________________
૨૧
લવજી એનું નામ. ધર્મની ખૂબ ચર્ચા- વિચારણા કરે. સારી એવી મંડળી જમાવી એની મંડળીમાં એ સામાન્ય-માવજી નામનો માણસ આવતો હતો. એક વખત એ ક્યાંક બહારગામ ગયો હશે. ત્યાંથી પાછો ફર્યો. તેની સ્ત્રીને એમ થયું કે મારા પતિ બાહર ગામથી આવ્યા છે તો લાવ શીરો બનાવું .પણ ઘરમાં ગોળ હતો નહીં. તે લવાભાઈની દુકાને ગોળ લેવા ગઈ. પૂરો વિશ્વાસ હતો. એણે જે ગોળ આપ્યો તે લઈને એની સ્ત્રી આવી શીરો બનાવ્યો. પણ શીરામાં એકલી કાંકરી આવ્યા કરે.. જોયું તો ગોળ એકલી કાંકરી વાળો. માવજી તો ઉઠયો અનો ગયો લવજીભાઈના દુકાને, ગોળ પાછો લેવા કહ્યું. પણ લવાભાઈ તો તાડૂક્યા. ભાઈ હું તો વેપલો ક૨વા બેઠો છું. નાખ તારો ગોળ ગટરમાં. એમ પાછો લેવા બેસું તો કંઈ ધંધો ચાલે ખરો ? માવજી તો ડઘાઈ ગયો. ધર્મની મોટી મોટી વાતો કરનાર લવજી શું આવો ? જ્યાં મૂળની - પાયાની જ વસ્તુ ન હોય એવા ધર્મને ધર્મ કહેવો કઈ રીતે ? ધ કરનાર નીતિમાન હોવો જોઈએ. ધર્મનું પહેલું લક્ષણ - મૈત્રી. પરહિત ચિંતા બીજું લક્ષણ પ્રમોદ - બીજાનું સુખ જોઈને આનંદ થવો તે (મુદિતા). ત્રીજું લક્ષણ કારૂણ્ય - બીજાનું દુઃખ જોઈને મન પીગળી જાય તે કરૂણતા. ચો લક્ષણ માધ્યસ્થ્ય - ઉપેક્ષા ભાવ.
ભાવનો પ્રભાવ....
એક રાજા હતો. ક્યાંક ફરવા નીક્ળ્યો છે. એકલો છે. તેને ખૂબ તરસ લાગી. ફરતો-ફરતો કોઈ ખેતરમાં જઈ ચડયો. પૂર્વના જમાનામાં લોકોની માહિતીને મેળવવા માટે રાજાએ સાદો વેશ પહેરીને એકલા નીકળી પડતા. પ્રજાવત્સલ રાજા હતાં. અને છૂપી રીતે પ્રજાના સુખ-દુ:ખને એ જાણવા પ્રયત્ન કરતા. ખેતરમાં જઈને ઘોડાને ઉભો રાખ્યો ત્યાં એક ઝૂંપડી હતી. ખેડૂતને કહે કે ભાઈ તરસ લાગી છે. પાણી આપ. એ ખેતર શેરડીનું હતું. શેરડીનો સાંઠો કાપીને તેમાંથી રસ કાઢીને રાજાને આપ્યો. રાજા તો રસ પીને ખૂબ ખુશ થઈ ગયો. ખેડૂતને પૂછ્યું કે ભાઈ કેવી કમાણી રહે છે ? ખેડૂતે તો ભોળા ભાવે કહ્યું કે ભાઈ રાજાજીની મહેરબાનીથી આમાંથી ખૂબ મળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org