________________
૨૭ એની એજ પશુ વગેરેની યોનિમાં ભટકાઈ પડે છે. બસ પુનરપિ જનનમ્... પુનરપિ મરણમ્. પુનરપિ જનની જઠરે શયનમ્. અર્થાત્... ફરી ફરી ને જનમવું... ફરી ફરીને મરવું.. અને વારંવાર માતાના ઉદરમાં શયન કરવું. માણસો એમ માને છે કે ધર્મની પાછળ ખૂબ ભોગ આપવો પડે છે. પરંતુ ધર્મ કરતાં સંસારમાં મનનો, વચનનો, વાણીનો ખૂબ ભોગ આપવો પડે છે. ત્યાગ કઠણ નથી. પરંતુ તે માટે જ્ઞાન થવું કઠણ છે. કોઈ માણસને બીડીનો ત્યાગ કરવાનું કહીએ તો એ કહેશે કે તેને છોડવાથી મને આમ થાય છે મને આમ થાય છે. એ પ્રમાણે વાત કાઢશે. પરંતુ જ્યારે ડોક્ટર તેને કહેશે કે ભાઈ જો તું બીડી નહીં છોડે તો તને કેન્સર થશે. આ સમજણ આવતાં જ એ બીડી છોડી દેશે. આ પ્રમાણે ત્યાગ કરવો કઠણ નથી. પરતું તે માટેનું જ્ઞાન થવું કઠણ છે. ત્રણ બિંદુઓ દેશનાના....
જહા જીવા બક્ઝતિ - જીવો કેવી રીતે બંધાય છે. જહા જીવા કિલિસંતિ - જીવો કેવી રીતે ક્લેશ પામે છે. જહા જીવા મુઐતિ - જીવો કેવી રીતે મુક્તિ પામે છે.
ભગવાનની દેશના આ ત્રણ પોઈટ પર જ ચાલતી હોય છે. મોહરાજા પહેલાં જીવોને બાંધે છે, અને પછી તેને પછડાટો ખવડાવે છે. વૈભવનો અહંકાર અને આસક્તિ માણસને ક્યાં લઈ જાય છે? ચક્રવર્તિ જેવો ચક્રવર્તિ જો રાજ્યવૈભવને છોડે નહીં તો સાતમી નરકે જાય અને છોડે તો મોક્ષમાં જાય. બ્રહ્મદત્ત ચક્રવર્તિ વૈભવમાં આસક્ત હોવાથી સાતમી નરકે જાય છે. અને (કુરૂમતી) તેની રાણી છઠ્ઠી નરકે જાય છે – વૈભવ અને આસક્તિનું આ પરિણામ... ભગવાન કહે છે કે અમર બનવું હોય તો સિદ્ધિ પદને આરાધો. જીવો પહેલાં, રાગ, દ્વેષ, મોહ, માયા વગેરેથી બંધાય છે. અને દુર્ગતિમાં ચાલ્યા જાય છે. જો જીવો આ બંધનમાંથી છૂટી જાય તો ક્લેસમાંથી મુક્ત બને છે. અને કલેશમાંથી મુક્ત થાય તો તેની મુક્તિ થઈ જાય છે. આવી પ્રભુની દેશના થાવસ્ત્રાપુત્ર સાંભળે છે અને ચોંકી ઉઠે છે. શું આ વૈભવ મને દુર્ગતિમાં લઈ જશે ? દેશના પૂરી થાય છે. આપણે દેશના સાંભળીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org