________________
૭૯
છે, તે ક્યારેય ઊંચે આવી શકતો જ નથી. જીવનમાં સાચી શાંતિ મેળવવી હોય તો માન-અપમાનને સરખા ગણે.માનથી ફ્લાય નહીં. અને અપમાનથી કરમાય નહીં. સોનું-પથ્થરને સરખા ગણે તોજ શાંતિ મળે. જેમ ક્રોધ ત્યાજ્ય છે. તેમ માન પણ એટલું જ ત્યાજ્ય છે. ક્રોધને કડવા ઝેરની ઉપમા આપી છે. ભામડલ-આભામંડલ....
ભગવાનની પાછળ જે ભામંડલ હોય છે તે ક્યાંથી આવે છે, તે જાણો છો ? એ બધા ગુણોનું મંડળ છે.
સમતાની સાધના... ! સરળતાની સાધના... ! ક્ષમાની સાધના... !
જ્ઞાનની સાધના
!
આ બધી સાધનામાંથી એક ગુણોની આભા ઉભી થાય છે. તેમ સ્વભાવનું પણ એક આભામંડલ ઉભું થાય છે.
ઈર્ષ્યાળુ સદા દુઃખી...
માણસ પોતાના દુઃખે દુઃખી હોય એ તો બરાબર છે પરંતુ આજ માણસ પારકાના સુખે દુઃખી છે. આખા જગતમાં આજ દુર્ગણ વ્યાપીને રહેલો છે. કોઈની ચઢતી ઋદ્ધિ જોઈને ઈર્ષ્યાળુના પેટમાં તેલ રેડાય. G.O.K....
એક માણસ ઈંગ્લેન્ડની એક હોસ્પિટલમાં ફરવા માટે નીકળેલો એ હોસ્પિટલમાં એવી વ્યવસ્થા હતી કે દરેક ખાટલા પર જે દરદી હોય એની બાજુમાં બોર્ડ લગાડેલું કે ક્ષય, ટી.બી. વગેરે એમાં એણે ફરતા-ફરતા જોયું કે એક બે બોર્ડ પર G.O.K. એ પ્રમાણે લખેલું. આ માણસને એમ થયું કે વળી આ કઈ જાતનો રોગ. એણે ડોક્ટરને પૂછ્યું કે આ રોગ કઈ જાતનો. કે ડોકટર કહે કે `God Only Knowes' અર્થાત ફકત ભગવાન જ જાણે છે. આપણને પણ ઈર્ષા આદિ સ્વભાવગત દોષોનો એક એવો વ્યાધિ લાગુ પડેલો છે કે એનો ઈલાજ ગુરૂ ભગવતો જ્ઞાનો મહાત્માઓ જ જાણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org