________________
૧ 3 અહંકારરૂપી પર્વત જ્યાં સુધી આડો હશે ત્યાં સુધી ભગવાનના વાણીરૂપી કિરણો જીવનમાં પ્રવેશી શકશે નહીં. માટે પહેલાં અહંકારરૂપી અંધકારનો નાશ કરો. શેઠાણીનો અહંકાર ઓગળી જતાં જ તેને પોતાના સઘળા દુર્ગુણો આંખ સામે દેખાય છે. જીવનમાં બહુ મોટું પરિવર્તન થઈ ગયું અને નિયમિત રીતે શેઠાણી વાણી સાંભળવા જાય છે. શેઠ કહે છે અરે ઓ શેઠાણીજી ! તમારી અંદર તો ઘણો મોટો ફેરફાર થઈ ગયો. શેઠાણી તો હવે ગર્વ ઓગળી ગયો હતો માટે કહે છે કે - હું તો સુધરી નથી પણ બગડી ગઈ છું. મને હવે મારા દોષો સઘળા દેખાય છે. આ રીતે વાણીના સંગથી શેઠાણીનું જીવન નિર્મળ બની ગયું. આપણું જીવન પત્તાના મહેલ જીવું છે. મૃત્યુરૂપી પવનના એક ઝપાટે જીવનરૂપી પત્તાનો મહેલ પડી જતાં વાર નહીં લાગે. સમજીને સુધારો કરે તે માનવ....
માનવજન્મની વિશેષતાઅને મહત્તા એ છે કે તે પોતે સર્વ સમજી શકે છે એ ફેરફાર કરી શકે છે. સાચી સમજણ આવ્યા પછી દૃઢપ્રહારી જેવો પાપીમાં પાપી માણસ કેવળજ્ઞાન સુધી પહોંચી શકે છે. દૃઢપ્રહારીનું નામ એટલા માટે લેવું પડયું કે તે ખૂબ જ હિંસા કરતો બધાને લૂંટી લેતો. આ દૃઢપ્રહારી કોઈ એક નગરમાં ફરતો હશે. ત્યાં એક ગલીમાં એક ગરીબ બ્રાહ્મણનું ઘર હતું. એ બ્રાહ્મણના ઘેર ખીર રંધાતી હતી. છોકરાં રાહ જોઈને બેઠા હતાં. એવામાં ત્યાંથી આ દૃઢપ્રહારી નીકળે છે. અને ખીર જુએ છે. તે ખીર લેવા માટે દોડે છે. બ્રાહ્મણથી આ જોયું નથી જતું, કારણ કે પોતાનાં છોકરાં ભૂખથી ટળવળે છે માટે તે સામે જાય છે અને તેની સામે ઉભો રહે છે. દૃઢપ્રહારી આવી નજીવી ચીજ માટે તલવાર ખેંચે છે. કારણ ભૂખથી અને ક્રોધથી તેનું મગજ બહેર મારી ગયું હતું. ત્યાં રસ્તામાં ગાય આડી આવે છે. સીધી ગાય પર તલવાર ચલાવે છે. ત્યાં તેની સામે બ્રાહ્મણી આવે છે. બ્રાહ્મણી પર પણ તલવાર ચલાવે છે. બ્રાહ્મણી ગર્ભવતી હતી. બ્રાહ્મણી અને ગર્ભ બન્ને તરફડીને મરી જાય છે. સામે બ્રાહ્મણ આવે છે. બ્રાહ્મણને મારી નાખે છે. શાસ્ત્રમાં આવતી મહા ચાર હત્યાઓ - બ્રહ્મહત્યા, ગૌહત્યા, ભૂણ(ગર્ભ) હત્યા અને સ્ત્રી હત્યા આ ચાર-ચાર હત્યાઓ કર્યા પછી જ્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org