________________
૪૦
આવે? અને જ્યારે આવે ત્યારે તે વસ્તુ કાં તો જીર્ણ બની ગઈ હોય અથવા તો તેની ફેશન નીકળી ગઈ હોય. બસ, બધો સંગ્રહ નિરર્થક અહંકારને પોષવા માટે જ, આજે માણસને સાંભળવાનો એટલો બધો શોખ લાગ્યો છે કે કોઈ સારા વક્તા આવ્યા છે તો બે-ત્રણ હજાર માણસો ભેગા થઈ જશે પણ કોઈ એનું ચિંતન નહીં કરે. ચિંતન વિનાનું જ્ઞાન કેવળ પાણી છે, પાણીની શક્તિ ક્યાં સુધી? પાણી પીએ એટલે થોડીવાર તરસ છીપાય પાછી તરસ લાગે તેમ શ્રવણ કરવામાં આવે ત્યાં સુધી જ તે રહે છે, વ્યાખ્યાન હોલની બહાર ગયા કે વ્યાખ્યાનની અસર પૂરી... પરંતુ શ્રવણ પછી મનન જોઈએ. ચિંતન-દૂધ
મનન અને ચિંતનજ્ઞાન દૂધ જેવું છે. દૂધ ઉપર માણસો મહિનાઓના મહિનાઓ વિતાવે છે માટે આવું દૂધ જેવું જ્ઞાન મેળવતાં શીખો દૂધ જેવું જ્ઞાન મળતાં જીવનમાં તૃપ્તિનો અનુભવ થશે. જે આનંદ પૈસા કમાવામાં આવે છે. તેથી અધિક આનંદ તેનું દાન આપવામાં-ખર્ચવામાં આવે જો ચિંતનજ્ઞાન હોય તો. નિદિધ્યાસન-અમૃત....
ધર્મ મેળવ્યા પછી તેમાં તન્મય બની જવું. ઓતપ્રોત બની જવું. તન્મયતાથી જે જ્ઞાન મળે તે જ્ઞાન અમૃત જવુ, અમૃતના સ્વાદ એક વખત ચાખ્યો હોય તો તે સ્વાદ વર્ષો સુધી યાદ રહે છે. તેમજ તેનાથી બધા વિકારો નષ્ટ થઈ જાય છે અને પરમતૃપ્તિ મળે છે. જો આ ત્રણે ભૂમિકા આપણને મળી જાય તો ખરેખર આ જીવ આ ભયંકર સંસાર સાગરને તરી જાય. માટે પહેલાં પ્રભુવાણીનું શ્રવણ કરો, પછી તેનું ચિંતન કરો.. અને તેમાં તન્મય
બનો.
આવી રૂડી ભગતિ મેં પહેલાં ન જાણી પેલાં ન જાણી રે મેં તો પહેલાં ન જાણી. સંસારની માયામાં મેં તો વલોવ્યું પાણી
ભવજલહમેિ અસારે દુલ્લાં માણુસ્સે ભવં.' દુનિયાની બે અબજની વસ્તી ગણાય છે. તેમાં આત્મતત્ત્વનો, પરમાત્મતત્ત્વનો વિચાર કરનારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org