ________________ થાય છે, ઘસાય છે, ઘવાય છે, રીબાય છે અને મરી જાય છે. ફક્ત બે લીટીમાં જ માનવજાતનો ઈતિહાસ પૂરો થઈ ગયો. પૈસા નહીં શાસનપ્રાપ્તિ મહાસર્ભાગ્ય... હવે વિચાર કરો. મહામુશ્કેલીએ મળેલો આ માનવ જન્મ શું બસ આ રીતે જ વેડફી નાંખવાનો ? ઈન્દ્રને પણ દુર્લભ એવો આ જન્મ આપણને સહેલાઈથી મળ્યો છે માટે આપણને કીંમતી નથી લાગતો. દેવો અસંખ્યાતા એક સાથે અવે છે જ્યારે મનુષ્યો તો મર્યાદિત જ જન્મે છે. વિચાર કરો દેવો જેવા દેવો પણ તિર્યંચમાં ફેકાઈ જાય છે. શાસ્ત્રકારો કહે છે કે જ્યાં આસક્તિ ત્યાં ઉત્પત્તિ થાય. દેવોની આસક્તિ હંમેશા વિમાનોમાં જડેલા રત્નો, વાવડીઓ અને ઉપવનોમાં જ રહેલી હોય છે. માટે તેઓ તિર્યંચમાં ફેકાઈ જાય છે. ક્યાં દેવલોક અને ક્યાં પૃથ્વી, પાણી અને વનસ્પતિકાયના જીવો ? વિચાર કરો આસક્તિ- આપણને ક્યાં ફેંકે છે? પૈસા મળ્યા એ મોટામાં મોટું નસીબ નથી પરંતુ ભગવાન મહાવીરનું શાસન મળ્યું એ મહાસભ્ભાગ્ય છે આપણું. જ્યારે સંસારની ભયાનકતા સમજાય ત્યારે જ માણસને ક્ષણની કિંમત સમજાય છે. T S Page #31 -------------------------------------------------------------------------- ________________ અષાડ વદ - ૪. ધર્મ-ભાવશુદ્ધિ સિદ્ધિ યોગ્યતાવિકાસે... આપણને ધર્મનું ફળ કેમ નથી મળતું, જાણો છો? કારણ આપણે ગુણો સુધી પહોંચતા જ નથી. કેવળ બાહ્ય ધર્મમાં જ મગ્ન બનેલા રહીએ છીએ. પહેલા આત્માને પાત્ર બનાવો. અને યોગ્ય બનો અને પછી મનોકામનાઓ સેવો. યોગ્ય બનવું નથી અને ઈચ્છાઓ સિધ્ધ કરવી છે. ક્યાંથી સિદ્ધ થશે? યોગ્યતા હશે તો મળેલું ટકશે, નહી તો ઘડીના છઠ્ઠા ભાગમાં ક્યાંય ફેંકાઈ જશે. જેનામાં લાયકાત હોય છે તેને બધું સામેથી મળે છે. એક કહેવત છે કે તું કોઈ વસ્તુની શોધ કરીશ નહીં. વસ્તુઓ તને શોધતી આવશે, પણ યોગ્યતા હોય તો જ. શુદ્ધિ પાડે પ્રતિબિંબ... એક રાજા હતો તે જુદા જુદા પ્રદેશોમાં ફરતો હતો. એણે ફરતાં ફરતાં જોયું કે મારા રાજ્યમાં એક ચીજ ખૂટે છે. મારા રાજ્યમાં ચિત્રશાળા નથી. માટે કોઈ સારામાં સારી ચિત્રશાળા બનાવવી જોઈએ. એણે સારા ચિત્રકારો બોલાવ્યા અને સારામાં સારી ચિત્રશાળા બનાવવા કહ્યું. ચિતારાઓને સારૂં બિલ્ડીંગ આપ્યું. અને બધાને અલગ-અલગ વ્યવસ્થા કરી આપી. એ માટે મુદત પણ આપી. કેટલોક સમય વીત્યા પછી રાજાએ કહ્યું કે હું થોડા દિવસમાં ચિત્રશાળા જોવા માટે આવવાનો છું. તમે તમારાં ચિત્ર તૈયાર રાખજો. રાજા જોવા માટે આવે છે અને ચિત્રની કલાત્મકતા જોઈને રાજા આશ્ચર્યચકિત બની જાય છે. આ રીતે જોતો જોતો એક ચિત્રકારની પાસે આવે છે. ત્યાં ખાલી ભીંત જુએ છે. રાજા પૂછે છે કે ભાઈ તે આટલા દિવસ શું કર્યું? ખાલી મફતનો જ પગાર લીધો ? ત્યારે ચિત્રકાર કહે છે કે રાજાજી મેં તો ખાલી આટલા દિવસ ભીંતની પોલિશ કરી. કારણ પોલિશ કરેલી ભીંત પર દોરેલું ચિત્ર લાંબા સમય સુધી રહેશે પોપડા વળીને ઉખડી નહીં જાય. ભીંતને અરીસા જેવી બનાવી દીધેલી. ત્યાં બધાની વચ્ચે જે પડદા Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૯ નાખીને વિભાગ બનાવેલા હતા તે પડદાને દૂર કરતાં તાન હલા ચિત્રનું પ્રતિબિંબ તે ભીંત પર પડવા લાગ્યું અને ત્યાં જાણે આબેહૂબ ચિત્ર દોરેલું હોય તેવું લાગે. મહાપુરૂષો પણ આપણને આ વાત શીખવાડે છે કે તમે પહેલા તમારા આત્મારૂપી ભીંતપર લાગેલા થરને બરાબર ઘસીને અરીસા જેવી બનાવો. પછી સગુણો રૂપી ચિત્રનું આલેખન કરો. પછી જૂઓ એ ચિત્રનું મહત્ત્વ અનંતકાળ સુધી સદ્ગણોના સંસ્કારો ભૂંસાશે નહીં. આપણે છોડવા લાયક ચીજને પકડીને બેઠા છીએ. રાગ, દ્વેષ, માન, માયા, ક્રોધ, આ દુર્ગુણો જ્યાં સુધી ઘર કરી બેઠા છે ત્યાં સુધી સદ્ગુણો આવી શકશે નહીં. બધા ધર્મોમાં દાનધર્મ સૌથી શ્રેષ્ઠ છે. આપતાં શીખો. સમુદ્ર બધાનો સંગ્રહ કરે છે માટે ખારો ઝેર બની ગયો છે અને તેનું સ્થાન નીચે છે, જ્યારે મેધ કાળો છે છતાં હંમેશા બીજાને આપે છે માટે તેનું સ્થાન ઉંચે છે. અને લોકો તેની ઝંખના કરે છે અપાર એવા સંસાર સમુદ્રમાં આ મનુષ્યભવ મળ્યા પછી તેને સાર્થક કરવો જોઈએ. ધર્મ-જીવનની પવિત્રતા.... ધર્મ એટલે શું? આપણે ધર્મની વ્યાખ્યા બહુજ ટુંકી બનાવી દીધી છે. સામાયિક, પૂજા, જાત્રા કરવી, થોડા ઘણા પૈસા ખરચવા. બસ આટલામાં આપણો ધર્મ આવી જાય છે. શાસ્ત્રકારો ધર્મની જુદી જ વ્યાખ્યા કરે છે. ધર્મ એટલે પ્રથમ વાણી, વર્તન ને વિચારમાં શુદ્ધિ આવવી જોઈએ. અન્યાય, અનીતિ છળ, પ્રપંચથી પૈસા ભેગીનોપછી ખરચો એટલે લાગે કે કોઈ મોટો દાનવીર-ધર્માત્મા છે. શ્રાવકના પ્રથમ ગુણમાં ન્યાય-સંપન્નવૈભવ કહેલો છે. જીવનની પવિત્રતા એ ધર્મનો પાયો... આવો ધર્મ આરાધનારૂપી ધર્મ કહેવાય છે. આપણે તો અત્યારે ક્રિયાકાંડમાં મગ્ન થયેલા છીએ અને એમાં જ ધર્મનું સાચું સ્વરૂપ સમજીને બેઠા છીએ. મન વચન અને કાયાને જે શુદ્ધ કરે તેને કહેવાય ક્રિયા, ધર્મ આપે સઘળ, ચા અર્થમાં જો ધર્મ કરશો તો એ ધર્મ તમને જીવનં જરૂરિયાતની તમા પ - પૂરી પાડશે. ધર્મ સાથે આ લોકમાં ધનની પણ જરૂર ડગલે ને પગલે ડે છે, પરલોક તો દૂર છે... પહેલાં તો આ લોકમાં જરૂરિયાતો ઉભી થશે તો શું કરશો ? તેના Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨) જવાબમાં કહે છે. ધર્મ આલોકને સુધારે છે, પરલોકને સુધારે છે અને અંતે મોક્ષને આપે છે. પણ આજ આપણને જેટલો પૈસામાં વિશ્વાસ છે જેમકે ૧૦૦ રૂ.ની નાટ લઈને જઈશું તો બદલામાં ૧૦૦ રૂ. મળવાના જ છે. તેવો વિશ્વાસ સર્વપાપોનો નાશ કરનાર, સર્વ મંગળમાં પ્રથમ મંગળ.. એ નવકારમંત્ર ઉપર છે?ના, વિશ્વાસ નથી માટે જ તો નવકારવાળીમાં ચિત્ત ચોંટતું નથી. કદાચ પેલી ૧૦૦ની નોટ સરકાર રદ કરશે તો કાગળનો ટુકડો, કિંમત વગરનો બની જશે. પરંતુ નવકારમંત્રના લાભને છે કોઈ રદ કરનાર? કદાપિ કોઈ કાળમાં પણ નથી. ધર્મ એ અર્થ અને કામ આપે છે, આરોગ્ય આપે છે. ઝંખના શેની છે - આરોગ્યની કે દવાની? આરોગ્યની જ હોય ને, કોઈ દવાને ઝંખે ખરૂં? તેમ ઝંખના ધર્મની કે ધનની? હોવી જોઈએ તો ધર્મની પણ આપણે હમેશાં ધનની ઝંખનામાં ડૂબેલા છીએ. બિંદુની શક્તિ... ધર્મનું એક બિંદુ પણ માણસને સંસાર સમુદ્રથી તારનારૂં બને છે. એમ થાય કે બિન્દુ આવડા મોટા સંસારમાં શું કરવાનું છે? પણ ના બિન્દુથી ઘણું બધું થઈ શકે છે. અમૃતનું એક જ બિંદુ માણસ ને બધા દોષોથી, વિકારોથી બચાવી લે છે. અરે મૃત્યુના બિછાને પડેલો હોય તો પણ તેને બેઠો કરી દે છે. તે રીતે ઝેરનું પણ એક જ ટીંપુ શું નથી સર્જી શકતું ?... ધર્મના એક જ બિંદુને જીવનમાં બરાબર સારી રીતે વણી લીધું હોય અને તેના સ્વાદને માણ્યો હોય તો જન્મોના જન્મો સુધારી શકે છે. આ ધર્મ બિંદુમાં એટલી બધી તાકાત છે કે જો તમને ધનની ઈચ્છા છે તો ધન આપશે. કામની ઈચ્છા છે તો કામ આપશે. બધું જ આપશે અને અંતે મોક્ષ આપશે. તેને કહેવાય ધર્મ.... ધર્મ કોને કહેવાય? શાસ્ત્રકારોનાં વચન પ્રમાણે સદ્ગણોનું - સત્કાર્યોનું અનુષ્ઠાન. અને તે દરેક અનુષ્ઠાનો મૈત્રાદિ ચાર ભાવથી સંયુક્ત હોવા જોઈએ. મૈત્રી એટલે પરહિતચિંતા મૈત્રી, બીજાના સુખનો વિચાર. આજે સર્વત્ર સ્વાર્થની જ વિચારણા હોય છે. દિલ્હીનો એક કરીયાણાનો વહેપારી, Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૧ લવજી એનું નામ. ધર્મની ખૂબ ચર્ચા- વિચારણા કરે. સારી એવી મંડળી જમાવી એની મંડળીમાં એ સામાન્ય-માવજી નામનો માણસ આવતો હતો. એક વખત એ ક્યાંક બહારગામ ગયો હશે. ત્યાંથી પાછો ફર્યો. તેની સ્ત્રીને એમ થયું કે મારા પતિ બાહર ગામથી આવ્યા છે તો લાવ શીરો બનાવું .પણ ઘરમાં ગોળ હતો નહીં. તે લવાભાઈની દુકાને ગોળ લેવા ગઈ. પૂરો વિશ્વાસ હતો. એણે જે ગોળ આપ્યો તે લઈને એની સ્ત્રી આવી શીરો બનાવ્યો. પણ શીરામાં એકલી કાંકરી આવ્યા કરે.. જોયું તો ગોળ એકલી કાંકરી વાળો. માવજી તો ઉઠયો અનો ગયો લવજીભાઈના દુકાને, ગોળ પાછો લેવા કહ્યું. પણ લવાભાઈ તો તાડૂક્યા. ભાઈ હું તો વેપલો ક૨વા બેઠો છું. નાખ તારો ગોળ ગટરમાં. એમ પાછો લેવા બેસું તો કંઈ ધંધો ચાલે ખરો ? માવજી તો ડઘાઈ ગયો. ધર્મની મોટી મોટી વાતો કરનાર લવજી શું આવો ? જ્યાં મૂળની - પાયાની જ વસ્તુ ન હોય એવા ધર્મને ધર્મ કહેવો કઈ રીતે ? ધ કરનાર નીતિમાન હોવો જોઈએ. ધર્મનું પહેલું લક્ષણ - મૈત્રી. પરહિત ચિંતા બીજું લક્ષણ પ્રમોદ - બીજાનું સુખ જોઈને આનંદ થવો તે (મુદિતા). ત્રીજું લક્ષણ કારૂણ્ય - બીજાનું દુઃખ જોઈને મન પીગળી જાય તે કરૂણતા. ચો લક્ષણ માધ્યસ્થ્ય - ઉપેક્ષા ભાવ. ભાવનો પ્રભાવ.... એક રાજા હતો. ક્યાંક ફરવા નીક્ળ્યો છે. એકલો છે. તેને ખૂબ તરસ લાગી. ફરતો-ફરતો કોઈ ખેતરમાં જઈ ચડયો. પૂર્વના જમાનામાં લોકોની માહિતીને મેળવવા માટે રાજાએ સાદો વેશ પહેરીને એકલા નીકળી પડતા. પ્રજાવત્સલ રાજા હતાં. અને છૂપી રીતે પ્રજાના સુખ-દુ:ખને એ જાણવા પ્રયત્ન કરતા. ખેતરમાં જઈને ઘોડાને ઉભો રાખ્યો ત્યાં એક ઝૂંપડી હતી. ખેડૂતને કહે કે ભાઈ તરસ લાગી છે. પાણી આપ. એ ખેતર શેરડીનું હતું. શેરડીનો સાંઠો કાપીને તેમાંથી રસ કાઢીને રાજાને આપ્યો. રાજા તો રસ પીને ખૂબ ખુશ થઈ ગયો. ખેડૂતને પૂછ્યું કે ભાઈ કેવી કમાણી રહે છે ? ખેડૂતે તો ભોળા ભાવે કહ્યું કે ભાઈ રાજાજીની મહેરબાનીથી આમાંથી ખૂબ મળે Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૨ છે. રાજાનું મન બગડયું તેણે વિચાર્યું કે આટલી બધી કમાણી છે અને હું તો આ લોકો પાસેથી ખૂબ કમાણી મળશે અને મારો ભંડારો અખૂટ બનશે. થોડીવાર બેઠા પછી રાજાએ ફરીથી રસનો ગ્લાસ માંગ્યો. ખેડૂત શેરડી પીલીને રસ લેવા ગયો. ખૂબ વાર થઈ. આખો સાંઠો પીલી નાંખ્યો ત્યારે માંડ એક ગ્લાસ રસ નીકળ્યો. રાજાને આપ્યો. રાજાએ પૂછ્યું કે ભાઈ કેમ બહુ વાર લાગી. ખેડૂત બોલ્યો કે ખબર નહીં.કોણ જાણે પહેલા તો એક નાનકડા ટૂકડામાંથી આખો ગ્લાસ ભારાઈ ગયો. પણ અત્યારે તો આખો સાંઠો પીલ્યો ત્યારે માંડ ગ્લાસ ભરાયો. ધરતીના ધણીના વિચારમાં કંઈ ફેરફાર થયો હશે માટે આમ બન્યું લાગે છે. ખેડૂતને ખબર નથી કે આ રાજા છે. રાજાને આંચકો લાગ્યો વિચાર માત્રથી- ધરતીમાંથી રસ ચાલી ગયો. તેને ખૂબ પસ્તાવો થયો. પછી પોતાના વિચાર ફેરવી નાખ્યા. અને પછી રસનો ગ્લાસ માંગ્યો થોડીવારમાં ગ્લાસ ભરાઈ ગયો. વિચારમાં કેટલી શક્તિ છે ? આમ જો બીજાનું સુખ જોઈને રાજી બનશો તો તમારે ત્યાં સંપત્તિ અખૂટ બનશે. પણ જો બીજાનું પડાવી લેવાની વૃત્તિ જીવનમાં દાખલ થઈ તો જે આવ્યું હશે તે પણ ચાલ્યું જશે. આપણને ધર્મનું ફળ કેમ નથી મળતું, જાણો છો ? કારણ આપણે ગુણો સુધી પહોંચતા જ નથી. કેવળ બાહ્ય ધર્મમાં જ મગ્ન બનેલા રહીએ છીએ. Page #36 -------------------------------------------------------------------------- ________________ અષાડ વદ ૫ પ્રવાસી, અંતિમ સંદેશ-સિંકદરનો... સંસારમાં એવું કોઈ સ્થાન નથી કે જ્યાં માણસ અજર અમર બની શકે. ભલે પછી તે ચક્રવર્તિના સ્થાને હોય કે કોઈ રાજા-મહારાજાના સ્થાને હોય. આ જગતમાં સિકંદર નામનો સમ્રાટ્ થઈ ગયો. એ વખતમાં આ ભારતનું સ્થાન કેવું હતું? દુનિયાના લોકો એમ કહેતા હતા કે માણસે જીવન કેવું જીવવું જોઈએ, એ જાણવું હોય તો તેણે ભારતમાં જવું. જ્યારે અત્યારે તો કેટલાક હિંદુઓ પણ દારૂ, જુગાર, માંસના વ્યસની બની ગયા છે. પહેલાં બીજા લોકો આપણું અનુકરણ કરતા હતા. જ્યારે અત્યારે આપણે પશ્ચિમ વગેરે દેશોના હલકા તત્ત્વોનું અનુકરણ કરી રહ્યા છીએ. આ સિકંદર ગ્રીષ્મ ઋતુમાં સેના લઈને હિંદુસ્તાન પર ચડાઈ કરવા આવ્યો છે. ત્યાં સિંધના કિનારે સમાધાન થાય છે અને પાછા ફરવાની તૈયારી કરે છે. ત્યાં સિકંદર પોતાના માણસોને કહે છે કે આપણે હવે પાછા જવું છે માટે કોઈ સંત પુરૂષને લઈ આવો. કારણ કે જ્યારે હું સેના લઈ નીકળ્યો હતો ત્યારે મારા ગુરૂએ મને કહ્યું હતું કે જીતીને પાછા ફરતી વખતે હિંદુસ્તાનના કોઈ સંતને સાથે લેતો આવજે. દૂતો તપાસ કરવા જાય છે. ત્યાં કોઈ મુનિ જોવામાં આવે છે. દૂતો મુનિ પાસે જાય છે અને કહે છે કે તમને સિકંદર બોલાવે છે. મુનિ કહે છે કે સિકંદર વળી કઈ જાતનું પ્રાણી છે ? હું તેને ઓળખતો નથી. મારે સિકંદરની પાસે આવવું નથી. જાઓ સિકંદરને કહો તારે મળવું હોયતો તું આવ. સિકંદર આવે છે. સિકંદર કહે છે કે ચાલો. મુનિ આવવાની ના પાડે છે. સિકંદર તલવાર ખેંચે છે. ચાલો છો કે નહીં. મુનિ આત્મબળથી કહે છે કે ચલાવ- ચાલ તારી તલવાર, આત્મા એવી ચીજ છે કે જેને કોઈ અસ્ત્ર કાપી શકતું નથી, કોઈ અગ્નિ બાળી શકતો, નથી, જે પાણીથી ભીંજાતો નથી તેમજ પવનથી સુકાતો નથી. આ સાંભળતાં જ તેના હાથમાં રહેલી તલવાર પડી જાય છે. મુનિની માફી માંગે છે અને મુનિને સમજાવીને Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૪ લઈ જાય છે. હવે એક વખત સિકંદર માંદગીમાં પડે છે. બચવાની કોઈ શક્યતા નથી. એ પોતાની અંતિમ ઈચ્છા બતાવે છે કે જ્યારે મારી નનામી કાઢો ત્યારે મારી નનામીની આગળ ખુલ્લી તલવારે લશ્કર રાખજો. વૈદો, હકીમો, ખજાનચીઓ બધા ચારે બાજુ ચાલજો. મારા બંને હાથ પહોળા અને ખુલ્લા રાખજો. અને ઉદ્ઘોષણા કરજો કે આખી પૃથ્વીનો સ્વામી સિકંદર જઈ રહ્યો છે. તેને આ લશ્કર, આ વૈદ, આ હકીમ કોઈ બચાવી શક્યા નથી. મારા જીવનમાંથી બધા બોધપાઠ લે કે, માણસ કાંઈ લઈને આવ્યો નથી. અને કાંઈ લઈને જવાનો નથી. કેવળ પુણ્ય અને પાપ લઈને જાય છે. શાસ્ત્રકારો તમને તમારા પેટ પૂરતી દોડધામ કરવા માટે ના નથી પાડતા પરંતુ ના પાડે છે કેવળ પટારા ભરવા માટે. સોય સાથે લાવજો.... પંજાબની વાત છે. ગુરૂ નાનક એક જગ્યાએ ફરતા ફરતા જઈ રહ્યા છે. ત્યાં કોઈ ધનિક માણસ હતો. ગુરૂ નાનક પ્રવચન આપી રહ્યા છે. આ ધનવાન માણસ પણ પ્રવચનમાં આવેલો છે. પ્રવચન પુરૂં થયું એટલે પેલો માણસ ગુરૂ નાનકને કહે છે કે સાહેબ કંઈ કામકાજ હોય તો કહેજો. ધનિક માણસને એમ કે પાંચ - પચાસ ખર્ચ્યા એટલે આપણું માન ગુરૂ પાસે રહે ગુરૂ કહે ભાઈ એક કામ છે. મારી પાસે એક સોય છે. એ સોય તમને હું સાચવવા આપું છું. જ્યારે હું પરલોક જાઉં અને તમે પણ પરલોકમાં આવો ત્યારે આ સોય સાથે લઈને આવજો. પેલો ભાઈ મુંઝવણમાં પડે છે. કહે છે ગુરૂજી એતો બની શકે તેમ નથી. ત્યારે ગુરૂ કહે છે કે ભાઈ એક સોય જો તું સાથે ન લઈ જતો હોય તો પછી આ વૈભવ પાછળ તારો કિંમતી સમય શા માટે બગાડે છે ? આ સાંભળતાં જ તેનું પૈસા પરનું મમત્વ તૂટી જાય છે. અને લક્ષ્મીનો સદ્યય કરવા માંડે છે. પરલોક..... માણસ મૃત્યુ પામે છે. ત્યારે ત્રણ વસ્તુ સાથે લઈ જાય છે. પુણ્ય પાપ અને સંસ્કાર. સંસ્કારમાં વિનય, વિવેક, સદાચાર, ક્ષમા તથા પરોપકાર સૌથી વધારે મહત્ત્વના છે. આપણે જ્યાં જઈશું ત્યાં પૂર્વના સંસ્કાર પર આપણું Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૫ જીવન ઘડાવાનું છે. કોઈનો સ્વભાવ જન્મથી જ કોઈનું પડાવી લેવાનો છે. જ્યારે બીજાનો કોઈન આપવાનો છે, કોઈક અભિમાની, કોઈક નમ્ર. આ બધા સ્વભાવો પૂર્વના સંસ્કારોને આધારે જ હોય છે. પુણ્યથીસખ મળશે. પાપથી દુઃખ મળશે. સંસ્કારથી જીવન ઉજ્જવળ બનશે. સંસ્કાર કેવા કેળવવા એ આપણા હાથની ચીજ છે. સુખ કે દુઃખને કેમ હટાવવું તે પણ આપણા જ હાથની ચીજ છે. જો બીજાનું સુખ જાઈન રાજી બનશો તો તમારે ત્યાં સંપત્તિ અખૂટ બનશે. પણ જો બીજાનું પડાવી લેવાની વૃત્તિ જીવનમાં દાખલ થઈ તો જે આવ્યું હશે તે પણ ચાલ્યું જશે. 