________________
અષાડ વદ ૬
રૂઢીને રઢયાળી રે ! આયામ એક કરુણાનો...
ભગવાને આપણા પર કેટલી કરૂણા કરી છે. આપણને ભૂખ અને તરસથી તથા અનેક જાતની યાતનાઓથી પીડાતા એવા તિર્યચપંચેન્દ્રિયની વચ્ચે ગોઠવ્યા છે. જ્યારે દેવલોકમાં એકલા દેવો છે. ત્યાં નથી મનુષ્ય કે નથી કોઈ યાતનાથી પીડાતા બીજા જીવોજેથી તેમની આંખ સામે સુખ જ સુખ દેખાય છે અને આપણી આંખ સામે યાતનાથી પીડાતા જીવો છે. બીજી યોનિનાં દુઃખો દેખાડવામાં પણ ભગવાનની કરૂણા છે. આપણને આંખ સામે દેખાય કે સંસાર કેવો છે ! જો પાપો કરીશું તો આંખ મીંચાયા પછી આપણી સામે આ યોનિઓ જ પડી છે. આપણે ઉઠીએ ત્યારથી બસ ખાવાપોવા-મોજશોખની જ વિચારણા કરીએ છીએ. આપણને સંસારમાં ભય લાગે છે માટે ધર્મ કરીએ છીએ કે સંસારને મીઠો બનાવવા માટે ધર્મ કરીએ છીએ? સંસાર એ કડવો વેલો છે. એ ક્યારેય મીઠો બનવાનો નથી. જો મીઠો બનતો હોત તો ધન્ના-શાલિભદ્ર અને વ્યાવચ્ચપુત્ર વગેરે નીકળ્યા ન હોત. થાવસ્ત્રાપુત્ર
થાવસ્યા નામની બાઈ રાજદરબારમાં ખૂબ માનવંતી હતી. દ્વારિકાનગરીમાં તે રહેતી હતી. પોતે વિધવા હતી. કરોડોનો વેપાર કરતી હતી. વારિકામાં નામાંકિત હતી. તેને એક પુત્ર હતો. થાવગ્ગાપુત્ર તરીકે ઓળખાતો હતો. થાવચ્ચપુત્ર જુવાન બને છે. તેને પરણાવે છે. દેવાંગના જેવી તેને સ્ત્રીઓ છે. દોગંદક દેવની પરે સુખ ભોગવે છે. હવે એક વખત નેમિનાથ ભગવાન દ્વારિકામાં પધારે છે. થાવસ્ત્રાપુત્ર વાણી સાંભળવા જાય છે. વાણી સાંભળે છે.
દેશના....
ભગવાન કહે છે હે ભવ્યાત્માઓ! આ જીવાત્મા મનુષ્ય યોનિમાં પણ એકવાર નહીં કદાચ અનંતીવાર આવી ગયો છે. પરંતુ ધર્મ કર્યા વિના પાછો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org