________________
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ । તારક ગુરૂદેવાય નમઃ ।
કુદરતી વાતાવરણના ખૂબ પ્રેમી, પ્રસિદ્ધિથી દૂર ભાગનારા અને નાના-નાના ગામડાઓમાં જ વિચરનારા પૂજ્ય ગુરૂદેવનું ચોમાસું સંવત ૨૦૪૧માં સમી ગામમાં થયેલું. ચોમાસું એટલે ‘ધર્મઋતુ’. ચોમાસામાં વર્ષાની હેલીની જેમ ગુરૂવાણીની પણ હેલી જામતી હોય છે. ચોમાસામાં પૂ. ગુરૂદેવે ‘ધર્મરત્નપ્રકરણ’ પર વ્યાખ્યાન આપેલું. આ ગ્રંથમ શ્રાવકના ૨૧ ગુણોનું વર્ણન રહેલું છે. અલંકારો અને અતિશયોક્તિથી રહિત છતાં તાત્ત્વિક અને માર્મિક તથા સીધી, સરળ શૈલીમાં વરસતી ગુરૂજીની વાણીધારા શ્રોતાઓના હૃદયને ભીંજાવી દેતી હતી.
મને વ્યાખ્યાન લખવાનો ખૂબ શોખ. તેથી મેં વ્યાખ્યાનની નોટો બનાવી. કારણ કે સાંભળેલું તો જલ્દી વિસરાઈ જાય પરંતુ લખેલું હોય તો વર્ષો સુધી ટકી શકે. એક વખત હું વ્યાખ્યાનની નોટ વાંચતી હતી. ત્યાં એક ભાઈ વંદનાર્થે આવ્યા. તેમણે નોટ વાંચવા માંગી. લખાણમાં રહેલી સાદાઈ છતાં આજે ધર્મીજનોનું મહોરૂં પહેરીને ફરી રહેલા લોકો માટે વેધક એવી વાતો તેમના દિલને સ્પર્શી ગઈ. તેમણે મને કહ્યું કે આ બધી વાતો આ નોટોમાં પૂરાઈ રહે તેના કરતાં લોકોના દિલ સુધી પહોંચાડો. વળી, ગુરૂદેવ ગામડામાં જ
Jain Education International
વિચરતા હોવાથી
બહુજન વર્ગ
તેમના મુક્ત
For Private & Personal Use Only
www.jainelibrary.org