________________
અષાડ વદ ૨
સમજણનું અંજન પરિવર્તન જરૂરી કયાં?
માનવે પોતાની રહણી - કરણીમાં લાખો વર્ષ દરમ્યાન કેટલા કેટલા ફેરફારો કર્યા. જ્યારે પંખીઓમાં આવું જોવા મળે છે ખરું? પંખીઓ લાખો વર્ષ પહેલાં જેવી રીતે માળો બાંધતા હતા તે પ્રમાણે આજે પણ બાંધે છે.
જ્યારે માનવો વર્ષો પહેલાં કેવી રીતે ઘર બાંધતા હતાં અને આજે કેવી રીતે બાંધે છે. તે જાણો છો ને ? માણસે પોતાના બાહ્ય વૈભવમાં ફેરફાર કર્યા છે. પણ અંતરની અંદરના વૈભવમાં કોઈ ફેરફાર કર્યો છે ખરો ? સત્સંગની ગંગા...
એક ઘડી આધી ઘડી આધી સે પુની આધ,તુલસી સંગત સાધુ કી, કટે કોટી અપરાધ. સજ્જન પુરૂષોનો એક ઘડી કે અડધી ઘડી જેટલો સંગ પણ જીવનમાં મોટો ફેરફાર લાવી દે છે. એક શેઠ હતાં. બહુ સંપત્તિવાળા હતા. શેઠ કરતાં શેઠાણીનો મિજાજ ઓર જાતનો હતો. એને પોતાના પતિનો એવો ગર્વ હતો કે બસ મારા પતિ પર જ આ આખું જગત ચાલે છે હવે એક દિવસ એના ગામમાં કોઈ સંતપુરૂષ પધાર્યા. સંતપુરૂષની વાણી સાંભળવા આખું ગામ ઉમટયું છે. એટલે શેઠ શેઠાણીને કહે છે કે સંતપુરૂષની વાણી સાંભળવા જઈએ. શેઠાણી કહે કે ઓહ એવા બ્રાહ્મણની વાણીમાં શું સાંભળવા જવું હતું? એમ કહીને તેને ધુત્કારી કાઢે છે. થોડા દિવસ જાય છે અને ફરી શેઠ કહે છે અને ફરીથી શેઠાણી ધુત્કારી કાઢે છે. આખરે છેલ્લે શેઠ કહે છે. કાંઈ નહીં વાણી ન સાંભળવી હોય તો પણ ત્યાં જાઓ તો ખરા. લોકોનો મેળાપ થશે. શેઠને એમ કે એમ કરતાં કાંઈક શેઠાણી સુધરે તો છેવટે શેઠાણી જવાનું નક્કી કરે છે અને જાય છે. અને વાણી સાંભળે છે. તેને વાણી સોંસરી ઉતરી જાય છે. અહંકાર એટલે અંધકાર આ બધો વૈભવ શા માટે? કેવળ અંહકારને પોષવા માટે જ ને? આ અહમ્ ઉપર જ આખો સંસાર ચાલે છે. અહંકારને શાસ્ત્રમાં તો પહાડ કહે છે. આવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org