13 Page #39 -------------------------------------------------------------------------- ________________ અષાડ વદ ૬ રૂઢીને રઢયાળી રે ! આયામ એક કરુણાનો... ભગવાને આપણા પર કેટલી કરૂણા કરી છે. આપણને ભૂખ અને તરસથી તથા અનેક જાતની યાતનાઓથી પીડાતા એવા તિર્યચપંચેન્દ્રિયની વચ્ચે ગોઠવ્યા છે. જ્યારે દેવલોકમાં એકલા દેવો છે. ત્યાં નથી મનુષ્ય કે નથી કોઈ યાતનાથી પીડાતા બીજા જીવોજેથી તેમની આંખ સામે સુખ જ સુખ દેખાય છે અને આપણી આંખ સામે યાતનાથી પીડાતા જીવો છે. બીજી યોનિનાં દુઃખો દેખાડવામાં પણ ભગવાનની કરૂણા છે. આપણને આંખ સામે દેખાય કે સંસાર કેવો છે ! જો પાપો કરીશું તો આંખ મીંચાયા પછી આપણી સામે આ યોનિઓ જ પડી છે. આપણે ઉઠીએ ત્યારથી બસ ખાવાપોવા-મોજશોખની જ વિચારણા કરીએ છીએ. આપણને સંસારમાં ભય લાગે છે માટે ધર્મ કરીએ છીએ કે સંસારને મીઠો બનાવવા માટે ધર્મ કરીએ છીએ? સંસાર એ કડવો વેલો છે. એ ક્યારેય મીઠો બનવાનો નથી. જો મીઠો બનતો હોત તો ધન્ના-શાલિભદ્ર અને વ્યાવચ્ચપુત્ર વગેરે નીકળ્યા ન હોત. થાવસ્ત્રાપુત્ર થાવસ્યા નામની બાઈ રાજદરબારમાં ખૂબ માનવંતી હતી. દ્વારિકાનગરીમાં તે રહેતી હતી. પોતે વિધવા હતી. કરોડોનો વેપાર કરતી હતી. વારિકામાં નામાંકિત હતી. તેને એક પુત્ર હતો. થાવગ્ગાપુત્ર તરીકે ઓળખાતો હતો. થાવચ્ચપુત્ર જુવાન બને છે. તેને પરણાવે છે. દેવાંગના જેવી તેને સ્ત્રીઓ છે. દોગંદક દેવની પરે સુખ ભોગવે છે. હવે એક વખત નેમિનાથ ભગવાન દ્વારિકામાં પધારે છે. થાવસ્ત્રાપુત્ર વાણી સાંભળવા જાય છે. વાણી સાંભળે છે. દેશના.... ભગવાન કહે છે હે ભવ્યાત્માઓ! આ જીવાત્મા મનુષ્ય યોનિમાં પણ એકવાર નહીં કદાચ અનંતીવાર આવી ગયો છે. પરંતુ ધર્મ કર્યા વિના પાછો Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૭ એની એજ પશુ વગેરેની યોનિમાં ભટકાઈ પડે છે. બસ પુનરપિ જનનમ્... પુનરપિ મરણમ્. પુનરપિ જનની જઠરે શયનમ્. અર્થાત્... ફરી ફરી ને જનમવું... ફરી ફરીને મરવું.. અને વારંવાર માતાના ઉદરમાં શયન કરવું. માણસો એમ માને છે કે ધર્મની પાછળ ખૂબ ભોગ આપવો પડે છે. પરંતુ ધર્મ કરતાં સંસારમાં મનનો, વચનનો, વાણીનો ખૂબ ભોગ આપવો પડે છે. ત્યાગ કઠણ નથી. પરંતુ તે માટે જ્ઞાન થવું કઠણ છે. કોઈ માણસને બીડીનો ત્યાગ કરવાનું કહીએ તો એ કહેશે કે તેને છોડવાથી મને આમ થાય છે મને આમ થાય છે. એ પ્રમાણે વાત કાઢશે. પરંતુ જ્યારે ડોક્ટર તેને કહેશે કે ભાઈ જો તું બીડી નહીં છોડે તો તને કેન્સર થશે. આ સમજણ આવતાં જ એ બીડી છોડી દેશે. આ પ્રમાણે ત્યાગ કરવો કઠણ નથી. પરતું તે માટેનું જ્ઞાન થવું કઠણ છે. ત્રણ બિંદુઓ દેશનાના.... જહા જીવા બક્ઝતિ - જીવો કેવી રીતે બંધાય છે. જહા જીવા કિલિસંતિ - જીવો કેવી રીતે ક્લેશ પામે છે. જહા જીવા મુઐતિ - જીવો કેવી રીતે મુક્તિ પામે છે. ભગવાનની દેશના આ ત્રણ પોઈટ પર જ ચાલતી હોય છે. મોહરાજા પહેલાં જીવોને બાંધે છે, અને પછી તેને પછડાટો ખવડાવે છે. વૈભવનો અહંકાર અને આસક્તિ માણસને ક્યાં લઈ જાય છે? ચક્રવર્તિ જેવો ચક્રવર્તિ જો રાજ્યવૈભવને છોડે નહીં તો સાતમી નરકે જાય અને છોડે તો મોક્ષમાં જાય. બ્રહ્મદત્ત ચક્રવર્તિ વૈભવમાં આસક્ત હોવાથી સાતમી નરકે જાય છે. અને (કુરૂમતી) તેની રાણી છઠ્ઠી નરકે જાય છે – વૈભવ અને આસક્તિનું આ પરિણામ... ભગવાન કહે છે કે અમર બનવું હોય તો સિદ્ધિ પદને આરાધો. જીવો પહેલાં, રાગ, દ્વેષ, મોહ, માયા વગેરેથી બંધાય છે. અને દુર્ગતિમાં ચાલ્યા જાય છે. જો જીવો આ બંધનમાંથી છૂટી જાય તો ક્લેસમાંથી મુક્ત બને છે. અને કલેશમાંથી મુક્ત થાય તો તેની મુક્તિ થઈ જાય છે. આવી પ્રભુની દેશના થાવસ્ત્રાપુત્ર સાંભળે છે અને ચોંકી ઉઠે છે. શું આ વૈભવ મને દુર્ગતિમાં લઈ જશે ? દેશના પૂરી થાય છે. આપણે દેશના સાંભળીએ Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ખરા. પરંતુ કાનથી, પ્રાણથી સાંભળતા નથી. પ્રાણ રેડીને જ્યારે દેશના સાંભળીએ ત્યારે એની કિંમત સમજાય. અંધારાને દૂર કરવા માટે ઘણો પ્રકાશ નથી જોઈતો પરંતુ એક નાનું શું કિરણ બસ છે. હંમેશા વ્યાખ્યાન સાંભળનાર એક શેઠ રોજ વ્યાખ્યાન સાંભળે છે અને પહેલાં આવીને બેસે – એક દિવસ તેમને મોડું થયું એટલે ગુરૂ મહારાજે કહ્યું કેમ શેઠ મોડા પડયા ? એટલે એ શેઠ કહે કે સાહેબ આજે હું મારા નાના બાળકને સમજાવવા રહ્યો હતો. એ કહે મારે સાથે આવવું છે. ગુરૂ મહારાજે કહ્યું કે લાવવો હતો ને ! ત્યારે પેલા શેઠ બોલ્યા કે સાહેબ એનું કામ નથી, અમારી છાતી મજબૂત સાહેબ ! છોકરાની છાતી કાચી હોય... અમે સાંભળીએ તો અમને દેશના લાગે નહીં. જ્યારે નાનું બાળક સાંભળે તો રંગ લાગી જાય. જોયું ને ! કેવા છે આજના શ્રાવકો ! વાણી સુણી વૈરાગ્ય ઉપન્યો ! થાવચ્ચપુત્રે પ્રાણ રેડીને ભગવાનની દેશના સાંભળી હતી. એક જ દેશનામાં તેમને સંસાર ભયાનક ભાસ્યો. માની પાસે આવીને કહે છે કે – મા મારે સંયમ લેવો છે. મા આ સાંભળીને મૂચ્છ ખાઈ જાય છે. કારણ આ બધી મિલ્કત પુત્ર માટે ભેગી કરી હતી. કરોડોની મિલ્કત હતી. એક જ પુત્ર હતો. થોડીવારે મૂચ્છ ટળે છે. મા તેને સંયમ કેવો દુષ્કર છે તે સમજાવે છે. મા કહે છે કે બેટા બાવીશ પરિષહ જીતવા દુષ્કર છે. ત્યારે પુત્ર કહે છે કે મા સંસારમાં તો બાવીસો પરિષહ છે એને જીતવા એથી પણ દુષ્કર છે. આત્મામાં જ પરમાત્મા વસે છે. મા-દિકરા વચ્ચે ખૂબ સંવાદ ચાલે છે. છેવટે પુત્ર જીતે છે. મા થાકે છે અને મા કૃષ્ણ મહારાજા પાસે પહોંચે છે. કૃષ્ણ પૂછે છે, કેમ આવવું થયું ? થાવસ્યા કહે છે – આ પ્રમાણેની હકીકત છે. મારો પુત્ર સંયમ લેવા માટે તત્પર બન્યો છે. તમે એને કાંઈ સમજાવો. થાવસ્ત્રાપુત્રને કૃષ્ણ મહારાજા સમજાવે છે. કહે છે કે ભાઈ તારે શું દુઃખ છે? તારી પાસે બધું છે. છતાં પણ જો તને કાંઈ ડર હોય તો તારી ઉપર હું નાથ બેઠો છું ત્યારે થાવગ્ગાપુત્ર કહે છે કે જુઓ મહારાજા હું તમારી વાત સ્વીકારવા તૈયાર છે જો તમે મારી આટલી જવાબદારી લેતા હો તો. મારૂં Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૯ મૃત્યુથી રક્ષણ કરો, જરાથી રક્ષણ કરો, જન્મથી રક્ષણ કરો. બોલો, છે તૈયારી ? ત્યારે કૃષ્ણ મહારાજ કહે છે – ભાઈ હું પોતે પણ મૃત્યુથી મારૂં રક્ષણ કરી શકતો નથી. તો પછી તને કેવી રીતે બચાવું? થાવગ્ગાપુત્ર કહે છે કે - મહારાજ ! મારા નાથ તો એવા છે કે જે મને આધિ-વ્યાધિ-ઉપાધિ બધામાંથી બચાવે છે. - મે એવા નાથનું જ શરણ ગ્રહણ કર્યું છે. બસ તો મને મારા માર્ગ પર જવા દો. કૃષ્ણ મહારાજાને થાય છે આ સમજીને જ દિક્ષા લે છે. તેને હવે રોકી શકાય તેમ નથી. માટે તેને રાજા આપે છે. અને તેને કહે છે કે દીક્ષાનો વરઘોડો મારા તરફથી, એટલું જ નહીં નગરમાં પણ ઢંઢોરો પીટાવે છે કે થાવસ્ત્રાપુત્ર દીક્ષા લેવા માટે જઈ રહ્યો છે. જેને એ માર્ગે જવું હોય તે ખુશીથી જાઓ. તેમની પાછળના પરિવારનું હું ભરણ પોષણ કરીશ. રાજ્યમાંથી એક હજાર માણસો તૈયાર થાય છે. બધાની સાથે દીક્ષા લે છે અને આખરે એક હજાર શિષ્યો સાથે થાવસ્ત્રાપુત્ર શત્રુંજય પર મોક્ષે જાય છે. પહેલાંના જીવો કેવા લઘુકર્મી હતા. એક દેશનામાં જ સંસાર છોડવા તૈયાર થઈ જતા. દ્રવ્યરૂપી ઝવેરાત દુઃખોને છોડાવતું નથી કે સુખો ને આપી શકતું નથી. ઉલટાની આપત્તિઓને ખેંચી લાવે છે અને દુઃખોમાં ડુબાડે છે. જ્યારે ધર્મરૂપી ઝવેરાત આ બધામાંથી છોડાવે છે અને અનંતું સુખ આપે છે. ગુરૂ તત્ત્વનું મહત્ત્વ.. દેવતત્ત્વ અને ધર્મતત્ત્વને સમજાવનારા ગુરૂ છે. સેવે રે ગુરુસ્ત્રીતી પુરી કૃષ્ટ ને શ્વેને દેવ રોષાયમાન થશે તો ગુરૂ બચાવી લેશે. પરંતુ જો ગુરૂ રોપાયમાન થશે તો કોઈ બચાવી નહી શકે, ગુરૂતત્ત્વ દ્વારા સર્વ ગુણો મળી શકે છે. આ આખું શાસન ગુરૂતત્ત્વ પર જ ચાલી રહ્યુ છે. તીર્થકર ભગવંત કેટલો સમય શાસન કરી શકે ? જગતમાં ત્રણ તત્ત્વો મહાન છે. દેવત્ત્વ, ગુરૂતત્ત્વ અને ધર્મતત્ત્વ આ ત્રણ તત્વો સાથે જીવન જોડાય તો જીવન ધન્ય બની જાય... Page #43 -------------------------------------------------------------------------- ________________ અષાડ વદ - ધર્મ-મંગલ મંગલની વ્યાખ્યા.... માણસ કોઈપણ કાર્યના પ્રારંભમાં મંગળથી શરૂઆત કરે છે. શા માટે? કારણ જીવન આખું મંગળ પર રચાયેલું છે. મંગળના પ્રારંભથી કરેલું કાર્ય નિર્વિને પૂર્ણ થાય છે. મંગળ ચાર પ્રકારના છે ૧. નામ મંગળ ૨. સ્થાપના મંગળ ૩. દ્રવ્ય મંગળ ૪. ભાવ મંગળ. નામ મંગળ - કોઈનું નામ મંગળ સ્વરૂપ હોય. સ્થાપના મંગળ - કુંભ, ઘડો આકૃતિ વગેરે. દ્રવ્ય મંગળ – લોકોમાં ઔપચારિક દહીં, ગોળ વગેરે. ભાવ મંગળ - પરમાત્મા સાથે જોડાણ, મંગળ શબ્દની વ્યાખ્યા શાસ્ત્રકારો બે રીતે કરે છે. અક્ષરોને તોડીને કરાતી વ્યાખ્યાને નિરૂક્ત કહેવાય છે. અને ધાતુ વગેરે જોડીને જે વ્યાખ્યા કરાય તેને વ્યુત્પતિ કહેવાય છે. જેમકે હિન્દુ શબ્દ છે, હિ એટલે હિંસ અને દૂ એટલે દૂર રહેનાર, હિંસાથી દૂર રહેનાર તે હિન્દુ. આ નિરુક્ત કહેવાય. “મ' એટલે શું ? - મથાતિ વિધાન એટલે કે બધા વિનોનું મથન કરી નાખે. માણસ જ્યારે દુઃખમાં હોય ત્યારે પહેલી તેની ઈચ્છા કઈ હોય? બસ, મારું દુઃખ દૂર થાય. મંગળમાં તાકાત છે કે ભયંકર વિદ્ગોના પર્વતો હોય તો પણ તેના ચૂરેચરા કરી નાખે. “ગ” એટલે શું? - Tયત સુરમ્ એટલે કે સુખ તરફ ગમન કરાવે. પહેલી ઈચ્છા પૂરી થાય પછી એની શું ઈચ્છા હોય કે હવે મને સુખ મળો . મંગળમાં બધા જ સુખાને આપવાની તાકાત રહેલી છે. લ' એટલે શું ? – અરુતિ સુ એટલે કે સુખોમાં લાલન પાલન કરાવે. બીજી ઈચ્છા પૂરી થઈ. સુખ મળી ગયું પણ એવા સટોડિયાના સુખ જેવું સુખ શું કરવાનું ? આજે સટ્ટામાં લાખો રૂપિયા કમાયો અને ફરી થોડા દિવસોમાં લાખો હારી બેઠો આવું ક્ષણિક સુખ શું કરવાનું ? માટે : ઈચ્છ એ છે કે પુખ સદાને માટે ટકી રહે. આ રીતે મંગળમાં અાટલી તાકાત છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ પહેલાં દુઃખ દૂર કરે પછી સુખો આપે અને સુખમાં લાલન - પાલન કરે. આ મંગળ શબ્દની નિરૂક્તિ થઈ. વ્યુત્પત્તિ એટલે કે મા માત પિતા મને પાપથી છોડાવનાર. આ બધા મંગળમાં ભાવ મંગળ એ ઉત્કૃષ્ટ મંગળ છે. પૂર્વના ત્રણ મંગળથી મંગળ નહીં થાય. પરંતુ પરમાત્મા સાથે જોડાણ થાય તોજ સાચું મંગળ ગણાય. પારસમણિ. ધર્મ એ પારસમણિ છે પારસમણિના સ્પર્શમાત્રથી લોખંડ સોનું બની જાય છે. એક સંત પુરૂષ હતા. તેમની પાસે એક પારસમણિ હતો. તેમને તેની કોઈ દરકાર નહોતી. પણ કોઈએ તેમને ભેટ આપેલો તેથી તે પારસમણિને લોખંડની ડબ્બીમાં રાખતાં પોતે તો પ્રભુમાં જ મસ્ત હતા. એકવાર તેમની સેવા કરવા માટે એક માણસ આવ્યો દીન-દુઃખીયાનો ઉધ્ધાર કરવામાં બાવાજી હમેશાં તત્પર રહેતા. આ માણસ દુ:ખી નહોતો પણ અસંતોષી હતો. એને તો ધનના પટારા ભરવા હતા. બાવાજીએ એકવાર કહ્યું કે “જા બચ્ચા તેરા કલ્યાણ હો જાયેગા. પરંતુ આને તો કલ્યાણ જોઈતું નહોતું પણ સોનાના ઢગલા જોઈતા હતા. તેણે બાવાજીને કહ્યું કે બાવાજી મારે તો ધન-સોનું જોઈએ છે. જગત આખું સોના પાછળ પાગલ બનેલું છે. એક લોક આવે છે કે -- यस्यास्ति वित्तं नरः कलीनः स एव वक्ता स च दर्शनीयः। स पण्डितः स श्रतवान् गणज्ञः सर्वे गणां काञ्चनमाश्रयन्ते ।। અર્થાત્ જેની પાસે ધન છે તે માણસ કુલીન છે. તે જ વકતા છે, તે જ દર્શનીય છે, તે જ પંડિત છે અને તેજ સર્વજ્ઞ છે, ગુણવાન છે બધા ગુણો સોનાના આશ્રયે છે. સોનાએ બધાને સૂના કરી દીધા છે. બાવાજીએ કહ્યું કે ભાઈ જો તારે સોનાના ઢગલા જોઈતા હોય તો મારી પાસે પારસમણિ છે તે તને આપું. જા, પેલા સામે લોખંડના ડબલામાં એક પારસમણિ પડયો છે તે લોખંડનું ડબલું લઈ આવ. પેલો લેવા ગયો તેને વિચાર આવ્યો કે પારસમણિ લોખંડના ડબ્બામાં કેવી રીતે રહે, કારણ કે તેના સ્પર્શમાત્રથી જ લોખંડ સોનું બની જાય. તો આ ડબલું લોખંડનું કેમ? આ બાવાજી છતરતા Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૨ તો નથી ને? તેને વિચારમાં પડેલો જોઈને બાવાજી ઉભા થયા ડબલામાંથી પારસમણિ કાઢયો અને લોખંડના ટુકડાને અડાડયો. તરત જ લોખંડ સોનામાં ફેરવાઈ ગયું. એટલે પેલા માણસે પૂછયું કે બાવાજી આમ કેમ? આ ડબલું પણ લોખંડનું છે તે કેમ સોનાનું ન બન્યું? બાવાજીએ કહ્યું કે ભાઈ વર્ષોથી એ ત્યાં ને ત્યાં પડયો છે તે ડબલામાં ચારે બાજુ જાળાં બાઝી ગયા છે એ જાળાઓ ઉપર પારસમણી પડ્યો છે તે ડબલાને અડતો જ નથી. માટે જ ડબલું સોનાનું થતું નથી. અરે બાવાજી ! આવો પારસમણિ હોવા છતાં તમે કેમ તિજોરીમાં સાચવી નથી રાખતા ? બાવાજી કહે કે ભાઈ આની કોઈ જ કિંમત નથી, સાચો પારસમણિ ભગવાનનું નામ મારા હાથમાં છે. આવા કાચના ટુકડાને હાથે ય કોણ લગાડે. આ સાંભળતાં પેલા માણસના ભાવો પલટાય છે અને તે પોતે પણ સંન્યાસ સ્વીકારે છે. આ ધર્મરૂપી પારસમણિ આપણી પાસે હોવા છતાં આપણે કેમ સોનાના બનતા નથી ? કારણ કે આપણને એ સ્પર્શતો નથી. ધર્મ અને આપણી વચ્ચે સંસારની આધિ-વ્યાધિ અને ઉપાધિ રૂપી જાળાઓ પથરાયેલાં છે. આજે પરિગ્રહ માટે ભગવાનને કે ધર્મને છોડતાં વાર નહીં લાગે. જેણે ભગવાનની રાત-દિવસ સેવા કરી છે. અને મંદિરની પ્રતિષ્ઠા કેમ વધે એની સતત ચિંતા કરી છે એજ લોકો આજે આ નવો પવન વાતાં પોતાના સ્થાનને જન્મભૂમિને કાચી મિનિટમાં છોડી દે છે. કારણ બીજી જગ્યાએ પૈસાની કમાણી વધારે છે પૈસા માટે પ્રભુને છોડીને ચાલ્યા જાય છે. આજે ગામડાંઓની દશા જુઓ ઘણા ગામડાંઓમાં ભગવાન પૂજારીને સોંપાઈ ગયા છે તો ઘણાં ગામડાઓમાં મંદિરની સારસંભાળ લેનાર પણ કોઈ નથી. આવો સગવડિયો ધર્મ સુખ કેવી રીતે આપે? Page #46 -------------------------------------------------------------------------- ________________ અષાડ વદ ૧૧ શ્રેષ્ઠ દવા | ઉપાસના શેની? - સંસારનું સ્વરૂપ જ એવું છે કે જીવો એક પછી એક યાતનામાં પીડાતા રહે છે. અનંતકાળથી ચાલી આવતી દુ:ખની હારમાળામાં માણસ અટવાયા કરે છે. જ્યાં સુધી તેને સંસારની અસારતાનું ભાન થતું નથી ત્યાં સુધી જીવ એક એક જન્મોમાં વધારે ને વધારે યાતના ભોગવતો જાય છે. પ્રમાદ એટલે કે બેસી રહેવું એ પ્રમાદ નથી. પરંતુ વિષયોની જ આખો દિવસ વિચારણા કરવી એ પણ એક જાતનો પ્રમાદ જ છે. જ્ઞાનીઓએ જીવનમાં પંચ પરમેષ્ઠિની ઉપાસના માટે કહેલું છે જ્યારે આપણે શેની ઉપાસના કરીએ છીએ જાણો છો ? પાંચ ઈન્દ્રિયના સુખની. સમાજનો અડધો વર્ગ (સ્ત્રીઓ) ખાવાના જ ઘંઘામાં રોકાયેલો છે ને ! સવારે શું ખાવું અને શું બનાવવું, બપોરે, સાંજે મહિનામાં શું ખાવું છે, અરે ! વર્ષમાં શું ખાવું છે એની પણ તૈયારી કરતા હોય છે. વૃંદા, મોસંબા, પાપડ વગેરે....આ જીવે આહારની ચીજો અનંતી ખાધી છતાં આ જીવ તૃપ્તિ પામ્યો નથી. ગતિ ચારે કીધાં આહાર અનંત નિઃશંક, તોય વૃપ્તિ ન પામ્યો જીવ લાલચીયો રંક... આપણે અનંતા જન્મોના આહારનો ઢગલો કરીએ તો મેરૂ પર્વત જેવડો થાય છતાં આ જીવને ક્યાં તૃપ્તિ છે ? તપ એજ દવા તપ જેવી રોગની કોઈ દવા નથી' જગતમાં દરેક જગ્યાએ કોઈપણ કામ કરતા કારીગરને રજા મળે જ. માણસને આરામ તો મળવો જોઈએ ને ! હવે તો સરકારે અઠવાડિયામાં બે દિવસની રજા મૂકી છે. તો પછી આપણું શરીર પણ એક મશીનરૂપી કારીગર છે એને કેમ કોઈ દિવસ રજા નહીં. અઠવાડિયામાં બે નહીં તો એક ઉપવાસ તો કરવો જ જોઈએ. પછી જુઓ તમારા શરીરમાં કોઈ રોગ આવે છે ? ભગવાન મહાવીરે બતાવેલો તપ જીવનમાં કેટલો બધો ઉપયોગી છે કર્મના ક્ષયને માટે તો છે જ ઉપરાંત Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૪ આરોગ્ય માટે પણ ઘણો જ ઉપયોગી છે. અઠ્ઠમ એટલે ઉપવાસ કેટલા ? ત્રણ. આઠ કેમ નહીં ? અઠ્ઠમનો અર્થ તો આઠ થાય છે. એક વાર ખાય તે યોગી... બે વાર ખાય તે ભોગી ત્રણ વાર ખાય તે રોગી. અટ્ટમ એટલે શું ? અઠ્ઠમ એટલે આઠ ભોજનનો ત્યાગ. મોટા ભાગે રોજના બે ભોજનનો ત્યાગ, તેથી ત્રણ દિવસના છ ભોજન, આગલા દિવસે એકાસણું પારણાના દિવસે એકાસણું આ પ્રમાણે આઠ ભોજનનો ત્યાગ તેથી જ્ઞાનીઓએ એનું નામ અમ રાખ્યું છે. ફી અક્રમની.... અમેરિકામાં એક ડૉક્ટર હતો. એને ભારતના લોકો પર શ્રધ્ધા હતી એને એમ થતું કે હિંદુસ્તાનના ઋષિમુનિઓએ તપને બહુ મહત્વ આપ્યું છે. શા માટે ? ત્યાંના વૈજ્ઞાનિકોએ ભોગની સામગ્રી ઉભી કરી. જ્યારે આપણા જ્ઞાનિઓએ ત્યાગની સામ્રગી ઊભી કરી. પછી આ ડૉક્ટર દરરોજ આ ત૫૫૨ ચિંતન કરે છે. ચિંતન કરતાં તેને એમ થાય છે કે આ બધા રોગોનું મૂળ ખાવામાં જ છે. માટે હિદુસ્તાનના જ્ઞાનીઓએ જે તપ બતાવ્યું છે તે ખરેખર ઉત્કૃષ્ટ છે. રોગોનું મૂળ ભોજન અને દવા બન્ને છે. તેણે પ્રચાર કર્યો કે દવા છોડી દો અને ઉપવાસ કરો. તેથી લોકોને એમ થયું કે આ તો ઉપવાસ કરાવીને લોકોને મારી નાખશે. તેથી લોકોએ ઝુંબેશ ઉપાડી. ત્યાંની સરકારે તેને જેલમાં પૂર્યો. તેણે જેલમાં રહ્યાં રહ્યાં પણ ઉપવાસની પ્રવૃત્તિ ચાલુ રાખી. છેવટે સરકારે થાકીને એને છૂટો કર્યો. તેને બહાર આવીને મોટી હોસ્પિટલ ઉભી કરી. તેમાં જે કોઈ રોગી માણસ દાખલ થાય તો તેને દાખલ થવાની ફી અક્રમ. પછી એનો જે પ્રમાણેનો રોગ હોય તે પ્રમાણે તેને ઉપવાસો કરાવે. પોતે ૮૪ વર્ષની ઉંમરે પણ ખૂબ જ શસક્ત હતો. તપથી તો બહુ-બહુ ફાયદા છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ અષાડ વદ ૧૨ નમસ્કાર.... આપણે મહાપુરૂષો સાથે સંબંધ જોડવો હોય તો કેવી રીતે જોડવો ? કારણ મહાપુરૂષો તો મહાન છે. જ્યારે આપણે તો એક મામૂલી પ્રાણી છીએ. નમસ્કાર એક એવી ચીજ છે જેનાથી આવા મહાનમાં મહાન પુરૂષોની સાથે આપણે સંબંધ જોડી શકીએ છીએ. અને મહાવિભૂતિ સાથે સંબંધ જોડાવાથી તેમાં રહેલા અનંતા-ગુણોનો સંચાર આપણામાં થાય છે. જેમ કે પાવરહાઉસ હોય અને તેની સાથે એક વાયર દ્વારા જોડાણ કરીને દુનિયાના દરેક દેશોમાં ઈલેકટ્રીક જઈ શકે છે. પરંતુ જો વાયરમાં કાંઈક ખામી હોય અથવા તો જોડાણ જ ન હોય તો ક્યાંથી આપણને પ્રકાશ મળે ? તેમ પ્રભુ સાથે કનેક્શન જોડવું હોય તો નમસ્કાર રૂપી વાયરથી જ જોડી શકાય છે. પરંતુ એ વાયરમાં જરાય ખામી ન હોવી જોઈએ. કોઈ સ્ત્રી કૂવે પાણી ભરવા ગઈ છે. એ ઘડાને પાણીમાં ઉતારે છે. શરૂઆતમાં ઘડો પાણી પર તરે છે. જ્યારે સ્ત્રી તેને બેચાર વખત નમાવે કે તરત જ એ પાણીથી સંપૂર્ણ ભરાઈ જાય. તેમ જો માણસ હૃદયને સાચા ભાવથી નમાવે તો તેનું પરમ કલ્યાણ થઈ જાય. મસ્તકથી નમસ્કાર તો ઘણાં કરે છે પરંતુ જો પરમાત્મા સાથે સંબંધ જોડવો હોય તો હૃદયથી નમો... પરમાત્માનં જોડાણ હૃદયની સાથે જ થાય છે. આ યોનિમાં જ પરમાત્મા આપણી આટલી નજીક છે. બીજી યોનિમાં તો દર્શન પણ દુર્લભ બની જાય છે. પ્રણામ હૃદયથી.... જોડ ને તોડ કૃષ્ણ મહારાજા સભામાં બેઠા છે. તે પોતાના બન્ને રાજકુમા૨ોને કહે છે કે જે ભગવાન નેમીનાથને પહેલા નમસ્કાર કરે તેને ઘોડો આપવામાં આવશે. શાંબ અને પાલક એ બન્નેનું નામ છે. બન્નેને ઘોડો જોઈતો હતો. પાલક વિચાર કરે છે કે હું ભગવાનને પહેલા વંદન કરીને ઘોડો લઉં. એટલે એ વહેલો ઉઠીને દોડયો. ભગવાનની પાસે જાય