________________
૧૪ એ ખીરના તપેલા પાસે પહોંચે છે ત્યાં બાળકોની રોકકળ સાંભળીને તેને ખૂબ આઘાત લાગે છે. તેની સામે લોહીથી તરબોળ ચાર શબો પડયાં છે. આ નજરે જોતાં તેનું હૃદય દ્રવી ઉઠે છે. ત્યાંથી ભાગે છે. લોકો તેના પર ખૂબ ફીટકાર વર્ષાવે છે. એના જીવનમાં અશાંતિ અશાંતિ થાય છે. ત્યાં ફરતાં ફરતાં તેને એક સાધુ મહાત્મા મળે છે. સાધુ મહાત્મા કાઉસગ્નમાં છે તેની શાંતિ જોઈને દૃઢપ્રહારી કહે છે. મહારાજ મને શાંતિ આપો. હું મહાપાપી છું. મને બચાવો મુનિ જ્ઞાનથી જુએ છે કે કોઈ માન્ આત્મા છે. મુનિ તેને ધર્મની દેશના આપે છે. આ સાંભળીને તેને શાંતિ થાય છે. સાધુ બને છે. અને પ્રતિજ્ઞા કરે છે કે જે દિવસે મને મારું પાપ યાદ આવશે તે દિવસે આશર પાણી ત્યાગ હવે ગોચરી વહોરવા ગામમાં જાય છે. ત્યાં લોકો તેને ગાળો આપે છે અને કહે છે કે આ પાપી જાય, પાપી જાય આમ એને પાપ યાદ ન આવે તો પણ લોકો તેને પાપ યાદ કરાવે છે. છ મહિના સુધી આહાર પાણીનો ત્યાગ થાય છે. અને છેવટે કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. આ દાખલો નજર સામે રાખીએ તો ખ્યાલ આવે કે આ માનવ જીવનનું કેવું મૂલ્ય છે? આ જીવનમાં આપણે શું ન કરી શકીએ ? કેવો પાપીમાં પાપી પાણસ પણ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. આપણે તો એના જેવા પાપી નથી, તો ભગવાનને પ્રના કરો કે ભગવાન આવા પાપીને તે કેવળજ્ઞાન આપ્યું તો હું તો એવું કોઈ પાપ નથી કરતો. મને ક્યારે કેવળજ્ઞાન મળશે ? પણ ખરા દિલની પ્રાર્થના હોય તો સફળ થાય. ખરા દિલથી પાપનો પશ્ચાત્તાપ હોય તો પાપીમાં પાપી માણસ પણ પવિત્ર બની જતો હોય છે. ભગવાન મહાવીર એટલે કરુણાની મૂર્તિ. ચંડશિક જેવા તિર્યંચ પ્રાણીને પણ તે સામે ચાલીને બૂઝવવા ગયા હોય તો ભગવાનની સામે જતા આપણને એ કેમ ન તારે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org