________________
અષાડ વદ ૧
આપણે કયાં? બોરડીના વૃક્ષની છાયા જેવા..
મોજશોખમાં ડૂબેલા યુવાનો મદોન્મત્ત બની જાય છે. બંગલા, ગાડી, મોજશોખ આ બધું મળવાથી તેઓ ધર્મને ભૂલી જાય છે. તેમના મગજમાં ભોગસુખોની જ વિચારણા ચાલતી હોય છે. જીવ હંમેશા આ લોકના સુખમાં જ ડૂબેલા રહે છે. ધોમધખતા તાપમાં રણમાં એક બોરડીના ઝાડની છાયા હોય અને માણસ તેની છાયામાં બેઠેલો હોય પરંતુ તે છાયા ક્યાં સુધી ? તેમ જ કેવી ? તેવી રીતે આ ભોગસુખોની છાયા પણ તેવી જ ક્ષણિક છે. આ વૈભવ બોરડીના વૃક્ષની નીચે પથરાયેલા કાંટા જેવો છે. જ્યારે માણસની દ્રષ્ટિ પરલોક સુધી પહોંચે ત્યારે જ તેને ખ્યાલ આવે કે મારે શું મેળવવાનું છે. એકથી ડૂબે છે....
ભોજરાજાના વખતની વાત છે. તેના રાજ્યમાં એક તળાવ હતું. તે પાણીથી ભરપૂર ભરેલું હતું. ત્યાં કોઈક માણસે કહ્યું કે આ તળાવ જે તરી જશે તેને એક લાખ સોનામહોર આપીશ. કોઈ માણસે બીડું ઝડપ્યું. પરંતુ તે તળાવને તરી ન શક્યો અધવચમાં જ ડૂબી ગયો. અને વ્યંતર રૂપે ઉત્પન્ન થયો. પોતાનો પૂર્વભવ જોયો એણે તળાવમાં આશ્ચર્ય ઉત્પન્ન કર્યું. તળાવની મધ્યમાં પોતાનો એકલો હાથ જ ઉંચે કરે છે અને અવાજ કરે છે કે એકથી ડૂબે છે... એકથી ડૂબે છે. માણસો ડરી જાય છે કે કોઈ ભૂત-પ્રેત લાગે છે. ભોજરાજા સુધી વાત પહોંચે છે. ભોજ પોતાના વિદ્વાનોને કહે છે કે આ તળાવમાંથી હાથ નીકળે છે. અને અવાજ કરે છે. તેની પાછળ કારણ શું? પરંતુ કોઈ જવાબ આપી શકતા નથી. એક વખત એક ભરવાડના કાને આ વાત પહોંચે છે. એ કહે છે કે મને ત્યાં લઈ જાઓ હું તેનું કારણ શોધી આપીશ. તે ત્યાં જઈને લોકોને પૂછે છે કે આ પહેલાં કાંઈ બનાવ બનેલો ? માણસો પેલાની વાત કરે છે. એ કહે છે - ઓહો! આ તો એકથી ડૂબે છે એટલે એમ કે લોભથી માણસ ડૂબે છે. કારણ પેલા વ્યંતરનો જીવ લોભમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org