________________
૨)
જવાબમાં કહે છે. ધર્મ આલોકને સુધારે છે, પરલોકને સુધારે છે અને અંતે મોક્ષને આપે છે. પણ આજ આપણને જેટલો પૈસામાં વિશ્વાસ છે જેમકે ૧૦૦ રૂ.ની નાટ લઈને જઈશું તો બદલામાં ૧૦૦ રૂ. મળવાના જ છે. તેવો વિશ્વાસ સર્વપાપોનો નાશ કરનાર, સર્વ મંગળમાં પ્રથમ મંગળ.. એ નવકારમંત્ર ઉપર છે?ના, વિશ્વાસ નથી માટે જ તો નવકારવાળીમાં ચિત્ત ચોંટતું નથી. કદાચ પેલી ૧૦૦ની નોટ સરકાર રદ કરશે તો કાગળનો ટુકડો, કિંમત વગરનો બની જશે. પરંતુ નવકારમંત્રના લાભને છે કોઈ રદ કરનાર? કદાપિ કોઈ કાળમાં પણ નથી. ધર્મ એ અર્થ અને કામ આપે છે, આરોગ્ય આપે છે. ઝંખના શેની છે - આરોગ્યની કે દવાની? આરોગ્યની જ હોય ને, કોઈ દવાને ઝંખે ખરૂં? તેમ ઝંખના ધર્મની કે ધનની? હોવી જોઈએ તો ધર્મની પણ આપણે હમેશાં ધનની ઝંખનામાં ડૂબેલા છીએ. બિંદુની શક્તિ...
ધર્મનું એક બિંદુ પણ માણસને સંસાર સમુદ્રથી તારનારૂં બને છે. એમ થાય કે બિન્દુ આવડા મોટા સંસારમાં શું કરવાનું છે? પણ ના બિન્દુથી ઘણું બધું થઈ શકે છે. અમૃતનું એક જ બિંદુ માણસ ને બધા દોષોથી, વિકારોથી બચાવી લે છે. અરે મૃત્યુના બિછાને પડેલો હોય તો પણ તેને બેઠો કરી દે છે. તે રીતે ઝેરનું પણ એક જ ટીંપુ શું નથી સર્જી શકતું ?... ધર્મના એક જ બિંદુને જીવનમાં બરાબર સારી રીતે વણી લીધું હોય અને તેના સ્વાદને માણ્યો હોય તો જન્મોના જન્મો સુધારી શકે છે. આ ધર્મ બિંદુમાં એટલી બધી તાકાત છે કે જો તમને ધનની ઈચ્છા છે તો ધન આપશે. કામની ઈચ્છા છે તો કામ આપશે. બધું જ આપશે અને અંતે મોક્ષ આપશે. તેને કહેવાય ધર્મ....
ધર્મ કોને કહેવાય? શાસ્ત્રકારોનાં વચન પ્રમાણે સદ્ગણોનું - સત્કાર્યોનું અનુષ્ઠાન. અને તે દરેક અનુષ્ઠાનો મૈત્રાદિ ચાર ભાવથી સંયુક્ત હોવા જોઈએ. મૈત્રી એટલે પરહિતચિંતા મૈત્રી, બીજાના સુખનો વિચાર. આજે સર્વત્ર સ્વાર્થની જ વિચારણા હોય છે. દિલ્હીનો એક કરીયાણાનો વહેપારી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org