છે. બસ ભગવાને ખાલી Page #49 -------------------------------------------------------------------------- ________________ ત્યાં બેઠેલા છે તે પાછો ફરે છે. જ્યારે શાંબે તો પોતાના નિયમ મુજબ ઉઠીને પથારીમાં બેઠા બેઠાં એણે ભગવાનને હૃદયથી નમસ્કાર કર્યા. પાલક આવી ને કૃષ્ણ મહારાજાને કહે છે કે પિતાજી હું પહેલાં વંદન કરીને આવ્યો મને ઘોડો આપો. કૃષ્ણ કહે છે કે પહેલા હું ભગવાનને પૂછું કે પહેલાં કોણે નમસ્કાર કર્યા? ભગવાનને પૂછે છે. ભગવાન કહે કે પહેલાં શબે વંદન કર્યા છે. પાલક કહે શાંબ તો હજુ સુધી આપની પાસે આવ્યો પણ નથી. તો ક્યાંથી નમસ્કાર કર્યા હોય ? ત્યારે ભગવાન કહે છે કે તેણે ઘેર બેઠાં જ મને હૃદયથી નમસ્કાર કરેલા છે, તેથી પ્રથમ નમસ્કાર તેના છે. માટે પરમાત્માની સાથે હૃદયથી જોડાણ સાધો. પ્રભુ સાથે જોડાણ સાધવાથી ધન્ના, શાલિભદ્ર, રોહિણેય એવા અનેક મહાત્માઓ તરી ગયા. ભગવાનમાં એક વિશિષ્ટતા હતી કે તે દ્રષ્ટા એટલે જોનાર હતા ચિંતક ન હતાં કારણ ચિંતન તો સારી વસ્તુનું પણ થાય અને ક્યારેક ખોટી વસ્તુનું પણ ચિંતન થઈ જાય. જ્યારે આંખે જોયેલું કદી ખોટું ઠરે નહીં. ભગવાન આવા દ્રષ્ટા હતા. શુશ્રષા... ભોજન કરતાં ભૂખનું મહત્ત્વ છે. જો માણસને ભૂખ લાગી હશે તો સૂકો રોટલો પણ સાકર જેવો લાગશે. જ્યારે ભૂખ વગર અમૃત જેવું ભોજન નીરસ બની જશે. આપણને ધર્મની જિજ્ઞાસારૂપી ભૂખ જાગવી જોઈએ. આજે ધર્મગુરૂઓની વાણી રૂપી અમૃત ભોજન સામે પડયું છે પરંતુ આપણને ધર્મ સમજવાની ભૂખ નથી. માટે આપણને અત્યારે ધર્મ સાંભળવો ગમતો નથી. સંસ્કૃતમાં ધૃ નામનો ધાતુ આવે છે. ૐ એટલે ઘારણ કરવું “ધર્મ' એ શબ્દ ૐ ઉપરથી બનેલો છે. ધર્મ દુર્ગતિમાં પડતા જીવોને વચ્ચેથી ઝીલી લે છે. ખરેખર માણસને જો આ પ્રમાણેનો વિચાર આવે કે મેં ધર્મને ધણી વખત સાંભળ્યો છતાં કાંઈ અસર થતી નથી. હું કેવો કમભાગી છું તો તેનું કલ્યાણ થઈ જાય. એના બદલે આપણે અત્યારે એ વિચાર કરીએ છીએ આપણે ધર્મ ખૂબ સાંભળ્યો છે હવે સાંભળવાનું કાંઈજ બાકી નથી. નમસ્કારમાં બાધક... ચીનમાં એક તત્ત્વજ્ઞાની હતો. માણસો તેની પાસે તત્ત્વજ્ઞાનનું ચિંતન Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૭ કરવા આવે. તેમની પાસે એક માણસ કે જે અંહકારમાં જ ડૂબેલો હતો તે શોખથી તત્ત્વજ્ઞાન સાંભળવા આવ્યો. તેણે ચીનીને કહ્યું કે મારે તમારું તત્ત્વજ્ઞાન સાંભળવું છે મને સંભળાવો. એટલે ચીનીભાઈએ કહ્યું કે ભાઈ પહેલાં ચા-પાણી પીઓ પછી આપણે બેસીએ. એટલે ચાની કીટલી આવી. ચીની ભાઈએ કીટલીમાંથી ચાને કપ-રકાબીમાં કાઢવા માંડી. કપ ભરાઈ ગયો રકાબી ભરાઈ ગઈ છતાં રેડે જ રાખે છે. એટલે પેલા ભાઈએ કહ્યું કે શું કરો છો આ તો ભરાઈ ગઈ છે. ચા બહાર જાય છે. એટલે ચીનીભાઈએ કહ્યું કે હું તમને તત્ત્વજ્ઞાન શીખવું છું. કારણ તમારા મગજમાં અહંકાર ઠાંસી ઠાંસીને ભરેલો છે જો હું તમને કાંઈપણ કહીશ તો તે ચાની જેમ નકામું જવાનું છે માટે પહેલા અંહકાર દૂર કરો અને પછી તત્ત્વજ્ઞાન મેળવો. કેવું જમો છો ? વસ્તુપાળ-તેજપાળ જે વીરઘવલ રાજાના મંત્રી હતાં તે મંત્રી હોવાના કારણે આખો દિવસ મંત્રણાઓમાં વીતે છે. જરાયે ફૂરસદ મળતી નથી. તેમના ગુરૂ મહારાજ વિચાર કરે છે કે વસ્તુપાળ અને તેજપાળ ડૂબી જશે. કારણ ધર્મક્રિયા કરવાની ફૂરસદ મળતી નથી. સત્સંગ પણ છૂટી ગયો છે. માટે તેઓના પરની દયાથી ગુરૂ મહારાજ વિહાર કરીને ધોળકા આવ્યા. આમ તો ગુરૂ મહારાજ આવ્યા હોય ત્યારે ગુરૂ મહારાજ પાસે જાય. ભક્તિ કરે, બસ ઉપાશ્રયમાં મોટા ભાગનો ટાઈમ ગાળે. પછી ગુરૂમહારાજ તેમના ઘરે જાય છે. ઘરે વસ્તુપાળ હતાં નહીં. રસોઈયો હતો. તેણે ગુરૂ મહારાજનું સન્માન કર્યું. ગુરૂ મહારાજે કહ્યું કે હે રસોઈએ ! આજે તું રસોઈ કરીશ નહીં. જે કાંઈ ઘરમાં સુË ટૂંકુ હોય તે મંત્રીને જમવા આપજે. રસોઈએ રસોઈ બનાવી નહીં. વસ્તુપાળ આવ્યા. જમવા બેઠા રસોઈએ તો ખાખરા વગેરે પીરસવા માંડયું. એટલે વસ્તુપાળ ગુસ્સામાં આવી ગયા. રસોઈઆએ બધી વાત કરી. વસ્તુપાળ એકદમ ચમક્યા. તરત જ તે જ ઘડીએ દોડયા ઉપાશ્રય તરફ. ગુરૂ મહારાજના પગમાં પડે છે અને કહે છે કે ગુરૂ મહારાજ આપ ક્યારે પધાર્યા, મને ખબર પણ ન પડી. ગુરૂ મહારાજ કહે ભાઈ તું તો હવે મોટો થઈ ગયો. બરાબર ? હું તારા રસોઈઆને વાસી રસોઈ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૮ પીરસવાનું કહી ગયો હતો. તેની પાછળ કારણ હતું, સાંભળ. તારે તાજી રસોઈ જમવી છે કે પછી વાસી જ ખાવું છે ? કારણ આ બધું તું ભોગવે છે તે તારા બાપદાદાનું પુણ્ય છે. એ પુણ્ય ખૂટી ગયા પછી શું ? હું તને સંદેશો આપવા આવ્યો છું. તેમણે નિયમ કર્યો કે ગુરૂ મહારાજના દર્શન તેમજ વાણી સાંભળ્યા પછી જ રાજસભામાં જવું. વસ્તુપાળે શું નથી જાણ્યુ ? છતાં પણ રોજે રોજ ગુરૂવાણી શ્રવણ કરે છે. આપણે શું દરરોજ દવા એની એ નથી ખાતા ? જ્યાં સુધી ગુણ ન કરે ત્યાં સુધી ખાઈએ છીએ. તે પ્રમાણે આ ધર્મવાણી પણ જ્યાં સુધી આપણને ધર્મી ન બનાવે ત્યાં સુધી ભલે ને એકની એક જ વાત હોય છતાં હંમેશા આપણે ગુરૂવાણીનું શ્રવણ કરવું જોઈએ લાભ અને લોભ એ બંન્નેમાં એક જ માત્રા વધારે છે. માટે લોભ હંમેશાં આગળ રહે, ને જેમ લાભ થાય તેમ લોભ વધતો જાય. I Page #52 -------------------------------------------------------------------------- ________________ અષાડ વદ ૧૩ તો શ્રવણ, કરે પરિવર્તન.... જાવું જરૂર.... જીવાત્માએ વિચાર કરવાનો છે કે આ સંસાર એક મહાન સમુદ્ર છે. આ સમુદ્રમાં અનંત જીવો ઉત્પન્ન થાય છે. અને મરે છે. પાણીના એક બિંદુમાં પણ અસંખ્યાતા જીવો જન્મે છે અને મરે છે. દેવોને પણ દુર્લભ એવા આ મનુષ્યજન્મને પામીને આપણે એની દુર્લભતાને વિસરી ગયા છીએ આપણે જ્યાં જન્મીએ ત્યાંથી અવશ્ય મરવાનું જ છે. આ ખોળિયું આપણી માલિકીનું નથી. ભાડૂતી છે. માલિક જ્યારે ઓર્ડર કરે ત્યારે તેને છોડીને ચાલ્યા જવાનું. પછી દિવાળી હોય કે પર્યુષણ હોય. એનો હુકમ થયા પછી એક સેકન્ડ પણ તેમાં રહેવાય નહીં. ખાલી કરે જ છૂટકો. આ ચિંતનની ભૂમિકા પરથી સાંભળો તો ઉતરેજ.. માટે શાસ્ત્રકારોએ ત્રણ ભૂમિકા કહી છે. ૧. શ્રવણ- ૨. મનન-ચિંતન, ૩. નિદિધ્યાસન (તન્મયતા). સાંભળ્યા પછી તેનું મનન-ચિંતન કરો અને પછી તેમાં તન્મય બનો. માત્ર શ્રવણ પાણી.... અત્યારે આપણો આખો સમાજ શ્રવણપ્રેમી છે. ચિંતનનું નામ નિશાન પણ નહીં. ગમે તેવી મોઘાંમાં મોંઘી સાડી હોય પણ આખરે તો એ ગાભો(ચીંથરૂં) જ છે ને ! આ બધા દર-દાગીના પૃથ્વીકાયના કલેવરો કે બીજું કાંઈ ? આપણે જે પદાર્થને વળગી રહ્યા છીએ તે પદાર્થ પરથી જ્યારે આકર્ષણ ઓછું થઈ જશે ત્યારે તેનું મૂલ્ય સાવ ઓછું થઈ જશે. આ આખો સંસાર મૂલ્યહીન પદાર્થોથી ભરેલો છે. ચિંતન.... ઈંગ્લેન્ડમાં એક એલિઝાબેથ નામની રાણી થઈ ગઈ. તે કપડાની બહું શોખીન. બજારમાં નવું કપડું આવ્યું કે તે તેના ઘેર આવ્યા વગર રહે જ નહીં. તેનીપાસે લગભગ ત્રણ હજાર ડ્રેસ હતાં. છતાં તે અતૃપ્ત રહેતી. વિચાર કરો કે એ સાડી કે ડ્રેસ ને પહેરવાનો વારો એક પછી એક ક્યારે Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૦ આવે? અને જ્યારે આવે ત્યારે તે વસ્તુ કાં તો જીર્ણ બની ગઈ હોય અથવા તો તેની ફેશન નીકળી ગઈ હોય. બસ, બધો સંગ્રહ નિરર્થક અહંકારને પોષવા માટે જ, આજે માણસને સાંભળવાનો એટલો બધો શોખ લાગ્યો છે કે કોઈ સારા વક્તા આવ્યા છે તો બે-ત્રણ હજાર માણસો ભેગા થઈ જશે પણ કોઈ એનું ચિંતન નહીં કરે. ચિંતન વિનાનું જ્ઞાન કેવળ પાણી છે, પાણીની શક્તિ ક્યાં સુધી? પાણી પીએ એટલે થોડીવાર તરસ છીપાય પાછી તરસ લાગે તેમ શ્રવણ કરવામાં આવે ત્યાં સુધી જ તે રહે છે, વ્યાખ્યાન હોલની બહાર ગયા કે વ્યાખ્યાનની અસર પૂરી... પરંતુ શ્રવણ પછી મનન જોઈએ. ચિંતન-દૂધ મનન અને ચિંતનજ્ઞાન દૂધ જેવું છે. દૂધ ઉપર માણસો મહિનાઓના મહિનાઓ વિતાવે છે માટે આવું દૂધ જેવું જ્ઞાન મેળવતાં શીખો દૂધ જેવું જ્ઞાન મળતાં જીવનમાં તૃપ્તિનો અનુભવ થશે. જે આનંદ પૈસા કમાવામાં આવે છે. તેથી અધિક આનંદ તેનું દાન આપવામાં-ખર્ચવામાં આવે જો ચિંતનજ્ઞાન હોય તો. નિદિધ્યાસન-અમૃત.... ધર્મ મેળવ્યા પછી તેમાં તન્મય બની જવું. ઓતપ્રોત બની જવું. તન્મયતાથી જે જ્ઞાન મળે તે જ્ઞાન અમૃત જવુ, અમૃતના સ્વાદ એક વખત ચાખ્યો હોય તો તે સ્વાદ વર્ષો સુધી યાદ રહે છે. તેમજ તેનાથી બધા વિકારો નષ્ટ થઈ જાય છે અને પરમતૃપ્તિ મળે છે. જો આ ત્રણે ભૂમિકા આપણને મળી જાય તો ખરેખર આ જીવ આ ભયંકર સંસાર સાગરને તરી જાય. માટે પહેલાં પ્રભુવાણીનું શ્રવણ કરો, પછી તેનું ચિંતન કરો.. અને તેમાં તન્મય બનો. આવી રૂડી ભગતિ મેં પહેલાં ન જાણી પેલાં ન જાણી રે મેં તો પહેલાં ન જાણી. સંસારની માયામાં મેં તો વલોવ્યું પાણી ભવજલહમેિ અસારે દુલ્લાં માણુસ્સે ભવં.' દુનિયાની બે અબજની વસ્તી ગણાય છે. તેમાં આત્મતત્ત્વનો, પરમાત્મતત્ત્વનો વિચાર કરનારા Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૧ કેટલા માણસો ? આજે આપણે વિચારને જ તાળું મારી દીધું છે. ગાંડાની વચ્ચે ડાહ્યો... એક ગાંડાની હોસ્પિટલ હતી. તેમાં જેનું મગજ ચસ્કી ગયેલું હોય એવાને દાખલ કરતા. અને અમુક ટાઈમ સુધી તેને તેમાં રાખતા. મુદત પૂરી થયા પહેલા કોઈ ગાંડો માણસ ડાહી-ડાહી વાતો કરે તો પણ તેને છોડી ન મૂકે. એક ગાંડો માણસ એક દિવસ ગાંડપણમાં ફિનાઈલની આખી ડોલ પી ગયો. અને તેનાથી પેટમાં રહેલા ઝેરી જંતુઓ ઝાડા વાટે નીકળી ગયા. અને તે ડાહ્યો થઈ ગયો. તેણે ચોકીદારોને કહ્યું કે ભાઈ હવે મને રજા આપો હું ડાહ્યો થઈ ગયો છું. ચોકીદારે કહ્યું કે એવી તો કંઈક ડાહી-ડાહી વાતો કરે છે. પણ છેવટે ગાંડા જ રહે છે. તારી મુદત પૂરી નહીં થાય ત્યાં સુધી તને છોડી મૂકવામાં નહીં આવે હવે વિચાર કરો ડહાપણ આવ્યા પછી છ મહિના સુધી આવા ગાંડાઓની વચ્ચે રહેવાય કેવી રીતે ? તેમ જ્યારે માણસને સંસારની અસારતા સમજાય પછી તેને પણ આ ગાંડા માણસોની વચ્ચે રહેવાનું કેવી રીતે ગમે ? ક્યારે પણ વિચાર કર્યો છે કે હું કેટલો નસીબદાર છું ! માણસ જ્યારે જન્મે ત્યારે તેની સાથે કેટલા જંતુઓ રહેલા હોય છે. એ અસંખ્યાતામાં આપણો નંબર લાગ્યો, ઉપરાંત આપણો જન્મ થયો. હેમખેમ માબાપની કૃપાથી મોટા થયા. જૈન શાસન મળ્યું. ઉત્તમ સંસ્કાર મળ્યા. ઉત્તમ કુળ મળ્યું. અહાહા કેવા નસીબદાર છીએ. અમૂલ્ય વાણી.... ઉપદેશ સાંભળવાની એક કોડીએ બેસતી નથી. મફત સાંભળવા મળે છે. માટે આજે એની કિંમત ઘટી ગઈ છે. ચૉરાના ઓટલા પર વાતોનાં ગપ્પાં મારશે પણ ધર્મ સાંભળવા નહીં આવે. હમણાં સિનેમાં કે કોઈ લેફ્ટર હોત તો દોડીને જાત. ત્યાં પૈસા ખર્ચીને પણ તેનો લ્હાવો લે. જ્યારે આજે ગુરૂવાણી મફત મળે છે. માટે તેની કિંમત કોડીનીયે નથી. તમને સાધુ મફત મળ્યા. સાધ્વી મફત મળ્યા. ઉપાશ્રય મફત મળ્યો. ધર્મ મફત મળ્યો. બધું મફત મફત. માટે કોઈનેય સાંભળવાની ઈચ્છા નથી થતી. Page #55 -------------------------------------------------------------------------- ________________ અષાડ વદ ૧૪ મૂલ્ય કેટલું? જીવન કિંમતી.... ' મનુષ્યજન્મ દ્વારા દુનિયાની કિંમતમાં કિંમતી ચીજો મળી રહે છે. માટે જ મહાપુરૂષોએ તેની દુર્લભતા કહેલી છે. માનવજન્મનું મહત્ત્વ એ નથી કે સારૂં ખાવાનું મળ્યું સારું પહેરવાનું મળ્યું. ધર્મરૂપી રત્ન મેળવવું અતિ દુર્લભ છે. અષ્ટાપદ પર્વત પરથી જ્યારે ગૌતમસ્વામી પધાર્યા ત્યારે ભગવાને ગૌતમ સ્વામીને કહ્યું કે હે ગૌતમ! મનુષ્યભવ માનવને મળવો અતિમાં અતિ દુલર્ભ છે. આ સંસાર એકલા એફસીડન્ટોનો ભરેલો છે. ક્યારે કોનો એફસીડન્ટ થશે તે કહેવાતું નથી ! સમયનો પ્રમાદ ન કરીશ ! આ દોડધામોને અંતે છેવટે હાથમાં જે આવે છે તે અનંતું દુઃખ આપનારું બને છે. દુર્લભની પ્રાપ્તિ.. અકબર બાદશાહ અને બિરબલ બન્ને બેઠા છે.... ત્યાં એક મોટું ટોળું નીકળે છે. અને બૂમો મારે છે કે અન્નદાતા ! ભૂખે મરી રહ્યા છીએ. કંઈક આપો, કંઈક આપો. આ બૂમો સાંભળીને અકબર બિરબલને કહે છે કે આ કોણ બૂમો પાડી રહ્યા છે? મને કંટાળો આવે છે. શું કામ ભૂખે મરે છે? આખા ખાજાં ખાવા ન મળે તો ખાજાનો ભૂકો ખાઈ લે ? આવી બૂમો શા માટે મારે છે? ત્યારે બિરબલ કહે છે કે નામદાર ! એમણે દુનિયામાં ખાજાનું નામ ય સાંભળ્યું નથી. જ્યાં સૂકા રોટલાનો ટૂકડો મળવો મુશ્કેલ છે, ત્યાં ખાજાની ક્યાં વાત...? માણસ પોતે સુખી હોય છે, એ સુખની કલ્પનામાં એને કોઈ દિવસ કોઈ ગરીબનો વિચાર પણ આવતો નથી. આપણને આ મનુષ્યભવ મળ્યો છે. તેથી આપણને કોઈ જીવની યાતનાનો ખ્યાલ જ આવતો નથી. જેમ અકબરને ખાજાં સામાન્ય લાગે છે. તેમ આપણને આ ઉત્તમકુળ, આર્યદેશ, જૈનધર્મ બધું સામાન્ય લાગે છે. પેલા ગરીબોનાં ટોળાને ખાજાં મળવા કેટલા દુર્લભ છે? તેમ આપણને અહીંથી આંખ મીંચાયા પછી લાખ પ્રયત્નો કરવા છતાં પણ આ ભવ કરીથી મળવાનો નથી Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૩ શ્રવણરુચિ.... એક જણાએ કહેલું કે જગતમાં બે જાતના માણસો છે. કેટલાક માણસો એવા છે કે ચોરી કરે છે અને જેલ માં જાય છે. અને બીજા કેટલાક માણસો એવા છે કે જેલમાં જાય છે અને ચોરી કરે છે. આવું આ રાજકીય સંસ્થામાં ચાલે છે. જેલમાં ગયેલા નેતાઓ કહે છે કે અમે પહેલાં જેલમાં ગયા હતા. રાજ કરવાનો હક અમારો છે. રાજ્ય પર આવે એટલે કે કરો ચોરી. આવા બધાનું ભાષણ સાંભળવાનું લોકોને મન થાય છે. જે વિનાશના પંથે લઈ જવાનું છે. જ્યારે માણસને આજે ધર્મની કલ્યાણકારી દેશના સાંભળવાનું મન થતું નથી. સંભળાવનાર તમારી સામે આવે છે. તમો અમલમાં મૂકો કે નહી તો પણ સંભળાવે છે. ભગવાનની કેટલી અપાર કરૂણા છે. જેણે ચતુર્વિધ સંધ સ્થાપ્યો આ સંઘમાં દાખલ થવા માટે કોઈ ફી નથી કોઈ ચાર્જ નથી. ભૂખ વેઠીને, તરસ વેઠીને, પગે ચાલીને આ સાધુ-સાધ્વીનો સંઘ ગામોગામ ઘૂમે છે. અને પરમાત્માનો સંદેશો પહોંચાડે છે. પરંતુ સદેશો ઝીલનાર અત્યારે બહુ ઓછા છે. દેવોને અથવા તો ઈન્દ્રોને આવી વીરવાણી સાંભળવી હોય તો તેમણે લાખો યોજનાનું અંતર કાપવું પડે ત્યારે સાંભળવા મળે. જ્યારે આપણને સામે ચાલીને મળ્યું છે. સાંભળવાની રૂચિ ઉત્પન્ન થવી એ પણ અતિ દુર્લભ છે. આજે આ ભારતમાંથી જૈનધર્મના લોકોને અમેરિકા બોલાવે છે. એમને નથી મળ્યું એટલે જાણવાની તાલાવેલી છે. અમેરીકામાં એક હજાર ડોલર આપે ત્યારે સંવત્સરી પ્રતિક્રમણ થાય. અમેરીકાથી લોકો પ્રતિક્રમણવિધિ સમજાવા માટે છેક અહીં આવે. વિચાર કરો- જેને નથી મળ્યું તેને કેટલું મહત્ત્વ છે ? સૂચક-સ્વપ્ર... અઢી હજાર વર્ષની વાત છે. એક જણ ને સ્વમ આવ્યું. સ્વપ્રમાં જુએ છે કે લોકો પાણી માટે તરસથી તરફડે છે. પાછળ કૂવો દોડે છે. કૂવો બૂમો પાડે છે કે પાણી પીઓ, પાણી પીઓ, પણ લોકો પાછળ જોવાને બદલે આગળ જ બૂમો પાડતા દોડતા જાય છે. સ્વપ્ર પૂરું થયું. તે કોઈ મહાત્મા પાસે જઈને સ્વપ્રનું રહસ્ય પૂછે છે. મહાત્મા કહે છે કે ભાઈ ભવિષ્યનો આવો Page #57 -------------------------------------------------------------------------- ________________ ४४ પડતો કાળ આવવાનો છે. સાધુ-સાધ્વી-સંત-મહાત્માઓ બૂમો પાડતા પાછળપાછળ ઘુમશે પરંતુ લોકો આગળ જ દોડશે. ગુરૂ ભગવંતો પોતાની વાણીરૂપી પાણી પાવા માટે પાછળ દોડશે. પરંતુ લોકો તે પાણીને પીએ નહીં શકે. ઘરેણાં જેવા મોટા આભૂષણો કોણ પહેરી શકે? જે શેઠીયા હોય એજ ને! ગરીબ માણસ કાંઈ પહેરી શકે ? તેમ જેની પાસે સગુણોરૂપી ઘરેણાં હશે ત્યાં જ ધર્મ આવશે, સદ્ગણોની સાથેનો ધર્મ દીપી ઉઠશે. પ્રદર્શન નહીં પણ દર્શન આપણું આ જીવન પરમાત્માના દર્શનને માટે છે. જ્યારે આજે બધે પ્રદર્શન થઈ રહ્યું છે. વૈભવનું હો કે કપડાનું, ઘરેણાનુ હો કે રૂપનું. બસ જ્યાં જોઈએ ત્યાં પ્રદર્શન, પ્રદર્શન. જગતના દરેક જીવો સ્વાર્થથી જ ભરેલા છે. જ્યારે પરમાત્મા એક જ એવા છે કે જે પરમાર્થથી ભરેલા છે. સૂરદાસ અંધ હતાં કોઈ એમ કહે છે કે એ અંધ જ હતા જ્યારે કેટલાક કહે છે કે એમણે કહેલું કે આ જગતના ચહેરા જોઈને શું કરવાનું ? બસ જગતના ચહેરા જોવા ન પડે માટે તેઓ આંખે પાટા રાખતાં. કેવળ પરમાત્માનું જ મુખ જોવા લાયક છે. દેવો અસંખ્યાત કેમ ? દેવલોકમાં અસખ્યતા દેવો ઉત્પન્ન થાય છે. જ્યારે મનુષ્યલોકમાં સંખ્યાતા જ મનુષ્યો છે. તો દેવલોકમાં આટલા બધા દેવો ક્યાંથી ઉત્પન્ન થાય ? સમુદ્રમાં પ્રતિમાના આકારના વેલાઓ હોય છે. માછલા આ વેલાને જૂએ છે. અને એમને એમ થાય છે કે આવી આકૃતિ કયાંક જોઈ છે. છેવટે એમને જાતિસ્મરણ જ્ઞાન થાય છે. અને પોતે વિચારે છે કે અમે કુકર્મ કરીને આ યોનિમાં ભટકાઈ પડયા છીએ. પછી તેના આઘાતથી અણશણ કરે છે. અને કાળ કરીને તેઓ દેવલોકમાં દેવી તરીકે ઉત્પન થાય છે. આ રીતે મનુષ્યો સંખ્યાતા જ હોવા છતાં દેવો અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. મૂર્તિમાં સાક્ષાત્ દર્શન... Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૫ બ્રહ્માની ઉત્તરમાં બેંગકોંગ નામનુ શહેર આવેલું છે. ત્યાં બુધ્ધની પ્રતિમા છે. તે મૂર્તિ પ ટન સોનાની બનાવેલી છે. પ૬ મણનો એક ટન. સાચી ઉપાસનાથી મૂર્તિ દ્વારા પણ ઘણા લોકો તરી જાય. મૂર્તિમાં સાક્ષાત પરમાત્માનાં માણસ દર્શન કરી શકે છે, જ્યારે તેનો આત્મોલ્લાસ ઉચ્ચ કોટીનો બને ત્યારે. જે વ્યક્તિએ શરીર, આયુષ્ય, સંબંધો, સંપત્તિની અનિત્યતાનું રોજ ચિંતન કરેલું છે તેને તે ચાલ્યું જતાં જરાયે શોક-ગ્લાનિ થતાં નથી. Page #59 -------------------------------------------------------------------------- ________________ અષાડ વદ ૧૫ (અમાવસ્યા) ધર્મની યોગ્યતા સંસારે સહુ દુઃખી.... બધા માણસો સુખમાં ભાગીદાર થવા આવશે. જ્યારે એ જ માણસો દુઃખમાં આવે ત્યારે ? અરે ! સગો ભાઈ પણ દુઃખ આવતાં દૂર થઈ જાય છે. આવું સંસારનું સ્વરૂપ નજરે જોવા છતાં પણ મનુષ્ય એમાં જ રચ્યોપચ્યો રહે છે. કારણ સાંભળ્યા પછી ચિંતન નથી કરતો. જ્યારે માણસને આ સંસાર પર અજંપો પેદા થશે ત્યારે જ આ સંસારની ઘટમાળા પૂરી થશે. હેમચંદ્રાચાર્ય કહે છે... તું બીજાની હાલત જોઈને દુઃખી થાય છે. અહા ! બિચારા કેવા પીડાય છે. એ પ્રમાણે બોલે છે પરંતુ તને એમ કેમ ખ્યાલ નથી આવતો કે એવી બિચારા જેવી દશા તારી પણ થવાની છે. ગુણી ધર્મને લાયક.... જે માણસ ગુણમાં દરિદ્ર હોય છે. અર્થાત્ ગુણી હોતો નથી, તે ધર્મ કરવાને લાયક નથી. તે ધર્મ કરે તો પણ વિશિષ્ટ કોટીનો ધર્મ તેના હાથમ ન આવે. ગુણો સાથે જ ધર્મ વણાયેલો છે. આજે પૈસાદાર માણસો એમ માને છે કે ધર્મ કરવાની શી જરૂર છે? જે ગરીબ-બિચારા-બેકાર હોય તેમના માટે ધર્મ છે. બરાબરને? સામાન્ય ધનવાન માણસને જ્યારે ધર્મ સાંભળવાની ઈચ્છા થતી નથી તો દેવલોકમાં દેવસુખ ભોગવતા દેવોને ક્યાંથી થાય ? અને કદાચ કોઈ પૂર્વનો આરાધક દેવ હોય અને સાંભળવાની ઈચ્છા થાય તો પણ તેને કેટલું અંતર કાપીને અહીં આવવું પડે. માટે જ મહાપુરૂષો કહે છે જે ધર્મની સામગ્રી મનુષ્ય ભવમાં મળી છે, તે સામગ્રી કોઈ ભવમાં કે કોઈ લોકમાં નહીં મળે. પશુ જીવનમાં તો ધર્મની કોઈ શક્યતા જ નથી, માનવજીવનમાં પણ બે-ચાર ટકા માણસોને ધર્મ સાંભળવાની રૂચિ હોય છે. ૨૧ ગુણોથી યુક્ત હોય તે માણસ ધર્મ કરવાને લાયક છે. ૨૧ ગુણો.. ૧. અશુદ્ર - કુદ્ર ન હોય અર્થાત્ છીછરો ન હોય. Page #60 -------------------------------------------------------------------------- ________________ ४७ ૨. રૂપાવાનું - પાંચ ઈન્દ્રિયોથી પરિપૂર્ણ હોય. ૩. પ્રકૃતિથી સૌમ્ય - સ્વભાવે શાંત, નમ્ર હોય. ૪. લોકપ્રિય - લોકોમાં પ્રિય હોય, ધર્મી માણસ મોટા ભાગે લોકોમાં પ્રિય જ હોય છે. ૫. અક્રૂર – નિષ્ફર ન હોય દયાળુ હોય. ૬. પાપભીરૂ - પાપથી ડરનારો હોય. ૭ અશઠ - લુચ્ચો ન હોય. ૮ દાક્ષિણ્ય – શરમાળ હોય. બે આંખની શરમથી પણ માણસ સુધરી શકે. ૯. લજ્જાળુ - હું આમ કરીશ તો મારૂં ખરાબ દેખાશે. શાસ્ત્રકારો લજ્જાને તો ગુણોની માતા કહે છે. લજ્જાવળો હોય. ૧૦. દયાળુ - દયા એ ધર્મની માતા છે. દયાળુ હોય. ૧૧. મધ્યસ્થ - પક્ષપાતી ન હોય દૃષ્ટિમાં સૌમ્યતા હોય. ૧૨. ગુણાનુરાગી - સૌ કોઈ બીજામાં દોષને જ જોતાં હોય છે. ગુણને ગ્રહણ કરનારા વિરલા જ હોય છે. ગુણોનો અનુરાગી હોય. ૧૩. સત્કથા - સારી બેઠકવાળો, સત્સંગ વાળો. તેની પાસે જ્યારે જોઈએ ત્યારે વાતો ચાલતી હોય. ૧૪. સુપક્ષથી યુક્ત હોય - અર્થાત્ એની આજુ બાજુ રહેનારા એટલે કે મિત્રો વગેરે સુસંસ્કારી હોય. ““સોબત તેવી અસર.' ૧૫. વિશેષજ્ઞ - વિશેષ રીતે ધર્મને જાણનારો હોય. ૧૬. સુદીર્ઘદર્શ - હંમેશા વિચારીને પગલું ભરનારો હોય. ૧૭. વૃદ્ધાનુગ - વૃધ્ધોને અનુસરનારો, વડીલોની આજ્ઞાને માથે ચડાવનાર હોય. ૧૮. વિનીત - વિનયી હોવો જોઈએ. ““તસ્માત્ સર્વેષાં ગુણાનાં ભાજન વિનય '' ગુણોરૂપી જે રત્નો છે, તે રત્નોને રાખવા માટેનું પાત્ર કયું? વિનય એ રત્નો ને રાખવાનું પાત્ર છે. વિનયવાળો હોય. ૧૯. કૃતજ્ઞ - બીજાએ કરેલા ઉપકારને સમજનારો હોય. ઉપકાર પર અપકાર કરનાર ન હોય. ૨૦. પરહિતચિંતક - બીજાનું હિત કરવાના સ્વભાવવાળો હોય. ૨૧. લબ્ધલક્ષ - લક્ષ બાંધીને ચાલનારો હોથ. જે માણસ કોઈપણ વાતનું લક્ષ બાંધે તે તે મંજિલે પહોંચી શકે. Page #61 -------------------------------------------------------------------------- ________________ શ્રાવણ સુદ ૧ | અક્ષુદ્રતા પિત્ત જેવો... ખરેખર ! આ જીવનમાં કમાવા લાયક ચીજ હોયતો ધર્મ જ છે... ધર્મરૂપી ઝવેરાત મેળવવું મહાદુર્લભ છે. આજે જીવનમાં જે છીછરાપણું છે તેને લીધે માણસ પોતાનામાં રહેલા ઉત્તમ ગુણોનું અવમૂલ્યાંકન કરી રહ્યો છે. જ્યારે માણસને પિત્ત થાય અને પિત્ત જ્યાં સુધી વોમીટ થઈને બહાર ન નીકળે ત્યાં સુધી ચેન જ ન પડે. તેમ... જેનામાં આ છીછરાપણાનો ગુણ રહેલો છે. તે માણસ જ્યાં સુધી પોતે કરેલું સત્કાર્ય ગાય નહીં, ત્યાં સુધી તેને ચેન જ પડતું નથી. પ્રથમ અક્ષુદ્ર ગુણનું વર્ણન : વિચારોમાં છીછરાપણું સ્વભાવથી પણ છીછરો, ધર્મકાર્યમાં પણ છછરો, જેનામાં આવી અવગુણ રહેલો હોય તે માણસ ધર્મને લાયક નથી. કરે અને બોલી બતાવે, આખું જગત મોટા ભાગે છીછરું જ છે. જીવનમાં ગંભીરતા લાવો. સમુદ્ર ગંભીર હોય છે. તે બધી નદીઓના પાણીને સમાવે છે. જ્યારે નાનાં ખાબોચિયાં છીછરાં હોય છે. તે પાણીને સંઘરી શકતા નથી. અત્યારે મોટા ભાગે માણસો છીછરા થઈ ગયા છે. કાંઈ પણ સત્કાર્ય કરશે એટલે એને એમ થશે કે ક્યારે હું બહાર બધાને કહું? જ્યારે ગંભીર માણસ દાન આપે કે કંઈ પણ ઉત્તમ કાર્ય કરે તો તેમનો ડાબો હાથ પણ ન જાણે. એક દિકરાને તેના બાપે કહેલું કે બેટા ધર્મકાર્યમાં કે ગમે ત્યાં પૈસા ખર્ચે તો પણ ક્યાંય નામ ન આપીશ. નામ તો ભગવાન સિવાય કોઈનું અમર થયું નથી અને થવાનું નથી. સ્વામિવાત્સલ્યની પ્રથા... એક યુગમાં માણસો એવા સત્ત્વશાળી હતા કે કોઈ કંઈ પણ લેવા તૈયાર થતું નહીં. માણસો કહે અમારે દાન ધર્મ કરવો કઈ રીતે ? એટલે નવકારશીની, સ્વમિવાત્સલ્યન પ્રથા શરૂ થતા નવ કારસી વાંરવા માટે ગમે Page #62 -------------------------------------------------------------------------- ________________ તેવો ક્રોડાધિપતિ હોય તો પણ આવે. આ પ્રમાણે ધર્મકાર્યમાં પૈસો ખર્ચતા. આજે તો એ સત્ત્વ આ યુગમાંથી નીકળી ગયું છે. શ્રાવક પહેલો વિચાર શું કરે? ખાવાનો કે ખવરાવવાનો, ભોગનો કે ત્યાગનો ? શાલિભદ્ર પૂર્વભવમાં એની દરિદ્ર અવસ્થામાં ખીર કોઈ દિવસ જોયેલી નહીં. જ્યારે એના હાથમાં આવી ત્યારે એણે પહેલા શું વિચાર કરેલો? જાણો છો ને? ગુરૂ મહારાજને વહોરાવી ને પછી ખાઉં. તમને થાળીએ બેસતાં કોઈ દિવસ વિચાર આવે છે. ખરો? કારણ? આપણા હૃદયમાં ગુરૂ પ્રત્યેની એવી સંભાવના નથી. ગંભીરતાનું ફળ. એ દાનનું શાલિભદ્ર આટલું મોટું ફળ કેમ પામ્યો ? કારણ તેણે ખીર વહોરાવી ખરી પણ એનામાં ગંભીરતા હતી તેથી તેણે તેની માતાને કહ્યું નહીં કે મા મોં ખીર વહોરાવી દીધી. એ ગંભીરતાના ગુણથી જ તેને આટલું મોટું ફળ મળ્યું. સંપત્તિનું પ્રદર્શન.. એક શેઠ હતાં. જીવનમાં તેણે ખૂબ અઢળક સંપત્તિ મેળવી. ભોંયરામાં રહેલા રૂમોને તેને સોના ચાંદીથી ભરી દીધા. પરંતુ તેને ચટપટી લાગી ક્યારે હું કોઈને જણાવું ? કે મારી પાસે આટલી સંપત્તિ છે. તેણે વિચાર કર્યો કે જો રાજા એમ જાણે કે મારી પાસે આટલી સંપત્તિ છે. તો બહુ સારું થાય. એમ વિચારીને તેણે આખું કુટુંબ ભેગું કર્યું અને કહ્યું કે આપણે રાજાજીને જમવા માટે આમંત્રણ આપીએ. નાની વહુએ ના પાડી કે સંપત્તિનું પ્રદર્શન કરવું તે બરાબર નથી. છતાં શેઠે માન્યું નહીં અને જમવાનું નિમંત્રણ આપ્યું જમ્યા પછી રાજાને સંપત્તિ દેખાડી. રાજા તો એક પછી એક ઓરડા જોઈને ચકિત થઈ ગયો. આટલો ધનભંડોર તો મારી પાસે પણ નથી. રાજા મહેલે ગયો પણ તેને ચેન પડતું નથી. તેણે મંત્રીને સર્વ હકીકત કહી. આ જગતમાં કુદરતનો એક નિયમ છે. માણસે બીજાની સંપત્તિ જોઈ નથી, ત્યાં સુધી પોતાની પાસે છે તેનામાં સંતોષ હોય છે. પરંતુ જ્યારે તેની નજર બીજાની સંપતિ ઉપર પડે છે ત્યારે તેના જીવનમાં ઈર્ષાની આગ ચંપાય છે. પાણીની એ ૨ રહેલી હોડીને પવન જેમ ઘસડીને લઈ જાય છે, તેમ માણસને Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૦ વૈભવરૂપી પવન ખેંચી જાય છે. મંત્રીએ કહ્યું કે એ ધન આપણે પડાવી લઈએ. પરંતુ જો અચાનક છાપો મારીશું તો લોકમાં નિંદાપાત્ર બનીશું. માટે મંત્રી એક યુક્તિ બનાવે છે અને રાજાને કહે છે કે શેઠને આપણે ત્યાં નિમંત્રણ આપીએ. અને એક પ્રશ્ન પૂછીએ. જો એ જવાબ આપે તો ભલે, નહીંતર કહેવાનું કે જો ભાઈ ! સંપત્તિ તો બુદ્ધિથી જ સચવાય, બુદ્ધિ વગર સંપત્તિ સાચવી શકાય નહીં. માટે તમારી સંપત્તિ રાજ્યના ધનભંડારમાં મોકલી દો. શેઠને બોલાવે છે અને વાત રજૂ કરે છે. શેઠ તો આ સાંભળીને ચમક્યા. મંત્રી પ્રશ્ન પૂછે છે કે હંમેશા વધે છે શું અને ઘટે છે શું ? નાની વહૂનો જવાબ... શેઠ એક દિવસની મુદત માગે છે. ઘેર આવે છે. શેઠ તો ઢીલાઢસ થઈ ગયા. હવે કરવું શું? ઘરના લોકો પૂછે છે. બધી હકીકત કહે છે. કોઈને કાંઈ સૂઝતું નથી, ત્યારે નાની વહુ કહે છે કે સસરાજી તમે જરાયે ગભરાશો નહીં. રાજસભામાં કહેજો કે મારી નાની વહુ જવાબ આપશે. શેઠ બીજા દિવસે રાજસભામાં જાય છે. આ પ્રમાણે કહે છે. ત્યાં નાની વહુ હાથમાં ઘાસનો પૂળો અને દૂધનો કટોરો લઈને દાખલ થાય છે. અને રાજાને કહે છે કે રાજન્ ! જવાબ આપવો એ નાની સૂની વાત છે. પરંતુ તે પહેલાં લો આ દૂધનો કટોરો પીઓ. રાજા કહે છે કે અરે છે શું ? શું રાજસભામાં દૂધ પીવાય ? ત્યારે નાની વહુ કહે કે રાજન્ ! તમે હજી નાના બાળક છો કારણ નાના બાળકમાં બુદ્ધિ ન હોય. લાંબી સમજણ પણ ન હોય માટે તમે હજુ દૂધ પીતા છો અને પેલો પૂળો પેલા મંત્રી પાસે મૂકે છે અને કહે છે, કે આ મંત્રી બુદ્ધિનો બૅલ (બળદો છે. માટે આ પૂળો તેને ખાવા માટે લાવી છું. ગભરાયા વગર બધું બોલે છે. રાજા વિચારે છે કે આ બધું શું છે ? વહુને પૂછે છે, વહુ કહે છે કે રાજ! આપને કુબુદ્ધિ સુઝાડનાર આ મંત્રી છે. મંત્રીમાં બુદ્ધિ નથી. કારણ રાજાએ તો પ્રજાની સંપત્તિ જોઈને રાજી થવું જોઈએ. પડાવી લેવાની વૃત્તિ ન રાખવી જોઈએ. તેમજ તમારા પ્રશ્નનો જવાબ સાંભળો. તૃષ્ણા હંમેશા વધે છે. એ ક્યારેય ઘટતી નથી. હમેશાં ઘટનારી ચીજ “આયુષ્ય'. જે હંમેશા ઘટતું જ રહે છે મા-બાપ જાણે કે છોકરો Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫૧ મોટો થયો પરંતુ મોટો થયો, કે એનું આયુષ્ય ઘટયું? ઈચ્છા આકાશ જેટલી.. ઉત્તરાધ્યયન સૂત્રમાં ઈન્દ્ર અને નમિનો સંવાદ આવે છે. એમાં ઈન્દ્ર મહારાજ સવાલ પૂછે છે – સંયમની કેડી પર પગલા ભરતાં નમિરાજા એના એટલા જ સુંદર જવાબ આપે છે. ઈન્દ્ર મહારાજ કહે છે કે તમે ઘનભંડાર પૂરા ભરીને જાઓ, ત્યારે નમિરાજા કહે છે – મહારાજ માણસની તૃષ્ણા હંમેશાં વધે છે. તે ક્યારેય પૂરી થતી નથી. સુબૂમ ચક્રવર્તિ થઈ ગયો. પૃથ્વી પર વધારેમાં વધારે બુદ્ધિશાળી ચક્રવર્તિ હોય છે. સુભૂમે છ ખંડ જીત્યા હજુ પણ તેની તૃષ્ણા પૂરી ન થઈ. તેથી બીજા છ ખંડ જીતવા માટે તૈયારી કરે છે. વિમાન તૈયાર કરે છે. સોળ હજાર દેવો તેને ઉપાડીને લવણ સમુદ્રની ઉપરથી જઈ રહ્યા છે. ત્યાં એક દેવને વિચાર આવે છે કે આટલા બધા દેવો આ વિમાનને ઉપાડીને જઈ રહ્યા તો હું એક હાથ છોડી દઈશ તો શું વાંધો? એમ વિચારીને હાથ ખસેડી લે છે. ત્યાં એકી સાથે ૧૬૦૦૦ દેવોને પણ એ જ પ્રમાણેનો વિચાર આવે છે. એટલે એકી સાથે બધા હાથ ખસેડી લે છે. વિમાન તરત જ સમુદ્રમાં પડે છે. તૃષ્ણાની લાયમાં આ ચક્રવર્તિ મરીને સાતમી નરકે જાય છે. ભગવાને શ્રાવકના વ્રતમાં બતાવેલું છે ને ! પરિગ્રહ પરિમાણવ્રત, સંપત્તિની મર્યાદા. જો એ ન બની શકે તો તમે તમારી ઈચ્છાનું તો પરિમાણ કરો. ઈચ્છા આકાશ જેટલી અનંત છે. આ ઈચ્છાને મર્યાદા લાવવા માટે જ ભગવાને ઈચ્છાપરિમાણ વ્રત બતાવ્યું છે. આજે માણસ એટલી બધી લોભ દશામાં જીવી રહ્યો છે કે એની કોઈ વાત જ થાય તેમ નથી, ‘લાભ' અને “લોભ' એ બન્નેમાં એક જ માત્રા વધારે છે. માટે લોભ હંમેશા આગળ રહે, ને જેમ લાભ થાય તેમ લોભ વધતો જાય. - આ બાજુ નાની વહુની આવી વાતો સાંભળીને રાજસભા આખી ચકિત થઈ ગઈ. રાજાએ બાઈને કહ્યું કે બાઈ, તે તો મને બહુ મોટા પાપમાંથી બચાવી લીધો. તું તો મારી ગુરૂ છે. મંત્રીને રજા આપી દીધી. સૂક્ષ્મબુદ્ધિથી ધર્મ... માણસમાંથી ગંભીરતા જવાથી માણસ છીછરાપણાને લીધે વધારે પરેશાન થાય છે. એક માણસે અભિગ્રહ લીધો કે મારે માંદાની સેવા ચાકરી Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૨ કર્યા પછી ભોજન લેવું. હવે એક વખત બન્યું એવું કે ગામમાં કોઈ મોટું જ નથી. હવે બુદ્ધિમાં ક્ષુદ્રપણાને લીધે, તે વિચારે છે કે આજે મારો દિવસ નકામો ગયો. કારણ આજે કોઈ માંદ જ નથી. આવા હલકા વિચાર કરતાં એવો વિચાર કરવો જોઈતો હતો કે આજે મારો દિવસ સોનાનો ઉગ્યો. કારણ કે આજે કોઈ માંદું જ નથી. બસ માટેજ શાસ્ત્રકારો કહે છે કે ધર્મને સૂક્ષ્મબુદ્ધિથી પારખવો જોઈએ. આચારાંગ સૂત્રમાં આવે છે કે ઘડો જો વાંકો હોય તો પાણી ઢોળાઈ જાય છે પણ જો સ્થિર હોય તો તેમાં પાણી ટકી શકે તેમ ધર્મનો આરાધક માણસ આવો ક્ષુદ્રબુદ્ધિવાળો, હૃદયમાં મલિનતાવાળો, વક્ર હોય તો ધર્મ કરે તે પણ ઢોળાઈ જ જાય... ગંભીર હૃદય, સૂક્ષ્મબુદ્ધિ, ધર્મને ટકાવે છે. માણસ હૃદયને સાચા ભાવથી નમાવે તો તેનું પરમ કલ્યાણ થઈ જાય. Page #66 -------------------------------------------------------------------------- ________________ શ્રાવણ સુદ ૨ ગગનમંડનમેં ગૌઆ વીઆણી... ભગવાનની સાચી ભક્તિ કરવાથી તેની સાથે સંબધ જોડવાથી સાચા ધર્મની પ્રાપ્તિ થાય છે. ઉત્તમ કુળ મળે છે. ઉત્તમ સંસ્કારો મળે છે. તેથી માણસને ધર્મ ક૨વાની ભાવના થાય. પરંતુ એ ધર્મ ઉચ્ચ કોટિનો છે કે ખાલી ધર્મનો આભાસ જ છે, આ સવાલ ઉભો છે. આનંદઘનજી મહારાજા કહે છે કે હું એને મારો ગુરૂ માનું કે જે મને આ વાતનો સત્ય જવાબ આપે “ગગનમંડનમેં ગૌઆ વીઆણી, ધરતી દૂધ જમાયા, માખણ તો કોઈ વિરાલા પાયા, છાશે જગત ભરમાયા.” ધર્મ-ગુણાત્મક ગાય આકાશમાં વીયાણી, જમીન પર તેનું દહીં મેળવ્યું, એમાંથી માખણ તો કોઈ વિરલા પાયા ! આખું જગત છાશથી ભરમાયું, ભગવાન દેશના આપે છે ત્યારે તે સમવસરણ પર બિરાજમાન છે. ભગવાનની વાણીને આનંદઘનજી મહારાજ ‘ગગનમંડન મેં ગૌઆ વીયાણી' એવી ઉપમા આપે છે. અને વાણી રૂપી દૂધ પૃથ્વી પર પડયું. પરંતુ તેમાંથી માખણરૂપી તત્ત્વ કોઈ વિરલ આત્માઓ જ મેળવી શકે છે. બાકી આખું જગત છાશ જેવા ક્રિયાત્મક ધર્મથી જ ભારમાયું છે. વર્ણવ્યવસ્થા મોટા ભાગના લોકો આજે સંસારને મીઠો બનાવવા માટે ધર્મ કરે છે. જગત આખું દુઃખભીરૂ છે. જ્યારે માણસ પાપભીરૂ બને ત્યારે જ તેને ધર્મનું સાચું સ્વરૂપ સમજાયું એમ કહેવાય દુઃખભીરૂ નહીં, પાપભીરૂ.... પહેલાં આપણા દેશમાં વર્ણવ્યવસ્થા હતી જેથી બધા વર્ગો એકબીજાના પૂરક બનીને રહેતા. ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય, અને ક્ષુદ્ર આ પ્રમાણે ચાર વર્ગો હતા. જેને જે કામ સોંપેલું હોય તેને તે કરવાનું હોય. ક્ષત્રિયોને દેશની સંભાળ રાખવાનું કામ સોંપેલું હતું. બ્રાહ્મણોને વિદ્યા આપવાનું કામ સોંપેલું, Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૪ વેપારનું કામ વૈશ્ય લોકોને આપેલું. અને બીજાં કામ એટલે કે સાફ-સફાઈ વગેરેનું કામ ક્ષુદ્રોને સોંપેલું. આ પ્રમાણે કામની વહેંચણી કરેલી હોવાથી દેશમાં ખૂબ જ સંપથી અને સુખેથી લોકો જીવતા. દેશનું તંત્ર બહુ સુંદર રીતે ચાલતું. આજે વર્ણવ્યવસ્થા ચાલી જવાથી, દેશમાં તોફાનનું જોર વધી ગયું છે. હક્કનો ઉપયોગ - સ્ત્રીએ કરેલું પાપ તેના પતિને પણ લાગે. જો પતિ તેને અટકાવે નહીં તો ચોક્કસ લાગે, પતિનો તેને અટકાવવાનો હક્ક છે. શિષ્ય ખરાબ કૃત્ય આચરે. અને ગુરૂ અટકાવે નહીં તો તે પાપ ગુરૂને પણ લાગે. તેમજ પ્રજા પાપ કરે અને તેને અટકાવે નહીં તો તે પાપ રાજાને લાગે. તેમજ રાજા પાપ કરે અને પુરોહિત અટકાવે નહીં તો તે પાપ પુરોહિતને લાગે, કારણ જે લોકોને અટકાવવાનો હક્ક છે, છતાં આંખ આડા કાન કરે તો તે પાપ લાગ્યા વગર તેને ન રહે. અનીતિના ધન્યવાદ નહીં.... એક વખત કોઈ ગામમાં બાપ-દીકરો રહેતા હતા એક વખત દુકાન પરથી ઘેર જતાં બાપે દીકરાને કહ્યું કે જો બેટા હું ઘેર જાઉં છું. તું જલ્દી આવજે. બાપ ઘેર ગયો. ઘેર જઈને દીકરાના આવવાની રાહ જોઈ, પરંતુ દીકરાને આવતાં ઘણી વાર લાગી બાપે જમી લીધું. દીકરો આવ્યો, બાપે પૂછયું કેમ બેટા આટલી વાર લાગી ? દિકરો આનંદમાં આવીને કહેવા લાગ્યો: બાપા જે પેલો જૂનો માલ પડ્યો હતો ને તે માલ કોઈક ભોળો ઘરાક આવી ગયો છે તેને ભટકાડી દીધો. અને ખૂબ નફો થયો. આ સાંભળી ને બાપે શું જવાબ આપવો જોઈએ ? અત્યારે તો પિતા હોય તો એમ જ કહે કે બેટા તે બહુ સારું કર્યું. તું હવે દુકાન ચલાવવાને યોગ્ય છે. આ ધર્મનો આભાસ છે. શું કોઈને છેતરીને મેળવેલું ધન ટકી રહેવાનું છે ? એ બાપે શું જવાબ આપ્યો ? જાણવું છે? એમણે કહ્યું : બેટા તું દુકાન ચલાવવાને યોગ્ય નથી. તે કોઈને નથી છેતર્યો. પરંતુ તું જ છેતરાયો છે. અનિતિથી મેળવેલું ધન ટકી શકે જ નહીં. જેના હૃદયમાં સાચો ધર્મ વસેલો હોય તેનો આ જવાબ હોય. દીકરો કોઈ ખોટું કામ કરે તો બાપની ફરજ છે કે તેણે Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૫ તેને ઠપકો આપવો જોઈએ. તેને લાઈન પર લાવવો જોઈએ. ધર્મને સમજો.... એક માણસ હતો. મુંબઈમાં રહેતો હતો. તેણે કોઈને પૈસા વ્યાજે આપ્યા હશે. તેની પાસે થી વ્યાજ રૂપે ચૂસી ચૂસીને ધન લઈ લીધું. છતાં લેણું માંગતો ને માંગતો સામેનો માણસ ખૂબ જ થાકી ગયો હતો. તેણે જઈને એક મહારાજ સાહેબને વાત કરી. આ ભાઈ દરરોજ સેવા-પૂજા-વ્યાખ્યાન સાંભળવા આવતા. મહારાજસાહેબે એ ભાઈને કહ્યું કે ભાઈ તે જેને પૈસા ધીર્યા છે તેની પાસેથી તે ખૂબ જ લીધું છે. તેનું જીવને તે ઝેરમય બનાવી નાખ્યું છે. માટે હવે તો તેને તારા લેણાંમાથી મુક્ત કર. ત્યારે તેણે કહ્યું કે મહારાજ! આપને એ વ્યવહારમાં પડવાની જરૂર નથી. કહો તો ભંડારમાં દસ હજાર નાખી દઉં. પરંતુ માફ કરવાની વાત નહીં. હવે આવા લોકોને શું કહેવુ? એ ધર્મ કેવો ? ભગવાનને દસ હજારની જરૂર નથી. જેને જરૂર છે તેને આપો ને ત્યાણ કઠણ નથી પણ તે માટે જ્ઞાન થવું કઠણ છે.” Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રાવણ સુદ ૩ ગુરુ-અપરિશ્રાવી...] પરખ ઝવેરીની... જેમ ઝવેરી હીરાને સૂક્ષ્મબુદ્ધિથી જુએ, તેની પરખ કરે તો તે ઝવેરી સાચો હીરાપારખું ગણાય. તેમ અહીં સર્વ અનર્થોના મૂળને દૂર કરનાર એવા ધર્મરૂપી હીરાની સાચી પરખ કરનાર પણ સૂક્ષ્મ બુદ્ધિવાળો માણસ ગણાય. ભૂલનો સ્વીકાર = સમાધિ..... સમાધિ મરણ ક્યારે મળે ? માણસના શરીરમાં ક્યાંય પણ કંઈક દુઃખાવો થતો હોય તો તેને સ્વસ્થતા લાગતી નથી. જો સ્વસ્થતા મેળવવી હોય તો તે શલ્યને તેણે દૂર કરવું જોઈએ. તેમ મરણ વખતે સમાધિ જોઈતી હોય તો જીવનમાં કરેલાં પાપોરૂપી શલ્યની આલોચના લેવાથી જ સમાધિ પ્રાપ્ત થાય છે. આલોચન લેવી ખૂબજ કઠિન છે. ભૂલ કરવી એ તો મનુષ્યનો સ્વભાવ છે પરંતુ ભૂલ કર્યા પછી તેનો સ્વીકાર કરવો એ જ ઉત્તમમાં ઉત્તમ છે. મનુષ્યની મોટામાં મોટી નબળાઈ આ જ છે કે તે ભૂલ કર્યા પછી તેનો એકરાર કરતાં ડરે છે. વધારે તો તેમાં અહંકારભાવ આડો આવે છે. ચંડકૌશિક.... ચંડકોશિયો પૂર્વભવમાં માસક્ષમણને પારણે માસક્ષમણ કરે છે. પરંતુ એક વાર વહોરવા જતાં એક દેડકી પગ નીચે કચડાઈ જાય છે. સાથે રહેલા નાના સાધુ મહારાજ તેમને બતાવે છે કે મહારાજ ! આ દેડકી પગ નીચે આવી ગઈ. પણ ત્યાં ભૂલ સ્વીકારવાને બદલે ગુસ્સામાં બોલે છે કે શું આ ઘણીએ દેડકીઓ મરેલી પડેલી છે, તે બધી મેં મારી છે? પછી સાંજના સમયે પ્રતિક્રમણ નાના સાધુ મહારાજ દેડકી મરી જવાથી લાગેલું પાપ યાદ કરાવે છે ત્યારે એકદમ ક્રોધમાં એ સાધુને મારવા માટે દોડે છે અને કોઈ થાંભલા સાથે અથડાતા કાળધર્મ પામે છે. ક્રોધમાં મરીને તે ચંડકોશિયો નાગ બને છે. ભૂલ સ્વીકારવી કેટલી કઠિન છે? તે આના પરથી સમજાશે. આલોચના આપનાર ગુરૂને શાસ્ત્રમાં અપરિશ્રાવી કહેવામાં આવે છે. માટીના ઘડામાં Page #70 -------------------------------------------------------------------------- ________________ પ૭ રહેલું પાણી ઝર્યા કરે છે પણ તાંબાના ઘડામાં રહેલા પાણી નું એક બિંદુ પણ બહાર ન આવે તેમ સાંભળનાર આચાર્ય મહારાજ તાંબાના ઘડા જેવા હોવા જોઈએ. ડોક્ટર કોઈ પણ દુઃખને ઓપરેશનથી બહાર કાઢે છે તેમ આલોચના મનમાં રહેલા પાપને બહાર કાઢે છે. પ્રતિક્રમણમાં "દેવસિએ આલોઉં? ” એ પાઠ આવે છે ત્યાં પહેલાના જમાનામાં શિષ્યો દિવસ દરમ્યાન લાગેલા પોતાના દોષો ગુરૂમહારાજને કહે, આલોચના - સૂક્ષ્મબુદ્ધિથી... એક ગામમાં ઉપાશ્રયમાં કેટલાક સાધુ ભગવંતો બિરાજમાન છે. ત્યાં કોઈ ગીતાર્થ ગુરૂમહારાજ પધારે છે. રાત્રે પ્રતિક્રમણના સમયે એક પછી એક સાધુમહારાજ ગુરૂમહારાજ પાસે આવીને આલોચના માંગે છે. પણ ગુરૂમહારાજ જ્ઞાની નહોતા. તેથી તે શિષ્યોને કહેતા કે વાહ આ શિષ્યો કેવા સરળ છે? પોતાના બધા દોષો કહી દે છે. આમ આ શિષ્યો રોજ એની એ ભૂલ કરે અને રોજ ગુરૂમહારાજ પાસે આવીને કહે. આમ બે-ત્રણ દિવસ ચાલ્યું. ગીતાર્થ ગુરૂમહારાજ આ જૂએ છે પોતે સૂક્ષ્મબુદ્ધિથી વિચારે છે કે આ રીતે દોષોનું પ્રાયશ્ચિત ન હોય. આમ કરતાં તો આખો સંઘાડો ખલાસ થઈ જશે. તેઓ બધા સાધુમહારાજને ભેગા કરે છે અને એક દૃષ્ટાંત આપે છે. એક નગરમાં એક માણસ રહેતો હતો. તે અગ્નિદેવનો ભક્ત હોવાથી અગ્નિદેવને ખુશ કરવા માટે રોજ કંઈકને કંઈક સળગાવીને દેવને તર્પણ કરતો હતો કોઈ દિવસ ઘાસનો પૂળો, કોઈ દિવસ જીર્ણ-શીર્ણ થયેલું મકાન વગેરે. રાજા પણ તેની અગ્નિદેવ તરફની ભક્તિને પ્રોત્સાહન આપતો હતો છેવટે એક વખત એવો આવ્યો કે તેણે એક ઝુંપડી સળગાવી પવન ફૂંકાયો અને આગ કાબૂમાં રહી નહીં, આખો મહોલ્લો બળીને સાફ થઈ ગયો. આ રીતે ગીતાર્થ ગુરૂમહારાજ કહે છે કે શિષ્યોને દોષોનું પ્રાયશ્ચિત આપવાને બદલે તમે તો રોજ એમના પાપને પ્રોત્સાહન આપો છો. આજે એક શિષ્ય કરશે. કાલે બીજો શિષ્ય એનાં એ પાપો કરશે. જેમ પેલો મહોલ્લો બળીને ખાખ થઈ ગયો તેમ તમારો આખો સમુદાય ખલાસ થઈ જશે. આ રીતે સૂક્ષ્મબુદ્ધિવાળા ગીતાર્થ ગુરૂમહારાજે બીજા છીછરી બુદ્ધિવાળા સાધુમહારાજને બોધ આપ્યો. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૮ આત્મા એ પરમાત્મા છે તેથી આપણે કોઈપણ ખોટું કાર્ય કરતા હોઈએ તો એક વખત તો અંદરથી અવાજ ઉઠે કે તું આ ખોટું કરે છે. પણ આપણે એ અવાજને બહાર આવવા દેતા નથી, અંદર જ દબાવી દઈએ છીએ. આવી પ્રામાણિકતા નકામી.. એક માણસે કહ્યું કે વ્યાખ્યાનમાં આવેલા માણસો ખૂબજ પ્રમાણિક કહેવાય. ત્યાં બીજા ભાઈએ પૂછયું કે ભાઈ કેવી રીતે ? પેલો માણસ કહે કે ભાઈ જો ઘરમાં રત્નોના ઢગલા પડયા હોય કિંમતીમાં કિંમતી દાગીના છૂટા પડ્યા હોય એવા ઘરમાં કોઈ માણસ અંદર દાખલ થાય અને આ બધી ચીજો પર નજર નાખ્યા વિના જ પાછો ફરતો આપણે તેને કેવો કહીએ ? પ્રમાણિક જ ને ? હા, તો સાંભળો, વ્યાખ્યાન સાંભળનાર શ્રોતાઓ વ્યાખ્યાનમાં અમૂલ્ય ઝવેરાતથી પણ કંઈ કિંમતી એવા ધર્મરૂપી ઝવેરાતને હાથ પણ લગાડ્યા વગર અરે ! નજર પણ નાખ્યા વગર પાછા ફરે છે ને! આવા લોકોને પ્રમાણિક ન કહેવા તો કેવા કહેવા...? તૃષ્ણા હંમેશા વધે છે. એ કયારેય ઘટતી નથી. હંમેશાં ઘટનારી ચીજ આયુષ્ય છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ શ્રાવણ સુદ ૪ પાયાનાં તત્ત્વો દયા.... ધર્મ જ્યારે સૂક્ષ્મબુદ્ધિથી વિચારીએ ત્યારે ખ્યાલ આવે કે ધર્મ જગતને શાંતિ આપે છે. કોઈ પણ જીવને પીડા કરવી એ ધર્મ નથી. અહિંસા વગેરેની ઉપાસના એ ભગવાનની ઉપાસના છે. दया धर्मका मूल है, पाप मूल अभिमान, तलसी दया न छांडिये, जब लग घटमें प्राण. દયા એ ધર્મનું મૂળ છે. ધર્મની માતા છે. પાપનું મૂળ અભિમાન છે. તુલસીદાસ આ પ્રમાણે કહે છે. જ્યાં સુધી આત્મામાં પ્રાણ છે. ત્યાં સુધી ધર્મ છોડશો નહિં. ધર્મનાં મૂળ પાયાનાં તત્ત્વો - અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, નિષ્પરિગ્રહતા. આ મહત્ત્વના પાંચ તત્ત્વો છે. સાધુ ધર્મના આ પાંચ મહાવ્રતો છે. અહિંસા.. આખા ભારતવર્ષની અંદર પતંજલિએ રચેલ યોગગ્રન્થ પ્રખ્યાત છે. એમાં આ પાંચ તત્ત્વની વ્યાખ્યા બહુ સરસ કરેલી છે. અહિંસા - જેની અહિંસાની સાધના પરાકાષ્ઠાએ પહોંચેલી હોય એવી વ્યક્તિની પાસે જતાં બીજા માણસના બધા વૈરવિકારો નષ્ટ થાય છે. વૈરભાવના જ દૂર થાય છે. જો સમાગમ માત્રથી આવા દૂષણોથી બચી જવાતું હોય તો જીવનમાં અહિંસા આવે તો જીવન કેટલું પવિત્ર બની જાય ! ભગવાન મહાવીરની અહિંસાની સાધના પરાકાષ્ઠાએ પહોંચેલી હતી. તેથી સમવસરણમાં વાઘ અને બકરી બન્ને સાથે બેસતા હતા. સત્ય..... જે માણસની સત્યની સાધના પરાકાષ્ઠાએ પહોંચેલી હોય તેનામાં વચનસિદ્ધિ પ્રગટ થાય છે. અરે તે મૂંગા માણસના મસ્તક પર હાથ મૂકે તો તે પણ બોલતો થઈ જાય. આવી સિદ્ધિ તેનામાં પ્રગટે છે. જેમાં યુધિષ્ઠિર Page #73 -------------------------------------------------------------------------- ________________ 0 પ્રખ્યાત છે. તે સત્યવાદી તરીકે પ્રખ્યાત હતા. નરો વા કુંજરો વા.. એક વખત જ્યારે કૌરવ અને પાંડવોનું યુદ્ધ ચાલે છે. સામે દ્રોણાચાર્ય બાણોનો મારો ચલાવી રહ્યા છે. બધાના ગુરૂ દ્રોણાચાર્યને યુદ્ધના મેદાનમાંથી ખસેડવા કેવી રીતે ? ત્યારે કૃષ્ણ આવીને યુધિષ્ઠિરને કહ્યું કે જો તમે જરા જૂઠું બોલો તો થઈ શકે. તમે એમ કહો કે અશ્વત્થામા મરાયો. અશ્વત્થામાં દ્રોણાચાર્યનો પુત્ર હતો. માટે પુત્રના આઘાતથી તે પોતાના હથિયાર હેઠાં મુકશે. ઘણું સમજાવ્યા ત્યારે યુધિષ્ઠર તૈયાર થયા. હવે બને છે એવું કે અશ્વત્થામા નામનો એક હાથી પણ હતો. આ હાથી યુધ્ધમાં મરાયો તેથી બધે પોકાર ઉઠયો કે અશ્વત્થામા મરાયો, અશ્વત્થામા મરાયો. હવે આ વાત સાચી છે કે ખોટી તેની ખાતરી કરવા દ્રોણાચાર્ય ચાલુ યુદ્ધ યુધિષ્ઠિરને પુછવા આવ્યા છે. શું યુધિષ્ઠિર ! મારો પુત્ર અશ્વત્થામા મરાયો છે? હવે યુધિષ્ઠિર માટે ધર્મસંકટ આવ્યું. તેથી તેમણે કહ્યું કે “નરો વા કુંજરો વા' અશ્વત્થામાં મરાયો પણ માણસ કે હાથી તે હું જાણતો નથી. બસ આટલું ભળતું બોલવાથી જે પોતાનો રથ સત્યથી આકાશમાં અધ્ધર ચાલતો હતો તે એકદમ નીચે પટકાયો. કારણ કે મનમાં જાણતા હતા કે અશ્વત્થામા હાથી મરાયો છે. જીવનમાં એક જરાક ખોટું બોલતા સત્યની જે સિદ્ધિ હોય છે તે ચાલી જાય છે. આ બધા વ્રતો ભગવાનનું જ એક સ્વરૂપ છે. - સાચો સત્યવાદી હોય તેના પ્રતાપથી અગ્નિ પણ ખંભિત થઈ જાય છે. વ્રતોની શક્તિ.... પાંચ મહાવ્રતોમાં રહેલી તાકાત કંઈ જેવી તેવી નથી. આખી પૃથ્વીને હચમચાવી નાખવાની તાકાત તેમાં રહેલી છે. તેજ રીતે તેમાં આવેલી જરા જેટલી પણ ખામી આખી ભવભ્રમણાને પણ વધારી દે તેવી છે. વસુરાજા... સીરકદંબક નામના આચાર્ય પાસે નારદ તથા રાજકુમાર વસુ અને પોતાનો પુત્ર પર્વત આમ ત્રણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. એક દિવસ Page #74 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન કરીને રાત્રિના સમયે થાકેલા એવા બધા અગાશીમાં સૂતા છે ત્યાં અચાનક આચાર્યના કાને ચારણમહર્ષિનો અવાજ સંભળાય છે કે આ ત્રણ વિદ્યાર્થીઓમાંથી એક સ્વર્ગગામી છે અને બે નરકગામી . આ સાંભળતાં જ આચાર્ય વિચાર કરે છે કે આ ત્રણમાંથી કોણ બે નરકમાં જશે અને કોણ સ્વર્ગમાં જશે ? આની ખાતરી કરવા માટે સવારે આચાર્યો લાખથી ભરેલો અને લોટથી બનાવેલો એક-એક કૂકડો ત્રણેને આપ્યો અને કહ્યું કે જ્યાં કોઈ ન જુએ ત્યાં આનો વધ કરવો. ત્રણે જણા કૂકડો લઈને નિર્જન સ્થાનમાં જવા નીકળે છે. વસુ અને પર્વત કોઈ નિર્જન પ્રદેશમાં જઈને કૂકડાનો વધ કરે છે. નારદ પણ નિર્જન સ્થાને જાય છે. પરંતુ ત્યાં ગયા પછી વિચારે છે કે આ કૂકડો પોતે જૂએ છે, હું જોઉં છું, જ્ઞાની ભગવંતો જૂએ છે. વિદ્યાધરો જૂએ છે. તેથી આનો વધ કેમ કરાય? વળી પૂજ્યો કયારેય આવો હિંસક આદેશ આપે જ નહિં. નકકી આમાં કાંઈ રહસ્ય હશે. તેથી વધ કર્યા વિના જ પાછો ફરે છે. ત્રણે જણા આચાર્ય પાસે આવે છે. વસુ અને પર્વત ને આચાર્ય ખૂબ ઠપકો આપે છે. આના પરથી આચાર્ય જાણી લે છે કે મારો પુત્ર તથા રાજકુમાર બન્ને નરકગામી . પોતાના પુત્રને નરકગામી જાણીને એમને પોતાને સંસાર પર વૈરાગ્ય જાગે છે. પોતે સંસાર છોડી દે છે. ઘણા વર્ષો વહી ગયાં, વસુ રાજા બને છે અને નારદ પોતાના સ્થાને ચાલ્યો જાય છે તથા અધ્યાપકંસ્થાને પર્વત આવે છે. વિદ્યાર્થીઓ પર્વત પાસે ભણવા આવે છે. એક દિવસ નારદ ફરતા ફરતા ત્યાં આવી ચડયા છે. પર્વત વિદ્યાર્થીઓને ભણાવી રહ્યો છે તેમાં અજા શબ્દનો અર્થ બકરો કરે છે, વાત એમ ચાલી રહી છે કે યજ્ઞમાં અજનો હોમ કરવો જોઈએ. અજાના બે અર્થ છે. ગૌણ અર્થ છે અજ એટલે ફરી નહીં ઉગતી ત્રણ વર્ષની જૂની ડાંગર. અને મુખ્ય અર્થ છે બકરો. આચાર્યે અજ એટલે ત્રણ વર્ષની જૂની ડાંગર અર્થ કરેલો. અહીં તેણે બકરી અર્થ કર્યો. બન્ને વચ્ચે વિવાદ થયો. પર્વત કહે ગુરૂજીએ બકરો અર્થ કર્યો. બન્ને વચ્ચે વિવાદ થયો. પર્વત કહે ગુરૂજીએ બકરો જ અર્થ કરેલો. જ્યારે નારદ કહે ડાંગર કરેલો. આ બન્ને જણાએ શરત કરી કે આપણા સાક્ષી તરીકે વસુરાજા. તેમની પાસે જઈએ. શરતમાં જે હારે તેણે Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬ ૨ પોતાની જીભ કાપી નાખવાની... આ શરત પર્વતની માતાએ સાંભળી. તેમણે એકાંતમાં પર્વતને બોલાવીને કહ્યું કે બેટા ! તે બહુ ઉતાવળ કરી. તારા પિતાજીએ અજ એટલે ડાંગર અર્થ કરેલો જે મેં પણ ઘરકામ કરતાં સાંભળેલો. હવે શું થશે ! મા પણ પુત્રમોહના કારણે ગુપ્ત - રીતે વસુરાજા પાસે જાય છે. આ બધી વિવાદની વાત કરે છે અને ખોટી સાક્ષી આપવા - દબાણ કરે છે. વસુરાજાની એ વખતે સત્યવાદી તરીકે પ્રસિદ્ધિ હતી. અને તેનું સિંહાસન સ્ફટિકની શિલા પર રહેતું. જોનારને તો એ આકાશમાં જ છે તેમ લાગતું. લોકોમાં તો એવી જ પ્રસિદ્ધિ હતી કે સત્યના પ્રભાવથી - વસુરાજાનું સિંહાસન ધરતીથી અધ્ધર રહે છે. બીજા દિવસે રાજસભામાં નારદ અને પર્વત આવે છે. બન્નેના પક્ષો રજૂ કરવામાં આવે છે. સભ્યો તરીકે રહેલા પુરૂષો રાજાને કહે છે કે હે રાજન્ ! તમે સત્યવાદી છો, માટે જે હોય તે સત્ય કહો ! ત્યારે જીવનમાં કયારેય પણ જૂઠ નહીં બોલનાર વસુરાજા ખોટી સાક્ષી આપે છે કે ગુરૂજીએ અજ એટલે બકરો અર્થ કરેલો... બસ આટલું જ બોલતાંની સાથે નજીક રહેલા કુલદેવતાઓ કોપાયમાન થયા અને રાજાને સિંહાસન પરથી નીચે પટકયો... લોહીનું વમન કરતો રાજ તત્કાળ જ નરકગામી થયો. એટલું જ નહીં તેની રાજગાદીએ આવનાર તેના આઠ આઠ વંશજો સુધી દરેક રાજા આ રીતે જ મૃત્યુ પામીને નરકગામી થયા. Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રાવણ સુદ ૯ સંપૂર્ણ શરીર - ધર્મ યોગ્ય યૌવનવય ધર્મ માટે.. હવે ધર્મને યોગ્ય બનવાનો બીજો ગુણ - પાંચે ઇન્દ્રિયો સંપૂર્ણ હોય. એક બાજુ ધર્મ કરતા હોય અને બીજી બાજુ કડવા શબ્દો દ્વારા બીજાનું કાળજું વીંધી નાખતા હોય. આ કેવા પ્રકારનો ધર્મ કહેવો ? ધર્મ કરનાર વ્યકિત તો કેવો મીઠા બોલો અને સૌમ્ય હોય. જેના અંગોપાંગ સંપૂર્ણ હોય. એ માણસ ધર્મને યોગ્ય છે. લૂલાં-પાંગળાં, ધર્મ તો કરી શકે પરંતુ જે માણસ સંપૂર્ણ ૨ ગોપાંગ વાળો હોય અને એ ધર્મ કરે તો એની મજા કોઈ ઓર જ હોય. મહાપુરૂષો ફરમાવે છે કે જ્યાં સુધી જરા આવી નથી ત્યાં સુધી ધર્મ કરી લો. જેમ ધંધો કરવા યૌવનવય ખૂબ જ યોગ્ય છે પણ ધંધો તો એક મામૂલી ચીજ છે. જ્યારે ધર્મ જેવી મહાન ચીજ મેળવવા માટે યૌવનવય જ ખૂબ ઉપયોગી છે. આજે માણસો એમ માને છે કે ધર્મ તો છેક પાછલી અવસ્થામાં કરવાનો હોય. માણસ અત્યારે ધનની જ પાછળ ગાંડો બને છે. જ્યારે ધર્મને તે સાવ ભૂલી જાય છે. બધા કર્મોમાં વેદનીય કર્મને વધારે હિસ્સો મળે છે. કેવળજ્ઞાની હોય તેને કાંઈ આખો દિવસ એમ નથી લાગતું કે હું કેવળજ્ઞાની છું. જ્યારે માણસ વેદનીય કર્મ ભોગવતો હોય તેને ક્ષણે ક્ષણે અરે સમયે સમયે એ કર્મ સાંભરે છે. એક જરા જેટલી જો વેદના શરીરમાં ઉત્પન્ન થાય તો મન એ વેદના સહેવામાં જ રોકાયેલું હોય પછી ભગવાનની ભક્તિ શી રીતે થાય ? મોટા ભાગે વૃદ્ધાવસ્થામાં વેદનીય કર્મ વધારે આવે છે. માટે મહાપુરૂષો કહે છે ત્યારે તમારાથી ધર્મ નહીં થાય. જે માણસ કાને બહેરો હોય એ ધર્મતત્ત્વને કેવી રીતે સાંભળી શકે ? આંખે ઝંખાશ આવી જાય તો માણસ ભગવાનના દર્શન, તથા પુસ્તકનું વાંચન કેવી રીતે કરી શકે? ભોગ એ એક જાતનો રોગ જ છે. તમે રોગને મટાડવાની દવા કરો કે પછી રોગને વધારવાની દવા કરો ? અનાથિયુનિ.” Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૪ શ્રેણિક મહારાજ ફરવા માટે નીકળે છે. આમ તો ભગવાનની દેશના સાંભળવા જતા હતા. ભગવાનની સેવામાં એક કરોડ દેવો ઓછામાં ઓછા ત્યાં હાજર હોય. ભગવાનને એવો અતિશય હોય છે ગમે તેટલા દેવો હોય પણ ત્યાં સમાઈ જાય. ત્યાં રસ્તામાં એક યુવાન પુરૂષ સાધુનો વેશ અંગીકાર કરીને ધ્યાનમાં ઉભેલો છે. શ્રેણિક મહારાજની નજર ત્યાં ગઈ. તેથી તેમણે પોતાના વાહનમાંથી ઉતરીને ત્યાં જઈને સાધુમહાત્માને નમસ્કાર કર્યા. એ કાળની વિશિષ્ટતા કહો કે ગમે તે, પણ ગમે ત્યાં સાધુમહારાજને જુએ કે રાજા જેવો રાજ પણ નમી પડતો. શ્રેણિક મહારાજે એમને પૂછયું કે ભગવદ્ આપે આટલી નાની ઉંમરમાં આ માર્ગ કેમ સ્વીકારી લીધો? સંસાર ભોગવ્યા પછી નીકળવું હતું ને. તમારું નામ શું ? સાધુ મહારાજ કહે છે - રાજનું મારું નામ “અનાથિમુનિ' છે. રાજા કહે કેમ તમે કયાં અનાથ છો. આખા દેશનો રાજ એવો હું અહીં બેઠો છું તમે અનાથ કેવી રીતે ? મુનિ કહે હું એકલો નહીં તમે પણ અનાથ છો. આ સાંભળી રાજા કહેવા લાગ્યો કે મુનિ મહારાજ આપનું કથન સમજાતું નથી. તેથી મુનિએ કહ્યું કે રાજન્ ! સાંભળો : હું એક દેશનો રાજકુમાર છું, યુવાન વયમાં આવ્યો ત્યારે મારા જીવનમાં એક મોટો વ્યાધિ લાગુ પડયો. વ્યાધિ દૂર કરવા વૈદ્યો, હકીમો બધા છૂટી પડયા. કોઈ ઈલાજલાગુ પડતો નથી. મા-બાપ બધા રડે છે. જુવાન પત્ની પણ રડે છે પરંતુ મારી પીડામાં ભાગ પડાવનાર કોઈ નથી. બસ તરત જ મને વિચાર આવ્યો કે આ સંસાર અસહાય છે. કોઈ કોઈના દુઃખોમાં ભાગ પડાવી શકતું નથી. જીવે જે કર્મ બાંધ્યાં હોય તે તેણે જ ભોગવવા પડે છે. જે કરજ કરે તેણે જ તે કરજ ચૂકવવું પડે છે. મારી કોઈ નાથ નથી. મને વિચાર આવ્યો કે જીવનમાં સાચા નાથ કોણ ? સંભારવામાં છેલ્લા, ભૂલવામાં પહેલા... જ્યારે આપણને દુઃખ પડે ત્યારે આપણે ભગવાનને સંભારીએ છીએ. માણસ જીવનમાં ભગવાનને ક્યારે યાદ કરે છે ? સૌથી પહેલા કે સૌથી છેલ્લા? જ્યારે કોઈ જ આધાર ન રહે ત્યારે ભગવાનને યાદ કરે છે અને જ્યારે આધિ-વ્યાધિ-ઉપાધિ ટળી જાય એટલે સૌથી પહેલાં ભૂલીએ છીએ Page #78 -------------------------------------------------------------------------- ________________ ૬૫ કોને? ભગવાનને, સંભારીએ છીએ સૌથી છેલ્લાં અને ભૂલીએ છીએ સૌથી પહેલાં. માટે જ આપણો ભગવાન સાથે સંબંધ જોડાતો નથી. ચંડકોશિયો જ્યારે ભગવાનને કરડવા આવે છે ત્યારે પહેલાં તો પોતે સામે નજર નાખે છે. પણ કાંઈ થયું નહી તેથી સૂર્ય સામે જોઈને નજર નાખે છે. છતાં તેનાથી કંઈ વળ્યું નહીં. આખરે ડંખ દીધો. પણ ચમત્કાર સર્જાયો. આટલા-આટલા મારવાના ઉપાયો કરનાર પર પણ કેવી કરૂણા ! બુઝ બુઝ ચંડકોશિયા - સમજ સમજ ચંડકૌશિક ! કેટલા પ્રેમથી એ ઉદ્ગારો નીકળ્યા છે કે એક ક્રોધીમાં ક્રોધી - ઝેરીમાં ઝેરી સર્પને પણ થંભાવી દે છે. અને એ ચંડકોશિયાએ અનશન સ્વીકાર્યું અને સ્વર્ગમાં પહોંચી ગયો. આવા સર્પને પણ સામે જઈને તેમણે તાર્યો. આપણે જો સ્નેહથી તેમની સાથે સંબંધ બાંધીએ તો એ સંબંધને એ કોઈ દિવસ તોડશે નહીં. આપણે કદાચ તોડી નાખશું તો પણ... અનાથિમુનિનો સંકલ્પ મુનિ મહારાજ કહે છે કે મરણ પથારીએ પડયા પડયા મેં મનમાં સંકલ્પ કર્યો કે જો આ કાયા નીરોગી થઈ જાય તો ભગવાનને સમર્પિત થઈ જાઉં. મરાઠીમાં એક કહેવત છે કે “સત્યસંકલ્પાચા દાતા ભગવાન આહે' સંકલ્પ સાચો હોય તો ભગવાન પૂર્ણ કરે છે. ભગવાન તેની મદદે આવ્યા. આત્માની અંદર જ પરમાત્મા વસેલા છે. કાંઈ ભગવાન બહારથી આવતા નથી. વ્યાધિ શાંત પડી ગયો. છ-છ મહિનાના રોગને નષ્ટ થતાં જરાયે વાર ન લાગી, નીરોગી થયા પછી ઘરના માણસો પાસે રજા માગે છે. અને કહે છે કે હું જાઉં છું. આજે આપણે એક નિયમ પણ અખંડિત પાળી શકતા નથી. આપણે નિયમમાં બાંધછોડ કરીએ છીએ તેથી ભગવાન પણ આપણી સાથે બાંધછોડ કરે છે. ભગવાનની સાથે સંબંધ બાંધતા જ નથી. મુનિ મહારાજનો દૃઢ સંકલ્પ હતો. આપણા જેવો નહીં કે હવે સાજા થઈ ગયા એટલે પતી ગયું. મા-બાપ-સ્ત્રી-પ્રજાજનો બધા સામે આવી ગયા. જવા માટે કોઈ રજા આપતું નથી. માત-પિતા સ્નેહી-સ્વજનોના રોકવા છતાં તે પોતે નીકળીને ભગવાનને સમર્પિત થઈ જાય છે. આમ જ્યારે અંગોપાંગ સંપૂર્ણ હોય, બુદ્ધિ બરાબર કામ આપતી હોય ત્યારે ધર્મ કરી લો. શાસ્ત્રમાં પણ છે જે Page #79 -------------------------------------------------------------------------- ________________ મહાપુરૂષો નાની ઉંમરમાં નીકળી પડયા છે, તે કેવા શાસનના ચમકતા સિતારા બની ગયા છે. હરિભદ્રસૂરિ મહારાજ, હેમચંદ્રાચાર્ય, હીરસૂરિમહારાજ, ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજ. શ્રાવકની વ્યાખ્યા.. સંસ્કૃતમાં શ્રુ નામનો ધાતુ છે. તેને " પ્રત્યય લાગવાથી તેની વૃદ્ધિ, શ્રુ + - શ્રી + અ શ્રાવે, શુતિ તિ શ્રાવ, જે હંમેશા જિનવાણી સાંભળે તે શ્રાવક કહેવાય. હંમેશા શા માટે સાંભળવી જોઈએ? માણસને રોગ થાય તો તેણે નિયમિત દવા લેવી જોઈએ. આપણે પણ રાગ, દ્વેષ, કામ, ક્રોધ વગેરે કેટલાય રોગોથી ભરેલા છીએ. આ બધા રોગોનું ઔષધ છે “શાસ્ત્ર શ્રવણ'. ઔષધનું પાન નિત્ય કરવાનું હોય વચમાં ખાડો પાડીએ તો તે કામ ન આપે. નોરવેલ - જિનવાણી... સાપ અને નોળિયો સામ-સામે આવે ત્યારે બન્ને ખૂબ જ ઝગડે છે. સાપ તેને ડંખ મારે, નોળિયો તેને બચકા ભરે. હવે સર્પ તેને કરડે ત્યારે તે ભાગીને નોરવેલ નામની વનસ્પતિને જઈ સુધી આવે છે જે નોળિયો પોતે જ જાણે અને તેને સુંધી તે પોતાનું ઝેર ઉતારી દે છે. આ રીતે ઝેર ઉતારી પાછો ઝગડવા માટે આવે, આ રીતે વારંવાર ઝગડે છે અને આખરે સર્પને તે મારી નાખે છે. આપણા શરીરમાં પણ ક્ષણે ક્ષણે ઇન્દ્રિયો દ્વારા ઝેર ચડે છે. કાને સાંભળીએ તો પણ અને આંખે જોઈએ તો પણ ઝેર ચડે. કોઈનું સુખ જોઈએ કે તરત જ આપણા મનમાં લાલસા જાગે. જ્યાં સુધી એવું સુખ મેળવીએ નહીં ત્યાં સુધી જીવનમાં શાંતિ વ્યાપે જ નહીં. બધું બીજાનું જોઈને આપણને મેળવવાનું મન થાય. પરંતુ કોઈ દિવસ સાધુનો વેશ જોઈને એવો વિચાર આવ્યો કે કયારે આપણે સાધુ બની જઈએ? સાધુનું સુખ તો સંસારના સુખ કરતાં અનેકગણું વધારે છે. એ સુખની કોઈ દિવસ ઈચ્છા થાય છે. બધી ઇન્દ્રિયોથી ચડતા ઝેરને દૂર કરવાની એક “શાસ્ત્ર રૂપી' વનસ્પતિ છે. જે દરરોજ સાંભળવાથી મોહનું ઝેર કંઈક ઓછું થાય ન સાંભળે તો જીવનમાં Page #80 -------------------------------------------------------------------------- ________________ ६७ વધારે ને વધારે ઝેર વ્યાપતું જાય છે. શ્રાવકની બીજી વ્યાખ્યા... શ્રદ્ધા, વિનય અને ક્રિયા આ ત્રણ વસ્તુઓ ભેગી થાય ત્યારે શ્રાવક બને છે. અનાથી મુનિની વાત સાંભળી કે શ્રેણિક મહારાજને થયું કે હું સાચેસાચ અનાથ છું. બસ બધાનો એક જ નાથ છે “મહાવીર'. ભૂલ કરવી એ તો મનુષ્યનો સવભાવ છે પરંતુ ભૂલ કર્યા પછી તેનો સ્વીકાર કરવો એ જ ઉત્તમ છે. CITTTTI Page #81 -------------------------------------------------------------------------- ________________ શ્રાવણ સુદ ૮ રસે જીતે જીતં સર્વમ સંયમ પાંચ પર.... ધર્મ કરનાર શ્રાવકનો બીજો ગુણ ચાલી રહ્યો છે. શ્રાવક પાંચ ઇન્દ્રિયોથી પરિપૂર્ણ હોવો જોઈએ. સાથે પાંચ ઇન્દ્રિયો પર સંયમ રાખનારો હોવો જોઈએ. જો ઇન્દ્રિયો પર સંયમ ન હોય તો માણસ કયાંનો કયાં ફેંકાઈ જાય છે. એક પર ચારનો આધાર...... રસનેન્દ્રિય પર ચારે ઇન્દ્રિયોનો આધાર છે. જો થોડા દિવસ ખોરાક બંધ હોય તો એકે ઇન્દ્રિય કામ નહીં આપે. માણસ આહાર છોડે છે એટલે વિષયો બધા શાંત પડી જાય છે. પણ વિષયો તરફનો રસ એનો છૂટતો નથી. કોઈ માણસ ઉપવાસ કરે છે એટલે તે દિવસે તો તે આહાર છોડે છે પણ પારણામાં તોફાન શરૂ થાય છે. એક વસ્તુ ઓછી આવે અથવા ઠંડી આવે તો મિજાજ ચાલ્યો જાય છે. તો એ રસ કયારે છૂટે ? જ્ઞાની ભગવંતો કહે છે કે જો પરમાત્માનો રસ આપણા જીવનમાં જાગી જાય તો બધાય રસ છૂટી જાય. આ રસનેન્દ્રિયથી તો યુગપ્રધાન આર્ય મંગુ કેવા પટકાઈ ગયા. આર્ય મંગ... આર્ય મંગુ નામના એક મહાન આચાર્ય થઈ ગયા. શાસ્ત્રના જાણકાર યુગપ્રધાન પુરૂષ હતા. એ સમયે મથુરા એ જૈનધર્મનું કેન્દ્રસ્થાન હતું. તેથી આચાર્ય ભગવંત અવાર-નવાર ત્યાં આવીને રહેતા હતા. આવા યુગપ્રધાન પુરૂષ પધારતા હોય એટલે લોકો ચારેબાજુથી ઉમટી પડે અને ભક્તિથી સારામાં સારી વાનગીઓ તેમના શિષ્યોને વરાવે. તેઓ પોતે મહાજ્ઞાની હતા. પણ લપસણી જગ્યા પર પગ આવી જાય તો માણસ થિર રહી શકે ખરો ? લપસી જ જાય ને ? તેમજ ઇન્દ્રિયો એ લપસણી છે. થોડા વખત તો આચાર્ય મહારાજ નિર્લેપ રહ્યા. પણ રસનેન્દ્રિયે જોર કર્યું. એટલે હવે તો લગભગ મથુરામાં જ વારંવાર વાસ કરવા લાગ્યા. ભલા ભોળા લોકો તો આચાર્યભગવંતની ખુબ ભાવથી જુદા જુદા પકવાનો દ્વારા ભક્તિ કરે Page #82 -------------------------------------------------------------------------- ________________ છે. વૃદ્ધાવસ્થા આવી. આવા ભોજન ખૂબ ભાવવા લાગ્યા. એટલે આચાર્ય આસક્તિથી તે ભોજન કરવા લાગ્યાં. ત્યાં કાળરાજાનું એલાર્મ વાગ્યું. આચાર્યશ્રી કાળ કરી ગયા. મથુરા નગરીની બહાર એક મોટી ગટર છે, સાધુઓ રોજ ત્યાં અંડિલ જવા જતા. હવે સાધુઓ ત્યાં જાય છે અને એક વિકરાળ આકૃતિ દેખાય છે. આ રીતે આઠ-દસ દિવસ સુધી ચાલ્યું. સાધુઓ તો ડરી ગયા. પણ પછી બધાએ ભેગા થઈને નિર્ણય કર્યો કે આજે તો આપણે બધા સાથે ત્યાં જઈએ. બધા સાથે મળીને જાય છે. પેલી વિકરાળ આકૃતિ કે જેના મોંમાથી મોટી જીભ બહાર નીકળીને લપકારા મારી રહી છે તે દેખાય છે. સાધુઓ હિંમત એકઠી કરીને પૂછે છે કે તમે કોણ છો ? અને અમને બધાને શા માટે બીવડાવો છે ? ત્યાં પેલી વિકરાળ આકૃતિ બોલી કે “હું તમારો ગુરૂ આર્ય મંગુ છું.'' તમને બીવડાવવા માટે નથી આવતો, પણ ઉપદેશ આપવા આવ્યો છું કે રસનેન્દ્રિયની લાલસા છોડી દો. એ લાલસાથી હું ગટર પર વ્યંતર દેવ તરીકે ઉત્પન્ન થયો છું. તમારી પણ આવી દશા ન થાય માટે તમને ચેતવવા આવ્યો છું, તમે બધા તરત જ અહીંથી વિહાર કરી દો. અને ભવિષ્યમાં પણ જીભના સ્વાદમાં આસક્તિ કરતા નહિં. આવા આર્ય મંગુ જેવા જ્ઞાની યુગપ્રધાનની પણ જો આવી દશા થાય તો પછી આપણી કેવી દશા થશે ? બે કામ જીભને.. જીભને ભગવાને બે કામ સોંપ્યા છે. એક ખાવાનું અને બીજું બોલવાનું જે માણસને જીભ પર કાબૂ નથી હોતો, તેના જીવનમાં સદાચાર, તપ કે ત્યાગ કંઈ નહીં જોવા મળે. આ બધા ઝઘડા થાય છે તે શેનાથી? એક જીભથી જ ને ! અરે હાડકાં વિનાની આ જીભ અનેકના હાડકાં ભંગાવતા વાર નથી લગાડતી. એક વખત દાંત અને જીભ વચ્ચે સંવાદ થયો. દાંતે જીભને કહ્યું કે જીભ ! તું છાનીમાની બેસ. કારણ કે તું બત્રીસ રાક્ષસોની વચ્ચે રહેલી છે જો અમારા બત્રીસેની વચ્ચે આવી જઈશ તો કચરાઈ જઈશ. ત્યારે જીભ કહે છે અને રાક્ષસો ! તમે પણ સીધા ચાલજો , નહીંતર તમને બધાને એક Page #83 -------------------------------------------------------------------------- ________________ સાથે પાડી નાખતાં વિચાર નહીં કરું. જો બોલવા પર કાબૂ ન હોય તો બત્રીશી પણ પડી જાય. આ જ જીભ લાખો લોકોનું કલ્યાણ પણ કરી શકે છે. ઇન્દ્રિયોમાં રસનેન્દ્રિયને જીતવી અતિદુષ્કર છે. ગુપ્તિમાં મનોગુપ્તિને જીતવી દુષ્કર છે અને વ્રતમાં બ્રહ્મચર્યવ્રતને જીતવું દુષ્કર છે. ધર્મનાં મૂળ પાયાનાં તત્ત્વો - અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહાચર્ય, નિમ્પરગ્રહવા. Page #84 -------------------------------------------------------------------------- ________________ શ્રાવણ સુદ ૯ પરિશીલનથી પ્રાપ્તિ... ઘાસ દૂધ બન.... ધર્મને જીવનમાં એવી રીતે વણવો જોઈએ કે આપણા જીવનમાંથી કોઈને ધર્મની જ પ્રાપ્તિ થાય અને તોજ આપણને ધર્મ મળવો સુલભ બને. પણ જો આપણાથી બીજાને અધર્મની પ્રાપ્તિ થાય તો ધર્મ મળવો પણ દુર્લભ બની જાય. વ્યાખ્યાન કયારે બરાબર પચે ? જો તેનું વારંવાર પરાવર્તન ચિંતન થાય તો જ એનું સાચું રહસ્ય સમજાય. ગાય પણ પહેલાં ઝડપથી ખાય છે અને પછી નિરાંતની પળોમાં તેને વાગોળતી હોય છે ત્યારે જ આપણને દુધની પ્રાપ્તિ થાય છે. ભગવાન વજસ્વામી શેમાંથી બન્યા જાણો છો... એક જ વાતનું પ0 વાર પરિશીલન કર્યું... અને તેનાથી પદાનુસારિણી લબ્ધિ મેળવી. ગૌતમસ્વામિ અષ્ટાપદે.... એકવાર ભગવાને દેશનામાં કહ્યું કે જે પોતાની લબ્ધિથી અષ્ટાપદ પર જાય છે તે તે જ ભવમાં મોક્ષે જાય છે. ગૌતમસ્વામીને થયું કે ભગવાન મને કહે છે કે ગૌતમ તુ તદ્ભવ મોક્ષગામી છે. તો લાવને હું હવે મારી લબ્ધિથી અષ્ટાપદ પર જાઉં અને ખાતરી કરૂં. તેથી સૂર્યનું કિરણ પકડીને અષ્ટાપદ પર પહોંચ્યા અને ત્યાં ‘જગચિંતામણી' સ્તોત્રની રચના કરી. પછી દર્શન કરીને પોતે એક વૃક્ષની નીચે બેઠા છે. ત્યાં દેવો દર્શન કરવા માટે આવે છે. તેમાં કુબેરભંડારી દેવ પણ છે. ગૌતમસ્વામી દેશના આપે છે તેમાં દેવ-ગુરૂનું સ્વરૂપ સમજાવે છે. ગુરૂનું સ્વરૂપ સમજાવતાં કહે છે કે ગુરૂ નિષ્પરિગ્રહી હોય, તપસ્વી હોય, લુખ્ખું-સુકું ભોજન કરનારા હોય... વગેરે. આ વર્ણન સાંભળીને કુબેરદેવને ગૌતમસ્વામીની હ્રષ્ટ-પુષ્ટ કાયા જોઈને હસવું આવે છે. ગૌતમસ્વામી હંમેશાં છટ્ઠના પારણે છઠ્ઠ કરતા હતા. પરંતુ ભગવાનના આશીર્વાદથી, જ્ઞાનથી, સમતાથી અને પ્રસન્નતાથી એમનું શરીર હૃષ્ટ-પુષ્ટ હતું... કંઈ ખોરાકથી તેમનું શરીર વધેલું નહોતું. પ્રસન્નતા – Page #85 -------------------------------------------------------------------------- ________________ એજ આત્માનો-દેહનો સાચો ખોરાક છે. ગૌતમસ્વામી સમજી જાય છે કે મારી કાયા જોઈને આ દેવ મારા વચન પર હસે છે. તેના સંશયને દૂર કરવા માટે કંડરીક-પુંડરીકનું દૃષ્ટાંત આપે છે. કંડરીક - પુંડરીક... કંડરીક અને પુંડરીક રાજપુત્રો હતા. બંને ભાઈઓ હતા. બંને જણા કોઈ સ્થવિર મહાત્માનો ઉપદેશ સાંભળી વૈરાગ્ય પામ્યા હતા. ઘરે આવીને બંને ભાઈઓ વચ્ચે ચારિત્ર લેવા માટે વિવાદ થયેલો. કેવો હશે એ સમય? જ્યાં બે ભાઈઓ સંસાર છોડવા માટે મીઠો ઝઘડો કરતા. આજે ભાઈ-ભાઈની સામે પૈસા ખાતર કોર્ટે ચડે ને રીવોલ્વરથી ભાઈને શૂટ કરી નાંખે છે. આ બન્ને ભાઈઓમાંથી અંતે નાના ભાઈએ દીક્ષા લીધી અને તે કંડરીકમુનિ બન્યા. અનુક્રમે ગુરૂ સાથે વિહાર કરતાં તેઓ ખૂબ ઉચ્ચ કોટિનું સંયમ જીવન પાળવા લાગ્યા. સાથે તપની સાધના પણ જોરદાર ચાલુ કરેલી. એક હજાર વર્ષ સુધી આ રીતે તપ કરતાં કરતાં શરીર સૂકાઈ ગયું. અંત પ્રાંત ભોજનથી રોગ પણ અનેક થયેલા છે. પણ આત્માનો આનંદ અપૂર્વ છે. એક વખત વિહાર કરતાં પોતાના સંસારી ભાઈ પુંડરીક રાજાની નગરી પુંડરીકિણીમાં પધારે છે. પુંડરીક રાજા ગુરૂવંદનાર્થે ઉપવનમાં આવે છે. પોતાના ભાઈ મહારાજને અત્યંત સૂકાયેલા જોઈ ગુરૂદેવને વિનંતી કરે છે. ગુરૂદેવ ! મારા બંધુમુનિને થોડા દિવસઅહીં સ્થિરતા કરાવો તો સેવાનો લાભ મળે. ગુરૂએ આગ્રહ જોઈ આજ્ઞા આપી. આ બાજુ કંડરીક મુનિનું શરીર રાજ તરફથી થતી સેવા અને રોજબરોજના મેવા-મીઠાઈના આહાર-પાણીથી પુષ્ટ બને છે. પણ ચારિત્ર જીવનમાં શિથિલાચાર વધતો જાય છે. આત્માના પરિણામ નબળા પડી જાય છે. પુંડરીકને આ વાતની ખબર પડી ત્યારે તેને આઘાત લાગે છે, પણ મુનિ વિહારનું નામ નથી લેતા. પુંડરીક એમને વિહાર કરવા માટે યુક્તિપૂર્વક પ્રેરણા કરે છે. એટલે કંડરીકમુનિ ના છૂટકે કમને વિહાર કરે છે. પરંતુ સુખશીલ જીવન થઈ જવાથી હવે ચારિત્રના કઠિન જીવનથી કંટાળી ગયા છે એટલે થોડા સમય પછી ગુરૂથી છુટા પડીને પાછા ફરે છે. ફરી પોતાની નગરીના ઉદ્યાનમાં આવી સાધુવેષની એક પોટલી બાંધી ઝાડ Page #86 -------------------------------------------------------------------------- ________________ ૭૩ પર લટકાવી દઈ નિરાશ દિલથી ત્યાં બેસે છે. રાજાની દાસીએ જોઈ લીધું કે આ કંડરીક મુનિ જ છે. રાજાને સમાચાર આપ્યા એટલે રાજા પોતે જ આવે છે. દૂરથી જ જોઈ લીધું કે કાંઈક ગરબડ છે. કંડરીકને ઘણું સમજાવ્યું પણ એ ન માન્યા અંતે પુંડરીક એને રાજ્ય ગાદીએ બેસાડીને પોતે ચારિત્ર લે છે. આ બાજુ કંડરીક ચારિત્ર છોડી રાજમહેલમાં આવેલા એટલે પરિવારના લોકો પણ એને તિરસ્કારથી જોઈ રહ્યાં છે. કોઈ એમનું માનતું નથી. કંડરીકે તેજ દિવસે ખૂબ રસપૂર્વક કરાંજી-કરાંજી ને ખાધું. પણ પચ્યું નહિ. રાતે પેટમાં ભયંકર શૂળ ઉપડી. એક તરફ પેટની વેદના અને બીજી બાજુ રાજ્યના માણસોનો અનાદર. બન્ને બાજુથી યાતના ભોગવતા કંડરીક અતિ તીવ્ર અશુભ અધ્યવસાયે ચડે છે. એ વિચાર કરે છે કે આ વેદનામાંથી મુક્ત બનું તો સવારે આ બધાને મારીને ઠીક કરીશ. આવા લેશયુક્ત પરિણામમાં જ મૃત્યુ પામી સાતમી નરકે પહોંચી ગયા. અને પુંડરીક આરાધના કરીને સર્વાર્થસિદ્ધ દેવલોકમાં ઉત્પન્ન થયાં. પછી મોક્ષમાં જશે. આ પ્રમાણે દેશનામાં ગૌતમસ્વામી કુબેરને કહે છે કે ભાઈ શુભઅશુભનું ધ્યાન એ પુણ્ય-પાપનું કારણ છે. શરીર પરથી કાંઈ નિર્ણય થઈ શકતો નથી. પણ અધ્યવસાય પર બધો આધાર રાખે છે. સાધુની કાયા એ તો બહારનું સ્વરૂપ છે, જ્યારે ધ્યાન એ અભ્યત્તર સ્વરૂપ છે. દેશના પુરી થાય છે. ગૌતમસ્વામી પોતે નીચે આવે છે. કુબેર પણ ત્યાંથી ચાલ્યા ગયાં. આ વાતનું સાથે રહેલા દેવોમાંથી એક દેવે ૫૦૦ વખત પરિશીલન કર્યું. અને એ દેવ ત્યાંથી ચ્યવને વજસ્વામી બને છે. ઉત્તમ પરિશીલનથી પણ માણસમાં કેવા સંસ્કારો રેડાય છે. વ્યાખ્યાન શ્રવણ પછી ચિંતન ખૂબ જ જરૂરી છે. પણ આપણે તો શ્રવણથી જ અટકી ગયા છીએ. Page #87 -------------------------------------------------------------------------- ________________ શ્રાવણ સુદ ૧૦ પ્રકૃતિથી સોચ્ચ અદીઠે કલ્યાણકરા.... ધર્મને યોગ્ય શ્રાવકનો ત્રીજો ગુણ – પ્રકૃતિથી સૌમ્ય. ધર્મ કરનાર વ્યક્તિ પ્રકૃતિથી સૌમ્ય હોવો જોઈએ. શાંત હોય. નિષ્કપટી હોય. જે માણસો ધર્મ કહેવાય છે તેઓ ગમે તેટલો ધર્મ કરતા હોય પરંતુ તેમના સ્વભાવમાં જરાયે સરળતા ન હોય, જરાયે સૌમ્યતા ન હોય, તો તેમને ધર્મી કહેવો શી રીતે? ક્રોધમાં માણસ ખૂબ જ કટુ વચન બોલે છે. આવા માણસને શાસ્ત્રમાં કાંટાળા વૃક્ષની ઉપમા આપી છે. બાવળિયો દેખાવમાં લીલોછમ હોય છે પણ પાસે જઈએ તો કાંટા ભોંકાયા વગર રહે જ નહીં. બીજું એક વાકય આવે છે કે આવી ત્યાર . એમને નહીં જોવામાં જ કલ્યાણ છે. આવા માણસો ગમે તેટલો ધર્મ કરે પણ એ અશાંતિનું જ કારણ બને છે. ક્રિયાકાંડ એ તો ધર્મનું બાહ્ય સ્વરૂપ છે. જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ થાય છે તે સાચી વાત પણ જ્ઞાન એટલે શું? અને ક્રિયા એટલે શું? ક્રોધએ ખરાબ છે આ સમજણ તે જ્ઞાન છે અને તેનો ત્યાગ કરવો તે ક્રિયા છે. નવ પ્રકારના કાઉસગ્ન... શાસ્ત્રમાં કાઉસગ્નના નવ પ્રકાર કહ્યા છે. (૧) ઉભો-ઉભો- ઉભો થઈને કાઉસગ્ન કરતો હોય અને એની વિચારધારા પણ ઉંચી હોય. (૨) ઉભો-બેઠો-કાઉસગ્ગ ઉભો ઉભો કરતો હોય પણ વિચારધારા નીચલી કક્ષાની ચાલતી હોય. (૩) ઉભો-સૂતો-કાઉસગ્ગ ઉભો ઉભો કરતો હોય પણ પ્રમાદમાં વ્યસ્ત હોય. આર્તધ્યાનમાં ડૂબેલો હોય. (૪) બેઠો-ઉભો-શરીરની શિથિલતાએ કાઉસગ્ન બેઠાં બેઠાં કરતો હોય પણ વિચારધારા ખૂબ ઉંચી ચાલતી હોય. (૫) બેઠો-બેઠો-કાઉસગ્ગ બેઠાં બેઠાં કરતો હોય અને વિચારધારા પણ નિમ્નકોટિની હોય. Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭પ (૬) બેઠો-સૂતો-કાઉસગ્ગ બેઠાં બેઠાં કરતો હોય અને પ્રમાદમાં અથવા આર્તધ્યાનમાં ડૂબેલો હોય. (૭) સૂતો-ઉભો-કોઈ માંદગીના કારણે કાઉસગ્ગ સૂતાં સૂતાં કરતો હોય પણ વિચારધારા ખૂબ ઉંચી ચાલતી હોય. (૮) સૂતો-બેઠો-સૂતાં સૂતાં કાઉસગ્ગ કરતો હોય અને મન ભટકતું હોય. (૯) સૂતો સૂતો - એક તો સૂતાં સૂતાં કરતો હોય અને એમાંય જરાયે ઠેકાણું ન હોય. આ રીતે માણસે સમજીને ધર્મ કરવો જોઈએ. સરળતા.. ધર્મ કરનાર માણસ સરળ હોવો જોઈએ. એક બાઈ કોઈ સંત પાસે ગઈ. સંત મહાત્માને કહ્યું કે ભગવદ્ મને શાંતિ થાય એવો કોઈ મંત્ર આપો. સંતે તેને એક મંત્ર આપ્યો. “ૐ નમો ભગવતે વાસુદેવાય' મંત્ર એણે લીધો તો ખરો. પણ બાઈ બહુ જ ભોળી સરળ હતી. તેના પતિનું નામ વાસુદેવ હતું. તેણે વિચાર કર્યો કે મારે પતિનું નામ કેવી રીતે લેવું. પતિનું નામ સ્ત્રી કયારે પણ લેતી નહીં. તેથી તેણે એક રસ્તો શોધી કાઢયો. મંત્રમાં ફેરફાર કર્યો. “ૐ નમો ભગવતે બાબલાના બાપાય' કેવી સરળતા છે? પડછાયો નહીં વસ્તુને પકડો... - છઠ્ઠ કરીને સાત જાત્રા કરનારો માણસ કેટલું કષ્ટ વેઠે છે. આવો માણસ પાડોશી સાથે મનદુઃખ થાય તો તેના ત્રણ પગથિયા ચડીને તેને ખમાવવા જઈ શકતો નથી. કારણ તેના હાથમાં ધર્મનો આભાસ આવેલો છે. ભગવાનની સાથે જ્યારે સાચું જોડાણ થાય છે ત્યારે હૃદયની ગ્રંથિ (વેરઝેરની) ભેદાઈ જાય છે. જે કાળમાં પ્રતિક્રમણ નહોતું, ચોમાસું નહોતું કે કોઈ પર્વ નહોતાં કે ખમાવવાની કોઈ વિશિષ્ટપર્વ ક્રિયા નહોતી છતાં તે કાળમાં ઘણા પ્રમાણમાં મોક્ષે જતા હતા. જ્યારે આ કાળમાં રોજ સવાર-સાંજનું પ્રતિક્રમણ છે, છતાં કોઈ મોક્ષમાં જતા નથી. ઘણો ધર્મ કરવા છતાં ઘણી વાર એવું બને છે કે માણસ ધર્મને કે પરમાત્માને સાચા અર્થમાં પામી શકતો નથી. કારણ માણસે ખાલી ધર્મનો પડછાયો જ પકડેલો છે. તેણે વસ્તુ છોડી દીધી Page #89 -------------------------------------------------------------------------- ________________ છે. જેમ ધર્મ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ મંગલ છે તેમ સ્વભાવની સૌમ્યતા પણ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ મંગળ છે. સાધના-શાંતિ આપે તે સાધુ. સંત કોને કહેવાય? શાંતિ પમાડે તે સંત કહેવાય. સાધના કરાવે તે સાધુ. આપણે સાધુ-સંત કહીએ છીએ. એટલે સાધના અને શાંતિ બન્નેને આપનાર. એક મહાત્મા હતા. રાત-દિવસ જગતનું કલ્યાણ કરનારાઓના પણ કેટલાક નિંદકો હોય છે. આ મહાત્મા ગામમાંથી પસાર થઈ રહ્યા છે. ત્યાં કોઈક ઓટલા પર બેઠેલો એક માણસ બોલી ઉઠયો. જો ભામટો નીકળ્યો જો ઠગારો નીકળી પડયો. જોને પોતાનો પરિવાર વધારવા નીકળી પડયો છે. સંત મહાત્મા બહુ જ સંતોષી હતા. બહુજ શાંત હતા તેથી તેમણે વિચાર કર્યો કે ભલે તે બોલ્યો મને મારી તો નથી નાખ્યો ને? સંતની કેવી સૌમ્યતા ઇન્દ્રિયોમાં રસનેન્દ્રિયને જીતવી અતિદુષ્કર છે. ગુપ્તિમાં મનોગુપ્તિને જીતવી દુષ્કર છે અને વ્રતમાં બ્રહ્મચર્યવ્રતન જીતવુ દુષ્કર છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ શ્રાવણ સુદ ૧૧ સમતાની સાધના જરૂરી સ્વભાવ પરિવર્તન... માણસને જ્યારે સમ્યકત્વ સમજાય અને સમ્યત્વમાં નિરંતર સ્થિરતાદૃઢતા આવે તો મોટા ભાગે એનો સાત-આઠ ભવમાં મોક્ષ થાય. શાસ્ત્રમાં વાત આવે છે કે આ જીવે જન્માંતરમાં મેરૂ પર્વત જેટલા ઓઘા ગ્રહણ કર્યા હશે. વ્રત-પચ્ચખાણ કર્યા હશે, પરિસહોને સહન કર્યા હશે, છતાં આ જીવનો મોક્ષ કેમ ન થયો ? કારણ દરેક જન્મમાં-જીવનમાં તાત્ત્વિકધર્મની પ્રાપ્તિ થઈ નથી માટે જીવને આ સંસારમાં ભટકવું પડ્યું છે. માણસને કોઈ દિવસ એવો વિચાર આવે છે ખરો કે મારે મારો સ્વભાવ બદલવા જેવો છે. દરેકને એમ જ લાગે છે મારો તો સ્વભાવ સારો છે બીજાના સ્વભાવનો જ દોષ છે. આપણે પશ્ચિમ તરફ જવું હોય તો પશ્ચિમમાં જ ચાલવું પડશે. આપણા માટે કંઈ પશ્ચિમનો રસ્તો પૂર્વમાં નહીં આવી જાય. ગાડું હોય તો તેને પૂર્વમાંથી પશ્ચિમમાં ફેરવી શકાશે. પરંતુ ગામ પશ્ચિમમાં હોય તો તેને પૂર્વમાં નહીં ફેરવાય. તમે સામા માણસને ફરેવવાનો કે એના સ્વભાવને બદલાવવાનો વિચાર ન કરો. પરંતુ તમારા સ્વભાવ તરફ, તમારા જ દોષ તરફ નજર નાખો. તું દાઝયો નથી ને? એક માણસે મોટા-મોટા માણસોને જમવાનું આમંત્રણ આપ્યું. પોતે પણ સારો એવો ધનિક હતો. પાટલા ગોઠવાઈ ગયા. બધા જમવા માટે બેસી ગયા છે. દૂધપાક તૈયાર છે. શેઠ રસોઈયાને હુકમ કરે છે પેલું દૂધપાકનું તપેલું લાવ. રસોઈયો લેવા માટે જાય છે પરંતુ તપેલું લાવતાં બધો દૂધપાક ભઠ્ઠીમાં ઢોળાઈ જાય છે. શેઠ એકદમ છલાંગ મારી અને જઈને એકદમ રસોઈયાનો હાથ પકડયો અને કહ્યું કે ભાઈ તું કયાંય દાઝયો નથી ને ! ભલે દૂધપાક ઢોળાઈ ગયો. બધા તો આ સાંભળીને છકક થઈ ગયા. બધાને તો એમ હતું કે હમણાં રસોઈયાને બે ચાર લાફા લગાવી દેશે. પરંતુ તેના સ્વભાવમાં Page #91 -------------------------------------------------------------------------- ________________ ७८ સૌમ્યતા હતી. તેણે આવીને બધાને કહ્યું કે ભાઈઓ મને માફ કરજો. જે બીના બની ગઈ તેનાથી હું દિલગીર છું, હવે બાકીની જે રસોઈ છે તે તમને પીરસી દઉં છું. બધા તો તેની વાહ વાહ બોલવા લાગ્યા કે શેઠજી દૂધપાક તો ઘણીવાર ખાધો છે, પણ આવી સજજનતા અને સ્વભાવમાં આવી સૌમ્યતા કયાંય જોઈ નથી. મહાત્મા અંગર્ષિ... પ્રકૃતિની સૌમ્યતાથી માણસ કેવળજ્ઞાન સુધી પહોંચી જાય છે. બે વિદ્યાર્થીઓ ગુરૂ પાસે ભણતા હતા. તેમાં એક પ્રકૃતિથી સૌમ્ય છે અને બીજો ઉદ્ધત છે. ગુરૂકુળમાં રહેલા બન્ને જણા ગુરૂની બધી જ સેવા કરતા હતા. વનમાં લાકડા લેવા જાય... રસોઈ બનાવે... વગેરે. એક દિવસ બન્ને જણા વનમાં લાકડા લેવા ગયા છે. પ્રકૃતિથી સૌમ્ય એવો અંગર્ષિ વનમાં દૂર લાકડા લેવા જાય છે. પેલો ઉદ્ધત વિદ્યાર્થી રસ્તામાં લાકડાનો ભારો લઈને જતી ડોસીની પાસેથી ભારો પડાવીને ગુરૂમહારાજની પાસે વહેલો પહોંચી જાય છે. અને જઈને ગુરૂમહારાજને કહે છે કે અંગર્ષિ તો કોઈ ડોસીને મારીને તેનો ભારો પડાવી લઈને આવી રહ્યો છે. ગુરૂમહારાજ સાચું માને છે. તેથી અંગર્ષિ આવતાં જ ગુરૂમહારાજ ગુસ્સામાં તેને ખૂબ ઠપકો આપે છે. ભૂલ હોય અને ઠપકો મળે તો પણ આપણે સહન કરી શકતા નથી... તો આ તો વગર ભૂલે ઠપકો સાંભળવાનો સમય હતો. તમે હો તો શું કરો ? રાતા પીળા થઈ જાઓ ને ! પણ આ તો સૌમ્ય પ્રકૃતિવાળો અંગર્ષિ હતો. એણે વિચાર્યું કે મારાથી ગુરૂમહારાજનો શું અવિનય થઈ ગયો હશે. અરેરે ! મારા લીધે ગુરૂમહારાજને આર્તધ્યાન થયું, ગુસ્સો આવ્યો. આવા શુભવિચારોમાં ચડે છે... એટલે સુધી ચડયો કે બધાં જ કર્મોનો ભુક્કો બોલાવી દીધો અને ક્ષણવારમાં જ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. જુઓ આ સૌમ્ય પ્રકૃતિ માણસને કયાં સુધી લઈ ગઈ.... છેક મોક્ષ સુધી.. સમદ્રષ્ટિથી સાચી શાંતિ.... જે માણસ હું સાચો છું - હું સારો છું, આની ખરેખરી કરવા જાય Page #92 -------------------------------------------------------------------------- ________________ ૭૯ છે, તે ક્યારેય ઊંચે આવી શકતો જ નથી. જીવનમાં સાચી શાંતિ મેળવવી હોય તો માન-અપમાનને સરખા ગણે.માનથી ફ્લાય નહીં. અને અપમાનથી કરમાય નહીં. સોનું-પથ્થરને સરખા ગણે તોજ શાંતિ મળે. જેમ ક્રોધ ત્યાજ્ય છે. તેમ માન પણ એટલું જ ત્યાજ્ય છે. ક્રોધને કડવા ઝેરની ઉપમા આપી છે. ભામડલ-આભામંડલ.... ભગવાનની પાછળ જે ભામંડલ હોય છે તે ક્યાંથી આવે છે, તે જાણો છો ? એ બધા ગુણોનું મંડળ છે. સમતાની સાધના... ! સરળતાની સાધના... ! ક્ષમાની સાધના... ! જ્ઞાનની સાધના ! આ બધી સાધનામાંથી એક ગુણોની આભા ઉભી થાય છે. તેમ સ્વભાવનું પણ એક આભામંડલ ઉભું થાય છે. ઈર્ષ્યાળુ સદા દુઃખી... માણસ પોતાના દુઃખે દુઃખી હોય એ તો બરાબર છે પરંતુ આજ માણસ પારકાના સુખે દુઃખી છે. આખા જગતમાં આજ દુર્ગણ વ્યાપીને રહેલો છે. કોઈની ચઢતી ઋદ્ધિ જોઈને ઈર્ષ્યાળુના પેટમાં તેલ રેડાય. G.O.K.... એક માણસ ઈંગ્લેન્ડની એક હોસ્પિટલમાં ફરવા માટે નીકળેલો એ હોસ્પિટલમાં એવી વ્યવસ્થા હતી કે દરેક ખાટલા પર જે દરદી હોય એની બાજુમાં બોર્ડ લગાડેલું કે ક્ષય, ટી.બી. વગેરે એમાં એણે ફરતા-ફરતા જોયું કે એક બે બોર્ડ પર G.O.K. એ પ્રમાણે લખેલું. આ માણસને એમ થયું કે વળી આ કઈ જાતનો રોગ. એણે ડોક્ટરને પૂછ્યું કે આ રોગ કઈ જાતનો. કે ડોકટર કહે કે `God Only Knowes' અર્થાત ફકત ભગવાન જ જાણે છે. આપણને પણ ઈર્ષા આદિ સ્વભાવગત દોષોનો એક એવો વ્યાધિ લાગુ પડેલો છે કે એનો ઈલાજ ગુરૂ ભગવતો જ્ઞાનો મહાત્માઓ જ જાણે છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રાવણ-સુદ ૧૨-૧૩ પ્રિયવાણી... માણસના સ્વભાવમાં જો સૌમ્યતા હશે તો એની વાણી પણ મીઠી હશે. અનત પુણ્યના ઉદયે આપણને વાણી મળી છે, વાણીનો ઉપયોગ પ્રિય બોલવા તથા ભગવાનની સ્તુતિ કરવા માટે જોઈએ. જ્યારે આપણે તો તેનો ઉપોયગ જેમ-તેમ બોલવામાં અર્થાત્ પથરા કેંકવામાં જ કરીએ છીએ. હેમચંદ્રસૂરિ મહારાજે ચારિત્રની બે વ્યાખ્યા કરી છે. એક તો એ કે પાંચ મહાવ્રત અને બીજી અષ્ટ પ્રવચનમાતા. આમાં પણ ભાષાસમિતિ પર વધારે ભાર મૂક્યો છે. કારણ કે... માણસની મતિ, કુળ વગેરે તેની વાણી પરથી પારખી શકાય. જ્યારે આપણે તો કડવી વાણી રૂપી બાણો જ સામાને મારીએ છીએ. જરાયે સભ્યતા નહીં. ભગવાન કેવળજ્ઞાન પામ્યા, શેના બળથી ? મૌનના જ ને ? મૌનની સાધનામાં ખૂબજ તાકાત છે. વાણી સાચી તેમજ હિતકારી બોલવી જોઈએ. બીજાની હિંસા કરનારી, અહિત કરનારી, સાચી વાણી પણ બોલવી જાઈએ નહીં. સચ્ચાઈ સર્વત્ર સત્ય પણ અસત્ય.... એક તાપસ હતો. સત્યવાદી હતો. અને તે ગામની બહાર રહેતો હતો. હવે એવામાં બન્યું એવું કે ધાડ-પાડુઓ ધાડ પાડવા માટે આ ગામમાં આવ્યા. ગામ લોકોને આગળથી ખબર પડવાથી બધા પોતાના દર-દાગીના લઈને ગામની બહાર મોટી ઝાડી હતી તેમાં ભરાઈ ગયા. હવે ધાડ-પાડુઓ આવ્યા. ગામમાં જોયું. ગામ આખું ખાલી એટલે તેઓએ વિચાર કર્યો કે ગામની બહાર રહેલા તાપસને પૂછીએ. એ સત્યવાદી છે માટે સત્ય કહેશે. તેઓએ તાપસને પૂછ્યું. એટલે તાપસે પહેલાં તો કહ્યું કે જે જાણે છે તે બોલતી નથી અને જે જાણતી નથી તે બોલે છે. આંખ જાણે છે પણ બોલતી નથી. જીભ જાણતી નથી પણ બોલે છે આ પ્રમાણે વારંવાર બોલવા લાગ્યો એટલે ચોરોએ કહ્યું કે તમે સત્ય બોલો, તમારી સત્યવાદી તરીકે પ્રસિદ્ધિ છે. કાં તો અસત્ય બોલો, તમારી પ્રસિદ્ધિ ભલે મટી જાય. આ મહાત્માએ વિચાર કર્યો કે ખોટું બોલીશ તો મારી પ્રસિદ્ધિ ધૂળમાં મળી જશે. માટે તેણે સત્ય કહી દીધું કે Page #94 -------------------------------------------------------------------------- ________________ ૮૧ આ ઝાડીમાં ભરાયા છે, છેવટે પરિણામ એ આવ્યું કે ચોરોએ બધાને લૂટી લીધા અને મારી નાખ્યા. આ કૌશિક નામનો ઋષિ સાતમી નરકે ગયો. મહાત્માઓ કહે છે આવું સત્ય ન બોલવું જેનાથી અસંખ્યના જીવન રોળાઈ જાય. નીતિનું ધન. જીવનમાં જેટલી વાણીની સચ્ચાઈ જરૂરી છે, તેટલી જ ન્યાય અને નીતિની પણ જરૂર છે. નીતિથી કરેલી કમાણી માણસને સત્કાર્ય કરવા પ્રેરે છે. એક શેઠ હતા. શેઠને ત્યાં મોટો કરિયાણાનો વેપાર ચાલે આ શેઠે કર્યું શું? લેવાનાં અને દેવાનાં બન્ને કાટલાં જુદાં રાખે. શેઠને બે પુત્ર હતા તેમાં એકનું નામ વધિયો રાખેલું અને બીજાનું નામ ઘટિયો રાખેલું આ શેઠને જ્યારે માલ લેવાનો હોય ત્યારે વધિયાને કહે મણીકું લાવ. એટલે તે મોટું મણિકું લાવે અને જ્યારે દેવાનું હોય ત્યારે ઘટિયાને બૂમ પાડે તેથી નાનું મણિકું લાવે. આ અનીતિના વેપારથી શેઠ ખુશ થાય. હવે મોટો છોકરાને પરણાવ્યો વહુ ઘરમાં આવી. એક દિવસ વહએ સસરાને કહ્યું કે બાપુજી આપ વધિયા અને ઘટિયા એમ કહીને કોને બોલાવો છો ? એવું તો કોઈનું નામ આપણા ઘરમાં છે નહીં. એટલે સસરાએ બધી વાત વહુને કરી વહુ ધર્મને પામેલી હતો. તેને થયું કે આ અનીતિના પૈસાથી જ ઘરમાંથી માંદગી જતી નથી. એને પુરૂં ખાવા મળતું નથી. માટે તેણે પોતાના સસરાને કહ્યું કે તમે ન્યાયથી વેપાર કરો. આ અનીતિના પૈસા આવે છે માટે જ આવા કંકાસ ઘરમાં ચાલી રહ્યા છે. સસરાને ગળે વાત ઉતરી તેણે નીતિથી વેપાર શરૂ કર્યો. ચારે બાજુ શેઠની પ્રમાણિકતાના વખાણ થવા લાગ્યા. ઘરાકી સારા પ્રમાણમાં રહેવા લાગી. અને થોડા જ વખતની અંદર સાચા શેઠ તરીકે પ્રસિદ્ધિ થઈ અને ખૂબ આબાદી વધવા લાગી. સુખી થઈ ગયા. શેઠને પછી પ્રતિતી થઈ કે આ વહુ લક્ષણવંતી છે અને તેનાથી જ આ ઘરની આબાદી વધી છે, ઘરમાં ખૂબ જ તેનું માન વધ્યું. એક વખત વહુએ કહ્યું કે તમે એક સોનાની પાંચશેરી બનાવો. તેની પર “સાચા શેઠ” એવું નામ લખો. તેને બજારની વચ્ચે મૂકી દો. પછી જુઓ આ નિતીનું ધન. શેઠે તે પ્રમાણે કર્યું. તો કોઈ માણસ દોડતો દોડતો આવીને કહે શેઠ Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૨ આ તમારી પાંચશેરી બજારમાં રખડતી હતી ઉપર તમારું નામ છે. પછી બીજી વખત આ શેઠ તે પાંચશેરી તળાવમાં ફેકી દે છે. તળાવમાં માથુંલું ગળી જાય છે. એ માછલું માછીમારને ત્યાં જાય છે માછીમારના હાથમાં પાંચશેરી આવે છે, નામ વાંચે છે. દોડતો શેઠને આવીને કહે છે- શેઠ ! આ તમારી પાંચશેરી છે લઈ લો, જૂઓ નીતિનું ધન જ્યાં હશે ત્યાંથી પાછું જ આવવાનું છે. શેઠને નીતિના વેપારી પ્રતિતી થઈ પછી શેઠને ખૂબજ સુખ સુખ થઈ ગયું માણસ કાંઈ લઈને આવ્યો નથી. અને કાંઈ લઈને જવાનો નથી. કેવળ પુણ્ય અને પાપને લઈને જાય છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રાવણ સુદ ૧૫ આંતર દર્શન આંતરવૈભવ અખૂટ આજે માણસો ડેકોરેશન પાછળ લાખો રૂપિયા ખર્ચે છે પણ એક સળગતા દિલને સાંત્વન આપવા એક આનો ખર્ચવા તૈયાર નથી. પણ આ બહારના વૈભવને માણસ જેમ-જેમ વધારતો જાય છે. તેમ-તેમ તેની ભૂખ વધતી જાય છે. તેને જીવનમાં અપૂર્ણતા જ લાગે છે. જ્યારે માણસ જો પોતાની અંદરનો વૈભવ વધારે તો જીવન એટલું બધુ સુખમય બની જશે કે તેની કલ્પના પણ નહીં આવે. આંતરવૈભવનું સુખ એવું છે કે તમે જેમજેમ કોઈને સુખ આપો કે તમારું સુખ વધતું જશે. જ્યારે બહારના વૈભવનું સુખ અવું છે કે તમે જેમ જેમ આપશો તેમ ખૂટી જશે. કદાચ વૃદ્ધિ પામશે તો પણ આંતર વૈભવ જેટલું તો નહીં. તમે સામાને જેટલો પ્રેમ આપશો તેમ તમારો પ્રેમવૃદ્ધિ પામતો જશે. બહારની ચીજોનો તમે જેમ જેમ વધારો કરતા રહેશો તેમ તેમ તમે અપૂર્ણ બનતા જશો. જ્યારે આંતર વૈભવ જેમ જેમ આપતા જશો તમ-તેમ પૂર્ણ બનતા જશો. અનુકંપા. સમક્તિની મુખ્ય નિશાની અનુકંપા છે.. અનુકંપા એટલે દયા નહીં. પરંતુ બીજાનું દુઃખ જોઈને એ આકુળ-વ્યાકુળ બની જાય છે. તેનું હૃદય કંપવા લાગે તે અનુકંપા. દયાનો તેનાથી ઘણો ઉતરતો દરજ્જો છે. ભગવાનના હૃદયમાં અનુકંપા ચિક્કાર ભરેલી હોય છે. બસ ધ્યાન ધરતાં પણ તેમના મગજમાં એક જ વિચાર ઘૂમી રહ્યો હતો કે હું આ જગતના જીવોને કેવી રીતે દુઃખથી મુક્ત કરૂં? તેનું કેમ હિત કરૂં? બસ આજ એક લગની હતી. ત્યારે તો એ જગતના તમામ જીવોને માટે પૂજ્ય બની ગયા. ધર્મનો પ્રાણ કરૂણા છે. જ્યારે સંગમદેવે મહાવીર ભગવાનને છ છ મહિના સુધી ઉપસર્ગો કર્યા. ત્યારે તો કોઈ દિવસ ભગવાનની આંખમાં પાણીનું એક બિંદુયે આવ્યું નથી. પરંતુ જ્યારે આ સંગમ વિદાય લે છે ત્યારે ભગવાનની આંખો કરૂણાથી Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૪ છલકાઈ ઉઠે છે. બસ એમને એ જ વિચાર આવે છે કે આ બિચારો છે છે મહિના મારા સંસર્ગમાં રહ્યો છતાં દુર્ગતિમાં જશે. કેવી ભગવાનની કરૂણા...! આટ-આટલા ઉપસર્ગો કર્યા છતાં તેના પર કેવી અજોડ પ્રેમ...! દેહની નહિ દેવની પૂજા. હિંસા કરવાથી માણસ દુર્ગતિમાં જાય છે, માંસાહાર કરવાથી, મહારંભને કરવાથી – મહાપરિગ્રહ કરવાથી નારકીમાં જાય છે. શાસ્ત્રમાં પંદર કર્માદાન આવે છે. જે નરકમાં લઈ જનારાં છે. કર્માદાન એટલે શું? કર્મનું આદાન. કર્મ બાંધવાનો વેપાર, પરિગ્રહની ઈચ્છાથી જ માણસ આવા કર્માદાનોનું સેવન કરતો હોય છે. કારણ કે ઈચ્છા તો આકાશ જેટલી અનંત છે. પરિગ્રહને ઓછો કરી ન શકો તો કાંઈ નહીં પરંતુ ઈચ્છાનું તો પરિમાણ કરો. આપણું શરીર આખું અશુચિથી જ ભરેલું છે. માણસને સંડાસમાં બેસી રહેવાનું મન થાય ખરું? ગમે તેવું ઉત્તમમાં ઉત્તમ ભોજન પણ આ શરીરરૂપી ગટરમાં જતા કેવી દુર્ગધવાળું બની જાય છે. અરે આપણે જમ્યા પછી પણ આપણને વોમિટ થાય તો એની સામે આપણે એક ક્ષણ માટે જોઈએ ખરા? ત્યાંથી ભાગી છૂટીએ. દુનિયામાં બધા મશીન કાચા માલમાંથી પાકો માલ બહાર પાડે છે. જ્યારે આ શરારરૂપી અકજ મશીન એવું છે કે તે પાકા માલને કાચો કરીને બહાર ફક છે. અને એ માલને જોવો પણ ન ગમે. ઉત્તમમાં ઉત્તમ મિષ્ટાન પેટમાં જતાં જ વિષ્ટા રૂપે પરિણામ પામે છે. બહારથી સુંદર દેખાતા આ શરીરમાં કેટલી અશુચિ ભરેલી પડી છે. મહાપુરૂષો કહે છે કે આ શરીર પંપાળવા માટે નથી. અર્થાત પોષવા માટે નથી પણ શોષવા માટે છે. આપણે દિવસ અને રાત દેહની પૂજામાં જ પડ્યા છીએ. જ્યારે શાસ્ત્રકારો ફરમાવે છે દેહની નહીં પરંતુ દેવની પૂજા કરો.. માણસોને બધો વૈભવ મળે એટલે એ એમ જ માને છે કે મારો જન્મ સફળ.. પણ મહાપુરૂષો કહે છે કે જન્મ સફળ નહીં પણ ધર્મ વિના નિષ્ફળ.. પરમાત્માના રૂપ સિવાય જગતમાં કોઈ એવું અદ્ભુત રૂપ નથી. આ શરીરમાંથી સમ્યકજ્ઞાન, સમ્યક્દશર્ન અને સમ્યફચારિત્ર રૂપી ત્રણ રત્નો કાઢી લો. જેમ સમુદ્રમાં અગાધ પાણી રહેલું છે તેમ.. આ આત્મામાં અખૂટ ખજાનો ભરેલો છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ ૮પ બે રોગ... ભવરોગ અને ભાવરોગ. આ બે મોટા રોગો આપણને લાગેલા છે. આપણા ચિત્તના એટલા કલુષિત પરિણામો છે કે રાગ-દ્વેષ ને મોહમાં ચિત્ત ખૂબ જ વ્યાકુળ બનેલું છે. જ્યાં સુધી આ ભાવરોગો છે ત્યાં સુધી ભવરોગ રહેવાનો. ધર્મરૂપી ઝવેરાત કમાવા માટે ગણોનો વૈભવ જોઈશે. જો ગણો રૂપી વૈભવ નહીં હોય તો ધર્મરૂપી ઝવેરાત મેળવી નહીં શકો. માણસ હમેશાં નામને અમર બનાવવા ઈચ્છે છે. નામને નહીં પણ કામને અમર બનાવતાં શીખો. એવા સત્કાર્યો કરો કે તમારું કામ અમર બની જાય. જીવનની સિદ્ધિ ધર્મરૂપી ધન કમાવામાં રહેલી છે. નહીં કે પૈસો કમાવામાં. ખાવાનું પીવાનું કામ તો આ જીવ દરેક યોનિમાં કરતો આવ્યો છે. આ જીવનમાં પણ એનું એ જ કાર્ય ચાલુ રહેશે તો પછી સંસારના ફેરા ક્યાંથી ટળવાના ? જ્યારે ધર્મનું મહત્ત્વ સમજાય છે ત્યારે આ જીવન કોઈ ઉચ્ચ કોટીનું બની જાય છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ શ્રાવણ વદ - ૨ લોકપ્રિયતા... | હવે ધર્મને યોગ્ય બનવા માટેનો ચોથો ગુણ... લોકપ્રિયતા.. ધર્મ કરનાર માણસ લોકોમાં પ્રિય હોવો જોઈએ. એક બાજુ ખૂબ જ તપશ્ચર્યા કરતો હોય અને બીજી બાજુ કંજુસનો કાકો હોય તો તેના વખાણ થાય કે હાંસી.. જે માણસ ધર્મ કરતો હોય એ કોઈ દિવસ કોઈનું ઘસાતું બોલે નહીં અને એનું પણ કદાચ કોઈ ઘસાતું બોલે તો પણ કદીએ તેના પર ગુસ્સે થાય નહીં. લોકપ્રિય માણસ બનવું હોય તો નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. ઈહલોક વિરૂધ્ધ નિંદા.. ઈહલોક વિરૂધ્ધ અને પરલોક વિરૂધ્ધ કોઈપણ કાર્ય ન કરો. ઈહલોક વિરૂધ્ધ - જીવનમાં કોઈની પણ નિંદા ન કરવી. દુનિયામાં સૌથી વધારે ગળી ચીજ કઈ તો ગરજ. ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે. અને આનાથી પણ ગળી ચીજ નિંદા છે. નિંદાનો રસ એવો છે ને કે માણસ કલાકોના કલાકો સુધી સાંભળ્યા કરે ને તો પણ તેને કંટાળો આવે નહીં. નિંદાના બોલ્યા મહાપાપ રે.... એક ગામમાં એક મુનિ મહારાજ રહેતા હતા. તેઓ માસક્ષમણને પારણે માસક્ષમણ કરતા હતા. લોકોમાં ખૂબ જ ખ્યાતિ હતી. કેવા તપસ્વી... કેવા ત્યાગી... એવામાં કોઈ બીજા સાધુ મહારાજ ત્યાં ફરતાં-ફરતાં આવી ચડયા. ચોમાસાનો સમય નજીક હતો. તેથી તેજ ગામમાં ચોમાસા માટે રહે છે. ઉપાશ્રયમાં આ મહારાજની ઉપર ઉતરે છે. આ મહારાજ દરરોજ વહોરવા માટે સાડી પરથી નીચે ઉતરે છે. તેમના મનમાં એક જ વિચાર આવે છે અરે રે.. ક્યાં આ તપસ્વી અને ક્યાં હું ? કેવો શિથિલ... ઉત્તમકુળમાં અવતર્યા છતાં તપ-ત્યાગ કરી શકતો નથી. આ રીતે દરરોજ તેઓ પોતાના આત્માને નિંદે છે. જ્યારે દરરોજ ત્રણ-ત્રણ વખત વહોરવા જતા આ મહારાજને જોઈને પેલા તપસી મહારાજ વિચારે છે કે આ કેવો Page #100 -------------------------------------------------------------------------- ________________ ૪૧). જીભને પરવશ છે, ધિક્કાર છે આ ભૂખડી બારસ ને ! આ પ્રમાણે એની નિંદા જ કર્યા કરે છે... ગામના શ્રાવકો આવે ત્યારે પણ તેમની પાસે તપસ્વી મહારાજ આનીજ નિંદા કર્યા કરે છે. હવે ચોમાસું પૂરૂ થયું. આ પાટલિપુત્રની વાત છે. ત્યાં કોઈક કેવળી ભગવંત પધારે છે. ગામના લોકો દેશના સાંભળવા જાય છે. દેશના સાંભળીને ગુરૂ મહારાજને પૂછે છે કે ભગવંત આ વખતે ચોમાસામાં બે સાધુ ભગવંત અહીં રહ્યા હતા. એમાં એક તપસ્વી હતા. અને બીજા ખાઉધરા આ બેની કઈ ગતિ થશે? આ સાંભળી ગુરૂભગવંત કહે છે કે સાંભળો જે તપસ્વી મુનિ હતા. તે મરીને દુર્ગતિમાં જશે અને સંસારમાં ઘણું ભટકશે. જ્યારે તમે જેને ખાઉધરો કહો છો એ થોડા કાળ પછી મોક્ષે જશે. આ સાંભળીને ગામ લોકો આશ્ચર્યચક્તિ થઈ ગયાં. ગુરૂ ભગવંતે કહ્યું કે જે તપસ્વી મુનિ હતા તેમણે આખો દિવસ નિંદાનો જ ધંધો કર્યો. જ્યારે પેલા સાધુએ પોતાના આત્માને નિંદ્યો. નિંદા કરવાથી તથા અહંકાર આવવાથી માણસ હજારો વર્ષના તપને ધોઈ નાખે છે. બાહુબલી ને કેવળજ્ઞાન થવામાં અહંકાર જ આડો આવ્યો હતો ને...! નહિ તો કેવી ઉગ્ર તપશ્ચર્યા હતી... પણ જ્યાં અહંકાર ભાગ્યો કે તરત જ કેવલજ્ઞાન ...! ખાલી નમવાનો વિચાર પણ માણસને છેક ક્યાં સુધી લઈ જાય છે? ગુણવાનની નિંદા કરવી એ તો અતિ ભયંકર પાપ છે. સરળ હૃદયની પ્રાર્થના ભગવાનની પાસે સરળ હૃદયની પ્રાર્થના જલ્દી પહોંચે છે. એક મંદિરમાં ધર્મગુરૂ પ્રાર્થના કરાવતા હતા. બધા સારી રીતે પ્રાર્થના ઝીલતા હતા. તેમાં એક નાનો છોકરો હતો. તે પણ પોતાના હાથના મટકાથી... પ્રાર્થના કરતો હતો... ધર્મગુરૂએ તેને કહ્યું કે અલ્યા તું શું કરે છે? તને શું પ્રાર્થના કરતાં આવડે છે ? પેલો છોકરો કહે છે કે જુઓ બધી પ્રાર્થના તો સ્વર અને વ્યંજન અથવા બારખડીમાંથી જ બનેલી છે... હું ભગવાનને આખી બારખડી કહી દઈ છું અને કહું છું કે ભગવાન આ બારખડીમાંથી તમે તમારી પ્રાર્થના બનાવી લેજો.. આ સાંભળી ધર્મગુરૂ હસી પડયા.. કેવું સરળ હૃદય ! Page #101 -------------------------------------------------------------------------- ________________ શ્રાવણ વદ ૫ પરમની યાત્રા બહિરાત્મા... આત્માના ત્રણ પ્રકાર છે... બહિરાત્મા .. અંતરાત્મા... પરમાત્મા... જેનો આત્માબહાર છે એટલે કે જેણે આત્માને ઓળખ્યો નથી. તે બસ હું પદમાં જ રાચતો હોય. ધન જ જાણે એનો આત્મા ન હોય... તેમજ કંચન, કામિની, કુટુંબ, કાયા કીર્તિ બસ આ જ એનો આત્મા હોય... તેને બહિરાત્મા કહેવાય. તનો બધો સંબંધ બહારના પદાર્થો સાથે જ હોય. આ કાયાને જ શણગારવામાં જ તેની આખી જિંદગી ખર્ચાઈ જાય... માણસનું જરાક જો શરીર ઘટે તો તરત તે કહેશે હું ઓગળી ગયો છું. અર્થાત્ શરીર એ હું છું. જ્યારે હું એટલે આત્મા... છતાં માણસ સંપત્તિને, પત્નીને, આ બધાને જ હું માને છે... મોટા ભાગના જગતના જીવો બહિરાત્મદશામાં જ જીવે છે... બહારના પદાર્થોમાં વૃદ્ધિ એટલે ખુશખુશાલ અને તેમાં ઘટાડો થાય કે તરત પોક મૂકીને રોવા બેસશે. કારણ તેનો આત્મા એ જ છે. એક શેઠ હતાં તેમનો જબરજસ્ત મોટો ધંધો હતો. તેમાં દશ લાખનો નફો થવાનો હતો. ત્યાં રાત્રે ખબર પડી કે ભાવ ઘટી ગયા છે. જો કે તોય પાંચ લાખનો નફો તો થવાનો જ હતો. છતાં શેઠને આઘાત લાગ્યો અને એકદમ બૂમો પાડવા લાગ્યા કે હું પાયમાલ થઈ ગયો.. પાયમાલ થઈ ગયો. આજુબાજુના લોકો ભેગા થઈ ગયા.. બારણું ખખડાવ્યું, શેઠાણીને પૂછયું કે શેઠ કેમ બૂમો પાડે છે...? શેઠાણી કહે છે... એમને દશ લાખનો નફો થવાનો હતો તેના બદલે પાંચ લાખનો નફો થયો માટે... વિચાર કરો એનો આત્મા ક્યાં હતો? પૈસામાં જ. અંતરાત્મા... . જ્યારે જે માણસ અંતર આત્માવાળો હોય તો તરત જ તેને વિચાર આવશે કે મારામાં સગુણો કેટલા છે, દુર્ગુણો કેટલા છે, અને પોતાના દુર્ગુણોને છોડવા માટે અને સદ્દગુણોને મેળવવા માટે જ તેની દોડધામ હોય મારું ક્યાં આપું છું? Page #102 -------------------------------------------------------------------------- ________________ ૮૯ એક માણસ દાન આપતો હતો. તે હમેશાં તેનું મોં નીચે રાખીને દાન આપતો.. તેથી એક વખત એક જણાએ પૂછયું કે ભાઈ તમેં નીચું મોં રાખીને કેમ દાન આપો છો ? કારણ...શરમાવું જોઈએ તો પણ લેનારને, દેનારને શા માટે ? ત્યારે પેલા ભાઈએ કહ્યું કે અરે ભાઈ હું દાન આપું છું તે કાંઈ મારૂ ધન નથી... ભગવાને આપેલું છે. છતાં લોકો મારા ગુણ ગાય છે. ભગવાનને કોઈ યાદ કરતું નથી. તેથી મને શરમ આવે છે. હું જે દાન આપું છું તે ભગવાને મને આપ્યું ત્યારે હું આપી શક્યો ને...? માટે... પ્રભુ જ બર છે... એક મહાન્ સદ્દગુરૂ હતા... હમેશાં બસ પોતાનામાં મસ્ત... કોઈ દિવસ માન-સન્માનનો પણ વિચાર નહીં... અને પરમાત્મા જે એને મન મહાન હતા. અહંકારે એના જીવનનો સ્પર્શ કર્યો જ નહોતો. બસ પરમાત્માની ભક્તિ એજ એનું કામ હતું. છેવટે ભક્તિથી તેનામાં એવી લબ્ધિઓ પ્રગટ થઈ કે તે અવનવાં કાર્યો કરવા લાગ્યા. દેવોમાં તેની પ્રસિદ્ધિ ફેલાઈ. દેવો તેનાં દર્શન કરવા માટે આવ્યા.. દેવો ખુશ-ખુશ થઈ ગયા. દેવ તેને વરદાન માંગવા કહે છે કે માંગો જે જોઈએ તે માંગો કારણ દેવનું દર્શન ક્યારેય નિષ્ફળ જતુ નથી. આ સંત કહે છે કે મારે તો મારા પરમાત્મા મળ્યા એટલે બસ, મારે બીજું કાંઈ નથી જોઈતું. વિપત્તિ ન સસ્તુ થતું.... આ પાંચ પાંડવની માતા કુંતિએ શું માગેલું ખબર છે? તેણે દેવની પાસે માગેલું કે મને હમેશાં વિપત્તિ આપજો. કારણ વિપત્તિ હશે તો જ હું ભગવાનને યાદ કરીશ તમે દેવ મળે ત્યારે સંપત્તિ માગો કે વિપત્તિ...? પવિત્ર છાયા... આ બાજુ દેવે કહ્યું કે તમારામાં હું એવી ચમત્કાર-શક્તિ મૂકીશ કે જેથી લોકોમાં તમારી ખૂબ જ પ્રસિદ્ધિ થશે. આ સાંભળી સંત કહે છે કે નહીં મારે એવી પ્રસિદ્ધિ નથી જોઈતી કારણ કે તેથી લોકો મારી પાછળ પડશે... ભગવાનને ભૂલી જશે... માટે મારે એવી શક્તિ નથી જોઈતી. મારે તો મારા હાથે જગતનું ખૂબ જ કલ્યાણ થાય છતાં મને ખબર પણ ન પડે એવી કોઈ ચમત્કારીક શક્તિ આપો. કારણ કે મને એમ થાય કે હું ચમત્કાર કરી જાણું Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૦ છું તો મારામાં અહંકાર આવી જાય તો..? આ દેવ તથાસ્તુ કહીને ચાલ્યા ગયા.. આ બાજુ આ સંત જ્યારે બહાર નીકળે ત્યારે તેમના પડછાયામાં જે કોઈ માણસ આવે તો તે રોગી હોય તો નીરોગી બની જાય. દુ:ખી હોય તો શ્રીમંત બની જાય. આંધળો હોયતો દેખતો બની જાય. આ પ્રમાણે તેના પડછાયાની અંદર જે કોઈ આવે તે માલા-માલ થઈ જતા. લોકો તેમને “પવિત્ર છાયા” તરીકે જ ઓળખવા લાગ્યા. જ્યારે માણસની અંતરાત્મા તરફ દૃષ્ટિ જાય છે ત્યારે તેને પોતાની પ્રસિદ્ધિ ગમતી નથી. તેને ભગવાનની જ પ્રસિદ્ધિ ગમે છે. પરમાત્મા... જ્યારે માણસ આવી રીતે અંતર્મુખ બને છે પછી તેનો પ્રભુ સાથે સંબંધ જોડાય છે. અને એ સંબંધ જ્યારે ઉત્કૃષ્ટકોટીનો બને છે ત્યારે તેનો આત્મા પરમાત્મા બની જાય છે. જો કે આત્મા-પરમાત્મા તો છે જ પરંતુ આપણે. તેને સાચા અર્થમાં સમજી શકતા નથી... આપણામાં રહેલા ભગવાનને આપણે ઓળખી શકતા નથી. અને માત્ર મંદિરોમાં તીર્થોમાં શોધવા માટે નીકળીએ છીએ. પ્રભુની મસ્તીમાં ડૂબેલા માણસને કોઈનોય ભય હોતો નથી. વો હિ આશ કરો...... અકબર રાજાના દરબારમાં ઘણા કવિઓ હતા. તેમાં એક ગંગ નામનો કવિ હતો. આ કવિ રીજ ભગવાનની સ્તુતિ કરે તથા કોઈ સાધુ-સંતોની સ્તુતિ કરે પણ ક્યારેય કોઈ રાજામહારાજની સ્તુતિ કરતા નહોતા. બીજા બધા કવિઓ અકબરને ખુશ રાખવા તેની સ્તુતિ કરતા હતા. હવે એક દિવસ ઈર્ષ્યાથી પ્રેરાઈને કેટલાક કવિઓએ ભેગા થઈને રાજાને કહ્યું કે રાજન્ ! આ ગંગ કવિ કોઈ દિવસ તમારી સ્તુતિ કરતા જ નથી. તમારે જોવું- જાણવું હોયતો પરીક્ષા કરો. અકબર રાજાએ પરીક્ષા માટે એક સમસ્યા પૂરી કરવાનો કોયડો સભામાં મૂક્યો. આ ચુરો સર્વશી આ સમસ્યાને પૂરી કરવા જુદા-જુદા કવિઓએ જુદી-જુદી પંક્તિઓ રજૂ કરી. રાજાએ ગંગકવિને પૂછ્યું. ગંગ કહે કાલે વાત. બીજા દિવસે સભા ચિક્કાર ભરેલી છે. ગંગકવિ પોતાના પંક્તિ રજૂ કરે છે, કેનિસ રિ વિશ્વાસ નહીં વો દી Page #104 -------------------------------------------------------------------------- ________________ ૯૧ માસ ર #વરી | એની પ્રભુમાં કેટલી મસ્તી હશે કે જે અકબર જેવાં બાદશાહને આ રીતે કહી શક્યો. જ્યારે જીવનમાં સદ્ગુણો પ્રગટે ત્યારેજ આત્માની સાચી ઓળખાણ થાય... નિંદ્યપ્રવૃત્તિનો ત્યાગ માણસે લોકપ્રિય બનવું હોય તો આ લોક વિરૂધ્ધ કે પરલોક વિરૂધ્ધ કોઈ આચરણ ન કરવું તેમજ સરળ સ્વભાવી બનવું. છતીશક્તિએ પણ, જે દુ:ખી હોય તેને એક પાઈની પણ મદદ ન કરે તો એ લોકોમાં તિરસ્કૃત બને છે... તેમજ તે કોઈ ખરાબ વ્યસની ન હોવો જોઈએ. તેણે દારૂનો ધંધો કે એવો કોઈ હલકો ધંધો ન કરવો જોઈએ. એક માણસ એક બાજુ ધર્મ કરતો હોય અને બીજી બાજુ વરલી-મટકા જેવા ધંધા કરતો હોય. આવો માણસ ધર્મના કામમાં પાંચ પચ્ચીસ હજાર ખર્ચે તો પણ તે અને ધર્મ અને લોકોમાં તિરસ્કારને પાત્ર બને છે. ચેતના – ઉપયોગ... આ ચેતના એક રંગીન ચીજ છે તેને જેવા પદાર્થનો સંયોગ કરાવીએ તેવો રંગ લાગે. સદ્ગુણોથી રંગીએ તો સદ્દગુણો આવે અને દુગર્ગોથી રંગીએ તો દુર્ગુણો આવે.. ક Page #105 -------------------------------------------------------------------------- ________________ શ્રાવણ વદ -૬ | લોકપ્રિય ધર્મના અર્થી શ્રાવકો ચોથો ગુણ છે લોક પ્રિય આખા વિશ્વના લોકોમાં એક ઝંખના પડી છે કે હું લોકોને પ્રિય કેમ બનું? જેને લોકપ્રિય બનવું હોય એણે લોક વિરૂદ્ધ ક્રિયા કરવી જોઈએ નહીં. લોકપ્રિય બનવા માટે વાણી પરનો સંયમ ખૂબજ જરૂરી છે. વાણીનો વ્યય કરવો નહીં તે પ્રથમ સાધના છે. આજે તો મોટે ભાગે વાણીનો અપવ્યય જ થઈ રહ્યો છે. એક કહેવત છે કે “બહુ બોલે તે જૂઠું અને બહુ ખાય તે લખું.” જે માણસ બહુ બોલતો હોય તેમાં સત્યનો અંશ ઓછો હોય તેમ જે ઘણું ખાતો હોય તેમાં કાંઈ રસ રહે નહીં. લિમીટ પુરતું ખાય તો જ ખાવાની મજા આવે. વાણીરૂપી મૂડીનો જેમ તેમ વ્યય કરવાથી તે અહીં જ સમાપ્ત થઈ જશે. તીર્થંકર પરમાત્મા પણ પહેલાં વાણી રૂપી મૂડી એકઠી કરે છે. અને પછી દેશના આપે છે. જો કેવળજ્ઞાન પહેલાં દેશના આપે તો એમની વાણી રૂપી મૂડીની શક્તિ છે તે બધી ખર્ચાઈ જાય. મૌન શબ્દ પણ મુનિ પરથી જ પડેલો છે મુનિની સઘળી પ્રવૃત્તિ મૌનથી જ ચાલતી હોય. વચન ગુપ્તિ અને ભાષાસમિતિ આ બન્નેનું નિર્માણ શા માટે ? વચનગુપ્તિ એટલે કે બને ત્યાં સુધી બોલશો જ નહીં અને કદાચ બોલવું જ પડે તેમ હોય તો ભાષાસમિતિ અર્થાત્ ઉપયોગ પૂર્વક બોલજો. સંસારમાં સઘળા કલેશોનું મૂળ વાણીનો અપવ્યય જ છે ને ! ઘડા ચાર પ્રકારના... ચાર જાતના ઘડા છે. પહેલો ઘડો એવો છે કે જે અમૃતથી ભરેલો છે: અને ઢાંકણ પણ અમૃતનું છે. બીજો એવો છે કે અમૃતથી ભરેલો છે અને ઢાંકણ ઝેરનું છે. ત્રીજો પ્રકારનો ઘડો ઝેરથી ભરેલો છે અને ઢાંકણ અમૃતનું છે. જ્યારે ચોથો ઘડો ઝેરથી ભરેલો છે અને ઝેર યુક્ત ઢાંકણવાળો છે. આ ઘડા પ્રમાણે માણસો પણ ચાર જાતના છે. (૧) ઉતમોત્તમ- જેમના દયમાં સદાય અમૃત ભરેલું છે અને વાણીમાં પણ અમૃત વરસે છે. આમાં સંત પરૂપોનો નંબર આવે. (૨) ઉત્તમ - હૃદય અમૃતમય અને વાણી કડવી. પિતા અને પુત્ર. Page #106 -------------------------------------------------------------------------- ________________ પિતાના હૃદયમાં અમૃત ભરેલું હોય પણ પુત્રને શિખામણ માટે કડવા શબ્દો કહેવા પણ પડે. (૩) અધમ - હૃદયમાં ઝેર ભરેલું હોય અને વાણીમાં અમૃત. આવા માણસો ઘણા હોય છે. અને આવા માણસોથી જ ચેતવા જેવું છે. માણસ ક્રોધી હોય,લોભી હોય કે માની હોયતો ખબર પડે પણ માયાવી માણસની ખબર જ ન પડે. (૪) અધમાધમ – હૃદયમાં પણ ઝેર અને વાણીમાં પણ ઝેર. દુર્જન માણસો હળાહળ ઝેરથી ભરેલા હોય છે. સાચો ધર્મી હોય તે જ લોકપ્રિય બને છે જગતને વશ કરવું હોય તો દાનથી થઈ શકે છે. શ્રુત અને શીલની મૂળ કસોટી એ વિનય છે. વિનય...' કાશીમાં એક વિદ્વાન પંડિત હતાં. એકવાર શાસ્ત્રનું પરાવર્તન કરતાં તેમને એક શંકા ઉભી થઈ. ઘણી મહેનત કરી પણ શંકાનું સમાધાન થયું નહીં. તેમને ખબર પડી કે એક બ્રાહ્મણ છે તે પણ ખૂબ અભ્યાસી છે, કદાચ તે આ શંકાનું સમાધાન કરે ? આવા મહાવિદ્વાનને એક સામાન્ય બ્રાહ્મણ પાસે પૂછવા જવું એટલે કેટલી હિંમત ભેગી કરવી પડે છતાં પૂછવા માટે નીકળે છે. મનમાં વિચારણા ચાલુ જ છે. તે બ્રાહ્મણના ઘર પાસે પહોંચે છે, બ્રાહ્મણ પોતાના કામમાં વ્યસ્ત હતો. બહાર ડેલીએથી અંદર નજર કરી અને બ્રાહ્મણ પર નજર પડતાં જ આ વિદ્વાનને પોતાની શંકાનું સમાધાન મળી ગયું તેથી બ્રાહ્મણને મળ્યા વિના જ પાછા ફરે છે. હવે ગુરૂપૂર્ણિમાનો દિવસ આવે છે. શિષ્યોના ટોળા સાથે જાતે હાથમાં આરતી લઈને બ્રાહ્મણને ઘેર પહોંચે છે. પેલો બ્રાહ્મણ તો આભો જ બની જાય છે. કાશીના આવા મહાન પંડિત પોતાને ત્યાં પધારે એટલે એ તો ગાંડો-ઘેલો બની ગયો છે. વિદ્વાન કહે છે કે તમે બેસો... આરતી ઉતાર છે. પેલો બ્રાહ્મણ આશ્ચર્યચક્તિ બનીને પૂછે છે – પણ છે શું? મારા જેવા એક સામાન્ય બ્રાહ્મણની આપ આરતી ઉતારો છો. પેલા પંડિત બધી વાત કરે છે કહે છે કે તમારા દર્શન માત્રથી જ મારી શંકાનું સમાધાન થઈ ગયું. તેથી તમે મારા ગુરૂ છો. આવો પ્રચંડ વિનય જીવનમાં હોય તો વિદ્વાન-મહાન બનાય છે. વિનય એ સામાન્ય ગુણ નથી. શાસ્ત્રનું મૂળ જ વિનય છે. વિનયથી-નમ્રતાથી જ માણસ લોકપ્રિય બને છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ Page #108 -------------------------------------------------------------------------- ________________