________________
અષાડ વદ ૧૩
તો શ્રવણ, કરે પરિવર્તન....
જાવું જરૂર....
જીવાત્માએ વિચાર કરવાનો છે કે આ સંસાર એક મહાન સમુદ્ર છે. આ સમુદ્રમાં અનંત જીવો ઉત્પન્ન થાય છે. અને મરે છે. પાણીના એક બિંદુમાં પણ અસંખ્યાતા જીવો જન્મે છે અને મરે છે. દેવોને પણ દુર્લભ એવા આ મનુષ્યજન્મને પામીને આપણે એની દુર્લભતાને વિસરી ગયા છીએ આપણે જ્યાં જન્મીએ ત્યાંથી અવશ્ય મરવાનું જ છે. આ ખોળિયું આપણી માલિકીનું નથી. ભાડૂતી છે. માલિક જ્યારે ઓર્ડર કરે ત્યારે તેને છોડીને ચાલ્યા જવાનું. પછી દિવાળી હોય કે પર્યુષણ હોય. એનો હુકમ થયા પછી એક સેકન્ડ પણ તેમાં રહેવાય નહીં. ખાલી કરે જ છૂટકો. આ ચિંતનની ભૂમિકા પરથી સાંભળો તો ઉતરેજ.. માટે શાસ્ત્રકારોએ ત્રણ ભૂમિકા કહી છે.
૧. શ્રવણ- ૨. મનન-ચિંતન, ૩. નિદિધ્યાસન (તન્મયતા). સાંભળ્યા પછી તેનું મનન-ચિંતન કરો અને પછી તેમાં તન્મય બનો. માત્ર શ્રવણ પાણી....
અત્યારે આપણો આખો સમાજ શ્રવણપ્રેમી છે. ચિંતનનું નામ નિશાન પણ નહીં. ગમે તેવી મોઘાંમાં મોંઘી સાડી હોય પણ આખરે તો એ ગાભો(ચીંથરૂં) જ છે ને ! આ બધા દર-દાગીના પૃથ્વીકાયના કલેવરો કે બીજું કાંઈ ? આપણે જે પદાર્થને વળગી રહ્યા છીએ તે પદાર્થ પરથી જ્યારે આકર્ષણ ઓછું થઈ જશે ત્યારે તેનું મૂલ્ય સાવ ઓછું થઈ જશે. આ આખો સંસાર મૂલ્યહીન પદાર્થોથી ભરેલો છે.
ચિંતન....
ઈંગ્લેન્ડમાં એક એલિઝાબેથ નામની રાણી થઈ ગઈ. તે કપડાની બહું શોખીન. બજારમાં નવું કપડું આવ્યું કે તે તેના ઘેર આવ્યા વગર રહે જ નહીં. તેનીપાસે લગભગ ત્રણ હજાર ડ્રેસ હતાં. છતાં તે અતૃપ્ત રહેતી. વિચાર કરો કે એ સાડી કે ડ્રેસ ને પહેરવાનો વારો એક પછી એક ક્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org